Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Catalog link: https://jainqq.org/explore/004547/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ષા આવશ્યક એક વૈજ્ઞાનિક વિશ્લેષણી ડૉ. જવાહરલાલ પોપટલાલ શાહ C Page #2 -------------------------------------------------------------------------- ________________ ષડુ આવશયક એક વૈજ્ઞાનિક વિશ્લેષણ : લેખક : જવાહરલાલ પોપટલાલ શાહ : સંપાદક : પ. પૂ. પંન્યાસ શ્રી નંદીઘોષવિજયજી ગણિ पर्व द्रव्य केवलस्य RISSIOS : પ્રકાશક : ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા Research Institute of Scientific Secrets from Indian Oriental Scriptures (RISSIOS) 45-B, પારૂલનગર, ભુયંગદેવ ચાર રસ્તા પાસે, સોલારોડ, ઘાટલોડિયા, અમદાવાદ-380 061. ફોન નં. : 079-27480702 • મોબાઈલ : 98250 71116 Web site : www.jainscience-rissios.org. E-mail : nandighosh@yahoo.com. Page #3 -------------------------------------------------------------------------- ________________ ષર્ આવશ્યક વિવેચન : એક વૈજ્ઞાનિક વિશ્લેષણ Şaḍ Avaśyaka: Eka Vaijñānika Viślesaną ISBN 81-901845-2-0 લેખક : ડૉ. જવાહરલાલ પોપટલાલ શાહ મૂલ્ય : રૂ।. 35/ પ્રથમ આવૃત્તિ : વર્ષ : મે 2004, 1000 પ્રત પ્રાપ્તિસ્થાન : 1. 2. સર્વાધિકાર : પરોપકાર કરનાર સંસ્થાઓને સમર્પિત 3. 4. શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ-380 001. ફોન : 25356692 ડૉ. કામિનીબેન એચ. વોરા સિદ્ધિ આઈ. હોસ્પીટલ, A-203, સ્વામિનારાયણ કોમ્પલેક્ષ, પંચતીર્થ પાંચ રસ્તા, પાલડી, અમદાવાદ-380 007. ફોન : 26601342 શ્રી જવાહરભાઈ પી. શાહ 65, શિવાલિક બંગ્લોઝ, આનંદનગર ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, અમદાવાદ-380 015. શ્રી કામિનીબેન ગોગરી 3/15, મંગલ, 76-C રફી અહમદ કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ, માટુંગા, મુંબઇ-400 019. ફોન : 24096330 પ્રકાશક : ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા અમદાવાદ-380 061. મુદ્રક : સતીશભાઈ ખોડાભાઈ પટેલ પ્રગતિ પ્રિન્ટર્સ, પ્રગતિનગર રોડ, નારણપુરા, અમદાવાદ-380 013. ફોન : 27441134, 27453905 ii Page #4 -------------------------------------------------------------------------- ________________ ધન્યવાદ - પ. પૂ. શાસન સમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિ - વિજ્ઞાન - કસ્તૂર - યશોભદ્ર - શુભંકરસૂરિજી મહારાજના પટ્ટધર પ. પૂ. સત્ત્વશીલ આ. શ્રી. વિજયસૂર્યોદયસૂરિજી મ. સા. ના શિષ્ય ૫. પૂ. પંન્યાસ શ્રી નંદીઘોષવિજયજી મ. સા. ની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, ગાંધીધામ (કચ્છ)એ આ ગ્રંથ પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધો છે. તે બદલ શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, ગાંધીધામ, તેના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અનુમોદના સહ ધન્યવાદ. લિ. ટ્રસ્ટીઓ, ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા, અમદાવાદ iii Page #5 -------------------------------------------------------------------------- ________________ અર્પણ જેમણે બાળપણથી ષડ્ આવશ્યકના સંસ્કાર સીંચ્યા તે મારા પિતાશ્રી સ્વ. પોપટલાલ વનમાલીદાસ શાહ (જીબુટીવાળા) તથા માતુશ્રી સ્વ. પ્રભાવતી પોપટલાલ શાહ ને આ પુસ્તક અર્પણ કરૂં છું. – જવાહરભાઈ શાહ 23 0 iv Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાશકીય ૫. પૂ. શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ. પૂ. આ. શ્રી વિજય સૂર્યોદય સૂરીશ્વરજી મહારાજના શિષ્ય ૫. પૂ. પંન્યાસ શ્રી નંદીઘોષવિજયજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલ અમારી સંસ્થા તેઓશ્રીના માર્ગદર્શન અનુસાર એક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના કરવા ઈચ્છે છે. તેની પૂર્વભૂમિકા રૂપે અમો સૈદ્ધાન્તિક તથા પ્રાયોગિક સંશોધનાત્મક પુસ્તકોનું પ્રકાશન કરી રહ્યા છીએ. તે શ્રૃંખલામાં જવાહરભાઈ પી. શાહનો ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા માન્ય અનુપારંગત (M.Phil) નો લઘુશોધ નિબંધ ષ આવશ્યક ઃ એક વૈજ્ઞાનિક વિશ્લેષણ” પ્રકાશિત કરતાં અમો હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. આ લઘુ શોધ નિબંધ જૈન શ્રાવકશ્રાવિકા તથા સાધુ-સાધ્વી વર્ગમાં માન્ય તથા આદરણીય બનશે એવી અમોને શ્રદ્ધા છે. આ ગ્રંથ પ્રકાશનમાં સંપૂર્ણ આર્થિક સહયોગ આપનાર શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, ગાંધીધામના પ્રમુખશ્રી ચંપાલાલજી પારેખ તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓનો અમો હાર્દિક આભાર માનીએ છીએ. સાથે સાથે આ ગ્રંથનું સુંદર સુઘડ મુદ્રણ કરી આપનાર પ્રગતિ પ્રિન્ટર્સ ના માલિક શ્રી સતીશભાઈ ખોડાભાઈ પટેલ, નારણપુરાનો પણ આભાર માનીએ છીએ. ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા અમદાવાદ-૩૮૦ ૦૬૧. વિ. સં. ૨૦૬૦ ફાગણ સુદ-૧૫, શનિવાર ૬, માર્ચ, ૨૦૦૪ { For Private y Rekonal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા હૃદયના ઉમળકાથી આવકાર (ડૉ. કનુભાઈ વી. શેઠ) .... vil ઋણ સ્વીકાર..... પ્રસ્તાવના ........ (પંન્યાસ શ્રી નંદીઘોષવિજયજી ગણિ) ......... xi પ્રકરણ : ૧ જૈન આચાર ... પ્રકરણ : ૨ એક વિહંગાવલોકન : ષડું આવશ્યક ..... ૧૪ પ્રકરણ : ૩ પ્રથમ અધ્યયન : સામાયિક................. ૨૫ પ્રકરણ : ૪ બીજું અધ્યયન : ચતુર્વિશતિસ્તવ......... ૩૬ પ્રકરણ : ૫ ત્રીજું અધ્યયન : વંદનક............. પ્રકરણ : ૬ ચોથું અધ્યયન : પ્રતિક્રમણ.............. પ્રકરણ : ૭ પાંચમું અધ્યયન : કાયોત્સર્ગ ............. પ્રકરણ : ૮ છઠું અધ્યયન : પ્રત્યાખ્યાન ........ .... પ્રકરણ : ૯ ઉપસંહાર ........... , , પરિશિષ્ટ ......... ..... ... ... vi For Private & Veselnal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ * હૃદયના ઉમળકાથી આવકાર આગમ ગ્રંથો જૈન દર્શનશાસ્ત્રમાં સૌથી પ્રાચીન છે. એમાં આચારાંગાદિ ૧૧ “અંગ” ગ્રંથો, ઔપપાતિકાદિ બાર “ઉપાંગ' ગ્રંથો આવશ્યક આદિ ચાર મૂળ' ગ્રંથો, નિશીથ આદિ છે “છેદ' ગ્રંથો, ચતુદશરણઆદિ દશ “પ્રકીર્ણક ગ્રંથો અને બે સૂત્ર ગ્રંથો નંદી અને અનુયોગદ્વાર એમ બધા મળીને કુલ ૪૫ આગમો હોવાનું શ્વેતાંબર મૂર્તિપૂજકો માને છે. આમાં જે ચાર “મૂળ' ગ્રંથો છે એમાંનો પ્રથમ ગ્રંથ “આવશ્યક સૂત્ર” એક નોંધપાત્ર આગમગ્રંથ છે. આવશ્યક એટલે જે ક્રિયા અવશ્ય કરવા જેવી હોય છે. આ છ છે; જેમકે (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વંદનક (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન આ લઘુ નિબંધકાર શ્રી જવાહરભાઈએ આ છયે આવશ્યકનું નિરૂપણ શાસ્ત્રીય ઝીણવટ અને ચોક્કસાઈથી કર્યું છે. આ નિરૂપણમાં એમણે અનેક આધારગ્રંથોનો સૂક્ષ્મ દૃષ્ટિએ અભ્યાસ કરી વિષયનું આકલન કર્યું છે. વિષય પરની એમની પકડ નોંધપાત્ર છે. ભાષાની સરળતા, વિષયમાં ઊંડાણ, ઝીણવટ અને વૈજ્ઞાનિક અભિગમ એ આ લઘુનિબંધનું નોંધપાત્ર પાસું છે. એમાં પ્રાપ્ત થતું ઊંડાણ વિષયને સુરેખ રીતે આપણી સમક્ષ મૂકી આપવામાં સહાયભૂત થાય છે. વિજ્ઞાનના વિદ્યાર્થી હોવાથી એમના લખાણમાં આપણને વૈજ્ઞાનિકદૃષ્ટિ સહજપણે જોવા મળે છે. આ લઘુ નિબંધમાં એમણે છયે આવશ્યકનું વર્ણન વિસ્તારપૂર્વક કર્યું છે. આરંભના પહેલા પ્રકરણમાં ભૂમિકારૂપે જૈન આચારની સવિસ્તૃત ચર્ચા કરી છે. એમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રાચાર, તપાચાર અને વર્યાચારની સંક્ષિપ્ત રજૂઆત છે. બાદમાં સર્વવિરતિ આચારધર્મનું અને દેશવિરતિ આચારધર્મનું નિરૂપણ કર્યું છે અને અંતમાં “સંલેખના' તપની ટૂંકી નોંધ આપી છે. બીજા પ્રકરણમાં આવશ્યક એટલે શું? તે સમજાવ્યું છે. પછી અનુયોગ કાર સૂત્રમાં પ્રત્યેક આવશ્યકોના અર્થાધિકારોનું વર્ણન કર્યું તે સંક્ષિપ્તમાં Jail-education International -----Erice- UseFE-Sers je nelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ આપ્યું છે. આવશ્યક સૂત્રોની ઉપાદેયતા દર્શાવતા એનું મૂલ્ય જૈનશાસનમાં અદકેરું છે તેમ જણાવ્યું છે. આવશ્યક સૂત્રોના કર્તા અને એના રચના કાળની ચર્ચા પંડિત સુખલાલજીના તે વિશેના મંતવ્યના સંદર્ભમાં વિસ્તારપૂર્વક કરી છે. અહીં આવશ્યકોની આધ્યાત્મિકતા અંગે પણ ટૂંકમાં જણાવ્યું છે. અંતમાં આવશ્યકાદિ ક્રિયાને છોડી બીજું ધ્યાન નથી એ સંદર્ભે આવશ્યક અને ધ્યાનયોગની વિચારણા કરી છે. ત્રીજા પ્રકરણમાં પ્રથમ આવશ્યક સામાયિકનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. આરંભમાં સામાયિક એટલે તે શું ? તે સમજાવ્યું છે. બાદમાં બે પ્રકારના સામાયિક અને સામાયિકના મુખ્ય ચાર ભેદોનું વર્ણન આપ્યું છે. સામાયિકના લક્ષણોનું સંક્ષિપ્તમાં વર્ણન કરીને સામાયિકના સિદ્ધિ સોપાનોનું નિરૂપણ કર્યું છે અને અંતમાં સામાયિકની સાધના કરનારે જે ચાર દોષો નિવારવા જોઈએ તે અંગે ચર્ચા કરી છે. સામાયિક સૂત્ર અને સામાયિક પારણ સૂત્રની પણ સંક્ષિપ્ત નોંધ આપી છે. ચોથા પ્રકરણમાં બીજા આવશ્યક ચતુર્વિશતિસ્તવનો પરિચય કરાવ્યો છે. એમાં ચોવીસ તીર્થકરોનું અંતરંગ સ્વરૂપ જણાવ્યું છે. સ્તવનું બંધારણ વિસ્તારપૂર્વક રજુ કર્યું છે. ચતુર્વિધ જિન નિક્ષેપનું વર્ણન અહીં ટૂંકમાં રજુ થયું છે. વળી ઉત્તરાધ્યયન સૂત્રનો આધાર લઈ સ્તવનું ફળ જણાવ્યું છે. પાંચમા પ્રકરણમાં વંદનક નામના ત્રીજા આવશ્યકનું વર્ણન આપ્યું છે. પ્રારંભમાં વંદનક એટલે શું ? તે સમજાવ્યું છે. પછી ગુરુનું સ્વરૂપ સમજાવ્યું છેઆ પછી વંદના અને આચારશુદ્ધિ અંગે રજુઆત કરી છે. ટૂંકમાં ગુરુનું મહત્ત્વ સમજાવી વિનયના પાંચ પ્રકારો જણાવ્યા છે. અંતમાં ગુરુવંદનની વિધિ વર્ણવી છે. - છઠ્ઠા પ્રકરણમાં ચોથા આવશ્યક પ્રતિક્રમણનું સુપેરે વર્ણન આપ્યું છે. પ્રતિક્રમણનો અર્થ સમજાવી તેના ફળ વિષે જણાવ્યું છે. પ્રતિક્રમણના પ્રાણ એવા “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દ પ્રયોગને વિસ્તારથી સમજાવ્યો છે. પ્રતિક્રમણના ચાર સોપાનો – તબક્કાનું વર્ણન કરીને પ્રતિક્રમણના આવશ્યક સૂત્રો અંગે વિસ્તારથી સમજણ આપી છે. સાતમા પ્રકરણમાં પાંચમા આવશ્યક કાયોત્સર્ગનો વિગતપૂર્ણ પરિચય કરાવ્યો છે. કાયોત્સર્ગનો અર્થફ્રુટ કરી ધ્યાન અને કાર્યોત્સર્ગ અંગે ચર્ચા viji Page #10 -------------------------------------------------------------------------- ________________ આપી છે. ઉત્તરાધ્યનસૂત્રના આધારે કાયોત્સર્ગના ફળનું કથન કર્યા પછી કાયોત્સર્ગના હેતુઓની ઝીણવટભરી ચર્ચા કરી છે અને કાયોત્સર્ગના પ્રકારો અંગે રજુઆત કરી છે. કાયોત્સર્ગના કાલમાન, કાયોત્સર્ગનું હાર્દ, કાયોત્સર્ગના ભેદો અને કાર્યોત્સર્ગના દોષો અંગે સંક્ષિપ્ત પરિચય આપી કાયોત્સર્ગ ધ્યાનમાર્ગને આત્માને કૈવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી લઈ જનાર અમોઘ સાધન તરીકે લેખાવ્યો છે. આઠમા પ્રકરણમાં છઠ્ઠા આવશ્યક પ્રત્યાખ્યાન અંગે નિરૂપણ કર્યું છે. પ્રારંભમાં પ્રત્યાખ્યાન શબ્દની વ્યુત્પત્તિ કર્યા પછી પ્રત્યાખ્યાનના બે ભેદો દર્શાવ્યા છે. પ્રત્યાખ્યાન આગાર સહિત કરવાનું જણાવી આગારના સ્વરૂપનું વર્ણન કર્યું છે. એનાં આગારના આઠ પ્રકારોની વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે