Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 50
________________ (૧) સમ્યક્ત્વ સામાયિક : જીવાદિ નવ તત્ત્વો પરની અતૂટ શ્રદ્ધા અને સર્વજ્ઞકથિત વચનમાં દ્રઢ વિશ્વાસ એ સમ્યક્ત્વ સામાયિક છે. અહીં સમ્યક્ત્વના પાંચ લિંગો (ચિહ્નો) છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્મ. ઉપલક્ષણથી કષાયોનો ઉપશમ, મોક્ષાભિલાષા, વિષયો પ્રત્યે કંટાળો, દુ:ખી જીવો પ્રત્યે આર્દ્રતા અને આત્માદિ પદાર્થોનો સ્વીકાર અહીં અભિપ્રેત છે. (૨) શ્રુત સામાયિક : આ દ્વાદશાંગી રૂપ છે. સૂત્રપાઠ કે ગીતાર્થ સદ્ગુરુનો વિનય અને સન્માનપૂર્વકની શ્રુતજ્ઞાનની ઉપાસના કે શાસ્ત્રાભ્યાસ આ સામાયિકમાં નિહિત છે. (૩) દેશિવરિત સામાયિક : સાવઘ પાપ વ્યાપારોનો અંશતઃ ત્યાગ અહીં અપેક્ષિત છે. અણુવ્રતો, ગુણવ્રતો અને શિક્ષાવ્રતોને ગ્રહણ કરી બે ઘડીનું સામાયિક પાલન અહીં સૂચિત કરેલ છે. (૪) સર્વવિરતિ સામાયિક : સર્વ સાવદ્ય વ્યાપારોનો પૂર્ણ રૂપે ત્યાગ કરી પંચમહાવ્રતોનો સ્વીકાર કરી ગ્રહણ કરેલું આ સામાયિક શ્રમણોને જીવનભર માટે હોય છે. સામાયિકના લક્ષણો : સર્વ જીવો પ્રત્યે સમતા રાખવી, સંયમ રાખવો, શુભ ભાવના ભાવવી અને આર્ત્ય - રૌદ્રધ્યાનનો ત્યાગ કરવો તેને સામાયિક વ્રત કહેવામાં આવે છે. સામાયિકના સર્વ સામાન્ય લક્ષણોનું અહીં વર્ણન કર્યું છે. શ્રી હેમચંદ્રાચાર્યે આ જ વાત યોગશાસ્ત્રમાં નિરુપિત કરી છે.૭ અહીં લક્ષણ અને સાધ્યનું એકત્વ એટલે સમભાવ, સમતા, ઉદાસીનતા કે મધ્યસ્થતા વ્યક્ત થાય છે. આ ભાવને પ્રાપ્ત કરનાર ભાવસમાધિમાં પ્રવેશ કરે છે, સ્થિતપ્રજ્ઞ બને છે. સામાયિકની અતિ ઉત્કૃષ્ટ સ્થિતિમાં અક્ષય સુખના ભંડાર એવા મોક્ષના સુખને અંશે પણ વેદન કરી શકે છે. આથી શ્રી હરિભદ્રસૂરિએ સામાયિકને મોક્ષાંગ તરીકે વર્ણવ્યું છે. Jain Education International ૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118