Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________ ડૉ. જવાહરલાલપોપટલાલ શાહ લેખક શ્રી જવાહરભાઈ પોપટલાલ શાહનો જન્મ સને 1940 માં ધોરાજી (સૌરાષ્ટ્ર) ખાતે થયો હતો. રાજકોટથી બી.એસસી. તથા અમદાવાદથી ભૌતિક રસાયણશાશમાં એમ.એસસી.ની ડિગ્રી સને 1963 માં ઉચ્ચ વર્ગમાં મેળવી, એ વખતે અમદાવાદમાં તેઓ પંડિત સુખલાલજીના પરિચયમાં આવ્યા અને તેમનાથી પ્રભાવિત થયા. સંયોગવશાત ઓ.એન.જી.સી.માં જોડાયા અને દેશના વિવિધ ભાગોમાં તેલ સંશોધન ક્ષેત્રમાં ત્રીસ વર્ષ સુધી કાર્ય કર્યું. સને ૧૯૯૫માં તેમણે અધિક્ષક રસાયણજ્ઞના પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેમણે પારંગત (એમ.એ.-જૈનોલોજી) ડિસ્ટીંક્શન સાથે પસાર કરી. અનુપારંગત (એમ.ફીલ.-જૈનોલોજી) સૈદ્ધાત્ત્વિક વિષયોમાં ડિસ્ટીંક્શન સાથે ડિગ્રી મેળવી. તેમણે “ષ–આવશ્યકં' ઉપર લઘુનિબંધ લખ્યો. આ વર્ષો દરમ્યાન તેઓ ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી (લંડન)ના માનદ્ સ્કોલર નિમાયા. તે ઉપરાંત તેમણે ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્પિરિચ્યુંઅલ સાયકોલોજીમાં રિસર્ચ ઓફિસર તરીકે પણ કાર્ય કર્યું. - વિદ્યા વાચસ્પતિ (પીએચ.ડી.)માં તેમણે ડૉ. કનુભાઈ વી. શેઠના માર્ગદર્શન નીચે ‘પુદ્ગલએક અધ્યયન’ શોધનિબંધ (થિસીસ) લખ્યો. આ કાર્યમાં વિજ્ઞાન અને જૈનદર્શનના જાણીતા સમન્વયકાર પંન્યાસ શ્રી નંદીઘોષવિજયજીનો સંપૂર્ણ સહયોગ મળ્યો. આ સમય દરમ્યાન આંતરરાષ્ટ્રીય જૈન-વિદ્યા અધ્યયન કેન્દ્ર અન્વયે ચાલતા વિવિધ અભ્યાસક્રમો તથા વર્લ્ડ જૈન એકેડેમિક કાઉન્સીલ હસ્તકના સર્ટિફીકેટ તથા ડીપ્લોમા અભ્યાસક્રમોમાં માન વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી. જૈન સાહિત્ય સમારોહ તથા અન્ય પરિષદોમાં તથા વિવિધ સામયિકોમાં તેમણે ભાગ લઈ વિવિધ વિષયો પર કલમ ચલાવી છે. તેમના પત્ની હંસાબેન પણ સારો અભ્યાસ અને અભિરૂચિ ધરાવે છે. તેમને બે સંતાનો છે, ચિ, નેહા અને ક્ષિતિજ. व्ययिष सर्व PISSIO ISBN 81-901845-2-0 Jain Education International For Private & Personal use only www.jainelibrary.org