અને અંતે પ્રત્યાખ્યાન પારવા સમયે સમ્યગ્ શુદ્ધિના છ પાઠ બોલવામાં આવે તેની વાત કરી છે. નવમા પ્રકરણમાં ઉપસંહાર કરતા આવશ્યક સૂત્ર ઉપર લખાયેલ નિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક ચૂર્ણિ, વિશેષાવશ્યક ભાષ્ય સ્વોપજ્ઞ, આવશ્યક લઘુવૃત્તિ, આવશ્યક વિવરણ વગેરે ટીકા સાહિત્યનો સંક્ષેપમાં પરિચય કરાવ્યો છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે શ્રી જવાહરભાઈ એ છયે આવશ્યકની વિશદ ચર્ચા કરી છે. આમાં જે વિષયના અનુસંધાનમાં પૂર્વે શું શું લખાયું છે. તેનો એમણે પરિચય મેળવી લઇ તે વિષયનું સંકલન કરી તેનું કડીબદ્ધ નિરૂપણ કર્યું છે. પોતાના લખાણના સમર્થનમાં જૈન દર્શનશાસ્ત્રોના ગ્રંથોમાંથી વિવિધ વિદ્વાનોના મંતવ્યોનો આધાર દર્શાવ્યો છે. તે એમના દરેક પ્રકરણની પાદટીપની સવિસ્તૃત યાદી સૂચવે છે. એ આ નિબંધનો લક્ષ્યપાત્ર મુદ્દો છે. આવા અભ્યાસપૂર્ણ લઘુગ્રંથને હૃદયના ઉમળકાથી આવકારતા ખૂબ હર્ષનો અનુભવ કરું છું. – કનુભાઈ શેઠ ૩-એ, ઉત્સવ એપાર્ટમેન્ટ, હીરાબાગ ક્રોસીંગ, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૬. — ૨૦-૩-૨૦૦૨ ix Page #11 -------------------------------------------------------------------------- ________________ ઋણ સ્વીકાર પ્રસ્તુત પુસ્તક ગુજરાત વિધાપીઠના જૈનકેન્દ્ર અન્વયે અનુપારંગત (M.phil)ની પદવી માટેનો લઘુશોધ નિબંધ છે. આ નિબંધમાં શાસ્ત્રકાર મહર્ષિઓના વચનોની કોઈપણ પ્રકારે વિપરિત આશયથી પ્રરૂપણા થઈ હોય કે શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડં. પૂજ્ય પંન્યાસ શ્રી નંદીઘોષવિજયજી ગણિવરે પ્રકાશન પૂર્વે તેનું અવલોકન - નિરીક્ષણ કરી તેમાં નિહિત વૈજ્ઞાનિક દૃષ્ટિની ભૂમિકા સ્પષ્ટ કરી વૈજ્ઞાનિક રજૂઆતપૂર્ણ સંપાદન કરી આપ્યું તથા પ.પૂ.વિદ્વર્ય મુનિરાજ શ્રી ભુવનચંદ્રજી મ.સા.એ સાદ્યંત પરીક્ષણ કરી આપ્યું તે બદલ તેમનો ઋણી છું. મારા માર્ગદર્શક ડો. કનુભાઈ વી. શેઠે સદા પ્રેરણા આપી ‘હૃદયના ઉમળકાથી આવકાર' આપ્યો તે કેમ ભુલાય ? ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી જિતેન્દ્રભાઈ દેસાઈએ આ લઘુશોધ નિબંધ પ્રકાશિત કરવા રજા આપી તેમનો અનુગ્રહિત છું. પ્રસ્તુત નિબંધને સમાજ સમક્ષ પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવાનું શ્રેય ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા, અમદાવાદ અને આર્થિક સહયોગ આપી શ્રુત ભક્તિનો અમૂલ્ય લાભ લેનાર શ્રી જૈન શ્વે. મૂ. સંઘ; ગાંધીધામ (કચ્છ)ના ટ્રસ્ટીશ્રીઓને ફાળે જાય છે અને તેની નોંધ લેતા આનંદ થાય છે. તેમના સહકારથી આ લઘુશોધનિબંધ પ્રકાશનનો પ્રકાશ પામ્યો છે. તા. ૬-૩-૨૦૦૪ વિ.સં. ૨૦૬૦, ફાગણ સુદ ૧૫, શનિવાર X જવાહર શાહ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના યાકિનીમહત્તરાસુનુ ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજે યોગવિંશિકાની પ્રથમ ગાથામાં કહ્યું છે કે “મોખેણ જોયણાઓ જોગો' જે ક્રિયા આત્માને મોક્ષની સાથે જોડી આપે તે ક્રિયાને યોગ' કહેવાય છે. ત્રિશલાનંદન કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ સર્વજીવોના હિતને માટે અનેક પ્રકારની યૌગિક પ્રક્રિયાઓનું નિરૂપણ કર્યું છે. તેમાં છ આવશ્યક એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. જૈનદર્શનની એક વિશિષ્ટતા એ છે કે એની કોઇપણ ક્રિયા સંપૂર્ણપણે સપ્રયોજન, સહેતુક અને વૈજ્ઞાનિક હોય છે અને એ ક્રિયામાં આત્માને કર્મથી રહિત બનાવી મોક્ષ અપાવવાની અચિત્ત્વ શક્તિ હોય છે. છ આવશ્યક સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા માટે એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. આ છ આવશ્યક પ્રતિક્રમણમાં આવે છે અને પ્રતિક્રમણની આ વિશિષ્ટ વિધિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના સમયથી ચાલી આવે છે. પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર પ્રભુ તથા ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના શાસનકાળમાં દેવિસ, રાઈ, પક્ષી, ચૌમાસી, તથા સાંવત્સરિક એમ પાંચ પ્રકારના પ્રતિક્રમણ છે. જ્યારે શ્રી અજિતનાથ વગેરે બાવીસ તીર્થંકરોના શાસનકાળમાં માત્ર દેસિ અને રાઈ પ્રતિક્રમણ જ હોય છે. અર્થાત્ 3 તેઓના શાસનકાળમાં પણ છ આવશ્યક હોય છે. છ આવશ્યકમાં પ્રતિક્રમણ સૌથી મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે કારણ કે તેમાં છએ આવશ્યકનો સમાવેશ થઈ જાય છે. આ વિધિનાં મૂળ સૂત્રો દ્વાદશાંગીનાં રચિયતા, તીર્થંકર પરમાત્માના મુખ્ય શિષ્યો-ગણધર ભગવંતોએ રચેલાં છે એવી માન્યતા પરંપરાથી ચાલી આવે છે.૪ ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના અર્ધમાગધી ભાષામાં કરી છે તથા તેના મૂળ સ્વરૂપ ઉપદેશ ચરમ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરસ્વામીએ લોકબોલી સ્વરૂપ અર્ધમાગધી ભાષામાં આપ્યો છે. શ્રીમહાવીરસ્વામીએ ઉપદેશ માટે તથા ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના માટે સમગ્ર ભારતવર્ષમાં પ્રયુક્ત વિવિધ ભાષાઓ તથા વિદ્વદ્ માન્ય સંસ્કૃત ભાષામાંથી અર્ધમાગધી xi Page #13 -------------------------------------------------------------------------- ________________ ભાષાને જ કેમ પસંદ કરી ? તેના પ્રત્યુત્તર સ્વરૂપે સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે લોકો સારી રીતે સમજી શકે તે માટે પ્રભુએ ઉપદેશ લોકબોલી સ્વરૂપ અર્ધમાગધી ભાષામાં આપ્યો. પરંતુ આ વાત યોગ્ય નથી કારણ કે કોઈપણ તીર્થંકર પરમાત્માની વાણીનો એક અતિશયવિશિષ્ટતા એ છે કે પ્રભુની વાણીને કોઈપણ મનુષ્ય, સ્ત્રી-પુરુષ પોતાની ભાષામાં સમજી શકે છે એટલું જ નહિ પશુ-પક્ષી વગેરે તિર્યંચો પણ પ્રભુજીના ઉપદેશને પોતાની ભાષામાં સમજી શકે છે. વળી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના કાળમાં સમગ્ર ભારતવર્ષમાં વિવિધ લોકબોલી પ્રચલિત હતી તેમાંથી અર્ધમાગધી ભાષામાં જ ઉપદેશ આપવાનું તથા ગણધર ભગવંતો દ્વારા તે જ ભાષામાં સૂત્ર રચના કરવાનું મુખ્ય કારણ વૈજ્ઞાનિક છે. આ છ આવશ્યક કરવા માટેની યોગ્યતા અલ્પકષાયતા, તથા તેનું પ્રયોજન રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષાયના પરિણામ ઓછા કરવાનું-ક્ષીણ કરવાનું છે તેમાં વાણી તથા વાણીમાં પ્રયોજાતા શબ્દો અને વર્ષો-અક્ષરો એક મહત્ત્વનું પરિબળ છે. ક્રોધાદિ કષાયથી અભિભૂત મનુષ્યની વાણી અત્યંત કઠોર અને કર્કશ હોય છે. જ્યારે છ આવશ્યક દ્વારા કષાયજય કરવા તત્પર બનેલ મનુષ્યની વાણી અત્યંત મૃદુ અને કોમળ હોવી જોઈએ. ધ્વનિ-શબ્દ પણ પૌદ્ગલિક છે અર્થાત્ પુદ્ગલ દ્રવ્યના સૂક્ષ્મ અવિભાજય અંશ સ્વરૂપ પરમાણુઓના સમૂહથી નિષ્પન્ન છે અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલ દ્રવ્યનું એક મહત્ત્વનું લક્ષણ છે તેથી દરેક શબ્દ કે ધ્વનિમાં તે ચારેય હોવાનાં જ. પરંતુ મૃદુ અને કોમળ સ્પર્શવાળા ધ્વનિમાં શુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. જયારે કઠોર અને કર્કશ સ્પર્શવાળા ધ્વનિમાં અશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. અશુભ વર્ણવાળા ધ્વનિ-શબ્દો, તેનો પ્રયોગ કરનાર તથા તેનું શ્રવણ કરનારના મનમાં અશુભ અસરો ઉત્પન્ન કરે છે. તેના પરિણામે પ્રયોક્તા અને શ્રોતા બન્ને અશુભ કર્મબંધ કરે છે. જયારે છ આવશ્યકની પરમ પવિત્ર ક્રિયા મુખ્યત્વે શુભ-અશુભ બન્ને પ્રકારનાં કર્મની નિર્જરા કરવા માટે કરવામાં આવે છે. તેથી આ ક્રિયા કરનારને કદાચ કર્મનિર્જરા ન થાય તો પણ અશુભ કર્મનો બંધ તો ન જ થવો જોઈએ એવાં પારમાર્થિક પ્રયોજનપૂર્વક xii For Private & Penal Use Only WWW.jainelibrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ ગણધર ભગવંતોએ, તેઓ સંસ્કૃત ભાષાનાં પ્રકાંડ વિદ્વાન્ અને ચૌદ વિદ્યાના પારગામી હોવા છતાં આપણા આગમો-દ્વાદશાંગી અને આવશ્યકસૂત્રોને અર્ધમાગધી ભાષામાં સૂત્રબદ્ધ કર્યા છે. સંસ્કૃતભાષા અને સંસ્કૃતભાષા ઉપરથી ઊતરી આવેલી ભારતીય ભાષાઓમાં સામાન્ય રીતે ૧૨ કે ૧૪ સ્વરો અને ૩૩ વ્યંજનો હોય છે. પરંતુ અમુક ભાષામાં એ બધા જ સ્વરો અને વ્યંજનોનો ઉપયોગ થતો નથી. તેમાંય અર્ધમાગધી ભાષામાં અત્યંત કઠોર અને કર્કશ ગણાતા સ્વર-વ્યંજન તથા જોડાક્ષરોનો પ્રયોગ થતો નથી. અર્ધમાગધી ભાષામાં શબ્દો અત્યંત મૃદુ અને કોમળ હોય છે. આ શબ્દોનો ઉચ્ચાર પણ પ્રયોક્તા અને શ્રોતાના મનને અધ્યવસાયમાં અનેરું પરિવર્તન કરવા સમર્થ હોય છે. આ અધ્યવસાયના શુદ્ધિકરણથી આપણા આભામંડળનું પણ શુદ્ધિકરણ થાય છે અને તે દ્વારા શારીરિક, માનસિક, ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને એટલે જ આપણા સૂત્રો અને આગમોને આપણા પૂર્વના આચાર્યો/મહાપુરુષો મંત્ર સ્વરૂપ માનતા હતા. જે રીતે વિદ્યા કે મંત્રનો અર્થ જાણ્યા વગર પણ એ વિદ્યા કે મંત્રનો પાઠ-જાપ ઈષ્ટ કાર્યસિદ્ધિ કરી આપે છે, તે રીતે આ સૂત્રોના શબ્દોના અર્થ સમજ્યા વગરનું મૂળ શબ્દોનું શ્રવણ પણ શ્રોતા અને પ્રયોક્તા બનું કલ્યાણ કરનાર બને છે અને એટલા માટે જ પર્યુષણા મહાપર્વમાં છેલ્લા દિવસે શ્રીકલ્પસૂત્ર મૂળ અર્થાત્ શ્રીબારસાસ્ત્રનું સાધંત વાંચન-શ્રવણ કરવા-કરાવવામાં આવે છે. તેમાંય પ્રત્યેક સાધુ-સાધ્વી માટે આ બારસાસ્ત્રનું શ્રવણ અતિ આવશ્યક ગણાય છે. “નમો અરિહંતાણં” બોલતી વખતે જે ભાવ આવે છે, તે ક્યારેય “અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ” બોલતાં આવવાનો નથી. નમસ્કાર મહામંત્ર આદિ પ્રતિક્રમણનાં સર્વ સૂત્રો મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિનું મહાન સાધન છે. વળી અત્યારે અમેરિકામાં જેઓ જૈન નથી એવાં સેંકડો અમેરિકનો માનસિક શાંતિ માટે નમસ્કાર મહામંત્ર વગેરેનો ઉચ્ચારપૂર્વક જાપ કરે છે અને માનસિક શાંતિ પ્રાપ્ત કરે છે. આઠેક વર્ષ પહેલાં ઇંગ્લેંડની સુવિખ્યાત પ્રકાશન સંસ્થા Thames Hudson દ્વારા પ્રકાશિત “Yantra' પુસ્તક મારા વાંચવામાં આવ્યું. તેમાં તેના લેખક શ્રી મધુ ખન્નાએ બતાવ્યું છે કે રૉનાલ્ડ નામેથ (Ronald Nameth) નામના વિજ્ઞાનીએ બ્રાહ્મણોના “શ્રીસુક્ત'ના ધ્વનિને Toroscope -1xiii For Private Perenal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ નામના યંત્રમાંથી પસાર કરતાં તેના પડદા ઉપર “શ્રીયંત્રની આકૃતિ પ્રાપ્ત થાય છે.