________________
સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ પૂ. શ્રી. ખા. બ્ર. ગુરૂદેવ રત્નચંદ્રજી ગુરવે નમ: “ સંવત ૨૦૩૨ના ધાકેાપરના ચાતુર્માસમાં આપેલા પ્રવચના ” અધિકાર -“ જ્ઞાતાજી સૂત્ર–મલ્લીનાથ ભગવાનના અધિકાર ’ વ્યાખ્યાન ન.−૧
અષાડ સુદ ૯ ને સામવાર
66
સાચુ સુખ મેળવવા વિષયાનું વમન કરી.”
તા. ૫-૭૭૬
સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને અહેનેા,
અખિલ જગતના જીવાને શાશ્વત સ્વધામ પ્રાપ્ત કરવા માટે અમૃતરસ નીતરતી અનતજ્ઞાની ભગવતની વાણી છે. ભગવંત શાસ્ત્રમાં ફરમાવે છે કે અનંતકાળથી આત્માએ સમ્યગ્દર્શન રૂપી તેજસ્વી રત્નના અભાવે નિજભાવને ભૂલી પરદ્રવ્યની ઘેલછામાં, મિથ્યાત્વ અંધકારમાં રઝળપાટ કરી છે. પણ પુણ્યાર્ચ એધિખીજના કારણભૂત એવા મનુષ્યભવની પ્રાપ્તિ થઈ છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યાં વિનાની બધી દોડધામ વ્યર્થ છે. ભગવાને લેાકેાત્તર માગ ખતાબ્યા છે. અને તે માર્ગે ચાલવામાં સાચું સુખ છે. લૌકિક માર્ગે ચાલનારા અને ઈન્દ્રિઓના વિષયાને વશ થયેલા અજ્ઞાન આત્મા શરીરની અનુકૂળતામાં સુખ શેાધે છે.
બ'એ ! લૌકિક માર્ગ તે કર્માધીન છે. જ્યાં સુધી એમાં આનંદ માની અનુસરશે। ત્યાં સુધી લેાકેાત્તર માગČમાં પ્રવેશ કરવા કઠણ છે. અને ત્યાં સુધી આધિવ્યાધિ-ઉપાધિ અને દુઃખ-દરિદ્રતા ટળવાના નથી. માનવજીવનના ો કાઈ સાર હાય તા તે લેાકેાત્તર માની સાધના છે. પણ આજને માનવી ભૌતિકવાદની ભૂતાવળમાં સુખની ખેાજ કરી તેમાં માજ માણી રહ્યો છે. પણ એને ખખર નથી કે એ મેાજની પાછળ દુઃખની કેટલી મોટી ફાજ ઉભેલી છે.
અનંતજ્ઞાની ભગવતે ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદશન પ્રાપ્ત કર્યાં બાદ એ જ્ઞાન જ્યાતિમાં જગતના જીવાને દુઃખમાં જોયા પછી તેમના મુખમાંથી વાણી નીકળી કે હે ભવ્ય જીવ! તમે અનંત પુદ્ગલપરાવર્તીનકાળથી સુખની શેષમાં છે, છતાં હજી સુખ મેળવી શકયા નથી, તેનું કારણ એ છે કે તમારે સુખ જોઈ એ છે પણ સુખનુ' મૂળ શુ છે તે શેાધ્યુ' નથી, સુખ મેળવવું હોય તે પ્રથમ સુખના મૂળને શેાધા. સંસારના દરેક કાર્યમાં મૂળ શેાધા છે. માનીલે કે તમને કંઈ દઈ થયું ને વૈદ અથવા ડૉકટરની દવા લીધી છતાં દર્દીમાં રાહેત ન થાય તે તેનું મૂળ શેાધા છે ને ? આવી કિંમતી દવા ખાઉં છું ને પરેજી પણ ખરાખર પાળું છું છતાં મારે રાગ મતે નથી તે તેનું કારણ શું ? દેવામાં,