Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
.
. ' હસિદ્ધ જેથી
કરે છે. સમાજનું તાકિક સ્વરૂપ એ જ્યારે રાજાશાહીની વ્યવસ્થાને આરંભ થાય છે તેમજ સાનકો અને પ્રજાકીય શાસકોની નિમણુંક થાય છે. એવી આર્યજાતિની સભાઓમાં સામાજિક વિકાસને નોંધપાત્ર આત્મ–સભાન તબક્કો જોવા મળે છે. લોકશાહી અને સમાજવાદ એ સામાજિક વિકાસના વધુ આત્મ-સભાન તબકકામાં છે. શ્રી અરવિંદના મત મુજબ એ તાર્કિક વિકાસને નિર્દેશ કરે છે. ટી. એચ. ઝોનના મતાનુસાર રાજકીય સમાજ એ આત્મસભાનતાને પૂર્ણ વિકાસ દર્શાવે છે. પ્રજાકીય જીવનની સંસ્થાઓ તર્ક અને સંકલ્પની શક્તિઓને મૂતિમંતપણે અભિવ્યક્ત કરે છે. અલબત્ત, શ્રી અરવિંદના મત મુજબ રમૈતન્યને આવિર્ભાવ એ તેના પૂર્ણ વિકાસની આવિર્ભત સંજ્ઞા છે. રાજકીય પાન એ તેમનું નિમ્નવર્તી સિપાન છે.
પ્રાચીન અને અર્વાચીન સમાજમાં તેના કાર્યોના પ્રકારે વિવિધલક્ષી છે તેને નિર્દેશ શ્રી અરવિંદ કરે છે. ઉદાહરણ તરીકે પ્રાચીન હેલેનીક અને રોમન સમાજ માં જીવનના તાર્કિક, નૈતિક અને સૌદર્યલક્ષી પાસા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગ્રીસ દ્વારા યુરોપને તેની ઉચ્ચ કલા અને ભવ્ય તાકિક ચિંતન આપવામાં આવ્યા હતા. રોમ મારા કાયદો અને ધારાકીય સંહિતાની બૌદ્ધિક વ્યવસ્થા આપવામાં આવી હતી. એશિયા દ્વારા અલબત્ત બૌદ્ધિક અને નૈતિક પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો પરંતુ તેને મુખ્ય દૃષ્ટિકોણ આધ્યામિક હતો. બીજી તરફ આધુનિક સમાજ મુખ્ય રાજકીય અને આર્થિક છે. તેને પુરુષાર્થ ઉપયોગિતાલક્ષી અને માનવતાલક્ષી છે. વિજ્ઞાનવાદ, નાસિક્તા, ધર્મનિરપેક્ષતા અને બુદ્ધિવાદને લીધે ધાર્મિક અને વૈશ્વિક દષ્ટિકોણે ક્ષય પામ્યા છે. ફેડરીક શિલર કહે છે કે જગતના સામાન્ય આત્મતત્વને હૃાસ થયે છે એમ કહી શકાય. શ્રી અરવિંદના મતાનુસાર વ્યક્તિ એ સ્વયં આત્મા છે અને દિવ્ય તત્વને પરિપૂર્ણ કરવા પૃથ્વી પર તેનું કાર્ય નિશ્ચિત થયું છે. એ રીતે સમૂહતત્ત્વ પણ અનંતતત્ત્વનું આત્મસ્વરૂપ છે અને તેમાં પણ સામૂહિક આત્મા રહ્યો છે. રાષ્ટ્ર કે સમાજ કે સહકારી સેન્દ્રિય સમુહતત્વ એ આત્મતત્વ છે. સમાજ સ્વયં એ જથ-આત્મા, મનને વિશેષ પ્રકાર અને તેના વિચારોને વિકસિત તેમ જ સંચાલિત કરે છે, તેની સંસ્થાઓને તેમ જ વૃત્તિઓને એ આકાર આપે છે.
ઓટો ગિરક અને એફ. ડબલ્યુ. મેઈટલેન્ડ જૂથના ખ્યાલની આધ્યાત્મિક્તા વિશે પરિચય આપે છે. એમાઈલ દરખાઈમ (૧૮૫૮–૧૯૧૭) એમ માને છે કે સમાજમાં જૂથ એ કેવળ
વ્યક્તિઓને સમૂહ નથી. પરંતુ સ્વયં એક વિશિષ્ટ સત્તા છે. મધ્યયુગ દરમ્યાન સામાજિક અને રાજકીય જીવનમાં જુથનું ભારે વર્ચસ્વ હતું. અને ઐતિહાસિક રીતે તેની રચનાને સમર્થન મળતું હતું. આધુનિક સમાજશાસ્ત્રીઓએ જૂથ અને સમૂહના મહત્વને સમર્થન આપવા દલીલ રજૂ કરી છે. અવકાશની દષ્ટિએ તેને વિસ્તાર રહ્યો છે. સમયની દષ્ટિએ તે વધુ વ્યાપક છે. શારીરિક અસ્તિત્વમાં તેની લંબાઈ રહી છે. સામાજિક વારસાને એક પ્રજમાંથી બીજી પ્રજામાં તેને વિનિમય કરે છે અને સંગ્રાહક તત્ત્વ તરીકે તે રહે છે. શ્રી અરવિંદ એમ માને છે કે પ્રકૃતિને વિકાસ એ વ્યક્તિને પૂર્ણતા આપવાનું છે. એગ્ય સમાજમાં આવી વ્યક્તિ પૂર્ણ બને એ જેવાની પ્રતિતવ કાળજી લે છે. સર્વવ્યાપકપણુ તરફ પ્રગતિ થાય તેમાં સમાજ એક તબક્કા તરીકે રહે છે. સમાજના બધા સભ્યોને યોગ્ય વિકાસ થાય એ માટેની યોગ્ય શરતો પૂરી પાડવામાં આવે તેની ગ્ય કાળજી લેવાય છે.
For Private and Personal Use Only