“ હવે “શ્રીસુક્ત'ના બદલે તેના અર્થના ધ્વનિને કે શ્રીસુક્તના શબ્દોના ક્રમને બદલીને તેનો ધ્વનિ પસાર કરવામાં આવે તો શ્રીયંત્રની આકૃતિ પ્રાપ્ત થાય ખરી? અર્થાત ચૌદપૂર્વધર દ્વાદશાંગીનાં રચયિતા ગણધર ભગવંતોએ જે સૂત્રરચના કરી છે તે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને સર્વજીવોનું હિત કરનાર મંત્ર સ્વરૂપ છે અને એટલા માટે જ કદાચ “નમસ્કાર મહામંત્ર'ના મૂળભૂત સ્વરૂપને “નમોડહંતુ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:' સ્વરૂપ સંસ્કૃતમાં સંક્ષેપ કરનાર પ્રકાંડ તાર્કિક અને કવિ શ્રી સિદ્ધસેન દિવાકરજીને તેમના ગુરુ ભગવંત શ્રી વૃદ્ધવાદિસૂરિજીએ આગમસૂત્રોને સંસ્કૃતમાં ફેરવવાનો વિચાર કરવા બદલ કઠોર પ્રાયશ્ચિત આપી થોડા સમય માટે સંઘ બહાર કર્યા હતા. આ હકીકતો એમ દર્શાવે છે કે પ્રતિક્રમણનાં મૂળ સૂત્રોમાં કોઈ જ ફેરફાર કરવો તે તેના મહત્ત્વનો અને તેની અસરોનો નાશ કરનાર બને છે. ખુદ તીર્થંકર પરમાત્મા પણ દીક્ષા સમયે કરેમિ ભંતે' સૂત્રનો ઉચ્ચાર કરે છે, પણ તેના અર્થનો ઉચ્ચાર કરતા નથી અને તે રીતે સૂત્રના મૂળ શબ્દનો આદર કરે છે. અહીં ફક્ત મૂળ શબ્દનું જ મહત્ત્વ બતાવ્યું છે, પણ શાસ્ત્રકાર ભગવંતોએ તો મૂળ શબ્દની સાથે તેના અર્થને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે કારણ કે અર્થ વિના ભાવશુદ્ધિ - અધ્યવસાયશુદ્ધિ સરળતાથી થઈ શકતી નથી. તેથી શાસ્ત્રકારોએ વ્યંજન - અર્થ અને તદુભય અર્થાત વ્યંજન અને અર્થ-બન્નેનો જ્ઞાનાચારમાં સમાવેશ કર્યો છે. ૧૦ પ્રારંભિક તબક્કામાં કદાચ સૂત્ર સાથે અર્થ ન હોય તો ચાલે પરંતુ આત્મસાધનામાં આગળ વધવા ઈચ્છનાર સાધક માટે સૂત્રના આલંબનની સાથે સાથે અર્થનું આલંબન અને ચિંતન પણ આવશ્યક છે તે વિના આરાધકની સંપૂર્ણ શુદ્ધિ થઈ શકતી નથી. સૂત્રના શબ્દોના ધ્વનિથી જે અસરો ઉત્પન્ન થાય છે તે ખૂબજ મર્યાદિત છે. જયારે અર્થની જાણકારીથી અને તેના ચિંતનથી જે અસર ઉત્પન્ન થાય છે તે અમર્યાદ છે અને ચિરસ્થાયી છે કારણકે તેમાં મન ભળેલું હોય છે. વૈજ્ઞાનિક રીતે પણ વિચારીએ તો ભાષા વર્ગણા કરતાં મનોવર્ગણા અધિક સૂક્ષ્મ છે અને તેના પરમાણુ સમુહ એકમોમાં પરમાણુઓની સંખ્યા પણ વધુ હોય છે. વળી મનની ગતિ #xivl For Private & Herzonal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ વિચારોની ગતિ અચિત્ત્વ છે. પ્રકાશની ગતિ ૩,૦૦,૦૦૦ કિ.મી./સેકંડ પણ તેની આગળ વામણી ગણી શકાય. આ રીતે સૂક્ષ્મતા, ઘનતા અને વેગ ત્રણે રીતે મન ખૂબજ શક્તિશાળી સાધન છે. અને એ જો ક્રિયાથી અલિપ્ત રહે તો સંપૂર્ણ ક્રિયા યંત્રવત્ બની જાય છે. અને એ યંત્રવત્ ક્રિયાનું જિનશાસનમાં કોઈ મૂલ્ય નથી. માટે ભાવશુદ્ધિ સંપૂર્ણપણે લાવવી હોય તો અર્થ અને ચિંતન પણ જરૂરી છે. સંવત્સરી પ્રતિક્રમણ અર્થાત્ પર્યુષણાની આરાધના શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામીના સમયથી અવિચ્છિન્નપણે ચાલી આવે છે. અલબત્ત, આ પ્રતિક્રમણની વિધિમાં સૈકે સૈર્ક અથવા સંપ્રદાય ભેદે થોડીક ભિન્નતા થતી આવી છે. આ વિધિમાં પ્રાયશ્ચિત તથા કર્મક્ષયના કાયોત્સર્ગ/કાઉસગ્ગ, સ્તવન-સજઝાય (સ્વાધ્યાય) નિત્યક્રમમાં આવતાં હોવાથી તેમને પ્રતિક્રમણની વિધિ સાથે જોડી દેવામાં આવ્યા છે. એટલો ભાગ પ્રક્ષિપ્ત છે. બાકી મૂળિિવધમાંથી કાંઈપણ ઓછું કરવામાં આવ્યું નથી. શ્રીકલ્પસૂત્ર મૂળ(બારસાસૂત્ર)માં સામાચારીમાં ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ સ્વયં કહ્યું છે કે જે પ્રમાણે તીર્થંકર પરમાત્માએ ચાતુર્માસના પચાસમા દિવસે પર્યુષણાની આરાધના કરી તે જ પ્રમાણે ગણધર ભગવંતોએ પણ ચાતુર્માસના પચાસમા દિવસે પર્યુષણા કર્યા છે. જે રીતે ગણધર ભગવંતોએ પર્યુષણા કર્યા તે રીતે ગણધર ભગવંતોના શિષ્યોએ પણ ચાતુર્માસના પચાસમા દિવસે પર્યુષણા કર્યા, તે જ રીતે સ્થવિર મુનિઓએ પર્યુષણા કર્યા અને તે જ પ્રમાણે અત્યારે જે શ્રમણ નિગ્રંથો વિચરે છે તેઓ પણ ચાતુર્માસના પચાસમા દિવસે પર્યુષણા કરે છે, તે રીતે અમે આચાર્યો, ઉપાધ્યાયો પણ આજે પર્યુષણા કરીએ છીએ. તે રીતે અમે સૌ ચાતુર્માસના પચાસમા દિવસે પર્યુષણા કરીએ છીએ. પરંતુ પર્યુષણા (ભાદરવા સુદ ૪/૫)ની રાત્રિનું ઉલ્લંઘન કરવું કલ્પે નહિ.૧૧ પર્યુષણા એટલે સંવત્સરી વાર્ષિક પ્રતિક્રમણ અર્થાત્ આપણી પ્રતિક્રમણની વિધિ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના સમયથી ચાલી આવે છે. પ્રતિક્રમણની વિધિમાં અમુક સૂત્રો વારંવાર આવે છે તેથી વિધિના તથા તેના પ્રયોજન સંબંધી રહસ્યોથી અજ્ઞાત આરાધકોના મનમાં એવો પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ સૂત્ર તો પૂર્વે આવી ગયેલ છે તો અહીં તેને પુનઃ શા માટે મૂકવું જોઈએ ? વસ્તુતઃ કોઈપણ એક શબ્દ કે સૂત્રનો જ્યારે આપણે પુનઃ પ્રયોગ કરીએ છીએ ત્યારે પૂર્વના સંદર્ભ કરતાં પછીનો સંદર્ભ Jain Education international XV WWW.Janerary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન હોય છે અને તે જ કારણે તે શબ્દ કે સૂત્ર જેટલી વાર પ્રયોજાય તેટલી વાર દરેક વખતે તેની વિભાવના (Concept) અને તાત્પર્ય ભિન્ન ભિન્ન હોય છે. દા.ત. “ધર્મ' શબ્દ, ધર્મ શબ્દના વિભિન્ન અર્થો છે એટલે ભિન્ન ભિન્ન વાક્યો અને પ્રસંગોના સંદર્ભમાં તેના ભિન્ન ભિન્ન અર્થ થતા હોય તે સ્વાભાવિક છે. આમ છતાં, એક જ અર્થમાં એક જ ગ્રંથ કે લેખમાં ભિન્ન ભિન્ન સ્થળે પ્રયુક્ત ધર્મ શબ્દની વિભાવના સર્વ સ્થળે સમાન હોતી નથી. તેમાં થોડી થોડી ભિન્નતા આવતી જ હોય છે. તે જ રીતે સામાયિક-પ્રતિક્રમણ આદિની વિધિમાં વિવિધ સ્થળે પ્રયુક્ત એક જ સૂત્ર વિભિન્ન સ્થળોના સંદર્ભમાં વિભિન્ન વિભાવના, અર્થ અને પ્રયોજન ધરાવતા હોય છે. એટલે તે સૂત્ર પૂર્વે આવી ગયેલ હોવા છતાં, જે તે સ્થળે તેનું વિશિષ્ટ મહત્ત્વ હોય છે. વળી પ્રતિક્રમણ આદિ વિધિઓમાં “સુગુરુ વાંદણા' (વંદનક) સૂત્ર દરેક સમયે બબ્બે વાર બોલવામાં આવે છે. ઘણાને આ અંગે પ્રશ્ન થાય પરંતુ “વાંદણા' સૂત્ર ગુરુ ભગવંત પ્રત્યેના વિનયની અભિવ્યક્તિ કરવા માટે છે અને ગુરુદેવ આપણા સૌથી નજીકના ઉપકારી છે કારણ કે પ્રભુની વાણીને આપણા સુધી પહોંચાડી, દેવ-ગુરુ અને ધર્મનું તાત્ત્વિક સ્વરૂપ તેઓ આપણને સમજાવે છે. તેથી ગુરુ પ્રત્યેનો અત્યંત પૂજયભાવ બતાવવા માટે વાંદણા' સૂત્ર બે વાર બોલવામાં આવે છે. અત્યારે અમેરિકા જેવા દેશોમાં જન્મ જૈન શ્રાવક-શ્રાવિકાઓ, અને તેમાંય યુવા પેઢીમાં વર્તમાન કાલીન પ્રતિક્રમણની વિધિ પ્રત્યે ખૂબજ અજ્ઞાનતા છે. અને ક્યારેક જ પ્રતિક્રમણ કરતાં એ લોકોને દરરોજ પ્રતિક્રમણ (ષડુ આવશ્યક) કરતા કરવા હોય અથવા તો પર્યુષણ પર્વમાં પણ ભાવપૂર્વક પ્રતિક્રમણ કરતા કરવા હોય તો પ્રતિક્રમણમાં ઓછામાં ઓછા ત્રણ પરિવર્તન કરવા જરૂરી જણાય છે. સૌપ્રથમ પ્રત્યેક સૂત્રના - જે તે ભાષામાં ભાવાર્થ અને તે સૂત્રનું મહત્ત્વ સમજાવવું અનિવાર્ય છે. ભાવાર્થ અને સૂત્રના મહત્ત્વ વિના પ્રતિક્રમણમાં રસ પડે નહિ, ભાવ આવે નહિ તે સ્વાભાવિક છે. બીજું બાળકને અથવા મોટાને સૂત્ર કંઠસ્થ કરાવીએ ત્યારે સૂત્રની સંપૂર્ણ અર્થ સમજુતી જે તે ભાષામાં આપવી. ત્રીજી વાત કદાચ બહુ ક્રાંતિકારી લાગે તેવી છે પરંતુ આજના જમાનાની એ માંગ છે. એટલે વહેલો કે મોડો એ અંગે ગીતાર્થ આચાર્ય ભગવંતોએ i mational For Private a m For Private & Versenal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ભેગા થઈ વિચાર કરવો જરૂરી બનશે. વર્તમાન પ્રતિક્રમણની વિધિ ઘણી લાંબી છે. ચાલુ દેવસિક અને રાઈ પ્રતિક્રમણ કરતાં પણ એક કલાક ઉપર થઈ જાય છે. પકખી, ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ બે-અઢી કલાકથી લઈ ત્રણ કલાક સુધી ચાલે છે. આજની પેઢી આટલો લાંબો સમય યંત્રવત્ ક્રિયા કરે તે સંભવિત નથી. એટલે શાસ્ત્ર બાધ ન આવે તે રીતે પ્રતિક્રમણની વિધિનો સંક્ષેપ કરવો જરૂરી છે. અને એટલે જ આજે ઉપાશ્રયમાં દરરોજ પ્રતિક્રમણ કરનારની સંખ્યા ઘટતી જાય છે. અમુક ગામમાં તો કોઈ જ પ્રતિક્રમણ કરવા આવતું નથી. મૂળતઃ પ્રતિક્રમણમાં પ્રતિક્રમણની સ્થાપનાથી લઈને જ આવશ્યક પૂર્ણ થાય. ત્યાં સુધીનું જ પ્રતિક્રમણ છે. તેની આગળ-પાછળનું બધુંજ પાછળથી ઉમેરવામાં આવ્યું. અલબત્ત, એ યુગમાં એ જરૂરી પણ હતું અને આજે પણ સાધુ-સાધ્વી માટે એ જરૂરી છે પરંતુ શ્રાવક શ્રાવિકા માટે પણ એ ફરજિયાત બનાવી દેતાં, પ્રતિક્રમણમાં શ્રાવક-શ્રાવિકાની સંખ્યામાં ઘટાડો થયો છે. જો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રમાણે પ્રક્ષેપ થઈ શકે તો એ પ્રક્ષેપ થયેલ વિધિ, ગીતાર્થ આચાર્ય ભગવંતો ભેગા થઈ, તે અંગે વિચાર કરી સર્વાનુમતે, એમાં સંક્ષેપ કરે તો જ પ્રતિક્રમણ કરનાર આરાધક વર્ગમાં વૃદ્ધિ કરી શકાશે. અન્યથા શ્રાવક-શ્રાવિકા વર્ગમાંથી પ્રતિક્રમણ કદાચ પૂર્ણતયા બંધ પણ થઈ જાય. તેથી “સર્વનાશે સમુત્પન્ન, અર્ધ ત્યજતિ પંડિતઃ' ઉક્તિ અનુસાર સંક્ષેપ કરવો અનિવાર્ય જણાય છે. અલબત્ત, આવો ફેરફાર કોઈ ગૃહસ્થ કે મુનિ મનસ્વી રીતે તો ન જ કરી શકે. દેશ-કાળના જ્ઞાતા અને ગીતાર્થ (શાસ્ત્રના રહસ્યને જાણનારા) સંઘમાન્ય – અધિકૃત આચાર્ય આદિ જ કરી શકે. પૂર્વે પણ આ રીતે પરિવર્તનો થયાં છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છે આવશ્યકનો ક્રમ પણ ખૂબ જ વિચારપૂર્વક યોજવામાં આવ્યો છે. રાગ-દ્વેષના પરિણામ સમ-શિથિલ થયા વિના શ્રીજિનેશ્વર પ્રભુ કે શ્રીજિનેશ્વર પ્રભુએ પ્રરૂપેલ ધર્મ કે તત્ત્વો પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી એટલે રાગ-દ્વેષના પરિણામ સમ કરવા માટે “સામાયિક આવશ્યક સૌ પ્રથમ કહ્યું છે. શાસ્ત્રોમાં સમ્યકત્વને પણ સામાયિક કહ્યું છે. સમ્યકત્વની પ્રાપ્તિ પછી પ્રભુ અને પ્રભુનાં વચનો પ્રત્યે શ્રદ્ધા, (xvii Page #19 -------------------------------------------------------------------------- ________________ અહોભાવ અને પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે. પરિણામે તેઓ પ્રત્યે સ્વાભાવિક જ નમસ્કાર થઈ જાય છે. એટલે સામાયિક પછી તુરત ‘ચતુર્વિશતિસ્તવ’ મુક્યું છે. તીર્થંકર પરમાત્મા પછી તુરતનું સ્થાન ગુરુ મહારાજનું છે એટલે તેમના પ્રત્યેનો વિનય-ભક્તિ-બહુમાન વ્યક્ત કરવા માટે ‘વંદનક’ આવશ્યક મુક્યું છે. વળી પાપથી પાછા હઠવાની પ્રક્રિયા સ્વરૂપ પ્રતિક્રમણ હંમેશાં ગુરુની સમક્ષ, ગુરુની સાક્ષીએ કરવાનું હોય છે. આ ક્રિયા કરતાં પૂર્વે અવશ્ય તેમને વંદન કરવું જોઈએ તેથી પ્રતિક્રમણ પૂર્વે ‘વંદનક’ આવશ્યક મૂકવામાં આવ્યું છે. ‘પ્રતિક્રમણ’ આવશ્યકમાં ગુરુની સમક્ષ ભૂતકાળમાં થયેલા પાપોની કબુલાત કર્યા પછી ગુરુ ભગવંત એ પાપોના પ્રાયશ્ચિત રૂપે તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન કરવાનું કહે છે. તેના પ્રતીક સ્વરૂપે દૈનિક, પાક્ષિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક પ્રાયશ્ચિત તરીકે અનુક્રમે પચાસ શ્વાસોચ્છવાસ પ્રમાણ બે લોગસ્સ, ત્રણસો શ્વાસોચ્છવાસ પ્રમાણ બાર લોગસ્સ, પાંચસો શ્વાસોચ્છવાસ પ્રમાણ વીસ લોગસ્સ અને એક હજાર આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ ચાલીસ લોગસ્સ અને એક નવકારનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. ધ્યાન સ્વરૂપ આપ્યંતર તપ અગ્નિ સમાન છે. તેનાથી પાપ કર્મ બળીને ભસ્મ થઈ જાય છે. પણ કાયોત્સર્ગ તો તેના કરતાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિનું નિર્માણ કરે છે. કાયોત્સર્ગ સર્વ પ્રકારનાં, બાહ્ય-આત્યંતર તપમાં સૌથી શ્રેષ્ઠ તપ છે કારણ કે કાયોત્સર્ગથી આત્માનો શરીર સાથેનો સંબંધ તૂટી જાય છે. આવી ઉત્કૃષ્ટ સ્થિતિનું નિર્માણ કાયોત્સર્ગ વગર શક્ય નથી. ભૂતકાળમાં કરેલ/થયેલ પાપોનું મિથ્યા દુષ્કૃત દઈ તે માટેના પ્રાયશ્ચિત સ્વરૂપે કાયોત્સર્ગ રુપ આપ્યંતર તપ કર્યા પછી એ પાપો ભવિષ્યમાં પુનઃ ન થાય તે માટેનું પ્રત્યાખ્યાન કરવું જરૂરી છે તેથી સૌથી છેલ્લે ‘પ્રત્યાખ્યાન' આવશ્યક મુક્યું છે. આ રીતે છ આવશ્યકનો ક્રમ પણ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને આત્માના ગુણોની એ જ ક્રમથી પ્રાપ્તિ કરાવનાર છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ષડ્ આવશ્યક મહત્ત્વપૂર્ણ છે. ષડ્ આવશ્યક જેના જીવનમાં આવી જાય છે તેનો અન્ય વ્યક્તિ પ્રત્યેનો ભાવ, આચાર xviii Page #20 -------------------------------------------------------------------------- ________________ વિચાર, વ્યવહાર બધું જ બદલાઈ જાય છે. અને એ સાથે બીજાનો તેના પ્રત્યેનો આચાર-વિચાર, ભાવ, વ્યવહાર પણ બદલાય છે. શરીર વિજ્ઞાનની દષ્ટિએ ષડું આવશ્યકમાં વિશિષ્ટ મુદ્રાઓ, આસન, પ્રાણાયામ આદિનો પણ સમાવેશ થઈ જાય છે. વીરાસન બહુ મહત્ત્વનું આસન છે. વીરાસનથી શરીરનું પાચનતંત્ર, હોજરી આદિ અવયવો સક્રિય થઈ જાય છે. યોગમુદ્રા, જિનમુદ્રા તથા મુક્તાશુક્તિ મુદ્રા આદિનું પણ મહત્ત્વ છે. તો પ્રતિક્રમણમાં કાયોત્સર્ગનો સંબંધ શ્વાસોશ્વાસ સાથે છે. એટલે અવ્યક્ત રીતે પ્રાણાયામની પ્રક્રિયા પણ ષડુ આવશ્યકમાં સમાવિષ્ટ છે. પ્રતિક્રમણ તથા પડુ આવશ્યકમાં અષ્ટાંગ યોગનો પણ સમાવેશ થઈ જાય છે. તે અંગે પણ વિચાર કરવો જોઈએ પરંતુ તે એક અલગ વિષય હોવાથી અહીં તેનો માત્ર ઉલ્લેખ જે કરવામાં આવે છે. ષડુ આવશ્યકને નિયમિત રીતે યથા યોગ્ય મુદ્રા સાથે કરનારને વ્યાયામ કરવાની આવશ્યકતા પણ રહેતી નથી. અને તેથી ઔષધ પણ લેવું પડતું નથી. આ છ આવશ્યકની ક્રિયા મન, વચન, કાયાની એકાગ્રતા, ત્રિકરણશુદ્ધિ અને શુદ્ધભાવપૂર્વક કરવામાં આવે તો યાકિનીમહત્તરાસુનુ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના કથન અનુસાર તે આત્માને મોક્ષની સાથે જોડનાર હોવાથી યોગ સ્વરૂપ – ધ્યાન સ્વરૂપ બને છે માટે સૌ શ્રદ્ધાળુ શ્રાવકોએ પૂરેપૂરી ભક્તિ-બહુમાન અને શ્રદ્ધાપૂર્વક છ આવશ્યક પ્રતિદિન કરવાં જોઈએ. શ્રી જવાહરભાઈ લિખિત ષડું આવશ્યક વિવેચન વાંચ્યું. ખરેખર સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાના દૈનિક જીવનમાં પડું આવશ્યક આવી જાય અને તે અંગેની સાચી સમજ તથા પદ્ધતિ શીખી લેવામાં આવે તો શ્રી જવાહરભાઈએ બતાવ્યું છે તેમ અન્ય કોઈપણ પ્રકારનું ધ્યાન કે યોગ કરવાની આવશ્યકતા રહેતી નથી. ષડુ આવશ્યકની યથાર્થ સાધના સાધકને મોક્ષ અપાવવા સમર્થ છે. પડુ આવશ્યકનું આ વિવેચન ખરેખર વાંચન કરવા યોગ્ય છે. પ્રાંતે છ આવશ્યક અંગે પરમ પવિત્ર ગીતાર્થ શાસ્ત્રકાર ભગવંતોના આશય વિરૂદ્ધ કે જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડ દઈ વિરમું છું. વિ.સં. ૨૦૫૮ ચૈત્ર વદ-૭ શુક્રવાર – મુનિ નંદીઘોષવિજય ગણિ તા. ૩ મે, ૨૦૦૨ નવરંગપુરા જૈન ઉપાશ્રય, અમદાવાદ-૩૮૦ ૦૦૯ xix Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. પાદનોંધ ‘યોગવિંશિકા’ ગાથા-૧ કર્તા : યાકિનીમહત્તરાસુનુ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ શ્રીક્લ્પસૂત્ર ટીકા, પ્રથમ વ્યાખ્યાન, મૂળઃ શ્રીભદ્રબાહુસ્વામીજી, ટીકાકારઃ ઉપા. શ્રીવિનયવિજયજી ૯. એજન. તૃતીય આગમ સ્થાનાંગસૂત્રમાં અંગબાહ્યશ્રુતના આવશ્યક અને આવશ્યકવ્યતિરિક્ત એવા બે ભેદ બતાવી આવશ્યકને ગણધરકૃત અને આવશ્યકવ્યતિરિક્તને સ્થવિરકૃત બતાવ્યું છે. તિરિ, નર, સુરસમુદાય કે અચિરાના નંદ રે, એક યોજનમાંહે સમાય કે અચિરાના નંદ રે, તેહને પ્રભુજીની વાણી કે અચિરાના નંદ રે, પરિણમે સમજે ભવિ પ્રાણી કે અચિરાના નંદ રે. શ્રી શાંતિનાથજિનસ્તવન, રચયિતાઃ પં. શ્રીપદ્મવિજયજી મહારાજ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો લે. મુનિ નંદીઘોષવિજયજી પૃ. ૮૯ સદંધયાર ઉજ્જોઅ, .....નવતત્ત્વ ગાથા-૧૧ સ્પર્શ-૨સ-ગંધ-વર્ણવત્ત્તઃ પુદગલાઃ || || તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૫ સૂત્ર-૨૮ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો લે. મુનિ નંદીઘોષવિજયજી ‘મંત્ર, યંત્ર અને ધ્વનિ : એક વૈજ્ઞાનિક વિશ્લેષણ' પૃ. ૧૮૮ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો લે. મુનિ નંદીઘોષવિજયજી ‘મંત્ર, યંત્ર અને ધ્વનિ : એક વૈજ્ઞાનિક વિશ્લેષણ' પૃ. ૧૯૧ ‘Yantra' by Madhu Khanna, p. ૧૧૬ શ્રીકલ્પસૂત્ર ટીકા, વ્યાખ્યાન-પુ મૂળઃ શ્રીભદ્રબાહુસ્વામીજી, ટીકાકારઃ ઉપા. શ્રીવિનયવિજયજી ૧૦. વંજન અત્થ તદુભયે.....નાણંમિ સૂત્ર, ગાથા-૨ ૧૧. શ્રીકલ્પસૂત્ર મૂળ, સામાચારી, સૂત્ર નં.-૩ થી ૮ XX Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રણ-૧ જેન આચાર આચારની ભૂમિકા : * વિચાર અને આચાર, વિદ્યા અને વિધિ, જ્ઞાન અને ક્રિયા પરસ્પર પૂરક અને સહયોગી છે. આદર્શ રૂપી વિચારને વ્યવહારની દુનિયામાં જન્મ આપવો એટલે આચાર. માનવીની આધ્યાત્મિક અનુભૂતિ તેને સર્વ સાથે સાંકળે છે. અનુભૂત તત્ત્વ અન્ય સત્ત્વોના આનંદનું કારણ બને છે તેથી અનુભૂતિ સંપન્ન માનવ તેનો વિસ્તાર વાંછે છે. તે દ્વારા ધર્મનો વિકાસ થાય છે. જે આચાર આ વિકાસની પૂર્તિમાં સહયોગ આપે તે નૈતિકતાને પણ જન્મ આપે છે. દર્શન હેતુવાદ અર્થાત્ તર્ક પર આધારિત છે. તેની પ્રગતિ સાથે ભારતીય આચારશાસ્ત્રનો પાયો વિસ્તૃત થતો રહ્યો છે. એક દષ્ટાંતમાં જ્ઞાનવિહીન આચરણ નેત્રવિહીન વ્યક્તિ સાથે અને આચારશૂન્ય જ્ઞાન અપંગ માનવ સાથે સરખાવેલ છે. ગંતવ્ય સ્થાને પહોંચવા આંખ અને પગ બન્નેની જરૂર છે. તેમ અધ્યાત્મ - આરોહણમાં જ્ઞાન અને ચારિત્ર બન્ને અનિવાર્ય છે. ભારતીય ધર્મ પરંપરામાં બન્નેને સમાન સ્થાન આપવામાં આવ્યું છે. ઉદાહરણ રૂપે ભારતીય ધર્મપરંપરામાં પૂર્વમીમાંસા આચાર પ્રધાન છે, તો ઉત્તરમીમાંસા વિચારપ્રધાન છે. સાંખ્ય અને યોગ ક્રમશઃ વિચાર અને આચાર એમ ધર્મપરંપરાની બે શાખાઓ માત્ર છે. બૌદ્ધ દર્શનમાં હીનયાન આચારને પ્રાધાન્ય આપે છે તો મહાયાન જ્ઞાનની આરતી ઉતારે છે. જૈન ધર્મમાં પણ અહિંસા અને અનેકાન્ત અનુક્રમે આચાર અને વિચારની મૂલભિસ્તી પર ઉભા છે. આચાર અને અહિંસા : જૈનાચારનો વિશાલ પ્રાસાદ અહિંસાના પાયા પર રચાયેલો છે. અહિંસાનો સિદ્ધાંત વ્યાપક અને પ્રભાવક છે. અહિંસા વ્રતધારીમાં સ્વતઃ અનેક ગુણો વિકસિત થતા જાય છે. તે સૃષ્ટિના સર્વજીવો પ્રત્યે આત્મીયભાવ અનુભવે છે. અહિંસાનો સિદ્ધાંત પ્રબોધે છે કે જીવમાત્ર દુઃખથી બચવા માંગે છે, સુખ વાંછે છે. પ્રાણી માત્ર પ્રત્યે સમતાનો ભાવ, બધા જીવો પ્રત્યે મૈત્રી અને બંધુત્વ, સર્વ જીવોનો સમાદર જીવને અહિંસક બનાવે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ તેના આધારે કર્તવ્ય – અકર્તવ્યનો નિર્ણય કરી જીવન વ્યવહારને ઘડવો એનું નામ સંયમ. તે પૂર્ણ અહિંસાના પાલન તરફ લઈ જાય છે. જ્ઞાની હોવાનો સાર એ કે તે કોઈની હિંસા ન કરે. અહિંસાનું આચરણ ત્રણ યોગ (મન, વચન અને કાયા) અને ત્રણ કરણ (કરવું, કરાવવું અને અનુમોદન કરવું) વડે – નવકોટી પ્રત્યાખ્યાન કે યોગકરણની સ્થિતિઓ દ્વારા પ્રતિપાદિત કરવામાં આવે છે. ૧ ભાષાશાસ્ત્રીય દૃષ્ટિએ અહિંસામાં નિષેધવાચક શબ્દ તરીકે હિંસા ન કરવી તેવો ભાવ પ્રગટ થાય છે. અ + હિંસા એટલે હિંસાનો પરિત્યાગ. પરંતુ જૈનાચારની અહિંસા ફક્ત ભાષાશાસ્ત્રીય રૂપ સુધી સીમિત નથી. તેનું સ્વરૂપ વ્યાપક બની સૂક્ષ્મતાને ગ્રહણ કરી સર્વ જીવોના સુખની કામનાને સ્પર્શે છે. આમ જૈન દ્રષ્ટિકોણથી અહિંસા વિધિવાચક પણ બને છે અને તે રીતે જૈનાચારમાં વિધિ અને નિષેધ બન્ને પક્ષોમાં અહિંસા પૂરેપૂરી વ્યક્ત થાય છે. આચાર નિર્માતા પરિબળો : જૈનાચાર નિર્માણમાં જે પરિબળોએ ભાગ ભજવ્યો છે. તેમાંનું એક એટલે કર્મ સિદ્ધાંત. કર્મ એટલે ચેતનાશક્તિ યા આત્મા દ્વારા કરાતી ક્રિયાઓનો કાર્યકારણભાવ. જે ક્રિયા આ કાર્યકારણભાવની શૃંખલાને તોડવામાં સહાયક થાય તે ક્રિયા આત્મા માટે હિતકર – ઉપાદેય કે આચરણીય ગણવામાં આવે છે. જે ક્રિયા આ કાર્યકારણ શૃંખલાને મજબૂત કરે તે આત્માને અહિતકર – હોય કે ત્યજવાયોગ્ય ગણવામાં આવે છે. આ પ્રમાણે વિધિવાચક અને નિષેધવાચક નિરૂપણ કરી કર્મથી મુક્ત થવાનો રાજમાર્ગ આર્યમનીષિઓએ પ્રશસ્ત કર્યો છે. કર્મથી મુક્ત થવું એટલે આત્માના પરમ ઐશ્વર્યને પામવું. એ ધારવા જેટલું સહેલું નથી. આ માટે નિરંતર પ્રયત્ન કરવો પડે છે. આચાર અને વિચારની અનેક કક્ષાઓ વટાવવી પડે છે, અને વિવિધ યમનિયમોનું પાલન કરવું પડે છે. જૈનદર્શનમાં કર્મ બે પ્રકારે માનવામાં આવે છે. દ્રવ્યકર્મ અને ભાવ કર્મ. કાર્પણ પુદ્ગલ કે વર્ગણા જે અતિસૂક્ષ્મ કર્મ પદાર્થોની બનેલી રજ – એટલે દ્રવ્યકર્મ. આત્માના રાગદ્વેષયુક્ત પરિણામ અથવા અશુદ્ધ પરિણતિ Page #24 -------------------------------------------------------------------------- ________________ એટલે ભાવકર્મ. પ્રાણીના ભાવો એટલે ભાવકર્મ અને તે ભાવો દ્વારા આકર્ષિત થતી અતિ સૂક્ષ્મ ભૌતિક પરમાણુરજનો જથ્થો એ દ્રવ્યકર્મ. કર્મતત્ત્વના આ જડ સ્વરૂપની પ્રરૂપણા જૈનદર્શનની વિશિષ્ટ દેન છે. આચાર નિર્માણનું બીજું પરિબળ એટલે આત્માનો કર્મ સાથેનો અનાદિસંબંધ. ચેતના અને જડના આ સંમિશ્રણને જૈન દર્શને પ્રવાહથી અનાદિ અને કર્મસંયોગને સાદિ-સાત ગણેલ છે. જીવ જૂનાં કર્મોને ખતમ કરે છે. પરંતુ નવા કર્મોનું સતત ઉપાર્જન પણ કરે છે. જયાં સુધી નવા કર્મોનું ઉપાર્જન બંધ ન થાય અને પૂર્વોપાર્જિત સમસ્ત કર્મો નષ્ટ ન થાય ત્યાં સુધી ભવભ્રમણથી મુક્તિ થતી નથી. એકવાર બધાં જ કર્મોનો સમૂળો નાશ થયા પછી આત્મા મુક્તિ યા નિર્વાણ પ્રાપ્ત કરે છે. આ આત્માનું અસલ રૂપ છે. તેને જૈનદર્શન ઈશ્વર યા પરમાત્મા કહે છે. પરમાત્મા કોઈ વ્યક્તિ વિશેષ નથી. જે આત્મા છે, તે જ શુદ્ધ સ્વરૂપે પરમાત્મા છે. જૈનદર્શનમાં મોક્ષ એટલે આત્માનું અખંડ ચૈતન્યમાં વિલીન થઈ જવું કે શૂન્યમાં પરિણમવું એ પ્રકારે નિરૂપણ નથી. દરેક આત્મા જેમ અહીં અશ્રુષ્ણરૂપે સ્વતંત્ર છે. તેમ મોક્ષમાં પણ છે, ત્યાં આત્માનું ઐશ્વર્ય પૂર્ણરૂપે પ્રગટ થાય છે. એ ઐશ્વર્ય જ્ઞાનનું, દર્શનનું, ચારિત્રનું તથા આનંદનું છે. આ પ્રાગટ્ય આંગતુક નથી પરંતુ આત્મામાં અવસ્થિત ગુણોનું છે, જે અત્યારસુધી આવરણોથી અપ્રગટ-આવૃત્ત રહ્યું હતું. આમ અનંત ચતુષ્ટયનો આવિષ્કાર એટલે મોક્ષપ્રાપ્તિ. આચાર નિર્માણનું ત્રીજું પરિબળ એટલે પુરૂષાર્થનો સ્વીકાર અને મહત્તા. જૈન દર્શન નિયતિવાદનું પોષક નથી. તે બધું પૂર્વનિર્ધારિત છે, તેમ નથી માનતું. જૈન દર્શનમાં કાર્યનિષ્પત્તિના પાંચ સમવાયી કારણોનું યોગદાન સ્વીકારેલું છે. કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરૂષાર્થ. આ પાંચ કારણો દ્વારા જૈન દર્શને સીમિત ઈચ્છા સ્વાતંત્ર્યનો આદર કર્યો છે અને આચાર દ્વારા પુરૂષાર્થને દ્રઢાવ્યો છે. આચાર નિર્માણનું ચોથું પરિબળ એટલે યોગ અને કષાય. બન્નેને કર્મબંધના પ્રધાન કારણ રૂપ માનવામાં આવે છે. શરીર, વાણી અને મનોવ્યાપારરૂપ પ્રવૃત્તિ એટલે યોગ. કષાય એટલે આવેગરૂપ માનસિક અવસ્થા. આશ્રવપ્રક્રિયા વડે કાશ્મણ વર્ગણાઓ જીવના આ ત્રિવિધ વ્યાપારથી આકર્ષિત થાય છે. આ કર્મ પુદ્ગલોનું આત્મા સાથે ક્ષીર ( ૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ નીરવત્ ભળી જવું એટલે બંધ. જો આ બંધ કષાય સહિત હોય તો તે સબળ-બળવાન બને છે. જો આ બંધ કષાય રહિત હોય તો તે નિર્બળ – બળ રહિત બને છે. નિર્બળ બંધથી સંસાર વધતો નથી. કર્મ આત્મા પરથી ખરી જાય છે તે નિર્જરા કહેવાય છે. તે બંધની પ્રક્રિયાથી સાવ વિપરિત પ્રક્રિયા છે. તે સમયે સંવર સાધવામાં આવે તો જીવમાં નવા કર્મોનું આગમન (આશ્રવ) અટકી જાય છે. યોગ વ્યાપારોને રૂંધવા અને કષાયજય કરવો એ આચારના અભિન્ન અંગરુપ માનવામાં આવે છે. કર્મ સિદ્ધાંતમાં આઠ પ્રકારના કર્મોનો વિચાર કરવામાં આવે છે. યાર પ્રકારના ઘાતી કર્મોથી આત્માના ચાર મૂલ ગુણોનો ઘાત થાય છે. આ મૂલગુણો એટલે જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખ (આનંદ). ચાર ઘાતી કર્મો - એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. ચાર અઘાતી કર્મો આત્માના મૂલગુણોનો ઘાત કરતાં નથી. તે બહુધા શરીર સાથે સંકળાયેલ છે. અઘાતી કર્મ પ્રકૃતિઓ એટલે વેદનીય, આયુ. નામ અને ગોત્ર. આત્માના ગુણોનો વિકાસ થાય એ માટે શ્રી તીર્થકરોએ પાંચ પ્રકારના આચારોનું વિધાન કરેલું છે. તેથી તે મા વાર મૂલગુણો પ્રગટાવવામાં