Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
પ્રસ્તાવના
vii તેથી જો તેનો સૂત્રમાં નિષેધન કરવામાં આવે તો તેમાં નામસંજ્ઞા અતિવ્યાપ્ત થાય. અહીં એવી શંકા ન કરવી કે “પદનો સમૂહ એ જ વાક્ય છે, તેથી વાક્ય પદાત્મક ગણાતા સૂત્રના અપ્રત્યયઃ અંશથી પદની જેમ વાક્યને પણ નામસંજ્ઞાનો પ્રતિષેધ થઇ જશે.” કેમકે વાક્યો પદાત્મક જ હોય તો તે પદોના અર્થથી અતિરિક્ત નવા કોઇ અર્થનું પ્રતિપાદનન કરવું જોઈએ, પરંતુ તે પદોના અર્થથી અતિરિક્ત પદાર્થના સંસર્ગપવિશિષ્ટ અર્થનું પ્રતિપાદન કરે છે. માટે પદના સમૂહાત્મક વાક્યને પદસ્વરૂપ ન માની શકાય. આમ પાણિનિનું પ્રાતિપદિક(નામ) સંજ્ઞાને લગતું સૂત્ર વાક્યમાં અતિવ્યામિ દોષથી દૂષિત છે.
(ii) ઇત્ સંજ્ઞા માટે સિદ્ધહેમ વ્યાકરણમાં ફક્ત એક સૂત્ર છે જ્યારે પાણિનિ વ્યાકરણમાં સાત સૂત્ર છે. તે આ પ્રમાણે - સિદ્ધહેમ
પાણિનિ उपदेशेऽजनु० १.३.२ हल्यन्त्यम् १.३.३
आदिजिटुडव: १.३.५ अप्रयोगीत् १.१.३७
S: પ્રત્યયસ્થ ?.રૂ.૬ चुट् १.३.७ लशक्वतद्धिते १.३.८ तस्य लोपः १.३.९
અહીં જોવાનું એ છે કે પાણિનિ વ્યાકરણમાં ઉપર બતાવેલા સાતસૂત્રો પૈકી પ્રથમ છ સૂત્રોથીઇ સંજ્ઞા કરવામાં આવે છે અને છેલ્લા સૂત્રથી ઇત્ સંજ્ઞકનો અલગથી લોપ કરવામાં આવે છે, જ્યારે સિદ્ધહેમવ્યાકરણમાં એક જ સૂત્રથી સર્વત્ર ઇત્ સંજ્ઞા સાધી છે અને તે ‘તિ = પચ્છતિ રૂતિ 'આમ સાન્વર્થ સંજ્ઞા હોવાથી ઇ સંજ્ઞક વર્ણઆપમેળે જ ચાલ્યો જાય છે, તેથી તેનો લોપ કરવા અલગ પ્રયાસનથી આદર્યો. આમ ઘણું મોટું માત્રાલાઘવ અને સાથે પ્રક્રિયાલાઘવ પણ સાધ્યું છે.
(ii) સમાસ પ્રકરણમાં કયા પદને સમાસના પૂર્વપદ રૂપે સ્થાપવું તેની વ્યવસ્થા માટે સિદ્ધહેમ વ્યાકરણમાં પ્રથમ પ્રા રૂ.૨.૨૪૮' એક જ સૂત્ર છે, જ્યારે પાણિનિ વ્યાકરણમાં પ્રથમ નિર્દિષ્ટ સમારે પસર્નનમ્' (T. ૨૨.૪૩) અને 'સર્ગને પૂર્વમ્' (Tફૂ. ૨.૨.૨૦) આમ બેસૂત્ર છે. સિદ્ધહેમવ્યાકરણનું સૂત્રએમ કહે છે કે સમાસવિધાયક સૂત્રોમાં જે પદ પ્રથમાન્ત બતાવ્યું હોય તેનાથી જણાતો શબ્દ સમાસમાં પૂર્વપદ તરીકે મૂકાય છે. આમ એક જ સૂત્ર બનાવવાથી બધી વ્યવસ્થા જળવાઇ જાય છે, છતાં પાણિનિ વ્યાકરણમાં બે સૂત્ર બનાવી પ્રથમ સૂત્રથી સમાસવિધાયક