Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભારતીય સાહિત્યની વિભાવના ૧૧૭ ભારતીય સાહિત્ય 'ની વિભાવનાના ઘડતરમાં રાજકારણીય આશય વાંચવા કરતાં ontologyની દૃષ્ટિએ એને વિચાર કરવા જોઈએ. કાઈ પણ પ્રકારના પૂમડું કે પક્ષપાતમાં તણુાયા વિના આ વિષયમાં આગળ વધવું જોઇ એ. ૨ હકીકતે ભારતીય સાહિત્યની વિભાવના બાંધવાના પ્રયત્ન કરતી વખતે ' ભારત ', ‘ભારતીય ’ અને ‘ ભારતીયતા' જેવા સંપ્રત્યયેા પહેલાં સ્પષ્ટ કરી લેવા જોઈએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારત શું છે ? તેની ઓળખ શી છે? શું ભારત એટલે ભૌગલિક વિસ્તારમા કાઇ નકશા ? રાજા-મહારાજાઓ, નવાખા-બાદશાહો, અમીર-ઉમરાવાના સામ્રાજ્યોના ઉત્થાન પતનની વંશાવળી ? જુદા જુદા રાજકીય પક્ષાની તડજોડ અને એમના ચૂંટણીઢંઢરાએ ? આવા રાજકારણીઓએ કાળસ દૂકમાં દાટલે કે ઉખેડેલે ઇતિહાસ ? પ્રધાને-અમલદારાને આંગળીને ટેરવે. નચાવતા જ્યોતીષીઓ, તાંત્રિકા અને અસામાજિક ? પેાતાની જાતને ઈશ્વરને અવતાર ગણાવતા લેભાગુ સ્વામીએ અને ભગવાને ? રાજખરાજ તડાંઓ અને ટુકડાઓમાં વહે ચાતા જતાં સ’પ્રદાયા–ક્રિરકકા ? ના, ભારતની આ સાચી એળખાણુ નથી. વાસ્તવમાં ભારત તે અઢારેય વરણુ અને તેરૈય તાંસળીના લેકને સમાવતી દુનિયાના બારેય મુખ્ય ધર્મો, વિધવિધ પથે, માર્ગા, મતા, સંપ્રદાયાને સમાશ્રય આપતી ભાતીગળ ભાવભૂમિ છે. વિવિધ સાધનાપ્રણાલીઓ અને ઉપાસના પદ્ધતિઓના સમાદર કરતું, તંત્ર અને મત્ર, યેગ અને ભાગ, ધ અને કતા સહેાદરની જેમ ઉછેર કરતું સંગમતીર્થ છે. ક્ષિતિ, જલ, પાવક, ગગન અને સમીર જેવા પાંચ મહાભૂતામાં તથા અંડજ, યાનિજ અને ઉદ્ભિજ જીવામાં દૈવત્વ નિહાળતી અને એમનું આહ્વાન કરતી એક ભાવધારા છે. અનેકતામાં એકતા, ભેદમાં અભેદ, સસીમમાં અસીમ, વિસંવાદમાં સવાદિતા, પિંડમાં બ્રહ્માંડને શેાધતી એક લાક્ષણિક ભાવમુતિ છે. F ભારતીય' કાણુ છે? આજકાલના નેતા-અભિનેતા ? વિદ્યાગુરુ-ધર્મ ગુરુ ? શ્રમજીવીબુદ્ધિજીવી ? સાહિત્યકાર-અમલદાર { {મકેનિક-વૈજ્ઞાનિક? ના, આ લોકો દ્વારા જે ‘ ભારતીય ’ મનુષ્યની ઓળખ મળશે એ તે માત્ર ઉપરછલી હશે. ‘ ભારતીય ' મનુષ્યની એળખ આવી બાળરૂપની નહીં, આંતરિક ઢાવો ઘટે. ખરા ભારતીય દેશમાં કે દુનિયામાં ક્યાંય પણ હશે, ઓળખાયા વિના નહા રહે. તમે કહેશે એ કેવી રીતે ઓળખાય ? બાળકનાં જન્મના છઠ્ઠા દિવસે વિધાત્રીના લેખ માટે લેખનસામાં મૂકી, સ્નાન કરતી વખતે સ્થાનિક જળમાં ગંગા-જમના-ગામતી–ગાદાવરી-કાવેરીનું સ્મરણ કરતી, ભાજન લેતાં પહેલાં ગૌગ્રાસ અને ભૂમિમાસ આપતી, આંગણે તુલસી કે ડમરાને કયારા કે કુંડુ રાખી તેના છોડને પવિત્ર લેખતી, ગૃહપ્રવેશ પૂર્વે વાસ્તુપૂજન કરતી, ધરા ઉબર કે ખેતરનું શેઢું આળગતા દાદા ખેતરપાળનું વદન કરતી, અડીઓપટી વખતે ઇષ્ટદેવ કે કુળદેવ-દેવીની માનતા રાખતી, પોતાના કે અન્ય કોઈના કલ્યાણ અર્થે બાધા-આખડી રાખતી, સારૈમાઠે પ્રસંગે કથાકિતન, સપ્તાહ-પારાયણ કરાવતી, મરતી વખતે મેાંમાં ગંગાજળ કે જમનાજળ લેવા ઝંખતી, પિતૃતપણું નિમિત્તે કાગવાસ નાખી શ્રાદ્ધ કરતી વૃક્ષને; વિશેષ કરીને પીપળાને, કાપવામાં પાપમેધ અનુભવતી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138