________________
શારા પર સામગ્રી તેના ઘરમાં છે એવા લક્ષ્મીનંદનને પૂછે કે ભાઈ! તું સુખી છે ? આટલા વિપુલ સુખના સાધને હેવા છતાં એ કહેશે કે હું સુખી નથી. અંદરથી ચિંતારૂપી ઉધઈને કીડે તેને કેરી ખાય છે. તે ચિંતા કઈ? માર્ગમાં એક ભિખારણ બાઈ આંગળીયે ચાર બાળકને વળગાડીને ચાલી જતી હોય, આપ મા-બાપ, આપો મા–બાપ બેલતી ભીખ માંગતી હોય તેને જોઈને પેલો અબજપતિ રડે છે કારણ કે તેને સંતાન નથી. જ્યારે ભિખારણ અબજપતિને જોઈને રડે છે. અહો ! આને કેટલું સુખ છે. મારે આવું સુખ હોય તે કેવું સારું ! જુઓ, કેવી વિપરીત વાત છે ! શેઠ પાસે લક્ષ્મીને સંગ્રહ છે પણ પુત્રના અભાવમાં ઝૂરે છે. અને ભિખારણને સંતાન છે તે પેટ ભરવાની ચિંતા છે. કદાચ પુત્ર થાય ને ટૂંકી માંદગી ભોગવી જિંદગી પૂર્ણ કરી ચાલ્યા જાય તે પણ દુઃખ થાય છે. આ જગતમાં અને કંઈને કંઈ તે દુઃખ હોય છે.
કોઈ ધનસે રહિત દુખી હૈ, હૈ કોઈ મહાગ પીડિત, પાતા કોઈ કષ્ટ માનસિક, પુત્ર વિરહસે હુઆ દુખિત, કોઈ કિસી દુઃખમેં રત હૈ, કોઈ કિસી કષ્ટમેં મગ્ન, હા ! ઈસ જગમેં કોઈ જન ભી નહિ પૂર્ણ સુખમેં સંલગ્ન.
આ રીતે ચારે બાજુએથી માનવી દુઃખથી ઘેરાયેલો હોય છે. કેઈને સંપૂર્ણ સુખ નથી. “સાત સાંધે ત્યાં તેર તૂટે” એવી દશા એ ભેગવતે હોય છે. કદાચ તેનું પુણ્ય જાગે અને તે જે સુખે છે તે મળે છતાં પણ તે સાચું સુખ નથી કારણ કે તે સુખ શાશ્વત નથી પણ અશાશ્વત છે.
કઈ એક મોટા મહારાજા ભવ્ય રાજમહેલમાં હાલતા હય, વૈભવની છેળે ઉછળતી હોય તેમને જનતા મહાસુખી માને છે પણ એ જનતાના ખ્યાલમાં નથી કે ચિંતારૂપી દુઃખને કીડે મહારાજાના દિલને કેરી ખાય છે. પણ મહારાજાની સાહ્યબી જેઈને ઘડીભર પ્રજાને થાય કે અહે. મહારાજા કેવા સુખી છે. કેટલા ભાગ્યવાન છે ! પરંતુ રાજાના મનમાં તે લાખે સંક૯પ અને વિકલ્પની જાળ ભરેલી હેય છે. કેઈક રાજાએ કંઈક રાજાનું એક નાનકડું ગામ જીતી લીધું હોય તે તેને ખાવાનું પણ ભાવતું નથી. અરે રાજ્યમાં નુકશાન થયું તે ચિંતાનો પાર નથી રહેતે.
બંધુઓ ! આમ બનવાનું કારણ તમને સમજાય છે ? આનું કારણ એ છે કે જીવે સુખ બહારના પદાર્થોમાં માન્યું છે. પણ સુખ બાહ્ય નથી. છતાં જીવ અજ્ઞાનના કારણે મેહ છોડતું નથી. જે પદાર્થથી એક માનવી સુખને અનુભવ કરે છે તે જ પદાર્થથી બીજે માનવી દુખને અનુભવ કરે છે. એ તે તમને અનુભવ છે ને ?