Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
વિચાર, વ્યવહાર બધું જ બદલાઈ જાય છે. અને એ સાથે બીજાનો તેના પ્રત્યેનો આચાર-વિચાર, ભાવ, વ્યવહાર પણ બદલાય છે. શરીર વિજ્ઞાનની દષ્ટિએ ષડું આવશ્યકમાં વિશિષ્ટ મુદ્રાઓ, આસન, પ્રાણાયામ આદિનો પણ સમાવેશ થઈ જાય છે. વીરાસન બહુ મહત્ત્વનું આસન છે. વીરાસનથી શરીરનું પાચનતંત્ર, હોજરી આદિ અવયવો સક્રિય થઈ જાય છે. યોગમુદ્રા, જિનમુદ્રા તથા મુક્તાશુક્તિ મુદ્રા આદિનું પણ મહત્ત્વ છે. તો પ્રતિક્રમણમાં કાયોત્સર્ગનો સંબંધ શ્વાસોશ્વાસ સાથે છે. એટલે અવ્યક્ત રીતે પ્રાણાયામની પ્રક્રિયા પણ ષડુ આવશ્યકમાં સમાવિષ્ટ છે. પ્રતિક્રમણ તથા પડુ આવશ્યકમાં અષ્ટાંગ યોગનો પણ સમાવેશ થઈ જાય છે. તે અંગે પણ વિચાર કરવો જોઈએ પરંતુ તે એક અલગ વિષય હોવાથી અહીં તેનો માત્ર ઉલ્લેખ જે કરવામાં આવે છે. ષડુ આવશ્યકને નિયમિત રીતે યથા યોગ્ય મુદ્રા સાથે કરનારને વ્યાયામ કરવાની આવશ્યકતા પણ રહેતી નથી. અને તેથી ઔષધ પણ લેવું પડતું નથી.
આ છ આવશ્યકની ક્રિયા મન, વચન, કાયાની એકાગ્રતા, ત્રિકરણશુદ્ધિ અને શુદ્ધભાવપૂર્વક કરવામાં આવે તો યાકિનીમહત્તરાસુનુ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના કથન અનુસાર તે આત્માને મોક્ષની સાથે જોડનાર હોવાથી યોગ સ્વરૂપ – ધ્યાન સ્વરૂપ બને છે માટે સૌ શ્રદ્ધાળુ શ્રાવકોએ પૂરેપૂરી ભક્તિ-બહુમાન અને શ્રદ્ધાપૂર્વક છ આવશ્યક પ્રતિદિન કરવાં જોઈએ.
શ્રી જવાહરભાઈ લિખિત ષડું આવશ્યક વિવેચન વાંચ્યું. ખરેખર સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાના દૈનિક જીવનમાં પડું આવશ્યક આવી જાય અને તે અંગેની સાચી સમજ તથા પદ્ધતિ શીખી લેવામાં આવે તો શ્રી જવાહરભાઈએ બતાવ્યું છે તેમ અન્ય કોઈપણ પ્રકારનું ધ્યાન કે યોગ કરવાની આવશ્યકતા રહેતી નથી. ષડુ આવશ્યકની યથાર્થ સાધના સાધકને મોક્ષ અપાવવા સમર્થ છે. પડુ આવશ્યકનું આ વિવેચન ખરેખર વાંચન કરવા યોગ્ય છે.
પ્રાંતે છ આવશ્યક અંગે પરમ પવિત્ર ગીતાર્થ શાસ્ત્રકાર ભગવંતોના આશય વિરૂદ્ધ કે જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડ દઈ વિરમું છું. વિ.સં. ૨૦૫૮ ચૈત્ર વદ-૭ શુક્રવાર – મુનિ નંદીઘોષવિજય ગણિ તા. ૩ મે, ૨૦૦૨ નવરંગપુરા જૈન ઉપાશ્રય, અમદાવાદ-૩૮૦ ૦૦૯
xix For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org