Book Title: Shatrunjay Mahatmya Author(s): Jineshwarsuri Publisher: Jaindharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. નજર કરીએ છીએ તે હજારે દેહેરાંઓ નજરે પડે છે અને મોતીશાની દુક તે જાણે સાક્ષાત્ દેવવિમાન હોય તેવી લાગે છે. આ દેહેરાઓની સંખ્યા એટલીબધી છે કે દરેક દેહેરે દર્શન કરવા હોય તે ઓછામાંઓછા આઠ દિવસ જોઈએ. એની રચનાનું વર્ણન કરવાને વિદ્વાન લેખકની કલમ પણ શક્તિમાન નથી. ઘણા ઇગ્રેજ અને પરદેશી મુસાફરે એ પર્વત ઉપર આવે છે ત્યારે ત્યાંનાં દેહેરાંઓની ભવ્યતા, સંખ્યા અને તે ઉપર દ્રવ્ય ખચેનાર માણસેની ઉદારતા વિચારીને આશ્ચર્ય પામે છે. મુખ્ય ટૂંક શિવાયની બીજી ટુંકે તે હમણાં બે ત્રણશે વર્ષના દરમ્યાનમાં થયેલી છે. તે પણ તેમાં આજથી બે હજાર વર્ષ ઉપર થયેલ સંપ્રતિ રાજાનાં કરાવેલાં દેહેરાં છે તેથી એવાં છુટા છવાયાં થોડાં દેહેર એ તરફ હશે એમ અનુમાન થાય છે. મુખ્ય ટુકમાં પણ ઘણા વિસ્તાર તો હમણુંજ થયો હોય એમ અનુમાન થાય છે. પૂર્વે તે તેમાં પણ ડાં દેહેરાં હશે એમ જણાય છે. એ તીર્થ ઉપર પ્રથમ ભરત ચક્રવર્તિએ તીર્થસ્થાપના કર્યા પછી મોટા સોળ ઉદ્ધાર થયેલા છે. દરેક ઉદ્ધાર વખતે મૂળ દેહેરું તથા મૂળનાયકજીની પ્રતિમા તથા યક્ષ અને દેવીની પ્રતિમા નવી કરવામાં આવે છે. છેલ્લે ઉદ્ધાર સંવત પંદરશે સત્તાશીમાં કર્માશાએ કરાવેલ છે. હાલ જે મૂળનાયક છે તે તેનાં સ્થાપન કરેલાં છે. એમ કહેવાય છે કે દેહેરું તે સંવત એકશે આઠમાં કરેલા જાવડશાના ઉદ્ધાર વખતે બંધાયેલું તેજ છે, પરંતુ કુમારપાળ પ્રબંધમાં એ લેકેતિથી વિરૂદ્ધ લેખી હકીકત છે. શ્રી જિનમંડનગણુકૃત કુમારપાળ પ્રબંધ જેનું ભાષાંતર હાલમાં ગાયકવાડ સરકાર તરફથી છપાયેલું છે તેના સત્તરમા પ્રકરણમાં એવી હકીકત આવે છે કે “કુમારપાળ રાજાના ઉદયન મંત્રી સૌરાષ્ટ્રમાં યુદ્ધ પ્રસંગે ગયા તે સમયે શ્રીયુગાદિ દેવનાં દર્શન કરવાની ઈચ્છાથી શત્રુંજય પર્વત ઉપર ચઢયા. ત્યાં શુદ્ધ શ્રદ્ધાપૂર્વક મહોત્સવ, સ્નાત્ર પૂજા અને આરતી વિગેરે કરી ચૈત્યવંદન કરવા બેઠા. તેવામાં એક ઊંદર દીવાની વાટ લઈએ કાષ્ટમય મંદીરની ફાટમાં પિસતે હતું તેને પૂજારાઓએ કાઢી મૂક્યું. તે જોઈ કાછમય પ્રાસાદના નાશની સંભાવના વિગેરેથી ખેદ પામી, પોતાની પાસે સારી સમૃદ્ધિ તથા સારો અધિકાર છતાં આવા ઉત્તમ તીર્થ ઉપરના દેરાસરને ઉદ્ધાર કરવામાં દ્રવ્યને વ્યય કર્યો નથી એથી પિતાની સર્વ સંપત્તિ નિરર્થક છે એમ વિચારી, જ્યાં સુધી આ દેવળને જીર્ણોદ્ધાર ન થાય ત્યાંસુધીને માટે બ્રહ્મચર્ય, એકભુક્ત, ભૂશિયન, અને તાંબુલ ત્યાગ વિગેરે અભિગ્રહ ધારણ કર્યા. પરંતુ ત્યાંથી પાછા પાટણ આવતાં રસ્તામાં જ મંત્રીશ્વરનું મરણ થયું. મૃત્યુ વખતે પિતાને આ મનોરથ પિતાને પુત્ર પૂર્ણ કરે એ વિષે પાસેના સામંતને સૂચવ્યું. પિતાના એ સંકલ્પની સિદ્ધિને માટે તેમના પિતૃવત્સલ પુત્ર બાહડ (વાલ્મટ) મંત્રીએ શત્રુજ્ય ઉપરના મુખ્ય દેવળના જીર્ણોદ્ધારનું કામ આરંવ્યું. શુભમુહૂર્વે જીર્ણ કાષ્ટમય ચિત્યને ઉતરાવી વાસ્તુ મૂર્તિ પધરાવી. અનુક્રમે બે વર્ષે ચૈત્ય તૈયાર થયું તેની કઈ પુરૂષ વધા ૧ આ વાડ્મટ મંત્રી મહાકવિ થઈ ગયા છે. તેમણે વાલ્સટાલેકાર તથા નેમિનિર્વાણ કાવ્ય. વિગેરે ગ્રંથો બનાવ્યા છે. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 542