Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
સિદ્ધ ોષી
ત્યારે શ્રી અરવિંદ આધ્યાત્મિક સ્વરૂપે રાજ્યના વિલીનીકરણને ધ્યેય તરીકે રજૂ કરે છે. આધુનિક રાજ્યના વિલીનીકરણ 'ના સિદ્ધાંતમાં મહત્વના મુદ્દો એ ન્યાય અને નૈતિક સ્વતંત્રતા ઉપરના ભાર છે. રાજ્યનું વિલીનીકરણુ એ યાંત્રિકતા, વધુ પડતી ચુસ્તતા અને આધુનિક રાજ્યમાં ‘ આધિપત્યવાદ ’ (Authoritarianism)ના વરાધ કરે છે. રાજ્યનું વિલીનીકરણુ સ્વૈચ્છિક અને આપોઆપ સહકાર પર ભાર મૂકે છે. શ્રી અરવિંદના મતાનુસાર આદશલક્ષી કે તાત્ત્વિક રાજ્યનું વિલીનીકરણ એ જૂના વ્યક્તિવાદના આદર્શ તક ના સિદ્ધાંત છે. ૧
રાજ્યના વિલીનીકરણના સિદ્ધાંત રાજયને શાણુખારીના સાધન તરીકે સમજે છે. આ બાબતને કાર્લ માર્ક્સના (૧૮૧૮-૧૮૮૩) સિદ્ધાંતમાં અવિશેષ સ્પષ્ટ કરવામાં આવ્યું છે, રાજ્ય એ પ્રાજાનું શાણ કરે છે અને રાજ્યના અન્ય માણુસા મૂકલાવે તેની માંધ લે છે. રાજ્યનું વિલીનીકરણુ એમ માને છે કે માનવસ્વભાવ મૂળભૂત રીતે સારા છે. પરંતુ રાજ્ય અને તેની સંસ્થાઓ સાથેના પરસ્પર સપર્ક થી લાલચુ બને છે, અને પ્રજા પાસે જબરદસ્તીથી કામ કરાવે છે. એ નૈતિક અને રાજકીય રીતે ક્રાંતિની તરફેણ કરે છે. એગણીસમી સદી દરમ્યાન યુરોપમાં અમુક મહત્ત્વના ચિંતકો હતા જે રાજ્યના વિલીકરણના સિદ્ધાંતની તરફેણુ કરતા હતા. મેકસ ટર્નર (Turner ) રાજ્યની જગ્યાએ અહમવાદીઓના મોંડળને નિયુક્ત કરલાની તરફેણુ કરતા હતા. એમના મતાનુસાર સમાજ એ તરંગલક્ષી એકમ છે ત્યારે વ્યક્તિ એ અત્યંત મહત્ત્વનું વ્યક્તિત્વયુક્ત એકમ છે.ટરના વ્યક્તિલક્ષી વિલીનીકરણવાદી હતા. ત્યારે નીકાયેલ બાકુનીન સમૂહલક્ષી વિલીનીકરણવાદી હતા. તેણે આ ચળવળમાં આતંકવાદનું તત્ત્વ દાખલ કર્યું. લ્યુડવીંગ ક્યૂરભાક (૧૮૦૪-૧૮૭ર) તેમ જ માકર્સ' એમ વિચાર્યું કે ઈશ્વર અને ધર્મે અસામાજિક તા છે. પીટરક્રોપોટકીન એમ માનતા હતા કે સમાજ એ સમૂહ (Communes )તે। બન્યા છે. કાર્લ માકર્સીને (સદ્ધાંત એવી રજૂઆત કરે છે કે જ્યારે વનું શાષવ્યુ . સમાપ્ત થાય છે અને શ્રમજીવીએ। રાજ્યની ધુરા હાથમાં લે છે ત્યારે વિગ્રહ અદશ્ય થાય છે. અને રાજ્યની આવશ્યકતા રહેતી નથી. તેનું વિલીનીકરણુ થાય છે. એ આપોઆપ અને સ્વૈચ્છિક વિલીનીકરણ થાય છે. લિયે ટાલ્સટાય એ મહાન વિલીનીકરણવાદી હતા. તેમણે ધાર્મિક દૃષ્ટિએ રાજ્યના વિલીનીકરણને વિચાર્યું " હતું. લેાકમાન્ય તિલકે ૧૯૦૮માં ‘કેસરી 'માં તેમ જ પોતાના બયાવનામામાં રશિયાના વિલીનીકરણવાદીઓના ઉલ્લેખ કર્યા હતા.
પ્રાણલક્ષી ( Vitalistic) વિલીનીકરણવાદ:
શ્રી અર્દાવંદ વિલીનીકરણવાદના ત્રણુ વિચારસ્વરૂપો વચ્ચે ભેદ દર્શાવે છે. પ્રાણલક્ષી, બૌદ્ધિક ચિંતનાત્મક અને આધ્યાત્મિક વિલીનીકરણને સિદ્ધાંત પ્રાણલક્ષી વિલીનીકરણુ એ • જીવા અને જીવવા દો ' એ સિદ્ધાંતમાં માને છે. એ કોઈપણ પ્રકારના ઔપચારિક સિદ્ધાંત કે સંગઠ્ઠના વિરોધ કરે છે. શ્રી અરવિંદ આ પ્રકારના વિલીનીકરણને આવકારતા નથી. પ્રાણલક્ષી વિલીનીકરષ્ણુતા સિદ્ધાંત વ્યક્તિના અહમને મહત્વ આપે છે અને નૈતિક ઋણુ-સ્વીકારને વિરાધ કરે છે. એ એમ કહે છે કે પ્રત્યેક મનુષ્યને જીવવાનો અધિકાર છે. બીને મારીને કે
૧૦ શ્રી અરવિંદ : હ્યુમન સાઈકલ વે. ૯, શ્રી અરવિંદ ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશન કલેકશન, શ્રી અરવિંદ આશ્રમ, પાંચેિરી, ૧૯૬૨, પા. ૬૨-૬૩,
For Private and Personal Use Only