________________
લખાણ કરીને ઝેરોક્ષ કોપીઓ કાઢીને દરેક શિબિરમાં વહેંચે છે, અને અમેરીકામાં વસતા અન્ય શ્રાવકોને પણ પોતાના ખર્ચે પોષ્ટ દ્વારા પહોંચતું કરે છે. ધન્ય છે તેમની ઉદારતાને, તેમના જ્ઞાનને, તેમના તપ-ત્યાગને અને ધન્ય છે તેમના ઉત્તમ શ્રાવકાચારને. આપણે વારંવાર તેઓની અનુમોદના
કરીએ.
તેઓનું શ્રાવકજીવન પણ ઘણું વધારે ત્યાગમય અને આચારમય છે. આખા દિવસમાં દરરોજ અત્યંત ઘણા જ ઓછા દ્રવ્યોનો વપરાશ, ભાણામાં એક જ વાર લેવાનું, પીરસનાર જે પીરસે તે જ લેવું વિગેરે નિયમો તેમના નિયમિત અને પવિત્ર જીવનમાં જોવા મળે છે. આ દેશમાં ૬૫ વર્ષની ઊંમરે આવા કડક નિયમપૂર્વકનું સંયમી જીવન જીવવું ઘણું દુષ્કર છે. સતત વાંચન, ચિંતન, જ્ઞાનદાન, છ આવશ્યક સહિતની ધર્મક્રિયા અને ઉમદા વિચારો ઈત્યાદિ ધર્મના આચરણથી ભરપૂર તેમનું જીવન દીપી ઊઠે છે.
તેઓની સરળતા, સૌમ્યતા અને સૌજન્યતા વડે અનેકાનેક સંઘોની જૈન-પ્રજાનું હૃદય તેઓએ જીતી લીધું છે. સૌ તેઓ તરફ ઘણા આકર્ષાયેલા છે. રજનીભાઈ ઊંડું ચિંતન કરીને લોકોનું હિત થાય તેવા વિષયોને સરળ અને સાદી ભાષામાં ઘણી જ રમુજ સાથે ઉદાહરણોપૂર્વક શાસ્ત્રબદ્ધ એવી રીતે રજૂ કરે છે કે સર્વ શ્રોતાવર્ગ મંત્રમુગ્ધની જેમ સ્થિર થઈ જાય છે.
આ સંકલનના પ્રકાશનનું કામ ઉપાડી લેનાર જ્ઞાનના પ્રેમીઓના કાર્યોની વારંવાર આપણે ઘણી અનુમોદના કરીએ, અને તેઓના ઉત્તમ આ કાર્યને ધન્યતા શબ્દથી વારંવાર નવાજીએ. તે સર્વેને આવાં કાર્યો કરવાની શાસનદેવ શક્તિ આપે. - રજનીભાઈનું આરોગ્ય સદા સારું રહે અને દીર્ધાયુષી થાય એવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના.
એજ. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
સૂરત-ગુજરાત. * * * * *
આવકાર પત્ર-૨ શ્રી સુનંદાબહેન વોહોરા સામાયિક વિજ્ઞાન'ના મારા સંકલન વિષયક પૂજય શ્રી સુનંદાબેન (અમદાવાદ)નો પ્રતિભાવ.
મે, ૧, ૨૦૦૬ પૂ. બહેન, આદરણીય સલ્ફાસ્ત્રદોહન કર્તા શ્રી રજનીભાઈ,
તમારો સન્શાસ્ત્રદોહન પત્ર મળ્યો, મળતા રહે છે. પુણ્યશાળીઓને અર્ક મળે છે. પરિશ્રમ વગર આવી સામગ્રી વાત્સલ્યભાવી વ્યક્તિ પ્રદાન કરી શકે. અગર તો તમે લખ્યું છે કે “ભૌતિક સામગ્રી ભેગી કરી શકાય છે. સુખ ભેગું કરી શકાતું નથી.” આ વાક્યમાં ઘણો બોધ ભર્યો છે. સામગ્રી ભેગી કરેલી મૂકીને જવાની છે તે ભાવ સમજાય તો જીવ સુખ-આત્મિક સખનો વાંછુ બને. વળી જીવ કંઈ
10
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org