સહાય મળે છે. રાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ પ્રકારોને પંચાચાર પણ કહેવાય છે. (૧) જ્ઞાનાચાર : જ્ઞાન એટલે માહિતીનો સંગ્રહ એવો અર્થ થતો નથી. જેનાથી જીવને શું જાણવા યોગ્ય છે, (ય); શું ત્યજવા યોગ્ય છે (હય); અને શું ગ્રહણ કરવા યોગ્ય છે, (ઉપાદેય); તેનો મર્મ સમજાય તેવું જ્ઞાન અહીં અભિપ્રેત છે. આ જ્ઞાન આત્માને ઉપકારક ગણી શકાય. આ જ્ઞાનવિષયક આચારના આઠ અંગોનો નિર્દેશ નીચે કરવામાં આવ્યો છે.” કાળ : યોગ્ય સમયે ભણવું અને અયોગ્ય (અસ્વાધ્યાય) કાળે ન ભણવું. વિનય : જ્ઞાન અને જ્ઞાનદાતા પ્રત્યે વિનયયુક્તભાવ. બહુમાન : વિનય ઉપરાંત પ્રતિપત્તિ (ભક્તિ-બહુમાન) દર્શક ભાવ. ઉપધાન : જ્ઞાનપ્રાપ્તિ સમયે કસોટી અને ગુપ્રાપ્તિ સમયે તપ સાથે સાધના. Page #26 -------------------------------------------------------------------------- ________________ અનિવપણું : જ્ઞાનદાતા ગુરુને ઓળવવા નહિ. વ્યંજન : શુદ્ધ શબ્દોચ્ચારપૂર્વક, સ્કૂલના વિના ભણવું. અર્થ : શુદ્ધ અર્થની ધારણા કરવી. તદુભય : શબ્દ અને અર્થ બન્નેની યથાર્થતા માટે મથવું. વિરોધી અર્થઘટન ન થાય તે માટે સાવચેત રહેવું. જ્ઞાનાચારના પાલનથી જીવ સત્યનું યથાર્થ આકલન કરી શકે છે. આ પ્રકારની જ્ઞાનપ્રાપ્તિ વસ્તુતઃ આત્મપ્રાપ્તિ ગણી શકાય. જે જ્ઞાન વિરતિમાં પરિણમે તેને જ સાર્થક ગણેલ છે. જ્ઞાનમાં રાગ કે દ્વેષ ભળે તો એ જ્ઞાનાચાર કહી ન શકાય. જ્ઞાનાચાર જીવની આંતરિક જ્ઞાનજયોતિને }આવરણ વિહીન કરવાની સાધના છે. (૨) દર્શનાચાર : દર્શનનો સામાન્ય અર્થ થાય “જોવું, આંખથી થતો બોધ. વસ્તુને જોવાથી તેના વિષે આપણામાં એક માન્યતાનું આરોપણ થાય જે ધીરે ધીરે શ્રદ્ધામાં ફેરવાય છે. દર્શનનો જૈનસમ્મત અર્થ એટલે શ્રદ્ધા, વસ્તુની અલપઝલપ ઝાંકી કે સામાન્ય ઈન્દ્રિયજન્ય બોધ કરતા દર્શન ઘણો અર્થવિસ્તાર ધરાવે છે. તેનો આચાર એટલે દર્શનાચાર, તેના આઠ અંગો નીચે પ્રમાણે છે." નિઃશંકતા : જિનવચન અને તેના પ્રણેતામાં નિઃસંદેહભાવ નિષ્કાંક્ષતા : વ્યક્તિગત આકાંક્ષાઓનું અનસ્તિત્વ. નિર્વિચિકિત્સા : દોષ યા દોષો પ્રત્યે એક ચિકિત્સકની દ્રષ્ટિથી ઉપચારભાવ. અમૂઢદ્રષ્ટિતા : જિનદર્શનસમ્મત રચના કે પ્રક્રિયાથી વિપરિત મુગ્ધદ્રષ્ટિનો ત્યાગ. ઉપબૃહણા : જિનસમ્મત તત્ત્વોની મનમાં ઉચ્ચ બહુમાનયુક્ત ધારણા. સ્થિરીકરણ : વિચલિત થતા આત્માને પુનઃ જિનસમ્મતભૂમિકામાં સ્થિર કરવો. Page #27 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્ય : જિનસમ્મત સર્વ અંગો પ્રત્યે અપૂર્વ વાત્સલ્યભાવ પ્રભાવના : જિનદર્શનના અપૂર્વભાવો પ્રત્યે અન્યોનું આકર્ષણ વધારવું. આ પ્રમાણે દર્શનાચાર સત્યાગ્રાહી દ્રષ્ટિ કેળવી સંકલેશયુક્ત અભિગમોને તિલાંજલિ આપે છે. સમ્યગ્દર્શનની ધર્મના મૂળ તરીકેની પ્રતિષ્ઠા અકારણ નથી. આવું શ્રદ્ધાયુક્ત જ્ઞાન જીવને વિરતિ તરફ લઈ જાય છે. (૩) ચારિત્રાચાર : ચારિત્ર હંમેશા દર્શન તથા જ્ઞાન પછી આવે છે. અર્થાત્ આત્માને જોયા અને જાણ્યા પછી તેના શુદ્ધિકરણની પ્રક્રિયાનું સ્થાન છે. તે પ્રક્રિયા ચારિત્રાચારની ઘાતક છે. શુદ્ધિકરણ કષ્ટસાધ્ય છે તેથી તેમાં અસિધારા સમાન વ્રતોનું ગ્રહણ અને નિયમોનું પાલન રહેલું છે. અષ્ટપ્રવચનમાતાપાંચસમિતિ અને ત્રણગુતિપૂર્વકનો જીવન વ્યવહાર ગોઠવી સંવરની સાધના વિકસાવવી અને આશ્રવનું આગમન રોકવું, એ તેનો પ્રધાન આશય છે. તેના આઠ અંગોનું વર્ણન નીચે પ્રમાણે છે.” ઈર્યાસમિતિ : જયણા કે યતનાપૂર્વક ચાલવું, બેસવું કે ઉઠવું. ભાષાસમિતિ : યતનાપૂર્વક બોલવું, સત્ય, હિતકારી અને પ્રિય-પથ્ય વચનો બોલવાં. એષણાસમિતિઃ યતનાપૂર્વક જરૂરિયાતની વસ્તુ ગ્રહણ કરવી, મૂકવી. આદાનસમિતિ : વસ્તુના વપરાશમાં ઉદ્ગમ/ઉત્પાદન દોષોથી બચવું. પારિષ્ઠાપનિકાસમિતિ : નિરુપયોગી વસ્તુઓનો ત્યાગ યતનાપૂર્વક કરવો. મનોસુમિ : મનનો સંયમ વચનગુમિ : વચનનો સંયમ કાયમુક્તિ : કાયાનો સંગમ ચારિત્રાચારના પાલનથી સાધકમાં અનાશંસા, અભય, સમત્વ, સંયમ, નિગ્રહ, ધ્યાન અને અપ્રમાદના ગુણોનો આવિર્ભાવ થાય છે, અને કામનાઓ, ભય, આવેગો, ઈન્દ્રિયોની પરવશતા, અસમાહિત ચિત્તવૃત્તિઓ અને અજાગૃતિ તિરોહિત થાય છે. અહીં વ્યવહાર દ્રષ્ટિની પ્રધાનતા છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ નૈૠયિક દ્રષ્ટિએ તો આત્માનું આત્મામાં રમણ એ જ શ્રેષ્ઠ ચારિત્રાચાર છે. આ ચરમશિખરે પહોંચવા વ્યવહારનયનો માર્ગ લેવો જરૂરી છે. (૪) તપાચાર : તપ એ કર્મનિર્જરાનું અપૂર્વ સાધન છે. તપ દ્વારા અનાદિકાળના આત્મા પર લાગેલાં કર્મો ખપી જાય છે. તેથી જૈન દર્શનમાં તપાચારનું ઘણું મહત્ત્વ છે. તપ સાથેનો આચાર એટલે તપના હેતુની સ્પષ્ટતા અને તપ પ્રત્યેનો અંતરંગ ભાવ. આ વિના તપનું પૂરેપુરૂં ફળ મળતું નથી. અને તે કાયાને કષ્ટ આપવા સુધી જ સીમિત થઈ જાય છે. તેથી તપાચારના બાહ્ય અને અત્યંતર એમ બે ભેદ પડે છે. બાહ્ય તપના છ અને આત્યંતર તપના છ એમ કુલ બાર પ્રકારો કહેલા છે. ૭ અનશન : બિયાસણું, એકાસણું, આયંબિલ, ઉપવાસ વગેરેમાં આહારનો અભાવ. ઊણોદરી : ભૂખ કરતાં પાંચ-સાત કોળિયા ઓછા ખાવા, અલ્પાહાર. વૃત્તિસંક્ષેપ : ઓછી વાનગીઓ લેવી; સંતોષ રાખવો. રસત્યાગ : ઘી, દૂધ, તેલ, ગોળ વગેરે છ વિગઈનો ત્યાગ, ભોજનનો રસ ઘટાડવો. કાયકલેશ : શારીરિક તકલીફો કે રોગોને સમતાપૂર્વક સહન કરવા, કાયાને કસવી અને કષ્ટ પ્રત્યે સહિષ્ણુ બનાવવી. સંલીનતા અંગોપાંગોના આકુંચન-પ્રસારણ સંયમપૂર્વક કરવું, ખ્યાતિ માટે ફાંફા ન મારવા અને આંતિરક દશામાં ઊંડા ઉતરવું. ઉપરોક્ત બાહ્ય તપ અત્યંત૨ તપના પ્રવેશદ્વાર સમાન છે. શરીરને સાધી વધુ આંતિરક શુદ્ધિ માટે અત્યંતર તપની જરૂરિયાત રહે છે અને ત્યાં જ તપની ભવ્યતા પ્રગટ થાય છે. : પ્રાયશ્ચિત ઃ શિષ્ટાચાર માટે આ પ્રાયશ્ચિત નથી; તે ચિત્તશુદ્ધિની પ્રક્રિયા અને આંતરિક દોષ નિવારણ સાથે સંકળાયેલ છે. વિનય : આ ‘અહં'ના વિસર્જન માટે છે. તેના સાત પ્રકાર છે : ૧. મન ૨. વચન ૩. કાયા ૪. જ્ઞાન ૫. દર્શન ૬. ચારિત્ર ૭. લોકોપચાર Page #29 -------------------------------------------------------------------------- ________________ વૈયાવૃત્ય : તે સામાન્ય સેવા કે અનુકંપા નથી. દેવ અને ગુરૂ આદિની સેવા તાદાત્મ્યવૃત્તિ પૂર્વક અને ચારિત્ર પ્રત્યેના બહુમાનથી કરવી. સ્વાધ્યાય : ‘સ્વ’નું અધ્યયન : આત્મચિંતન. તે માટે વાચના. પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ ઉત્તરોત્તર સૂક્ષ્મ તરફ અગ્રસર થવું. ધ્યાન : ધ્યાનથી કર્મોનું દહન થાય છે. તે ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન એમ બે પ્રકારે છે. બન્નેના પેટા પ્રકારો ચાર-ચાર છે. કાયોત્સર્ગ : આ તપાચારનું અંતિમ શિખર છે. શરીર, કર્મો અને સર્વ વૈભાવિક સામગ્રીનો નિશ્ચયપૂર્વક હ્રદયથી ત્યાગ-તેમાં કષાયત્યાગ, મમત્વ અને ‘અહં’નું વિસર્જન અને દેહાધ્યાસ છોડવાનું કહ્યું છે. આ બન્ને પ્રકારના તપનું આચરણ કર્મક્ષય અને મોક્ષપ્રાપ્તિના ઉદ્દેશપૂર્વક થવું જોઈએ. તપાચાર અગ્લાનભાવે, આજીવિકા કે લોક પ્રશંસા કે મનોમાલિન્યથી વિરક્ત થઈ કરવો જોઈએ. (૫) વીર્યાચાર : કોઈપણ ધર્મકાર્યોમાં ઉપરના ચારેય આચારોના પાલન સમયે મન, વચન અને કાયાની સંપૂર્ણ વીર્યશક્તિ ફોરવીને ઉત્સાહપૂર્વક જોડાવું તેને વીર્યાચાર કહે છે. તેમાં ત્રણ પ્રકારોનો ઉલ્લેખ મળે છે. જે બાહ્ય અને અત્યંત૨ સામર્થ્યને ગોપવતો નથી; જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના છત્રીસ આચારોમાં રીતિ અનુસાર પરાક્રમ કરે છે અને પોતાના આત્માને યથાશક્તિ જોડે છે તેવા આચારવાનનો આચાર વીર્યાચાર છે. આ પ્રમાણે મન, વચન અને કાયાથી તેનું પાલન કરવું જોઈએ. વીર્યાચાર દ્વારા આચારસંપન્ન શ્રમણ કે શ્રાવકનું જે ચિત્ર આપણી સમક્ષ ઉભું થાય છે તે એક જીવનવીરનું છે; જીવનથી પલાયન થઈ ઉદાસીન રહેતી વ્યક્તિનું નથી. એક જુંઝાર યોદ્ધો કર્મચમૂ સામે ઉત્સાહિત થઈ સંગ્રામ માંડે અને વિજયશ્રી વરે તેમ આ અધ્યાત્મલક્ષી આચારસંહિતા મોક્ષપ્રાપ્તિના ધ્યેયપૂર્વક શ્રમણો અને શ્રમણોપાસકો સમક્ષ તેમની ક્ષમતા અને મર્યાદાને લક્ષમાં લઈ રજૂ કરવામાં આવી છે. તેમાંથી સર્વવરિત અને દેશવિરતિ એવા બે ધર્મ પ્રકારો પડે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ સર્વવિરતિ આચારધર્મ : | સર્વવિરતિ ધર્મને સાધુ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ખંતથી ચુસ્ત રીતે પંચમહાવ્રતોનું પાલન, સમિતિ-ગુપ્તિનું પાલન તથા દશલક્ષણ ધર્મની સાધના કરવાની હોય છે. આ ઉપરાંત સંલેખનાનો સમાવેશ પણ અહીં સાધકની કક્ષાને લક્ષમાં રાખી કરવામાં આવ્યો છે. સામાયિકની વિશુદ્ધ ક્રિયાથી અભિવ્યક્ત થતો સકલ પ્રાણીઓના હિતના આશયનો અમૃત લક્ષણ સ્વપરિણામ એ સાધુધર્મ છે. શ્રમણાચારના વ્રતોમાં કોઈ છૂટછાટ કે શિથિલતાને અવકાશ નથી. દરેક વ્રતનું નવકોટિથી પાલન કરવાની પ્રતિજ્ઞા આ ધર્મમાં લેવામાં આવે છે. આ વ્રત પાલન આજીવન કરવાનું હોય છે. પ્રથમ હિંસાવિરમણ વ્રત છે. બીજું મૃષાવાદ વિરમણ વ્રત છે. ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત છે. ચોથું મૈથુન વિરમણ વ્રત છે. પાંચમું અપરિગ્રહ વ્રત છે, જેમાં આસક્ત દશા-મૂચ્છને પરિગ્રહ ગણેલ છે. દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં રાત્રીભોજન વિરમણને છઠું વ્રત ગણવામાં આવ્યું છે.૧૦ - આ પાંચેય મહાવ્રતોના પાલનમાં સહાયક થાય તેવી પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટપ્રવચનમાતાનું આલેખન આપણને ઉત્તરાધ્યયન સૂત્રગત ૨૪મા અધ્યયનમાં મળે છે.૧૧ આચારમાં અપ્રમાદ (જાગરૂકતા) વિકસતી રહે તે માટે શ્રમણજીવનમાં પાંચ સમિતિઓ વિધાયક સાવધાની પૂરી પાડે છે. ત્રણ ગુણિઓના ત્રણ તબક્કા-સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત મન વચન અને કાયાનું નિવર્તન સમાયેલું છે. દશલક્ષણા ધર્મમાં શ્રમણ જીવનના આચારોની મનોવૈજ્ઞાનિક ભૂમિકાનું આલેખન પ્રગટ થાય છે. તત્ત્વાર્થ સૂત્રમાં તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.૧૨ -ઉત્તમગુણોનું આચારપાલન એ સંવર દ્વારા કર્મોઢવોને રોકનાર પરિબળ છે. સાધુના જીવનમાં તો તેની જ મુખ્યતા હોય છે. દેશવિરતિ આચાર ધર્મ : ભગવાન મહાવીરે દેશવિરતિ આચાર ધર્મનો ઉપદેશ પણ કર્યો છે. જે મનુષ્ય સર્વવિરતિ ધર્મની સાધનામાં સક્ષમ ન હોય તેને માટે દેશવિરતિનું વિધાન છે. શ્રાવક ધર્મની વ્યાખ્યામાં સાધુ ધર્મ પાળવાની અભિલાષારૂપ આશય પ્રધાનપણે રહેલો છે. ૧૩ શ્રીમદ્ રાજચન્દ્ર કૃત “અપૂર્વ અવસર કાવ્યની પ્રથમ પંક્તિમાં એ અભિલાષા દર્શાવી છે. ૧૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રન્થ જો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું ? મહત્ પુરુષને પંથ જો...૧. શ્રાવક શબ્દ શ્રોતા પરથી થયો છે, જે રૂચિદર્શક, શ્રદ્ધા ધરાવનાર કે શ્રાદ્ધ કહી શકાય. શ્રાવકના આચારોમાં દેશવિરતિ આચારધર્મ તરીકે બાર વ્રતોનું સંકલન કરવામાં આવ્યું છે. દેશવિરતિ ધર્મ પૂર્વે આચારનું ધ્યેય સ્પષ્ટ થાય તે માટે પ્રથમ માર્ગાનુસારિતાના પાંત્રીસ ગુણોનું" જીવનમાં સ્થાન હોવું જરૂરી છે. આ ગુણસંપન્નતાથી આત્મધડતરનો માર્ગ ખુલી જાય છે. તેને ચાર વિભાગોમાં વહેંચી શકાય. ૧. કર્તવ્યદ્રષ્ટિરૂપ અગ્યાર ગુણો ૨. દોષત્યાગ રૂપ આઠ ગુણો ૩. ગુણગ્રહણરૂપ આઠ ગુણો અને ૪. સાધનામૂલક આઠ ગુણો. શ્રાવકજીવનના પાંચ અણુવ્રતો મૂલગુણ છે, જ્યારે સાત-ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો-ઉત્તર ગુણો છે.” ઉત્તરગુણો મૂલગુણના દ્રઢીકરણ માટે છે. ગૃહસ્થ માટે સંપૂર્ણ હિંસાત્યાગ શક્ય નથી, સંપૂર્ણ મૃષાવાદનો ત્યાગ શક્ય નથી. તેથી તેણે સૂક્ષ્મ છોડી સ્થૂલવ્રતો ગ્રહણ કરવાના હોય છે. બાકીના વ્રતો પણ સ્થૂલરૂપે ગ્રહણ કરી સમાજમાં આર્થિક સમતા અને શીલ અને સદાચારના સંવર્ધન માટે આવશ્યક પગલાં જેવા શ્રાવક જીવનનાં સોપાન બની રહે છે. શ્રાવક જીવનમાં પંદર કર્માદાનો અને અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કરવામાં આવે છે.