Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. ટીએ પહોંચાય છે. આ ભાગ ખુલ્લો અને વિશાળ છે તેથી ત્યાં એ સારો પવન આવે છે કે યાત્રાળુને અત્યાર સુધી લાગેલે થાક નિવૃત્ત થાય છે. ત્યાં હનુમાનધારા નામની જગ્યાએથી મથાળાનો ડુંગર કે જે દેખાવમાંજ રાજમંદિર જેવો છે તે પર્વત ઉપર જવાના બે રસ્તા આવે છે. એ મથાળાના ડુંગરનાં બે શિખર છે અને તેની વચ્ચે ખીણ છે. આ બંને શિખર તથા વચ્ચેની ખીણ એ સર્વ દેવાલયથી છવાઈ ગયેલ છે. ડુંગર ઉપરનાં દેવાલયની મુખ્ય નવ ટંકે છે અને બીજાં છુટાં દેહેરાંઓ પણ ઘણું છે. ચઢાવની ડાબી બાજુ તરફના શિખર ઉપર મૂળ-મુખ્ય ટુંક છે, હનુમાનધારાથી એ બાજુતરફ ચઢતાં દેખાવ રમણુક છે. એક તરફ ઊંચી સુંદર ભેખડે, બીજી તરફ મનહર છે તથા તેથી દર ઊંડાણમાં જાણે રૂપાના રસને રેલે ચાલતું હોય એવી મરોડમાં વહેતી શેત્રુંજી નદી, અને ચઢતાં સામી બાજુ આકાશમાં દેખાવ Èતાં દેહેરાંનાં ઊંચાં શિખર-એ સર્વથી જેનારના નેત્રને તૃપ્તિ થાય છે. છેવટ દેહેરની ફરતી દિવાલ(કેટ) છે તે દિવાલ નજીક પહોંચાય છે. દિવાલના દ્વારમાંથી અંદર પેસતાં જ જાણે સ્વર્ગલોકમાં પ્રવેશ કર્યો હોય એમ પ્રવેશકને ભાસ થાય છે. અહીંથી મુખ્ય ટુંકમાં દાખલ થવાય છે. એ ટુંકમાં દેહેરાં ઘણું છે. બંને બાજુએ સુંદર ચૈત્યો અને તેની અંદરની અલૌકિક પ્રતિમાઓનાં દર્શન કરતાં ટુંકના મધ્યભાગમાં પહોંચાય છે. ત્યાં તીર્થનાયક આદીશ્વર ભગવાનનું વિશાળ અને રમણીય દેરાસર આવે છે. એ દેવળ જેતાજ જાણે પિતે પાપબંધનથી મુક્ત થયા હોય એ મનુષ્યને ભાસ થાય છે. એ દેવળની આગળ મોટો વિશાળ ચોક છે અને ફરતાં ચોમેર સુશોભિત દેહેરાંઓ છે. દેવળની ફરતા પ્રદક્ષિણ દેતા-દુઃખ માત્રને ભૂલી જઈ કેવળ સુખનેજ અનુભવ કરતા અને ઉલ્લાસ પામતા યાત્રાળુઓ જાણે દેવલોકમાં ફરતા દેવ હોય અને ત્યાં બેસી મધુર સ્વરે સ્તવન કરતી સ્ત્રીઓ જાણે દેવકની અપ્સરાઓ હોય એવું જોનારને લાગે છે. પ્રદક્ષિણ દઈ દેવળમાં જઈ તીર્થનાયક શ્રીમાન અષભદેવજીની ભવ્ય મૂર્તિનાં દર્શન કરવામાં આવે છે. અહીં દર્શન કરવાથી માણસ પોતાને પરમ ભાગ્યશાળી અને પોતાના જન્મને સાર્થક માને છે અને યાત્રા પણ ત્યારે જ પૂર્ણ થઈ ગણાય છે. ભાવપૂર્વક પૂજાભક્તિ તથા સ્તવના કરી ઘણે વખત રહ્યા છતાં પણ તૃપ્તિ ન પામતા યાત્રાળુઓ પુનઃ વારંવાર આવવાની આકાંક્ષા રાખી આ પવિત્ર દેવાલય અને ટૂંકમાંથી બહાર નીકળે છે. એ ટુંકના બહારના ભાગમાં દરવાજા પાસે કેશવજી નાયકનાં કરાવેલાં દેહેરાને સમૂહ છે જેને લેકે દશમી ટુંક પણ કહે છે. ત્યાંથી આગળ મોતીશા શેઠની, બાલાભાઈની, પ્રેમચંદ મોદીની, હેમાભાઈ શેઠની, ઉજમબાઈની, સાકરચંદ પ્રેમચંદની, છીપાવશીની અને ચૌમુખજીની ટુંકે અનુક્રમે આવે છે. તેમાં મેતીશા શેઠની અને બાલાભાઈની ટૂંક વચ્ચેની ખીણમાં છે અને બાકીની ટુંકે બીજી તરફના શિખર ઉપર છે. આ સઘળી ટુંકમાં સંખ્યાબંધ દેહેરાંઓ દ્રવ્ય ખર્ચની ગણત્રી રાખ્યાવિના બંધાવેલાં છે. તેમાં પણ મુખ્ય ટુક, મોતીશાની ટુક અને ચૌમુખજીની ટુંકમાં તે સર્વથી વિશેષ છે. ચૈ. મુખજીની ટુંક જે કે એ શિખરની છેક ઊંચેના ભાગ ઉપર છે ત્યાં આગળ ઊભા રહી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 542