________________
શારદા શિખર ડોકટરમાં કે પરેજી પાળવામાં ખામી છે. વહેપાર કરે તેમાં ખૂબ મહેનત કરો પણ નફો ન મળે તે તેનું મૂળ શેને ? આટલી બધી મહેનત કરું છું છતાં મને નફે કેમ નથી મળતો? ત્યાં એક દોકડી પણ જવા દે તેમ નથી એટલા હોંશિયાર છે. આ રીતે ખેડૂત રસાળ જમીન ખેડી, પિચી બનાવી તેમાં સારું બીજ વાવી તેની પાછળ ખૂબ પરિશ્રમ કરે પણ સમયે તેમાંથી ધાર્યું ફળ ન મળે તો તેનું મૂળ શેધશે ને ? કે આખું માસું આટલી બધી મહેનત કરી છતાં તેનું ફળ આટલું જ મળ્યું? આ રીતે ભગવંત કહે છે કે અનંતકાળથી ચતુર્ગતિ સંસારમાં બ્રમણ કરતા જીવ સુખની શોધ કરી રહ્યો છે છતાં સુખ નથી મળ્યું. તે તેનું મૂળ કારણ શું છે તે જાણવું જોઈશે ને? આચારાંગ સૂત્રમાં ભગવંતે ફરમાવ્યું છે કે “fણ કાળ સહિયાર સુમાં ” આ સંસારમાં જેને દુઃખનું કારણ અજ્ઞાન અથવા મેહ છે. અને એ આત્માનું અહિત કરનાર છે. વૃક્ષને ગમે તેટલું પાણી પીવડાવે પણ જે તેનું મૂળીયું સડેલું હોય તે ફળ અને ફૂલ કયાંથી આવે? એ રીતે તમે બહારથી સુખની શોધ ગમે તેટલી કરે પણ અંદર અજ્ઞાન અને મોહે અડ્ડો જમાવ્યું છે તે દૂર નહિ થાય ત્યાં સુધી દુખ ટળવાનું નથી અને સાચું સુખ મળવાનું નથી. એક સંસ્કૃત શ્લેકમાં પણ કહ્યું છે કે :
सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति, दुःखस्य नाशाय सुखस्य हेतोः ।
तथाऽपि दुःखं विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम् ॥ કિડીથી માંડીને ઈન્દ્ર મહારાજા સુધીના સર્વ દુઃખ કેમ ટળે અને સુખ કેમ મળે તે માટે એકધારી પ્રવૃત્તિ કરી રહ્યા છે. આજે હું તમને પૂછું છું કે આટલા બધા ભાઈ એમાંથી દરરોજ સામાયિક કોણ કરે છે? જે કરતા હોય તે આંગળી ઊંચી કરે તો તેવા ઓછા નીકળશે. અષાડ સુદ પુનમનો દિવસ આવે છે તે દિવસે ઉપવાસ કેને કરે છે ? તે તે અલ્પ નીકળશે પણ હમણાં એમ કહે કે દુઃખ કેને મટાડવું છે ને સુખ કેને જોઈએ છે? તે બધા તરત આંગળી ઊંચી કરશે. ઈચ્છા સુખ મેળવવાની છે પણ એને ખબર નથી કે એ સુખ પાપથી મળે છે કે ધર્મથી મળે છે. અને એ સુખ કેવી રીતે ટકી રહે છે ? આ સંસાર સુખના સોનેરી સહામણાં સ્વપ્ન સેવતો માનવી શારીરિક-માનસિક આર્થિક અને કૌટુંબિક આદિ સેંકડો પ્રકારના ઉપદ્રવોથી ઘેરાયેલું છે, છતાં એ એમ માને છે કે જે મારી પાસે ખૂબ ધન હોત તો હું સુખી થાત. આ જગતમાં જે 'કાંઈ દુઃખ છે તે ધનના અભાવે છે. આવું કંઈક માનવી માને છે. હવે બીજે પ્રકાર માની લો કે કોઈ માણસ મેટે કરોડપતિ છે, આંગણામાં ચાર ચાર કાર ઉભી રહે છે, એરકંડીશન રૂમ છે. આ સંસારમાં કહેવાતી ભૌતિક સુખની સંપૂર્ણ