૧૭ કર્માદાનોથી જીવો પ્રત્યેની ક્રૂરતા પ્રત્યે શ્રાવક સંવેદનાહીન થઈ જતો હોવાથી તેને હેય ગણવામાં આવ્યાં છે. ત્રણ ગુણવ્રતોમાં ત્યાગવૃત્તિ અને વ્યવસાયાદિમાં પરિમિતતા લાવવાનો ઉદ્દેશ રહેલો છે., તેથી તે વ્રતો કેટલેક અંશે નિવૃત્તિરૂપ છે. આ નિવૃત્તિના સ્થાને પ્રવૃત્તિ ગોઠવાઈ શકે તે માટે ચાર શિક્ષા વ્રતોનું વિધાન છે. તેનો વારંવારનો અભ્યાસ અધ્યાત્મજીવનના વિકાસમાં ઉપયોગી છે. શ્રાવકાચારની પછીની કક્ષામાં અગ્યાર પ્રતિમાઓનું વિધાન છે.૧૮ શ્રાવક ઉત્તરોત્તર પ્રગતિ કરી શ્રમણવત્ પ્રતિમા સુધી પહોંચે તે માટેની આ પ્રતિમાઓ શ્રાવકાચાર અને શ્રમણાચાર વચ્ચે સેતુરૂપ છે. ઉપાસક દશાંગના ૧૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આનંદ અધ્યયનમાં આનંદ શ્રાવક પંદરમાં વર્ષના આરંભે ગૃહસ્થ ધર્મની જગ્યાએ ધર્મપ્રજ્ઞપ્તિયુક્ત ઉપાસક પ્રતિમાઓની આરાધના કરે છે તેવા ઉલ્લેખો મળે છે. સંલેખના : મૃત્યુ સમીપ હોય કે જીવનના અંત સમયે જે તપ વિશેષની આરાધના કરવામાં આવે છે તેને સંલેખના કહે છે. શાસ્ત્રીય પરિભાષામાં તેને આપશ્ચિમ મારણાંતિક સંલેખના કહેવામાં આવે છે. અહીં મુખ્ય ઉદ્દેશ નિષ્કષાય મૃત્યુ યા સમાધિમરણ અથવા પંડિત મરણની પ્રાપ્તિનો હોય છે. જીવનનું આ સૌથી છેલ્લે તપ છે. અંત સમયે આહારાદિનો ત્યાગ કરી આજીવન અનશન વ્રત ગ્રહણ કરવાની આ ક્રિયાને “વતાન્ત' પણ કહે છે. એનો વિધિ શાસ્ત્રમાં દર્શાવ્યો છે. સ્વસ્થચિત્તે, વિવેકયુક્ત રીતે જીવનનો સમજણ પૂર્વક અંત આણવો તેને લૌકિક પરિભાષામાં સંથારો કહે છે. સાધકનું શરીર સંયમ યાત્રાના નિર્વાહ અર્થે છે. શરીર એ સાધન છે. સાધન વિઘ્નરૂપ કે નબળું પડે અને ભાર રૂપ બની જાય ત્યારે આવા શરીરથી મુક્તિ મેળવવી શ્રેયસ્કર છે. શાંત અને પ્રસન્નચિત્તે અહીં સમાધિપૂર્વક પ્રાણત્યાગ કરવાનો છે. જેમને બળ, વીર્ય, શ્રદ્ધા, વૈર્ય અને તીવ્ર વૈરાગ્ય પ્રગટ થયાં હોય તે જ આ વ્રતાન્તનું આચરણ કરી શકે. સંલેખનાનો સાધક જીવન અને મૃત્યુ બન્ને પ્રત્યે નિર્ભય હોય છે. જેન આચારનું વૈજ્ઞાનિક વિશ્લેષણ : જૈન ધર્મ આચાર પ્રધાન છે. આચાર વિહીન વિચારનું જૈન ધર્મમાં કોઈ મહત્ત્વ નથી. આમ છતાં વિચાર વિના આચરણ થઈ શકતું નથી. માટે આચારની પૂર્વભૂમિકા વિચાર છે. જે વ્યક્તિ જૈન આચારનું સંપૂર્ણપણે પાલન કરે છે તેનું વર્તન સાવ બદલાઈ જાય છે. તેના વર્તનમાં સ્વાર્થવૃત્તિ દૂર થઈ જાય છે. સ્વાર્થવૃત્તિ દૂર થતાં પરમાર્થ, પરોપકાર કરનાર બને છે. પરોપકારી વ્યક્તિ પ્રત્યે સમાજને અહોભાવ, પૂજ્યભાવ પેદા થાય છે. તે રીતે તે સર્વનો મિત્ર બની રહે છે. આજનું Behavior Science પણ આ વાતનું સમર્થન કરે છે. એકલું જ્ઞાન પર્યાપ્ત નથી, સાથે એ પ્રમાણેનું આચરણ પણ હોવું જોઈએ. પડુ આવશ્યકના પુનઃ પુનઃ અભ્યાસથી આચરણ સ્વભાવ બની જાય છે. - -૧૧ For Private Reconal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકરણની શરૂઆતમાં બતાવ્યું તેમ સમત્વની થોડા પણ અંશે પ્રાપ્તિ થવી જરૂરી છે. આ સમત્વ રાગ-દ્વેષ, ક્રોધાદિ કષાય અલ્પ થયાં હોય તો જ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ આ પ્રકારના સમભાવને પ્રાપ્ત કરે છે, તેના શરીરમાંથી એ પ્રકારનાં કિરણો અથવા જૈવિક વીજચુંબકીય તરંગો પ્રવાહિત થાય છે કે તેના અવગ્રહમાં પ્રવેશનાર વ્યક્તિ પણ ઉપશાંત ભાવનો અનુભવ કરે છે. આવા પ્રકારની આધ્યાત્મિક ઉચ્ચ કક્ષાની પ્રાપ્તિ પછી પ્રસ્તુત પ્રકરણમાં બતાવેલ અહિંસા અર્થાત્ જીવદયા, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચારનું પાલન એ જીવ માટે સાવ સરળ અને સ્વાભાવિક બની જાય છે. પરિણામે જો એના ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો હોય તો સર્વવિરતિ ધર્મ અંગીકાર કરે છે. આવા સર્વવિરતિધર સાધુ ભગવંતનું આભામંડળ એટલું શક્તિશાળી હોય છે કે તેમના સાંનિધ્યમાં આવનાર હિંસક પ્રાણીઓ પણ અહિંસક બની જાય છે અને એથી સાધુ-સંન્યાસી જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે રહેવા છતાં નિર્ભય અને અભય બની જાય છે. | સર્વવિરતિ સાધના કરવા માટે અસમર્થ વ્યક્તિ શ્રાવકાચાર-દેશવિરતિ ધર્મનું પાલન કરે છે. આ સાધના પણ વિરલ છે. ગૃહસ્થપણામાં રહીને આ પ્રકારની સાધનાથી દેવલોકના દેવો પણ પ્રભાવિત છે. આમાં તે જીવના આભામંડળની વિશુદ્ધતા બીજાને અવશ્ય પ્રભાવિત કરે છે. અલબત્ત, તેનો આધાર મોહનીયાદિકર્મના ક્ષયોપશય અને શુભકર્મના ઉદય વગેરે ઉપર છે. છેલ્લે આવે છે સંલેખન. સંલેખના એ જીવન સાધનાનું ચરમ શિખર છે. જીવન અને શરીર પ્રત્યેના મોહનો ક્ષય થયો હોય તો જ સંલેખના થઈ શકે છે. સંલેખના દ્વારા મૃત્યુ પ્રાપ્ત કરનાર અલૌકિક, ઈન્દ્રિયાતીત આત્માનો અનુભવ કરી શકે છે. આ રીતે જૈન આચાર સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. ઉપસંહાર : જૈન ધર્મ આચાર પ્રધાન છે અને શ્રમણ તથા શ્રમણોપાસકના ઉપરોક્ત આચારોનું વર્ણન પ્રધાન આગમ ગ્રંથોમાં મળે છે. જૈનાગમોના પ્રથમ આગમનું નામ આચારાંગ છે જે સમગ્ર જૈન ધર્મની આધારશીલા રૂપ છે. ચરણકરણાનુયોગનું આચારાંગમાં વિશેષ મહત્ત્વ છે. ઉપાસક દશાંગમાં શ્રમણોપાસકો૯ દ્વારા શ્રાવક જીવનનું ચિત્ર દોરવામાં આવ્યું છે અને ખુદ ભગવાન મહાવીર દ્વારા તેમના આચારને પ્રતિષ્ઠા આપવામાં આવી છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ પાદટીપ | ૧. જાવજજીવાએ તિવિહં તિવહેણું મહેણ વાયાએ કાએણે, ન કરેમિ ન કારવેમિ કરત પિ ન સમણુજજાણામિ | ચઉત્થ પડિકકમણ અઝજયણે આવસ્મય સુત્ત સં. મુનિ પુણ્યવિજયજી પ્ર.શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ (૧૯૭૭) પૃ. ૩૩૬, ૨. શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવન્તુ ભૂતગણાઃ | દોષાઃ પ્રયાસુ નાશ સર્વત્ર સુખીભવન્તુ લોકાઃ | બૃહચ્છાતિ સ્તોત્ર. શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર. લે. ગણધરાદિ પ્ર. શ્રી ગોડીજી જૈન દેરાસર, મુંબઈ, બીજી આવૃત્તિ (૧૯૬૦) પૃ. ૪૨૯ નાણંમિ દસંમિ ચરણમિ તવંમિ તહ ય વીરિયંમિ | આયરણે આયારો, ઈસ્ટ એસો પંચહા ભણિઓ ના આચાર ગાહા. એજન પૃ. ૧૧૮ ૪. કાલે વિણયે બહુમાણે ઉવહાણે તહ અનિહ્નવણે / વંજણ અત્થ તદુભયે અવિહો નાણમાયારો રા આચાર ગાહા એજન પૃ. ૧૧૯ ૫. નિસંકિય નિષંખિય, નિબ્રિતિગિચ્છા અમૂઢ દિટ્ટીએ ! ઉવવૂહ-થિરીકરણે, વચ્છલ્લ પભાવણે અટ્ટ ૩ આચાર ગાહા એજન પૂ. ૧૨૦ પણિહાણ-જોગ-જુત્તો, પંચહિ સમિઈહિ તીહિં ગુત્તીહિ | એસ ચરિત્તાયારો અટ્ટવિહો હોઈ નાયબ્બો જ આચાર ગાહા એજન પ્ર. ૧૨૨ બારસ વિહમિ વિ તવે સન્મિતર-બાહિરે કુસલદિડે ! અગિલાઈ અણાજીની નાયબ્યો સો તવાયારો પા અણસણમુણો અરિયા વિત્તિસંખેવણે રસચ્ચાઓ ! કાયકિલેસો સંલીયાય બજઝો તવો હોઈ || પાયચ્છિત્ત વિણઓ વેયાવચ્ચે તહે વ સજઝાઓ | ઝાણ ઉસગો વિ અ અભિતર તવો હોઈ | આચાર ગાહા એજન પૃ. ૧૨૩-૧૨૫ ૮. અણિમૂહિય બલવીરિઓ પરક્કમઈ જો જદુત્તમાઉત્તો ! જૂજઈ અ જહા થામ નાયવો વીરિયાપારો ૮. આચાર ગાહા એજન પૂ. ૧૨૬ સામાયિકાદિગતવિશુદ્ધ ક્રિયાડભિવ્યંગ્ય સકલ સત્ત્વ હિતાશયામૃત-લક્ષણ સ્વપરિણામ એવ સાધુ ધર્મ / લલિત વિસ્તરાવૃત્તિ (હરિભદ્રસૂરિકૃત) ૧૦. દસયાલિય સુાં ત્રીજું અધ્યયન સં. મુનિ પુણ્યવિજયજી મ. શ્રી મર્જ.વિ.મુંબઈ (૧૯૭૭) પૃ. ૪ સૂત્તાક ૧૮ ૧૧. અપવયણમાયા અજઝયણ, ઉત્તરાજઝયણ સુત્ત એજન સૂતાંક ૯૩૨ થી ૯૫૦. -૧ ૩ For Private & personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ઉત્તમક્ષમામાર્દવાડર્જવ શૌચ સત્ય સંયમતપસ્યાગાડકિચન્ય બ્રહ્મચર્યાણિ ધર્મઃ। તત્ત્વાર્થ સૂત્રઃ વિ. પંડિત સુખલાલજી. પ્ર. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પાંચમી આવૃત્તિ (૧૯૯૫) પૃ. ૩૪૮ ૧૩. સાધુધર્માભિલાષારૂપ આત્મપરિણામઃ શ્રાવક ધર્મઃ । લલિત વિસ્તરા વૃત્તિ. (હરિભદ્રસૂરિકૃત) ૧૪. અપૂર્વ અવસર (કાવ્ય) લે. શ્રીમદ્ રાજચંદ્ર પ્ર. અગાસ આશ્રમ, અગાસ. (૧૯૭૧) પૃ. ૩ - ૧૫. ૧ થી ૧૧ ગુણો ઃ ન્યાયસંપન્નવિભવ, ઉચિત - વ્યય - વેશ - ઘર – વિવાહ, અજીર્ણેભોજન ત્યાગ સાત્મ્યતઃ ભોજન, માતા-પિતાની પૂજા, પોષ્ય-પોષણ, અતિથિ સત્કાર, સાધુ-દીન પ્રતિપત્તિ એ કર્તવ્ય દૃષ્ટિરૂપ છે. ૧૨ થી ૧૯ ગુણો : નિંદાત્યાગ, નિંદ્ય-પ્રવૃત્તિ ત્યાગ, ઈન્દ્રિય પરવશતા ત્યાગ, અભિનિવેશ ત્યાગ, ઉપદ્રવસ્થાન ત્યાગ, અયોગ્ય દેશત્યાગ, અયોગ્ય કાલ ત્યાગ, અયોગ્ય ચર્યાત્યાગ. એ આઠ દોષત્યાગ રૂપ છે. ૨૦ થી ૨૭ ગુણો : પાપભય, લજ્જા, સૌમ્યતા, લોકપ્રિયતા, દીર્ઘદ્રષ્ટિ, બલાબલવિચારણા, વિશેષજ્ઞતા, ગુણપક્ષપાત. એ આઠ ગુણગ્રહણરૂપ છે. ૨૮ થી ૩૫ ગુણો ઃ કૃતજ્ઞતા, પરોપકાર, દયા, સત્સંગ, ધર્મશ્રવણ, બુદ્ધિના આઠ ગુણો, પ્રસિદ્ધ દેશાચાર પાલન, શિષ્ટાચાર પ્રશંસા. એ આઠ સાધનામૂલક છે. ૧૬. પાંચ અણુવ્રતો : સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત, સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત, પરદારા ત્યાગ-સ્વદારા સંતોષવ્રત, પરિગ્રહ પરિમાણ વ્રત; ત્રણ ગુણવ્રતો : દિગ્પરિમાણવ્રત, ભોગોપભોગ પરિમાણવ્રત, અનર્થદંડવિરમણવ્રત; ચાર શિક્ષાવ્રતો : સામાયિક વ્રત, દેશાવગાશિક વ્રત, પૌષધોપવાસ વ્રત, અતિથિ સંવિભાગ વ્રત. ૧૭. કર્માદાનો : ન કરવા યોગ્ય વ્યવસાય; તે પંદર છે. અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટકકર્મ, સ્ફોટકકર્મ, દંતવાણિજ્ય, લક્ષવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય, વિષવાણિજ્ય, યંત્રપિલિકા કર્મ, નિર્લોછન કર્મ, દવદાવાગ્નિકર્મ, જલશોષણકર્મ અને અસતીપોષણકર્મ. 4. ૧૮. પ્રતિમા ઃ પ્રતિજ્ઞાવિશેષ, વ્રત વિશેષ, તપ વિશેષ કે અભિગ્રહવિશેષ. આ પ્રતિમાઓ દ્વારા ક્રમિક આત્મવિકાસ થાય છે. અગ્યાર પ્રતિમાઓ : દર્શન, વ્રત, સામાયિક, પૌષધોપવાસ, સચિત્તત્યાગ, રાત્રિભુક્તત્યાગ, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહત્યાગ, અનુમતિ ત્યાગ, અને ઉદ્દિષ્ટત્યાગ (શ્રમણવત્) ૧૯. દસ શ્રમણોપાસકો : આનંદ, કામદેવ, ચુલનીપિતા, સુરદેવ, ચુલ્લશતક કુંડકોલિક, સદ્દાલપુત્ર, મહાશતક, નંદિનીપિતા અને તેતલીપિતા. તેઓએ શ્રાવકધર્મ વીસ વર્ષ પાળ્યો. તેમાં સાડા ચૌદ વર્ષ ઘરે રહ્યા તેઓ અગ્યાર પ્રતિમાઘર હતા અને એક માસની સંલેખના કરી સૌધર્મ દેવ લોકે જુદાજુદા વિમાનોમાં ચાર-ચાર પલ્યોપમના આયુષ્ય સાથે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે. ૧૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રક્રણ-૨ એક વિહંગાવલોક્ન : પ આવશ્યક પ્રાસ્તાવિક : આવશ્યક એટલે શું? જે ક્રિયા અવશ્ય કરવા જેવી હોય તેને આવશ્યક કહે છે. પ્રાકૃતમાં “આવસ્મય'- જે કર્મોને વશીભૂત કરે છે અને તે દ્વારા કર્મો ઉપર અંકુશ મેળવે છે તેને પણ આવશ્યક કહેવાય. સમ્યકત્વમાં નિર્મળતા અને ચારિત્રમાં દઢતા ઉત્પન્ન થતી હોય તેવી ક્રિયાને પણ આવશ્યક' કહે છે. આવશ્યકના પર્યાયો અનેક છે. અનુયોગ દ્વાર સૂત્રની ગાથામાં આવશ્યકના પર્યાયશબ્દો તરીકે ધ્રુવ, નિગ્રહ, વિશોધિ, અધ્યયન, ષડૂ વર્ગ, ન્યાય, આરાધના અને માર્ગનો નિર્દેશ થયો છે. ૧ જે દિવસ અને રાત્રિના અંત ભાગે શ્રમણ અને શ્રાવક વડે અવશ્ય કરવા યોગ્ય છે તેથી તે