Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય અને રાજ્ય-સંબંધ અંગે શ્રી અરવિંદ
હરસિદ્ધ જોષી* શ્રી અરવિંદના મતાનુસાર વ્યક્તિ એ કેવળ શારીરિક સંગઠ્ઠન નથી કે જટિલ અચેતન શક્તિ નથી પરંતુ એ આધ્યામિક આત્મા છે. એ આધ્યાત્મિક, પરા૫ર તેમજ સર્વ દેશી સતતત્વની અભિવ્યક્તિ છે. વિશ્વમાં જે ઉત્ક્રાંતિને પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે તેનો મૂળભૂત હેતુ મનુષ્યને તેના વિભાજિત, અહમલક્ષી અજ્ઞાનમાંથી તેમજ અચિને દબાણમાંથી મુક્તિ, આપવાને છે. વ્યક્તિ એ દિવ્ય આત્મા છે અને આધ્યાત્મિક સ્વતંત્રતા તેમજ અમરતા પ્રાપ્ત કરવી એ તેનું ધ્યેય છે. પાર્થિવ જગતનું આધ્યાત્મિક સ્વરૂપ અને બ્રહ્મતત્વની આંતરિક એકતા સાકાર કરવા એ મનુષ્યનું ભાવિ છે. કેવળ ઇન્દ્રિયજન્ય અને સુખલક્ષી જીવન ગાળવું ક ભૌતિક આતમસંતોષ મેળવ, પ્રાણલક્ષી (Vital) ઈચ્છાઓને પ્રાપ્ત કરવી એમાં તેનું જીવન સમાપ્ત થતું નથી. તમીમાંસાના દષ્ટિકોણથી જોતાં મનુષ્યનું બાંતિમય અને ક્ષણજીવી અસ્તિત્વ શારીરિક ક્ષયની અનિવાર્યતા દ્વારા દર્શાવાય છે. પરંતુ એ સતવનું કેવળ આભાસલક્ષી પાસું છે. વાસ્તવમાં મનુષ્યનું આમંતવ શાશ્વત અને આધ્યાત્મિક છે, અને તેનું આખરી ચેય વિજ્ઞાનલક્ષી (Gnostic) ચેતનાને સાક્ષાત્કાર કરવાનું છે. તેનું નિર્ધારણ અને સંચાલન આત્મજાગૃતિ અને સર્વદેશી જાગૃતિની એકતા છે. એ દર્શાવે છે કે મનુષ્ય વૈશ્વિક ચેતના પ્રાપ્ત કરવાની છે. વ્યક્તિલક્ષી સતતત્વની દિવ્યતા અને તેની શ્રેષ્ઠતા પ્રાચીન રહસ્યમય સંસ્કૃતિઓમાં જોવા મળે છે. ભારત, ઇજિપ્ત, પ્રીસ અને ચીન જેવી પ્રાચીન સંસ્કૃતિઓમાં રહસ્યમય (Mystery) ધર્મોમાં જોઈ શકાય છે. આત્મ-જ્ઞાન દ્વારા મુક્તિ અને અમરતા પ્રાપ્ત થાય છે એમ આ અભીમા દર્શાવે છે.
“ મનુષ્યના આધ્યાત્મિક ખ્યાલ: »
શ્રી અરવિદ વ્યક્તિલક્ષી આત્માનું ભૌતિક અને સમાજશાસ્ત્રીય સ્પષ્ટીકરણ સ્વીકારતા નથી. ભૌતિકવાદીઓ વ્યક્તિમત્વને જડતત્ત્વ કે શક્તિના ઉપપત્તિમય વિકાસ તરીકે લેખે છે. કેટલાક સમાજશાસ્ત્રીઓ અને સમાજલક્ષી મને વૈજ્ઞાનિકો વ્યક્તિને સમાજના જીવકોષ (Cell); તરીકે વિચારે છે. પરંતુ શ્રી અરવિંદ કહે છે કે આ વૈજ્ઞાનિકો સમાજની ઉપર છલી બાજને ઓળખે છે. મનુષ્યમાં જે વિશિષ્ટ વ્યક્તિત્વ અને આગવી વ્યક્તિમત્તા રહ્યા છે તેને વિકાસ પ્રકૃતિના નિશ્ચિત આયોજનને સંકેત છે. શ્રી અરવિંદના ચિંતનનું વિશિષ્ટ લક્ષણ એ છે કે તેમાં એમ કહેવાયું છે કે પ્રકૃતિ સ્વયં “યોગ કરે છે અને વિકાસ કરવા તત્પર છે. મનુષ્ય નઇ છે
“સ્વાધ્યાય', પૃ. ૩૩, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬, ૫. ૧૪૭-૧૬૪.
• કુલપતિ, સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય, કુલપતિ નિવાસ, કાલાવડ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૫
For Private and Personal Use Only