Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય સાહિત્યની જિલ્લાના
૧૨૩
માટેની લાલસા અને એ માટેના કાવાદાવાનું ચિત્રણ તેના યથાતથ સ્વરૂપમાં “અપને લેગ ', “રાગ દરબારી ', “ધ એપ્રેન્ટી', “ધ ફોરેનર ', “મંત્રમ્', રંગમહલ ', “ દ્રૌપદી ', મુખ્યમંત્રો ', ‘સિંહાસન ', “હીર જયંતી ', “ ગાંધીની કાવડ', “મેટા અપરાધી મહેલમાં' વગેરે કૃતિઓમાં થયું છે. આઝાદી પૂર્વે ભારતીય સજક સમક્ષ સંસાર સુધારે, પ્રામોદ્ધાર, દલિતોદ્ધાર, સ્ત્રીકેળવણી જેવી સમસ્યાઓ હતી ગુલામીમાંથી મુક્ત થઈ સ્વતંત્ર થવાનું અને સ્વરાજ્યના સૂફળ ચાખવાનું સ્વપ્ન હતું. પરંતુ આઝાદી બાદ પરિસ્થિતિ અને સંજોગો બદલાયા છે. સ્વપ્ન સાકાર થયું નથી. નિર્ભાન્તિને અને હતાશાનો અનુભવ થયો છે. એટલે આઝાદી પૂર્વેના ભારતીય સાહિત્યમાં જે સામાજિક-સાંસ્કૃતિક સમસ્યાઓનું ચિત્રણ થતું હતું તેને બદલે સ્વતંત્રતા બાદ હવે અસ્તિત્વ પરક કટોકટી (existensial crisis)નું વિષય-વસ્તુ મુખ્ય બન્યું છે. એક તરફ આજના સર્જકમાં શ્રદ્ધાળુતા છે તો બીજી તરફ શિક્ષણે આપેલી સંશયબુદ્ધિ છે. તેને જૂની જીવનપદ્ધતિ અને આધુનિક જીવનપદ્ધતિ, જુનાં જીવનમૂલ્યો અને મુલ્યવહીનતાવાળે નવો જ માને એની વચ્ચે કયાંય સંગતિ જણાતી નથી. એક દ્વિધાભાવમાં આજને ભારતીય મનુષ્ય અને સર્જક જીવે છે. તેમની માનસિક સ્થિતિ તનાવયુક્ત છે. હિંધાના દીપ ઉપર ઊભે ઊભે “ર વર્ષો ન તથૌ ' ત્રિશંકુ જેવી હાલતમાં મુકાયેલ એ આજે જે અસ્તિત્વપૂરક ઘેરી કસોટી અને કટોકટીને સામનો કરી રહ્યો છે તેનું ચિત્રણ પણ ભારતની વિવિધ ભાષાઓની કૃતિઓમાં સચેટરૂપે થયું છે. રધુવીર ચૌધરીની “ અમૃતા ', ભગવતીકુમાર શર્માની “સમય દ્રિપ ', જિતેન્દ્ર ભાટિયાની સમય સીમાન્ત', એસ. એલ. શૈરપાની “ગોધૂલિ ', અનંતમૂર્તિની
ભારતીપુરમ ', તેજસ્વીની “ચિદંબરા રહસ્ય', કુવેમ્પની “હેગાદત્તી ', “મહાનગર', “ સારા આકાશ ', “ કાલીમાંથી ', ' અપને અપને અજનબી', “સુબહ કે ભલે ', " અથાગ ', જેવી કેટલીક કૃતિઓ તેના ઉદાહરણરૂપે આગળ કરી શકાય.
ભારતીય સાહિત્યકારોએ આ રીતે ભારતીય પ્રજાની અનેકવિધ સમસ્યાઓનું નિરૂપણ પોતાની રચનાઓમાં અસરકારક રૂપમાં કર્યું છે. જે સાહિત્યમાં આવી-કેવળ ભારતીય સંવેદનાઓ અને સમસ્યાઓનું ચિત્રણ થયું હોય, જેના આસ્વાદ અને અવબોધથી ભારતીય વાચક અને સહદય એની સાથે એકરૂપતા, આમીતા અનુભવતા હોય અને અભિજ્ઞ તથા સંપ્રજ્ઞ થતું હોય, એવા સાહિત્યને “ભારતીય સાહિત્ય થી ઓળખવામાં કોઈ ને શે વાંધા-વિરોધ હોઈ શકે?
-
૪
પાતાની સંવેદનાઓ અને સમસ્યાઓનું નિરૂપણ થયું હોવાથી ભારતીય પ્રજાને તે આ સાહિત્ય 'ભારતીય' લાગે, પરંતુ વિશ્વની અન્ય પ્રજાને આ સાહિત્ય પિતાની ભાષાના સાહિત્ય કરતાં કોઈ કારણે અનન્ય-સાધારણ જJાય છે ખરું ? અન્ય રાષ્ટ્રોનાં સાહિત્ય કરતાં તેને અલગ પાડે એવી કોઈ વ્યાવર્તક વિશેષતાઓ આ રાષ્ટ્રના સાહિત્યમાં છે ખરી ? આ
કનને ઉત્તર છે હા, ભારતીય સાહિત્યમાં એવી કેટલીક વિશેષતા એ છે જે તેને દુનિયાભરનાં રાખો, તેમની પ્રજ, તેમની ભાષા અને તેમના સાહિત્યથી અલગ તારવી આપે છે. એવી વિશેષતા એ છે : ભારતીય સાહિત્યને વાસ્તવબોધ, સૌંદર્યબોધ અને મૂલ્યબોધ. કોઈ પણ રાષ્ટ્ર,
For Private and Personal Use Only