આવશ્યક કહેવાય છે. આવશ્યક એક સમાસાદનો સૂચક છે. તેમાં વિવિધ ક્રિયાઓનો સમુદાય સમાએલો છે. તે માટે અનુયોગ દ્વાર સૂત્રમાં વિશેષ સ્પષ્ટતા અને વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આવશ્યકોનો આ સમુદાય સંક્ષેપમાં કહ્યો છે. હવે પછી તેમાંના એક એક અધ્યયનનું અત્રે વર્ણન કરવામાં આવશે, તે આ રીતે (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વંદનક (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ અને (૯) પ્રત્યાખ્યાન. અનુયોગ દ્વાર સૂત્રમાં શાસ્ત્રકારે પ્રત્યેક અધ્યયનનું વર્ણને નીચેના અર્થાધિકારો દ્વારા કર્યું છે. આવશ્યકોના અધિકારો : આવશ્યકોના અર્થાધિકારો આ પ્રમાણે છે. સામાયિકનો અર્થાધિકાર એટલે સાવઘયોગવિરતિ, ચતુર્વિશતિસ્તવનો અર્થાધિકાર એટલે સદ્ભુત ગુણોનું કીર્તન, વંદનકનો અર્વાધિકાર એટલે ગુણવાન ગુરુનો વિનય અને પ્રતિપત્તિ; પ્રતિક્રમણનો અર્થાધિકાર એટલે અલિત આત્માની નિંદા; કાયોત્સર્ગનો અર્થાધિકાર એટલે મહાનદોષરુપ ભાવવ્રણ ચિકિત્સા અને પ્રત્યાખ્યાનનો અર્થાધિકાર એટલે નાનાવિધ સંયમગુણની ધારણા. ૧૫ For Private & Orsonal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ જ આવશ્યક અને પંચાચારની શુદ્ધિ : ષડુ આવશ્યકો પંચાચાર કે જેનું વર્ણન પ્રથમ પ્રકરણમાં કરવામાં આવ્યું છે તેની વિશુદ્ધિ છે. પંચાચારનું પાલન એ મોક્ષમાર્ગનું આરાધન છે જે દ્વારા આત્મામાં અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. ચતુઃ શરણ પ્રકીર્ણકમાં તેનાં વિધાનો મળે છે. સપાપ પ્રવૃત્તિના ત્યાગથી અને નિષ્પાપ પ્રવૃત્તિના સેવનથી સામાયિક વડે ચારિત્ર ગુણની વિશુદ્ધિ થાય છે.' - જિનેશ્વરોના અતિ અદ્દભૂત ગુણ કીર્તન સ્વરુપ ચતુર્વિશતિસ્તવ વડે દર્શનાચારની વિશુદ્ધિ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ગુણો છે, તેનાથી સંપન્ન ગુરુનો વિનય કરવાથી વિધિપૂર્વક વંદન વડે એ ગુણોની શુદ્ધિ થાય છે. વળી (મૂલગુણ-ઉત્તરગુણોમાં) અલિત થયેલા આત્માની તે અલનાની વિધિપૂર્વક નિંદા, ગુરુસમક્ષ-ગહ અને આલોચના કરવી તે પ્રતિક્રમણ કહેવાય છે. તેવા પ્રતિક્રમણ વડે તેની (મૂલગુણ અને ઉત્તરગુણોની) શુદ્ધિ થાય છે. પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા ચારિત્રના અતિચારોની શુદ્ધિ વ્રણચિકિત્સાપ કાયોત્સર્ગ વડે યથાક્રમ થાય છે.* ગુણધારણરુપ પ્રત્યાખ્યાન વડે તપના આચારોની તેમજ વીર્યાચારોની સર્વપ્રકારો વડે એટલે સર્વઆવશ્યકોથી શુદ્ધિ થાય છે. ૧૦ આવશ્યક સૂત્રોની ઉપાદેચતા : આવશ્યકસૂત્રોની ભાષા સર્વશ્રેષ્ઠ છે અને અર્થગંભીર છે. તેની રચના મંત્રમય છે. આના રચનાર કર્તાઓ સર્વશ્રેષ્ઠ ચારિત્રસંપન્ન, સર્વોત્તમ બુદ્ધિનિધાન અને લોકોત્તર કરુણાના ભંડાર હતા. આ પ્રકારની શ્રદ્ધા થયા વિના આવશ્યક સૂત્રોની ઉપાદેયતા સમજી શકાતી નથી. શ્રી અરિહંત પરમાત્માના મુખકમળથી નીકળેલાં અને શ્રી ગણધર ભગવંતોએ સર્વના હિત માટે એક અંતર્મુહૂર્તમાં રચેલાં સૂત્રોમાં શ્રી આવશ્યક સૂત્રોનું મૂલ્ય જૈનશાસનમાં અદકેરું છે. શ્રી ગણધરચિત દ્વાદશાંગી કેવળ મુનિગણને યોગ્ય અને અધિકારી પાત્ર માટે ઉપયોગી ગણેલ છે. જ્યારે આવશ્યક Page #38 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોનું સ્થાન તેથી વધુ વ્યાપક છે. તેનો અધિકારી વર્ગ નાનાબાળથી માંડીને વૃદ્ધ એવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આદિ ચતુર્વિધ સંઘ છે. આવશ્યક સૂત્રો તેઓની નિત્યક્રિયામાં ઉપયોગી હોવાથી તેનું શ્રુતસાહિત્યમાં પ્રથમ સ્થાન છે. જિનશાસનના હિત અર્થે શ્રી અરિહંતો અર્થથી શ્રતનું પ્રર્વતન કરે છે અને નિપુણ ગણધરો તેનું સૂત્રમાં ગુંફન કરે છે એ રીતે આવશ્યક નિર્યુક્તિમાં નિર્દેશ મળે છે. . આ શ્રુતજ્ઞાનનો વિસ્તાર આવશ્યક નિર્યુક્તિની તે પછીની ગાથામાં વર્ણવાયેલ છે. “સામાયિકથી માંડીને બિંદુસાર (ચૌદમું પૂર્વ) પર્વત શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર નિર્વાણ છે.”૧૨ આ પ્રમાણે સામાયિક જે ષડુ આવશ્યકનું પ્રથમ અધ્યયન છે તેનાથી શ્રુતનો પ્રારંભ ગણેલો છે. આવશ્યક સૂત્રોના કર્તા ઃ આવશ્યક સૂત્રોના કર્તા કોણ? આવશ્યક સૂત્રો ગણધર કૃત છે એવી પારંપરિક માન્યતા છે. આ માન્યતાને આધારભૂત ગણી પ્રાચીનકાળથી વિવિધ શાસ્ત્રકારોએ આ સૂત્રો ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, અવચૂરિ કે બાલાવબોધ રચેલા છે. કરેમિ ભંતે એ સામાયિક આવશ્યકનું મુખ્ય સૂત્ર છે. સાધુઓ માટે યાવસજીવ સામાયિકનું વિધાન હોવાથી દરેક તીર્થકરો તે સૂત્રનો ઉચ્ચાર અર્થથી નહિ પણ સૂત્રથી કરી પ્રવ્રજિત થાય છે. આ ઉપરાંત બધા ગણધરો આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓ તેમની દીક્ષા સમયે અને દરરોજની ક્રિયાવિધિમાં આ આવશ્યક સૂત્રનો ઉચ્ચાર કરે છે. આ ઉપરાંત આવશ્યક નિર્યુક્તિમાં શ્રુતજ્ઞાનના વિસ્તારમાં સામાયિક અધ્યયનથી ચૌદ પૂર્વોનો સમાવેશ કરેલો છે તે સિદ્ધ કરે છે કે આવશ્યક સૂત્ર અંગબાહ્ય હોવા છતાં આવશ્યક નિર્યુક્તિકાર તેને દ્વાદશાંગી અંગપ્રવિષ્ટ આગમો સાથે સમાવેશ કરે છે; જે તેનું કર્તુત્વ અન્ય સ્થવિરકૃત બીજી અંગબાહ્ય આગમકૃતિઓથી ભિન્ન હોવાનું સૂચિત કરે છે. ઠાણાંગસુત્ત નામના તૃતીય આગમમાં અંગબાહ્ય શ્રુતના આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત એવા બે ભેદ પાડીને આવશ્યક ગણધરકૃતિ અને આવશ્યક Page #39 -------------------------------------------------------------------------- ________________ વ્યતિરિક્ત(ઉદા. ઉત્તરાધ્યયનાદિ)ને સ્થવિરકૃત જણાવેલ છે. ૧૩ આથી સ્પષ્ટ છે કે આવશ્યકસૂત્ર ઘણું પ્રાચીન છે. પંડિત સુખલાલજીએ તેમના “આવશ્યકસૂત્રના કર્તા કોણ ?' નામના લેખમાં એવું પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે આવશ્યક સૂત્રોના કર્તા સ્થવિરો છે અને તે લગભગ ગણધર સમકાલીન ૧૪ છે. તેમના મત પ્રમાણે વાચક ઉમાસ્વાતિજીના સ્વોપજ્ઞ ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા આગમોના બે શ્રત ભેદો છે. તેમાં સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાનનો અંગબાહ્ય તરીકે ઉલ્લેખ છે. જે સાક્ષાત ગણધરોએ રચ્યું તે અંગપ્રવિષ્ટ અને જે ગણધરવંશજ પરમ મેઘાવી આચાર્યોએ રચ્યું તે અંગબાહ્ય, અંગબાહ્યમાં ગણાતા આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ સૂત્રોના કર્તા પ્રાચીન ગણધરેતર સ્થવિરો હોઈ શકે તેનું પ્રબળ સમર્થન તેમણે કર્યું. આ ગણધરેતર સ્થવિરોમાં આર્ય જંબૂસ્વામી અને આર્ય પ્રભવસ્વામી હોવાની શક્યતાનો નિર્દેશ તેમણે કર્યો છે.૧૫ વાચક શ્રી ઉમાસ્વાતિ દ્વારા “આવશ્યક' ને અંગબાહ્ય આગમોમાં પ્રથમ ગણેલ છે તેનો પરંપરાગત રીતે “આવશ્યક નિર્યુક્તિ” એવો અર્થ કાઢવામાં આવે તો અંગબાહ્યમાંના પ્રથમ આગમ તરીકે તેના રચયિતા આર્ય જંબૂસ્વામી કે આર્ય પ્રભવ સ્વામી જ ગણાય. એ સ્પષ્ટ છે કે આવશ્યક નિર્યુક્તિના કર્તા આચાર્ય ભદ્રબાહુ છે. આમ આવશ્યકથી આવશ્યક નિર્યુક્તિ વિવક્ષિત ગણીએ તો તેની ટીકામાં આચાર્ય ભદ્રબાહુનો ઉલ્લેખ જરુર થયો હોત. પંડિતજીના મત અનુસાર સામાયિક ધર્મ ભગવાને પ્રબોધ્યો અને ગણધરોએ ઝીલ્યો એ સર્વવિદિત સત્ય છે પરંતુ તેમાં સૂત્રરચનાનો નિર્દેશ મળતો નથી. જયારે અંગપ્રવિષ્ટ અને અંગ બાહ્ય શ્રુતની વ્યાખ્યાઓ મુખ્યત્વે શબ્દાત્મક શ્રુતને સ્પર્શે છે. પંડિતજી દર્શાવે છે કે ભગવાન મહાવીરનું મિથ્યાત્વથી નિર્ગમન અને કેવલજ્ઞાન પ્રાપ્તિ અને તેમનાથી જે સામાયિક પ્રગટ થયું તેનું હું વર્ણન કરું છું, આ રીતના પ્રતિજ્ઞા વાક્યમાં સામાયિકનું કથન છે પણ શાબ્દિક સૂત્ર રચના વિષે કોઈ સૂચન નથી. પંડિતજીના જણાવ્યા પ્રમાણે વિશેષાવશ્યક ભાષ્યમાં અંગબાહ્ય શ્રુતના ત્રણ અર્થો કરવામાં આવ્યા છે. ૧. અંગ પ્રવિષ્ટ-શ્રી ગૌતમગણધરાદિ કૃત ઉદા. દ્વાદશાંગી, અંગબાહ્ય-આ. ભદ્રબાહુ આદિ સ્થવિરકત ઉદા. આવશ્યક Page #40 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ આદિ. ૨. “કિ તત્ત” ના ઉત્તરમાં ભગવાન મહાવીર ઉપદિષ્ટ ત્રિપદી ઉપરથી રચાયેલ સૂત્રોને અંગપ્રવિષ્ટ-દ્વાદશાંગી રૂપ ગણેલ છે અને પ્રશ્ન વિના અર્થપ્રતિપાદક અને વિકીર્ણશ્રતને-અંગબાહ્ય ગણાવીઆવશ્યકાદિ સૂત્રોનું ઉદાહરણ છે. ૩. અંગપ્રવિષ્ટ-અવસ્થંભાવી શ્રત છે જે-દરેક તીર્થકરોના તીર્થમાં હોય છે. અંગબાહ્ય એટલે-દરેક તીર્થમાં નિયમથી ન હોનાર શ્રત. ઉદા. તંદુલdયાલિય પન્ના-આદિ. પંડિતજીના અર્થઘટન પ્રમાણે પ્રથમ વ્યાખ્યામાં મૂલ આવશ્યકના કર્તા તરીકે ચોક્કસ સમર્થનનો અભાવ છે. બીજી વ્યાખ્યાનુસાર અંગબાહ્યના ઉદાહરણમાં આવશ્યકને દર્શાવી તેને વિકીર્ણ અને પ્રશ્ન વિના ઉપદેશ ઉપરથી રચિત ગણેલ છે. પરંતુ તેથી ગણધર કૃત હોવાનું અસંદિગ્ધ પ્રમાણ ઉપલબ્ધ બનતું નથી. પારંપરિક અર્થઘટનથી મધ્યના બાવીસ તીર્થકરોના શાસનકાળમાં પણ આવશ્યક રચના અવયંભાવી છે જો કે તેનો ઉપયોગ અતિચાર લાગવાના કારણ ઉપસ્થિત થાય ત્યારે કરવામાં આવે છે. વળી પ્રથમ અને અંતિમ તીર્થકરોના શાસનમાં દૈનિક પ્રતિક્રમણધર્મ હતો તેને ધ્યાનમાં લઈએ તો તીર્થની સ્થાપના થાય તે દિવસથી જ ગણધરો પણ નિયમિત પ્રતિક્રમણ કરે છે તેથી પ્રતિક્રમણની આવશ્યકતા પ્રથમ દિવસથી જ પડે છે. જૈનશાસ્ત્રોમાં અનેક સ્થળે “સામાયિક આદિ ચૌદ પૂર્વો ભણે છે : અથવા “સામાયિકાદિ અગ્યાર અંગો ભણે છે–આવા ઉલ્લેખો આવે છે ત્યાં સામાયિક શબ્દથી માત્ર સામાયિક જ નહિ પણ સામાયિકની મુખ્યતાવાળું આવશ્યક સૂત્ર જ સૂચવાયું છે. આવશ્યક નિર્યુક્તિકારે પોતે જ પ્રશ્ન કર્યો છે. “તીર્થકરો તો કૃતકૃત્ય છે તો પછી તેમને સામાયિકાદિ અધ્યયનો કહેવાનું કારણ શું ?” એનો ઉત્તર પણ તેમણે જ આપ્યો છે.૧૮ “તીર્થંકર નામકર્મ મેં પૂર્વે ઉપાર્જન કર્યું છે તેને મારે ખપાવવું જોઇએ” એમ જાણીને શ્રી તીર્થકરો સામાયિકાદિ અધ્યયન કહે છે. અહીં “તુ' શબ્દથી અન્ય અધ્યયનો પણ ગ્રહણ કરવા એવી સ્પષ્ટતા શ્રી હરિભદ્રસૂરિએ આવશ્યક ટીકામાં કરી છે. આવશ્યક સૂત્રનો રચનાકાળ : આવશ્યક સૂત્રોની રચના ગણધરોએ ક્યારે કરી ? ભ. મહાવીરની શાસન સ્થાપના તેમના જીવનના બેંતાલીસ વર્ષો – અર્થાત્ છમસ્થ કાળપૂર્ણ Page #41 -------------------------------------------------------------------------- ________________ થયા બાદ વૈશાખ સુદ ૧૧ના થઇ. તેઓ અંતિમ તીર્થંકર હતા. તેમણે સપ્રતિક્રમણ (આવશ્યક) ધર્મનું પ્રતિપાદન કર્યું હતું. આથી તેમના શાસનમાં દરેક સાધુ-સાધ્વી માટે સવાર-સાંજ પ્રતિક્રમણની આરાધના જરુરી હતી. આ પ્રતિક્રમણ તેઓ શા આધારે કરે ? તે માટે આવશ્યક સૂત્રોની જરુર હતી. એટલે ગણધરો તેની પ્રથમ રચના કરે અને પછી બીજા અંગસૂત્રોની રચના કરે એ સ્વાભાવિક ક્રમ ગણાય. વળી શ્રુતના વર્ણન પ્રસંગે શાસ્ત્રકારો સામાયિકાદિ ચૌદ પૂર્વે કે સામાયિકાદિ અગ્યાર અંગો એવો શબ્દપ્રયોગ કરે છે તેથી એ સ્પષ્ટ થાય છે કે પ્રથમ આવશ્યક સૂત્રની અને તે પછી દ્વાદશાંગીની રચના થઇ હોવી જોઇએ. “ભગવાન મહાવીરનો ઉપદેશ વિક્રમ સંવત પૂર્વે ૫૦૦ વર્ષથી શરુ થયો તેથી આવશ્યકસૂત્રો પણ તેટલાં જ પ્રાચીન ગણી શકાય. આ વાત પણ એ સિદ્ધ કરે છે કે આવશ્યક સૂત્રો ગણધરચિત છે. અન્ય સ્થવિર રચિત નથી’૧૯ આવશ્યકોની આધ્યાત્મિકતા : વ્યાયામ કે સંગીતમાં નિપુણતા મેળવવા રોજ કસરત કે રિયાઝ જરૂરી છે, તે વિના વ્યાયામ કે સંગીતની જાણકા૨ી સાર્થક થતી નથી. તેમ ફક્ત જ્ઞાનમાં સાર્થકતા નથી. તે જ્ઞાન ક્રિયામાં પરિણમવું જોઈએ. આમ ક્રિયા કરતી વખતે જ્ઞાન તેમાં ગર્ભિત રીતે સમાય છે. આવશ્યકો ક્રિયામય છે; તેના વડે અધ્યાત્મની