Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 116
________________ પરિશિષ્ટ આ લઘુશોધ નિબંધ લખાયો તે સમયે કેટલાક મુદ્દાઓ મનમાં ઉભવ્યા તેનું નિરૂપણ અસ્થાને નહિ ગણાય. વર્તમાનમાં પડાવશ્યકમય પ્રતિક્રમણ પ્રચલિત છે. તેમાં રસ પડતો નથી એવી વ્યાપક ફરિયાદ છે. તેમાં આંવતા વારંવારના નમસ્કાર, વારંવારના ગુરુવંદન, ખામણાં અને નાનીનાની ક્રિયા વિધિઓમાં લોકોને સમજણ પડતી નથી અને ગતાનુગતિકપણે ચાલતું હોવાથી સામાન્ય જન સંવત્સરી કે પર્યુષણ સિવાય તેમાં રસ લેતો નથી કે જોડાતો નથી. વિશાળ ઉપાશ્રયોમાં દૈનિક પ્રતિક્રમણમાં ભાગ્યેજ દસ કે પંદર વ્યક્તિઓ હોય છે. આપણે ક્યારેય એ વિચાર્યું નથી કે ભગવાન મહાવીરદેવના શાસન સ્થાપના દિવસથી શરૂ થયેલ આ પ્રતિક્રમણ ધર્મનો મહિમા આજ સુધી હજારો વિદ્વાનોએ, સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકાઓ સહિત ચતુર્વિધ સંઘે ગાયો છે, અનુભવ્યો છે તેથી આપણે કેમ અસ્પષ્ટ છીએ ? જીવનમાં અઢળક પાપોનો ભાર ખડકાતો જાય છે અને તેના દારૂણ વિપાકો ભાવિમાં ભોગવવાના આવશે તેવી સમજ માણસે ગુમાવી છે. તેથી પાપોથી પાછા હટવું કેટલું મહત્ત્વનું છે તેની સમજ માણસમાં ઊગે તો અનેક ઈતર પ્રવૃત્તિમાં વેડફાતો સમય બચાવી તે પ્રતિક્રમણની ઉપાદેયતા પ્રત્યે લક્ષ્ય કેન્દ્રિત થાય અને તે રસ કે આનંદનો વિષય બને. પ્રતિક્રમણનાં સૂત્રો સમજાતાં નથી તેનો ઉત્તર પૂજય પંન્યાસશ્રી નંદીધોષવિજયજી ગણિએ તેમની સમીક્ષામાં આપેલ છે. પ્રાકૃતનું અણજાણપણું હોવા છતાં તેના પ્રત્યે મંત્રાક્ષર સમઉપયોગ અને તદનુરૂપ ભાવની કેળવણીથી પણ જીવનમાં સમતા, પ્રમોદ-ભક્તિ, વિનય-નમ્રતા, પશ્ચાત્તાપ, એકાગ્રતા અને ભાવિની જાગરૂકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. તે ઉપરાંત તેટલો ક્રિયાનો સમય પાપ-પ્રવૃત્તિમાંથી બચવારૂપે સફળ ગણી શકાય. વળી એક પ્રકારના સંસ્કાર જીવનમાં પડે છે તે શ્રેયસ્કર ગણી શકાય. હાલમાં ઘણી જગ્યાએ ધ્યાનશિબિરો યોજાય છે અને લોકો તે પ્રત્યે આકર્ષાય છે. ધ્યાનશિબિરની સફળતા માટે તેના નિયમોનું પાલન અને જાગૃતિ પ્રત્યે ઉત્કંઠા ધરાવીએ છીએ તે જ રીતે પ્રતિક્રમણ પ્રત્યે પણ Jain Education Intërnational For Private Desonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118