Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરેશ વેદ
હિન્દી ગીત-
નૃવાળા વગેરે ) ભારતના વિવિધ ભાગોમાં વિવિધ વર્ગો-જાતિઓ અને સંપ્રદાયે દ્વારા વિવિધ વિચારધારાઓ, શેલીઓ અને ધરાણાવાળું આ બધું હોવા છતાં એમાં એવું કશુંક છે જેને કારણે માત્ર આપણે ભારતીય લોકો જ નહીં, વિદેશી શેકો પણ એમને “વિશિષ્ટ ભારતીય આવિર્ભા ' (typically Indian manifestations) રૂપે સ્વીકારીએ છીએ, તે એ મુજ “ભારતીય સાહિત્ય 'ની અવધારણું કેમ ન કરી–સ્વીકારી શકાય ? ભારતું જેવા બહુભાષી અને બહુપ્રાંતીય દેશમાં સજાતા સાહિત્યમાં ગમે તેટલી ભિન્નતા અને વિવિધતા જણાતી હોય, છતાં તેમાં ગહનસ્તરે એવી કોઈ સાંસ્કૃતિક એકતા અને સમાનતા છે જે તેને એકસૂત્રે બાંધી રાખે છે, એવી કોઈ લાક્ષણિક્તા છે જે તેને વિશિષ્ટતા અને અનન્યતા આપે છે, વિશ્વનાં અન્ય સાહિત્યમાં તેને અલગ એળખ અને મોભે આપે છે.
જે લોકોને global villageના આ જમાનામાં આ ખ્યાલ બાંધવા-અપનાવવામાં સંકુચિત દષ્ટિ અને નિરર્થકતા જણાય છે તેમને પૂછી શકાય કે વૈશ્વિકરણ globalization)ના
આ જમાનામાં પણ જે અમેરિકન લિટરેચર, જર્મન લિટરેચર, કંચ લિટરેચર, ઇંગ્લિશ લિટરેચર, સ્પેનિશ લિટરેચર એવા ખ્યાલ સ્વીકારાય છે, તે એ રીતે “ભારતીય સાહિત્ય ’ને ખ્યાલ શા માટે ન સ્વીકારી શકાય ? પ્રત્યેક રાષ્ટ્રને, તેની પ્રજાને તેનું આગવું વ્યક્તિત્વ અને ચારિત્ર્ય, એની આગવી સભ્યતા અને સંસ્કૃતિ, એને આગ ઈતિહાસ અને આગવી પરંપરાએ, જીવનદષ્ટિ અને જીવનશૈલી હોય છે. ભારત પણ એક રાષ્ટ્ર છે. એની પ્રજા પાસે પણ એનું આ બધું આગવું છે. આ દેશની પ્રજા પાસે સહસ્ત્રો વર્ષોની સાંસ્કૃતિક સભ્યતાની વિરાસત છે. તે એની ધરોહર છે. છેક એના ઉગમ કાળથી આજ સુધી એનું સાતત્ય એ સાચવ્યું છે. સ્થાનિક અને આયાતી જાતિઓના સંગ્રામે, સંપ, સમન્વયે એણે નિહાળ્યા છે. એમાંથી સજત એક રોમાંચક ઈતિહાસ અને બંધાતી કેટલીક વિલક્ષણ પરંપરાઓને વારસે અને વૈભવ એની પાસે છે. સમયના દીધ પટ પર ઉત્થાન અને પતનની ધટનાઓના સિલસિલા દ્વારા એણે પિતાનું વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડયું છે. આ રાષ્ટ્રની પ્રજની ચેતનામાં જન્મપુર્નજન્મ, પ્રારબ્ધ, કર્મફળ, પાપ-પુણ્ય, નીતિ-અનીતિ, ઈશ્વર, દેશકાળ વગેરે વિશે કેટલાક વિશિષ્ટ
ખ્યાલો ઓતપ્રોત થઈ ગયેલા છે. એના વડે એની જીવન દષ્ટિ, જીવનશૈલી અને ચારિત્ર્ય દોરવાયેલાં છે. ભારતીય પ્રજાજનની જીવનદૃષ્ટિમાં તપ, ત્યાગ, દાન અને સંયમને મહિમા છે.
યમ, શિવમ, સુંદરમને આદર્શ છે. અહિંસા અને અપરિગ્રહની ભાવના છે. વિચારતત્ત્વ તરફને સુમિ વિવેક છે. જાતિ-જ્ઞાતિ, કુળ-ગોત્ર, વંશ-કુટુંબ, ગુરુ-શિષ્ય, શીલ-સદાચાર, સોળ સંસકાર જેવી અનેક પરંપરાઓવાળી જીવનશૈલી ભારતીય પ્રજાએ વિકસાવી–અપનાવી છે. આ પ્રજને એક આગવું ચારિત્ર્ય છે. શાંતિપ્રિયતા, સમષ્ટિનિષ્ઠા, સમન્વયશીલતા, સહિષ્ણુતા, તિ, તિતિક્ષા વગેરે એનાં અભિલક્ષણ છે. આના વડે ભારતીય પ્રજાનું એક આગવું વ્યક્તિત્વ ધડાયું છે. એ વ્યક્તિત્વ શાંત, નિરુપદ્રવી, સંતોષી, સહદય પ્રજાનું છે. આ બધાં કારણે વિશ્વની અન્ય રાષ્ટ્રોની પ્રજાએ કરતાં ભારતીય પ્રજા જુદી પડે છે. આ પ્રાએ જે સાહિત્ય સર્જન કય હોય તે ભારતના ગમે તે પ્રાંતમાં રહીને કર્યું હોય કે દેશની કોઈ પણ પ્રાદેશિક ભાષામાં કર્યું . હેય, તે પણ તેમાં આ અનન્યતા વ્યક્ત થયા વિના કેવી રીતે રહે?
For Private and Personal Use Only