Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય સાહિત્યની વિભાવના
૧૯
સંસારની યેજનામાં આ મમતાભરી અને યામયી છે. જગતના ગમે તેવા અનિષ્ટ અને અમ ગળ ઉપર, દુરિત અને પ્રેયસ ઉપર તે પેાતાના પ્રેમ અને આત્મભાગ વડે વિજય મેળવી શકે છે. ભારતીય પ્રશ્ન સ્રોનાં માતા, બહેન, પત્ની અને ભાભી-એવાં બધાં સ્વરૂપમાં અદ્ભુત શ્રદ્ધા ધરાવે છે. બહેનના નિર્વ્યાજ સ્નેહ અને ભાભીના અનગળ ભાવ ઋગાનુબંધની ઋજુગરવી કવિતાસમેા છે. પત્નીના પ્રેમ જન્મજન્માતરના છે. માતાના પ્રેમના આવિર્ભાવને તે કુટુંબ કે એથી અન્ય કોઇ પ્રકારની સીમા નથી. પત્નીની સહનશીલતા અને સમર્પણુશીલતામાં અને માતાની મમતા અને વત્સલતામાં આ પ્રશ્નને ઊડે વિશ્વાસ છે. ભારતીય સ્ત્રીત્વમાં આંતરિક સૌંદય અને શારીરિક સામર્થ્યનાં તથા તપ અને ત્યાગવૃત્તિનાં તત્ત્વાને મુખ્ય ગણવામાં આવ્યા છે. શ્રીવિષયક આવા ભાવા અને ખ્યાલે ભારતીય સ`વૈદનાઓનુ એક રૂપ છે. ભારતીય પ્રજાએ નરનારીનાં જોડલાંની ‘ ઉરદારી એક ’ કલ્પી છે. તેથી જ પ્રેમને એમને જોડનાર કોઈ આંતર હેતુરૂપે ઓળખે છે, જ્યારે કામને વામ કહીને આળખાવ્યા છે. લગ્નને સેાળ સ`સ્કારો પૈકીના એક સ`સ્કાર અને અતૂટ જીવનખંધનની ભાવનારૂપે સ્વીકાર્યું છે. પ્રેમને સદ્ભાવ, સૌજન્ય અને નિરભિમાનપણુાથી શુદ્ધ કરવાની અને એ માટે વિરહયાતના અને એનાં સહનતપનની વાત આગળ કરી છે. રામસીતા, રાધાકૃષ્ણ, શિવપાવ તી, સત્યવાનસાવિત્રી અને નળદમયંતીનાં કથાનકો, આ કારણે તે તેનાં આદર્શ આદ્યરૂપા (archetypes ) બન્યાં છે. ભારતીય પ્રજાની નારીભાવના અને પ્રયભાવના એના યોગ્ય અને અનુત્તમ રૂપમાં કાલિદાસના ‘ શાકુ ંતલ ’માં, ભવભૂતિના ‘ ઉત્તરરામચરિત 'માં, ટાર્ગેારની ‘ ચિત્રાંગદા 'માં જયશંકર પ્રસાદની ‘ કામાયની 'માં, મૈત્રેયીદેવીની ' ન હન્યતે 'માં તથા રારદ'દ્ર ચેટર્જી અને કાન્હુચરણુ મહાન્તીની વિપુલ કથાસૃષ્ટિમાં પ્રગટ થઈ છે. તે વાત્સલ્યમૂર્તિ માતાની અમર છખી આયરિશ સંતાનને પોતાનું કરી ઉછેરતાં પેાતાના બધા ધર્માચારા પડતાં મૂકતી ટાગોરની ‘ગારા 'ની આનંદમયીમાં અને અંગનાં કરતાં સાવકા સંતાનને પોતાનું કરી એના સ્ને અને આદરની અધિકારીણી બનતી શરદબાજીની - વિપ્રદાસ'ની દયામયીમાં અતિ થઈ છે. ન માતુ: વૈવતમ્ એ ભારતીય સ`વેદના છે. અમૃતનિધાન માતા વિશેની ભાવસંવેદના ભારતીય સાહિત્યની એક મુખ્ય સંવેદના છે. માતાને શિશુમાં અભિષિક્ત થતા નિઃસીમ પ્રેમ મલયાલમ ભાષાની કવિયત્રી બાલમણિ અમ્માના કાવ્યસાહિત્યનું પરમાથ્ય | સૌદર્યબિંદુ છે, તેા સનાતન પ્રેયસી–રાધાનેા તેના હૃદયવલ્લભ શ્રીકૃષ્ણનાં ચરમાં નિવેદિત થતા આતિ પૂરું ભક્તિપ્રેમ ઉડિયા ભાષાના કવિ શ્રી રમાકાંત રથની પ્રથિતયશ રચના‘.શ્રી રાધા ’તું ચરમસામર્થ્ય બિંદુ છે.
ભારતીય પ્રશ્નએ માજીસમાં રહેલ મહાનતા અને ઉદાત્તતાના ખ્યાલ સ્વીકાર્યો છે. માણુસની ખરી કિંમત તેની માણુસાઈમાં ગણી છે. માનવધતે માટા ધર્મ માન્યો છે. *ન માનુષાત શ્રેલર ર્ફેિ વિચિત્' એ ‘મહાભારત 'કાર વ્યાસની વાણીના પ્રતિધેાષ બ’ગાળી કવિ બડુ ચંડીદાસે કર્યું છે. આ રીતે— સાબાર ઉપરે માનુષ સત્ય તાહાર ઉપર નાઇ”. આ સંસારનું સૌથી માટુ અને છેલ્લું સત્ય માણુસને માન્યું છે. પશ્ચિમની પ્રજાની મૂળભૂત માન્યતા છે કે 'માણુસ પાપનુ' ફરજંદ છે'. જ્યારે માધ્યુસ મૂળભૂત રીતે પાપી છે એવા વલણુની સામે રહીને ભારતીય સર્જકોએ, ખાસ કરીને શરદબાબ્રુએ, લખ્યું છે. તેઓએ એક સ્થળે લખ્યું છે : ' ત્રુટી, ભૂલ, અપરાધ, અધમ એ જ માણૢસનું સસ્વ નથી, તેની અંદર જે સાચા માણુસ છે, જેને
:
For Private and Personal Use Only