Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ પ્રશ્ન અને લાધાનું સાહિત્ય આવે. ત્રિમુખી એધ તેા કરાવે, પરંતુ ભારતીય સાહિત્ય આ ખાધ આગવી ખાસિયતયુક્ત છે. કમલકુમાર મજમુદારની ‘ અંતર્જલિ યાત્રા 'માં નિરૂપાયેલું વસ્તુ અકિ ંચન અવસ્થાને કારણે ગૌરી બતી ચૂકેલ પેાતાની પુત્રીને પરણાવવા અશક્ત પિતા ગંગામાં પોતાના પગ ઝમાળીને નજીક આવી રહેલા મૃત્યુની પ્રતીક્ષા કરી રહેલા વયેવૃદ્ધ પુરુષ સાથે તેને પરણાવી દઈ, કન્યાદાન આપી પોતે મહાધાતકમાંથી ઉગરી ગયાને સતષ અનુભવે-એ દૃષ્ટાંતમાં કે જેણે બ્રાહ્મણ જાતિના બધા સંસ્કારી છોડી ધરમાં પતિત સ્ત્રીને બેસાડી હાય, જે મુસ્લિમા કે હલકી જાતના લેકા સાથે ખાનપાન અને વ્યવહાર-વ્યવસાય કરતા થઇ ગયા ઔાય એવા જ્ઞાતિતિરસ્કૃત બ્રાહ્મણના મૃત્યુ બાદ તેના મૃતશરીરને સ્પર્શ કરીને તેના અંતિમ સંસ્કાર કરવા તેના નજીકનાં સગાવહાલાઓમાંથી કાઇ તૈયાર ન હોય, પણ એની રખાત જે અંતિમ સસ્કાર કરે તેને પોતાનાં ઘરેણાં આપવાની ઈચ્છા દર્શાવે એ સાથે બ્રાહ્મણુ સગાસંબંધીએનાં મન ચલિત થાય, એટલું જ નહીં એ આખા બ્રાહ્મણુસમાજમાં પોતાનાં વિદ્યા અને ચારિત્ર્યબળથી સન્માનનીય બનેલ વિપ્રવર્ય પશુ સ્ખલનવશ થઈ સંસ્કારચલિત થાય—એ અનંતમૂર્તિની ‘ સત્કાર ’ નવલકથાના હૃષ્ટાંતમાં કેવળ આ દેશમાં જ સભવિત યથાર્થ નું ચિત્રણ છે. તેા પન્નાલાલ પટેલની · માનવીની ભવાઇ'માં છપ્પનિયા દુકાળમાં, જગતના તાત ખેડૂતને જ ભૂખ વેઠવી પડે છે, ચપરી ધાન માટે શાહુકાર સમક્ષ હાથ ફેલાવી ભીખ માગવાના વખત આવે છે ત્યારે જગતની ભૂંડામાં ભૂંડી એ વસ્તુ-ભૂખ અને ભીખને કારણે માનવીની જે ભવાઇ થાય છે તે જોઈ અકળાઈને ભગવાનને ભાંડતા ખેડૂત, જ્યારે ભૂખ્યા ડાંસ લેાકાને જીવતા પ્રાણીને શરીરે વળગી, બચકાં ભરી માંસ ખાતાં અને લેાહી પીતાં મનેખરૂપે નિહાળે છે ત્યારે કરુણૢા અને ભય અનુભવી, અનાજનાં ગાડાં લૂંટવા પોતાના હાથમાં લીધેલી તલવાર એ લાકા તરફ ફેંકે છે એ દૃષ્ટાંતમાં અને આંગણે ગાય બાંધવાના જીવનસ્વપ્નને કારે ય સાકાર ન કરી શકતા દ્રિ અને આસ્થાળુ કિસાનની પત્ની તેના મૃત્યુ બાદ ગોદાન કરે—એવું કિસાનના જીવનસ`ગ્રામનું વસ્તુ લઈને રચાયેલી પ્રેમચંદજીની ગાદાન ’ના દૃષ્ટાંતમાં ભારતીય સમાજની વાસ્તવિકતાનું એવું જ અદ્દલ રૂપ છે. વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ‘ આરણ્યક' અને ‘ પથેરપાંચાલી ’, બિમલ મિત્રની ‘ સાહબ, બીબી, ગુલામ', કાલિન્દીચરણની ‘ માટીરણું', ગોપીનાથ મહાતીની માટીમાતાલ ’, ફકીરમેાહનની છ માણુ આ ગુ' રાજેન્દ્રસિહ બેદીની ' એક ચાદર શૈલી સી', શિવશંકર પિલ્લઈની ‘રટી ટંસી' વગેરેમાં પણ ભારતીય પ્રજાજીવનની નક્રમ વાસ્તવિકતાને બાધ પ્રગટ થયા છે. પશુ ભારતીય સાહિત્યકૃતિઓમાં કૈવી વાસ્તવિકતા પ્રગટ થઈ છે એની વાત કરતાં ભારતીય સર્જક અને ભાવક આ વાસ્તવને વી રીતે ગ્રહણ કરે છે એની વાત મારે મન મહત્ત્વની છે. તેઓ જીવનવાસ્તવને કેવળ ભૌતિક અને બૌદ્ધિક સ્તરે ગ્રહણ નથી કરતાં પશુ સંવેદનાના સ્તર પર સ્વયંસ્ફુરણા કે હૈયાઉકલતને આધારે ગ્રહણુ કરે છે. જિવાતા જીવનના વાસ્તવનું કોરી બૌધિકતા વડે વિભાવનામૂલક (Conceptual) પ્રતિબિંબ ઉપસાવવાને બદલે માનસપ્રત્યક્ષ પ્રતિભાનભૂલક ( perceptual intuition) અનુભવની For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138