Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
હરસિદ્ધ જોષી
તે પણ પ્રકતિ વિકાસ અને પ્રગતિ કરવા આતુર છે. તેનું આયોજન દર્શાવે છે કે પ્રકૃતિનું સભાનતત્ત્વ ઉત્ક્રાંતિને આધીન છે. એ સાચું છે કે વ્યક્તિમત્તામાં જે પ્રગટ થાય છે અને પછીથી જે ગતિશીલ બને છે એ સાર્વત્રિક મનતત્ત્વમાં રહ્યું છે અને વ્યક્તિ એ આ પ્રગટીકરણનું કેવળ સાધન છે. ઈશ્વરની ઐતિસિક શક્તિનું વ્યક્તિ એ અનિવાર્ય સાધન છે. અને તેમાં ઉત્ક્રાંતિલક્ષી તથા આધ્યાત્મિક મૂલ્ય રહ્યું છે. સામાજિક અને અહમલક્ષી એકમે આવી આધ્યાત્િમક શક્તિના આવિર્ભાવના ક્ષેત્ર છે. મનુષ્યનું ભાવિ દિવ્યતા અને આધ્યાત્મિકતાના તત્વને પ્રાપ્ત કરવાનું છે. શ્રી અરવિંદના મતાનુસાર માનવજીવનનું ધ્યેય “રમૈત્ય પુરુષ ને વિવિધ પ્રવૃત્તિ અને કાર્યનાં પાસાંઓમાં વ્યક્ત કરવાનું છે. શ્રી અરવિંદનું આ દૃષ્ટિબિંદુ હેગલ જેવા સર્વદેશીલક્ષી વિચારકથી જુદુ પડી જાય છે. શ્રી અરવિંદ કહે છે કે વ્યક્તિ સામાજિક સમૂહમાં સમાઈ જતી નથી પરંતુ તેના સામાજિક અને વૈશ્વિક જીવનમાં તેનું આગવું વ્યકિતત્વ જળવાઈ રહે છે.
શ્રી અરવિંદ એમ માને છે કે કુટુંબ, સમૂહ અને જાતિ એ સામુહિક જીવન પ્રાણલક્ષી આધાર પર રહ્યા છે. કુટુંબ એ વ્યાપક પ્રાણલક્ષી અહમ છે અને એ એવું સેન્દ્રિય એકમ (Organism) છે જે વ્યક્તિને લાગણીશીલ અને સામાજિક જવાબદારીઓથી વ્યસ્ત બનાવે છે. એ જીવ ત એકમના સ્પર્ધાયુક્ત અને સહકારલક્ષી સમૂહના સભ્ય તરીકે વ્યક્તિને ચરિતાર્થ કરે છે. અમુક અંશે પ્રાણીઓમાં પણ લાગણી અને સમૂહરિ રહ્યા છે અને તેમાં નજદીકતાને ઝાખે ખ્યાલ રહ્યો છે. કુટુંબને પ્રાચીન ખ્યાલ આ સમૂહભાવનામાં અને સમીપતામાં રહ્યો છે. અલબત્ત, મહદઅંશે કુટુંબમાં પુરુષની પ્રધાનતા રહેતી હતી. કુળ અને જાતિમાં કોઈ એક વ્યકિતને સામાન્ય રીતે પ્રભાવ રહેતો હતે. જેમ ઉચ્ચકક્ષાના પ્રાણીઓમાં ટાળાને દોરનારો કોઈ આગેવાન હતું તેમ કુળ અને જતિમાં હતું. સામાજિક એકમના પ્રાથમિક આધાર તરીકે આ કુળ અને જાતિ રહ્યા છે. આવા એકમમાં જ્યારે વાર, વ્યવસાય અને કર્તવ્યની ભાવને દાખલ થયા ત્યારે કુટુંબની સંસ્થાને પ્રાદુર્ભાવ થયો. જેમ કુટુંબને પ્રાણલક્ષી આધાર રહ્યો છે તેમ સમાજને પણ પ્રાણલક્ષી આધાર છે. પ્રાણલક્ષી જરૂરિયાતો, અભિરુચિ, હિત, સ્વાથી દાવો અને સુખની ભાવના ઇત્યાદિના સામુહિક સંતોષ માટે કુટુંબ અને સમાજ સગવડ કરી આપે છે. આયુસીએનના મતાનુસાર સમાજ અને રાજ્ય મનુષ્યના સભાન અને આશયલક્ષી સજન નથી, પરંતુ જીવન અને મંડળ માટેની જૈવિક એષણામાંથી ઉત્પન્ન થયા છે. રશિયાના સમાજશાસ્ત્રી નેવિકો માને છે કે “ સમાજ એટલે પ્રાણલક્ષી સંબંધને મૂર્તિમંત કરવા વ્યક્તિને એકબીજા સાથે નજીકમાં લાવવાની પ્રક્રિયા છે.” આ દર્શાવે છે કે સમાજ એ હેતુલક્ષી આયોજન છે.
જો કે શ્રી અરવિંદ સમાજને પ્રાણલક્ષો આધાર વ્યક્ત કરે છે તેમ છતાં સામુહિતા એ દિવ્યતાની રચના છે અને તેને આત્મા છે એમ એ તાવિક દષ્ટિએ માને છે. જે સમાજને શારીરિક આધાર એ આત્મલક્ષી શક્તિ છે. એ કેવળ વસ્તુલક્ષી અસ્તિત્વ નથી. તેના આંતરિક આત્મામાં સામૂહિકતા રહી છે અને સ્વલક્ષી જીવનના ભયસ્થાનો પણ તેમાં રહ્યા છે.”૧ સમાજનું વિભાવનાયુક્ત પૃથકકરણ સમજાવવા માટે શ્રી અરવિંદ સેન્દ્રિય તત્તવની
૧ શ્રી અરવિંદ: ધ હ્યુમન સાઈકલ વો. ૯, શ્રી અરવિંદ ઈટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશન કલેકશન, શ્રી અરવિંદ આશ્રમ, પોંદિરી, પા. ૪૦-૪૧.
For Private and Personal Use Only