Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ પ્રસ્તાવના ix રીતે પ્રસ્તુતમાં પતંજલિના આ દૃષ્ટાંતથી સાધુશબ્દ કે અપશબ્દ બેમાંથી કોઇપણ એકના ઉપદેશની વાત સમજાય, પણ ભેગા માંસભક્ષણ-હિંસકતાના સંસ્કાર પણ પડે, જે અનિચ્છનીય છે. કલિકાલસર્વજ્ઞશ્રીએ સુંદર દૃષ્ટાંત આપ્યું છે, જેનાથી તેમનું કથયિતવ્ય પણ સમજાઇ જાય અને સમતા ગુણની ખિલવટ અને ક્રોધ ઉપર કાબુ મેળવવાની પ્રેરણા પણ મળી જાય. (vi) ‘તુત્યસ્થાનાઽસ્વપ્રયત્નઃ સ્વઃ ૧.૨.૭' સૂત્રની બૃહત્કૃત્તિમાં અને બૃહન્ત્યાસમાં કલિકાલસર્વજ્ઞશ્રીએ શબ્દને પુદ્ગલદ્રવ્યસ્વરૂપ અને જાતિને સદશપરિણામસ્વરૂપ ગણાવી છે. નૈયાયિક વિગેરે અન્ય દર્શનકારો શબ્દને ગુણ સ્વરૂપ અને જાતિને એક સ્વતંત્ર પદાર્થરૂપે ગણાવે છે. શબ્દ પુલસ્વરૂપ છે તે સિદ્ધ કરવા બૃ. ન્યાસમાં સુંદર યુક્તિઓ આપી છે. જેમકે શબ્દ પુદ્ગલ છે, કેમકે અમુક દિશા તરફ મુખ રાખીને શબ્દ બોલાયો હોય તો પણ તે ‘રૂ’ ની જેમ પવનથી અન્ય દિશામાં તણાય છે. એવી રીતે પર્વતની ગુફા વિગેરેમાં શબ્દ બોલાય તો તે પડઘારૂપે પાછો ફેંકાઇ સંભળાય છે, એ બતાવે છે કે શબ્દ દ્રવ્ય છે. ગુણ ક્યારે પણ ક્રિયાનો આશ્રય ન બને, દ્રવ્ય જ ક્રિયાનો આશ્રય બને. તણાવવું, પાછા ફેંકાવું વિગેરે ક્રિયા શબ્દમાં જણાતી હોવાથી તે ક્રિયાના આશ્રય તરીકે શબ્દ દ્રવ્યરૂપે સિદ્ધ થાય છે. એવી રીતે કાંસાના વાસણ સાથે શબ્દ અથડાય તો તે નવા ધ્વનિને પેદા કરે છે. ઘણીવાર મોટા ધડાકાના અવાજથી મકાનના કાચ હલી જાય છે કે કાનનો પડદો ફાટી જાય છે. ગુણ ક્યારેય પણ દ્રવ્ય સાથે અથડાય (અભિઘાત સંયોગ પામે) એ શક્ય નથી. તેથી તેનાથી કોઇ ધ્વનિ પેદા થાય, કોઇ વસ્તુ હલે કે ફાટે તે પણ શક્ય નથી. શબ્દથી તેમ થાય છે તેથી તે દ્રવ્ય રૂપે સિદ્ધ થાય છે. આથી બૃ. વૃત્તિમાં આસ્ય શબ્દની અસ્વત્વનેન વર્માન્ તિ ઞસ્યમ્ (જેના દ્વારા શબ્દો બહાર ફેંકાય તેને આસ્ય કહેવાય) આવી વ્યુત્પત્તિ બતાવી છે. શબ્દ પુદ્ગલદ્રવ્ય સ્વરૂપ હોય તો જ તેનો મુખ દ્વારા ક્ષેપ સંભવે, અન્યથા નહીં. 'તુત્યાસ્યપ્રયત્ન સવર્ણમ્' (પ.પૂ. ૧.૨.૧) સૂત્રના મહાભાષ્યમાં ‘અન્યત્યનેન વર્ષાન્ તિ ઞસ્યમ્' આવી જ વ્યુત્પત્તિ બતાવી છે, પરંતુ તેની પ્રદીપ ટીકામાં અતિ નો અર્થ ‘ઞસનમત્ર ત્તિòોટપક્ષેઽમિ:િ, નાતિોટપણે તૃત્તિઃ ’ આવો કર્યો છે. તેથી પ્રદીપ ટીકા મુજબ વ્યક્તિસ્ફોટપક્ષે ‘જેના દ્વારા શબ્દ અભિવ્યક્ત થાય તે આસ્ય' અને જાતિસ્ફોટપક્ષે ‘જેના દ્વારા શબ્દની ઉત્પત્તિ થાય તે આસ્ય' આવો અર્થ થશે. અહીં અસ્ ધાતુનો આવો અર્થ એટલા માટે કર્યો છે, કેમકે પ્રદીપકાર શબ્દને પુદ્ગલદ્રવ્યરૂપે સ્વીકારતા નથી. અસ્ ધાતુનો સીધો અર્થ ‘ક્ષેપ’ (અસૂક્ ક્ષેપને ૧૨૨) થાય છે. જો તેનો પ્રદીપકાર મુજબ ‘અભિવ્યક્તિ’ અને ‘ઉત્પત્તિ’ અર્થ લેવો હોય તો લક્ષણા કરવી પડે, જે ગૌરવાસ્પદ છે. હરદત્તે કાશિકાની પદમંજરી ટીકામાં ‘અત્યન્ત ક્ષિપ્લોડનેન વર્ષા: = ઞસ્યમ્' આમ ક્ષેપાર્થ જ ગ્રહણ કર્યો છે. ટૂંકમાં લાક્ષણિક અર્થ લો કે ન લો, પરંતુ ઉપરોક્ત હેતુઓથી શબ્દ પુદ્ગલદ્રવ્ય છે એ ચોક્કસ છે. r એવી રીતે જાતિ સદશપરિણામરૂપ છે. નૈયાયિકો, વૈયાકરણો વિગેરે તેને નિત્ય, વ્યાપક, એક, નિષ્ક્રિય અને નિર્દેશ એવા સ્વતંત્રપદાર્થરૂપ માને છે. જેમકે આખા જગતમાં ગોત્વ જાતિ એક જ છે, તે નિત્ય (કાયમી) છે, દરેક ગાયમાં વ્યાપીને રહેલી છે, તે ક્યાંય ખસીને જતી નથી અને તેનો અમુક અંશ અમુક ગાયમાં રહે અને અમુક અંશ બીજી

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 484