Book Title: Sharda Shikhar
Author(s): Shardabai Mahasati
Publisher: Maniben Chhaganlal Desai Parivar

View full book text
Previous | Next

Page 13
________________ શારદા શિખર લક્ષ્મી કે અધિકારના રોગથી સુખ ભોગવે છે પણ જેમ ઝાંઝવાના જળ દૂરથી પાણી રૂપે દેખાય છે પણ તે અસલ પાણી નથી. તે રીતે ભૌતિક પદાર્થોમાં સાચું સુખ ન હોવા છતાં એમાંથી સુખ મળે છે એમ માની આશામાં ને આશામાં જીવ તેને પ્રાપ્ત કરવા તેની પાછળ દોડી રહ્યો છે પણ છેવટ સુધી દુખ મટતું નથી ને સુખ ટકતું નથી છતાં ભ્રમણા ભાંગતી નથી ને પરિણામે કર્મનું બંધન થાય છે. દુઃખના કારણેમાં અજ્ઞાન દશાથી જીવ સુખ માનીને રામ્યા કરે છે. કેઈ બહેન ગળામાં હીરાને હાર પહેરીને મલકાય છે કે હું કેવી સુંદર દેખાઉં છું. મારવાડની બહેને હાથમાં સોનાની બંગડીઓ પહેરે છે ને હાથીદાંતનો ચૂડે પહેરે છે. એને હાથ દાગીનાથી ફીટ ભરાઈ ગયું હોય છે, હાથને સાફ કરવાની જગ્યા હેતી નથી. અરે, હાથ ઉપર કેટલું વજન થાય છે. છતાં એને એમ નથી થતું કે મને ભાર લાગે છે. એક હાથીદાંતને ચૂડે બનાવવામાં કેટલું પા૫ છે! ખાડે બેદી કાગળની હાથણી બનાવી ઉભી રાખે છે. હાથણીને જોઈ હાથી તેના તરફ આકર્ષાઈને ખાડામાં પડે છે. આ રીતે હાથીના દાંત પાડવામાં આવે છે. પરિણામે હાથીનું મૃત્યુ થાય છે. છતાં હાથીદાંતને ચૂડે પહેરનાર બહેન હરખાય છે કે મેં હાથીદાંતને ચૂડો પહેર્યો છે. મારવાડી બહેન એક તાકા જેટલા કાપડને ચણ પહેરે છે. ઓછા કાપડને ચણીયે તેને ગમતું નથી તો પણ ચણીયે તેને ભારરૂપ નથી લાગતું કારણ કે એને એને શેખ છે. દશ વર્ષની બાલિકા એના ભાઈને તેડીને ડુંગર ઉપર ચઢતી હોય, થાકથી આકુળ-વ્યાકુળ થતી હોય, ગભરાઈ જતી હોય તેને જોઈને કેઈ પૂછે બહેન! તને ભાર નથી લાગતું ? ત્યારે તે બાલિકા કહી દેશે કે મને કેમ એવું પૂછો છો? એ તે મારે વહાલસોયો લાડીલ ભાઈ છે. સમજાય છે કે જેના પ્રત્યે જીવની જેટલી રૂચી હોય છે તેને દુઃખરૂપ વસ્તુ પણ સુખરૂપ લાગે છે. આટલી રૂચીજો ધર્મ પ્રત્યે જાગે તો કલ્યાણું થઈ જાય. દેવાનુપ્રિયે! આ બધી જીવની અજ્ઞાન દશા છે. અને અજ્ઞાન એ દુઃખનું મૂળ છે. એ મૂળમાં સુખની આશા રાખવી વ્યર્થ છે. માત્ર વલખાં છે. પણ જીવને એનું ભાન નથી. પતંગીયું દીવાના તેજમાં અંજાઈને તેમાં હોમાઈ જાય છે. એને જે જ્ઞાન હોત કે હું આમાં અંજાઈને બળી જઈશ તે આમ ન કરત. એક મણ દૂધપાકના તપેલામાં એક ટીપું ઝેર પડયું છે એવી ખબર પડે તે તેને ફેંકી દે છે. અને જે ખબર ન હોય તો હશે હશે પીવે છે. અને મોતને ભેટે છે. આ રીતે જીવ જ્ઞાનના અભાવે સુખ મેળવવા જતાં દુઃખને નોતરે છે. માટે વિચાર કરે. સુખ સાચી સમજણથી પ્રગટે છે. અને દુઃખ અજ્ઞાનનો નાશ થવાથી મટે છે. આજે તે જ્ઞાન મેળવવાનું દેવાળું છે. એટલે વિકથાને, પીકચર જોવાને ને રેડિયાના ગીતે સાંભળવાનો રસ છે તેટલે ધર્મ પ્રત્યેને નથી. અહીં ઘાટકોપરમાં તે ઘણી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 1002