Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 113
________________ છે. તેના કર્તા આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પોતાના તર્કપૂર્ણ આલેખનમાં નયવાદ, જ્ઞાનવાદ, પ્રમાણશાસ્ત્ર, આચારનીતિ, સ્યાદ્વાદ અને કર્મ સિદ્ધાન્તને આવરી લઈ તેનું અન્ય દર્શનો સાથે તુલનાત્મક વિવરણ કર્યું છે. જૈનાગમો સમજવાની ચાવી આ ભાષ્યમાં રહેલી છે. તેનો આધાર ત્યારપછી રચાયેલા બધાંજ આગમગ્રંથોએ લીધો છે. આ ગ્રંથ આવશ્યકસૂત્રની વ્યાખ્યારૂપ પ્રાકૃત ભાષામાં રચાયેલો છે અને તેમાં કેવળ પ્રથમ- સામાયિક આવશ્યક સંબંધી નિયુકિતની ગાથાઓનું વિવેચન મળે છે. આ એક જૈન જ્ઞાનમહોદધિ ગ્રંથ છે. આવશ્યક ચૂર્ણિ : નિર્યુકિત અને ભાષ્ય જેવી પદ્યાત્મક વ્યાખ્યાઓ ઉપરાંત ગદ્યાત્મક વ્યાખ્યાઓની જરૂરિયાત જણાતા તેની પૂર્તિ અર્થે પ્રાકૃત તથા સંસ્કૃતમિશ્રિત પ્રાકૃતમાં જે વ્યાખ્યાઓ રચવામાં આવી તેને ચૂર્ણિ કહે છે. આવશ્યકચૂર્ણિના રચયિતા શ્રી જિનદાસગણિ મહત્તર છે. તેઓ ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પછી અને ટીકાકાર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ પહેલા થયા હતા. તેમનો સમય વિ.સં. ૬૫૦-૭૫૦ વચ્ચે મૂકવામાં આવે છે. આવશ્યક ચૂર્ણિનું મહત્ત્વ અને ઐતિહાસિક મૂલ્ય તેમણે રચેલી બીજી ચૂર્ણિઓથી વિશેષ છે. અહીં અનેક રસપ્રદ ઐતિહાસિક ઘટનાઓ અને પૌરાણિક આખ્યાનોનો સંગ્રહ થયેલો છે. નિર્યુકિત, ભાષ્ય અને ચૂર્ણિઓની રચના બાદ જૈનાચાર્યોએ સંસ્કૃતમાં અનેક ટીકાઓ લખી છે. તેમાંની કેટલીક ઉપલબ્ધ નથી. ટીકાઓના ઘણા અલગ અલગ નામો જોવા મળે છે. ટીકા, વૃત્તિ, વિવૃત્તિ, વિવરણ, વિવેચન, વ્યાખ્યા, વાર્તિક, દીપિકા, અવચૂરિ, અવચૂર્ણિ, પંજિકા, ટિપ્પણ, ટિપ્પણક પર્યાય, સ્તબક, પીઠિકા, બાલાવબોધ વગેરે. વિશેષાવાચક ભાષ્ય-વોપવૃતિ : આ પ્રાચીનતમ ટીકાનો પ્રારંભ આચાર્ય શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે કર્યો હતો, જેને કોટટ્યાચાર્ય વાદિ ગણિએ પૂરી કરી. વિશેષાવશ્યક ભાષ્યની આ સ્વોપજ્ઞવૃત્તિની ભાષા શૈલી સરળ, સ્પષ્ટ, પ્રાસાદિક અને પ્રસન્નકર છે. કોટ્યાચાર્ય એ વિશેષાવશ્યકભાષ્ય વિવરણનું નામ પોતાની રીતે ‘વિશેષાવશ્યક લઘુવૃત્તિ” આપ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118