સિદ્ધિ કઈ રીતે થઈ શકે તે પ્રશ્ન કે શંકા અસ્થાને છે. કારણ આવશ્યક ક્રિયા અધ્યાત્મ સ્વરૂપ જ છે. “અધ્યાત્મ”નો વ્યુત્પત્તિગત અર્થ અને રૂઢિનું અર્થઘટન ઉપા. શ્રીમદ્ યશોવિજયજી એ નીચે પ્રમાણે કર્યું છે. “આત્માને ઉદ્દેશીને જે પંચાચારનું પાલન થાય તે અધ્યાત્મ છે અને બીજી વ્યાખ્યા પ્રમાણે બાહ્ય વ્યવહારથી (વાસિત) મૈત્ર્યાદિ યુક્ત ચિત્ત એ અધ્યાત્મ છે.” આમ જ્ઞાન અને ક્રિયા ઉભયના સુમેળને તેમણે અધ્યાત્મ તરીકે ઘટાવેલ છે. ૨૦ કેટલીક વાર ક્રિયાકાંડની નિંદા કરી જ્ઞાનની પ્રતિષ્ઠા કરવામાં આવે છે પરંતુ અહીં ક્રિયાકાંડનો ખરો ચરિતાર્થ વૈદિક યજ્ઞાદિ હિંસક ક્રિયાને લાગુ પડે છે, નહીં કે નિરપાય અને કલ્યાણકર ક્રિયા સાથે. સત્ય, દયા, પરોપકાર, ક્ષમા, સરળતા, નિઃસ્વાર્થપણું, તપ, સ્વૈચ્છિક Page #42 -------------------------------------------------------------------------- ________________ કષ્ટ, સહનશીલતા, અલ્પજરૂરિયાતવાળું જીવન, સંયમ, સાદાઈ, નિખાલસતા, સમભાવ, પવિત્રતા, અલ્પ પરિગ્રહ, બ્રહ્મચર્ય, શુભવિચાર, શુભકર્તવ્યો, શુભમનન, ધ્યાન, વિશાળ હૃદય, તીર્થંકરભક્તિ વગેરે આધ્યાત્મિક ગુણો ખીલવવા માટે પડું આવશ્યકની યોજના સરળ અને વ્યવહારુ છે. વસ્તુનું સૂક્ષ્મ આકલન એ જિનકથિત ધર્મની વિશેષતા છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યના પ્રારંભમાં જણાવ્યું છે કે - ચરણગુણ સંગહ સયલ આવસ્મયાણઓગં - અર્થાત્ આવશ્યકોનો અનુયોગ(વ્યાખ્યાન)એ ચરણ (ચરિત્ર) અને ગુણ (મૂલગુણ અને ઉત્તરગુણ)ના સંપૂર્ણ સંગ્રહરૂપ છે. તેનું તાત્પર્ય એ કે જ્ઞાન, દર્શન અને ચારિત્રને લગતી કોઈપણ ક્રિયાઓ એવી નથી જે આવશ્યકના વિચારક્ષેત્રની બહાર રહેલી હોય. અનુયોગદ્વારસૂત્રમાં લોકોત્તર ભાવ આવશ્યકનું સ્વરૂપ દર્શાવ્યું છે. જે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા આવશ્યક સૂત્ર અને તેના અર્થચિંતનમાં એકાગ્રચિત્ત રહે છે, તન્મય થઈ જાય છે, તેની લેગ્યામાં તલ્લીન અને અર્થમાં ઉપયોગ રાખી તેમાં ત્રણ કરો-મન, વચન અને કાયા-ને અર્પિત કરે છે અને કેવળ તેની જ ભાવનામાં ઓતપ્રોત થઈ બન્ને સમય આવશ્યકાદિ કરે છે તેવા આવશ્યકને લોકોત્તર ભાવ આવશ્યક સમજવા જોઈએ”૨૧ આવશ્યક અને ધ્યાનયોગ : - શ્રી જિનમતમાં આવશ્યકાદિ ક્રિયાને છોડી બીજું ધ્યાન નથી એમ કહેવાય છે. તેનો સાચો અર્થ એ કે જીવન પ્રમત્ત અવસ્થામાં હોય ત્યાં સુધી ઉપયોગયુક્ત ક્રિયા છોડી ચિત્તનિરોધરુપ ધ્યાનનું અવલંબન લે તો તેનું ધ્યાન અને પ્રશમગુણ ધ્યાનસિવાયના કાળે ગુરૂવિષમ જવરની જેમ મિથ્યાત્વરુપી પ્રકોપને પામ્યા વિના રહેતા નથી. પાતંજલ યોગસૂત્રમાં ‘ચિત્તવૃત્તિ નિરોધને ધ્યાન કહેવામાં આવ્યું છે. જ્યારે આત્મા આત્ન અને રૌદ્ર ધ્યાનમાં રમમાણ હોય ત્યારે પણ તેની ચિત્તવૃત્તિ અન્યવિષયો પ્રત્યે બેધ્યાન હોય છે, પરંતુ તે ધ્યાન ધર્મસાધક બનતું નથી. ઉપા. યશોવિજયજીએ પાતંજલ યોગસૂત્રની તેમની અપૂર્ણ ટીકામાં ચિત્તવૃત્તિનિરોધને સ્થાને ક્લિષ્ટ ચિત્તવૃત્તિનિરોધ સૂચવેલ છે. જૈન Page #43 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રણાલિ જ્યાં કલેશકર ચિત્તવૃત્તિનો નિરોધ હોય તેને જ ધ્યાન ગણે છે. આ ધ્યાન – ધર્મધ્યાન કે પ્રશસ્તમનોવ્યાપાર રુપ હોય છે. આત્માનો પ્રમાદ દોષ દૂર ન થાય ત્યાં સુધી મન, વચન અને કાયાની પ્રમત્ત અવસ્થાને રોકવા માટે જે પ્રવૃત્તિ આચરવામાં આવે તે વાસ્તવિક ધ્યાન છે. આના અનુસંધાનમાં ઉપા. યશોવિજયજીએ તેમના સવાસો ગાથાના સ્તવનમાં આ વિષે માર્મિક ટકોર કરી છે. “ચિત્તનિરોધરૂપ કે નિર્વિકલ્પ સમાધિરૂપ ધ્યાન એ નિશ્ચયધર્મ છે અને તે જ એક માત્ર કર્મક્ષય અને મુક્તિનું સાધન છે એવો એકાંતવાદ ધારણ કરનારે એ ખ્યાલમાં રાખવું ઘટે કે નિશ્ચયધર્મ તો શૈલેશી અવસ્થાને અંતે આવે છે. જે પુણ્ય અને પાપ બન્નેનો ક્ષય કરી મોક્ષ સુખ આપે છે. પોતપોતાના ગુણસ્થાનકને ઉચિત જે જે સાધનરુપ ધર્મો છે તે પણ નિશ્ચયધર્મનું કારણ અર્થાત્ વ્યવહાર ધર્મ છે.”૨૨ શ્રી હરિભદ્રસૂરિએ “યોગવિશિકા'માં મોક્ષની સાથે જોડનાર સર્વ પ્રકારના ધર્મવ્યાપારને યોગરુપ ગણ્યો છે. આવશ્યક ક્રિયાને આ સર્વાશે લાગુ પડે છે. ૩ અષ્ટાંગયોગને માન્યતા આપવા છતાં જૈનસિદ્ધાન્તમાં કોઈ પણ આસન, કોઈ પણ સ્થાન, કોઇ પણ મુદ્રા, કોઈ પણ કલાકે કોઇ પણ ક્ષેત્રમાં મુનિઓ કેવળ જ્ઞાન કે મોક્ષ પામી શકે તેમાં નિયમ ફક્ત એક જ છે. પરિણામની વિશુદ્ધિ અને મન, વચન, કાયાની અર્થાત યોગની સુસ્થતા. ઉચ્ચયોગ કે ધ્યાનપ્રણાલિ જ મોક્ષનો હેતુ છે. પૂર્વે કહ્યું તેમ શ્રી જિનમતમાં આવશ્યકને છોડીને બીજું કોઈ ધ્યાન નથી. એ વાત સો ટકા સત્ય છે. પરંતુ એ માત્ર સવાર-સાંજનું પ્રતિક્રમણ નહિ. સવાર-સાંજનું પ્રતિક્રમણ તો દિવસ દરમિયાન અનુપયોગ અર્થાત્ પ્રમાદના કારણે લાગેલ દોષોને યાદ કરી, તેની શુદ્ધિ કરવાની પ્રક્રિયા છે. પંચસૂત્રમાં જણાવ્યા પ્રમાણે સાધક-મુનિ તો સમગ્ર દિવસ દરમિયાન હંમેશા ફાયરિંગથી, ધ્યાન (કાયોત્સર્ગ) અને સ્વાધ્યાયમાં જ રત હોય. એ સમતાની સાધના જ કરતા હોય છે. ધ્યાન એટલે મન, વચન, કાયાની એકાગ્રતા. આ એકાગ્રતા સારી પ્રવૃત્તિમાં હોય તો તે શુભ ધ્યાન કહેવાય છે. અને જો ખરાબ પ્રવૃત્તિમાં, ચોરી, હિંસા, પરિગ્રહ આદિમાં મન, વચન, કાયાની એકાગ્રતા આવે તો તેને અશુભ ધ્યાન કહેવાય છે. આવી અશુભ પ્રવૃત્તિમાં પણ એકાગ્રતા ૨ ૨. Page #44 -------------------------------------------------------------------------- ________________ આવે છે એટલું જ નહિ, એ અનાયાસ જ આવી જાય છે, તે માટે કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી. શાસ્ત્રીય પરિભાષામાં તેને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કહેવામાં આવે છે. કર્મબંધનું સૌથી સબળ સાધન મન, મનના અધ્યવસાય / પરિણામ છે. જો મન અશુભમાં પ્રવૃત્ત થાય તો તે જીવને સાતમી નરક સુધી લઈ જાય છે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ ‘આધાત અને પ્રત્યાઘાત સરખા અને સામસામી દિશામાં હોય છે.' (Action and reaction are equal and opposite) પ્રમાણે એ જ મન જો શુભ અધ્યવસાયમાં પ્રવૃત્ત થાય તો અનુત્તર વાસી દેવ પણ બનાવે અને શુદ્ધભાવ આવી જાય તો સકલકર્મનો ક્ષય કરી મોક્ષ પણ અપાવે છે. અપ્રમત્તભાવ, ઉપયોગ અર્થાત્ સતત જાગૃત અવસ્થા જ ધ્યાન છે. શાસ્ત્રકારોએ તો ત્યાં સુધી કહ્યું કે ઉપયોગપૂર્વક ગોચરી લેવા જવું અને ઉપયોગપૂર્વક ગોચરી વાપરવી એ પણ અપ્રમત્તભાવ સ્વરૂપ ધ્યાન છે. માટે જ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના છદ્મસ્થપર્યાય બાર વર્ષ, છ મહિના અને પંદર દિવસમાં પ્રમાદકાળ ફક્ત બે ઘડી/૪૮ મિનિટનો જ બતાવ્યો છે. જૈન ગ્રંથો પ્રમાણે મનોવર્ગણા સ્થૂળ છે અને આત્માને લાગેલ કર્મ સ્વરૂપ કાર્મણ વર્ગણા સૂક્ષ્મ છે. આમ છતાં મનોવર્ગણાના શુભ પુદ્ગલોની શક્તિ અચિંત્ય છે. કારણકે તેની સાથે આત્મા જોડાયેલો છે. આ આત્મા અધ્યવસાય દ્વારા મનોવર્ગણાના પરમાણુ સ્કંધને એટલા શક્તિશાળી બનાવે છે કે તે કાર્મણવર્ગણાને આત્માથી અલગ કરે છે. અને એટલે શ્રી આનંદઘનજી શ્રીકુંથુનાથ પ્રભુના સ્તવનમાં કહે છે : ‘મન સાધ્યું એણે સઘળું સાધ્યું'. આ રીતે ષડ્ આવશ્યક પૂર્ણપણે શાસ્ત્રીય તથા વૈજ્ઞાનિક છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. દ્રવ્ય અલબત્ત, અહીં જે અધિકાર છે, તે ભાવ આવશ્યકનો જ છે. આવશ્યકનું જિનશાસનમાં કોઈ મૂલ્ય નથી. તેથી તેની કોઈ ચર્ચાને અવકાશ નથી. ૨૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ પાદટીપ ૫. આવસ્મય અવસ્સ કરણિજ્જ ધુવ નિગ્નહો વિસોહી અ. અજઝયણ છક્ક વગો, નાઓ આરાહણા મગ્નો ૧/ “આવશ્યક વ્યાખ્યા” શ્રી નંદીસૂત્ર અને અનુયોગદ્વાર સૂત્ર સં. શોભાચન્દ્ર ભારિલ્લ પ્ર. પ્રેમજિનાગમ પ્રકાશન સમિતિ, મુંબઈ, (૧૯૭૬) પૃ. ૧૩૪ સમeણે સાવએણે ય અવસ્ય - કાયવું હવઈ જમ્યા | અંતો અહોનિસસ ય તન્હા આવસ્મય નામ // “આવશ્યક વ્યાખ્યા” એજન પૃ. ૧૩૪ આવસયસ એસો પિડન્ધો વણિઓ સમાસણું | એત્તો એક્કેક્કે પણ, અજઝયણ કિન્નઈસ્લામિ ! તે જહાં સામાઈયં ચવિસત્થઓ વંદણય પડિક્કમણે કાઉસ્સગ્ગો પચ્ચકખાણ “આવશ્યક અર્થાધિકાર” એજન પૃ. ૧૪૩ આવર્સીગ ણે ઈમે અત્યાહિગારા ભવંતિ | તું જહા સાવજ્જ – જોગવિરઇ, ઉક્કિdણ ગુણવઓ અ પડિપત્તી | ખલિઅલ્સ નિંદણા વણ-તિગિચ્છા ગુણધારણા એવ | આવશ્યક અર્થાધિકાર” એજન પૃ. ૧૪૨ ચારિત્તસ વિસોહી કીરઈ સામાઈએણ કિલ ઈહયું | સાવજ્જર જોગાણે તજ્જણા સેવણzણ અ રા/ ચઉસરણ તથા આઉર પચ્ચકખાણ પન્ના સં.વીરભદ્ર મુનિ. પ્ર. જૈન તત્ત્વવિવેચક સભા, અમદાવાદ (૧૯૦૧) પૃ. ૨ દંસણાયાર વિસોહી, ચકવીસા સંસ્થએણ કિઈ ય ! અચ્ચભૂઅ-ગુણ-કિત્તણવેણ જિણવરિંદાણ III એજન પૃ. ૨ ૭. નાણાઈઆ ઉ ગુણા તસ્ય સંપન્ન – પડિવત્તી કરણાઓ / વિંધાણ વિહિણા, કીરઈ સોહી ઉ તેસિ તુ III. એજન પૃ. ૩ ખલિઅસ્સા ય તેસિં પુણો, વિહિણા જે નિંદણાઈ પડિક્કમણું | તેણે પડિક્કમણેણં તેસિ પિ અ કીરએ સોહી પા એજન પૃ. ૩ ચરણાઈવારાણ જહકર્મો વણ-તિગિચ્છારૂવેણું ! પડિકકમણા સુદ્ધાણં, સોહી તહ કાઉસ્સગૂણે IIll એજન પૃ. ૪ ૧૦. ગુણધારણાવેણ પચ્ચખાણેણ તવ - ઈઆરસ્ત ! વિરિયાયારસ્ટ પુણે, સવેહિ વિકીરએ સોહી . એજન પૃ. ૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૧. અત્યં ભાસઈ અરહા સુત્ત ગંતિ ગણહરા નિઉણું । સાસણમ્સ હિયટ્ટાએ, તઓ સુતં પવત્તઈ ।।૯૨॥ આવશ્યક નિર્યુક્તિ. શ્રીમદાવશ્યક સૂત્રં પ્રથમો વિભાગ : લે. આચાર્ય ભદ્રબાહુકૃત. પ્ર. આગમોદય સમિતિ, મહેસાણા (૧૯૧૬) પૃ. ૬૮. ૧૨. સામાઈયમાઈયં સુયનાણું જાવ બિન્દુસારઓ । તસ્સ વિ સારો ચરણં સારો ચરણસ્ત નિવ્વાણું ૫૯૩ એજન પૃ. ૬૮ ૧૩. અંગબાહિરે વિષે પક્ષતે, તં જહા આવસ્સએ ચેવ આવસયવઈરિત્તે ચેવ. ઠાણાંગ બીજું અધ્યયન, ઉ.૧ સૂ.૨૨ ઠાણાંગ સુત્ત સમવાયાંગસુત્ત ચ સં. મુનિ જંબૂવિજયજી. પ્ર. શ્રી મ. જૈ. વિ. મુંબઈ (૧૯૮૫) પૃ. ૧૫ ૧૪. ‘આવશ્યક સૂત્રના કર્તા કોણ ?' દર્શન અને ચિંતન ભાગ. ૨ લે. પંડિત સુખલાલજી પ્ર. ગુજરાત વિદ્યાસભા અમદાવાદ (૧૯૫૭) પૃ. ૭૩૭. ૧૫. એજન પૃ. ૭૩૮ ૧૬. સામાઈયાઈ ચઉદસપુર્વીાઈ અહિજ્જઈ અથવા સામાઈયાઈ એક્કારસ અંગાઈ અહિઈ. વિ. ઉલ્લેખો માટે. જુઓ જ્ઞાતા ધર્મકથા પાંચમું શૈલક જ્ઞાત અધ્યયન, ચૌદમું તેતલીજ્ઞાત અધ્યયન, પંદરમુ નંદીફલ જ્ઞાત અધ્યયન, સોળમું અમરકંકાજ્ઞાત અધ્યયન, ભગવતી સૂત્રમાં શ્રી મહાબલ અધિકાર શ્રી સ્કંદચરિત. ચોવીસ તીર્થંકરોના શાસનમાં સાધુ સાધ્વીઓના અભ્યાસની આ વિગતો સામાયિકાદિ આવશ્યકોની પ્રાચીનતા અને શ્રુતસંપત્તિમાં મુખ્યતા પ્રતિપાદિત કરે છે. ૧૭. તિત્યયરો કિં કારણું, ભાસઈ સામાઈયં તુ અજઝયણું । તિત્યયર નામ ગોત્ત, કર્માં મે વેયવ્વ તિ ૫૭૪૨॥ આવશ્યક નિર્યુક્તિ શ્રીમદાવશ્યક સૂત્ર : પૂર્વ ભાગઃ લે. આ. ભદ્રબાહુકૃત. પ્ર. શ્રી. આગમોદય સમિતિ મહેસાણા (૧૯૧૬) પૃ. ૨૭૯. ૧૮. હારિભદ્રીય ટીકા : તીર્થંકરશીલસ્તીર્થંકર, તીર્થં પૂર્વોક્ત, સ કિં કારણ, કિં નિમિત્તે ભાષતે સામાયિક ત્વધ્યયનં ? તુ શબ્દાદન્યાધ્યયન પરિગ્રહઃ, તસ્યકૃતત્વાદિતિ હૃદયમ્ અત્રોચ્યતે-તીર્થંકર નામ ગોત્રં તીર્થંકર નામ સંશં ગોત્ર શબ્દઃ સંજ્ઞાયામ્ કર્મમયાવેદિતત્વમિત્યનેન કારણેન ભાસત, ઈતિ ગાથાર્થઃ । એજન પૃ. ૨૭૯ ૧૯. શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર-પ્રબોધ ટીકા-પ્રથમ ભાગ. પ્ર. જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ (૧૯૭૬) પૃ. ૬૭ ૨૦. આત્માનમધિકૃત્ય સ્થાત્ યઃ પંચાચાર ચારિમા ૨૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ શબ્દયોગાર્થનિપુણાસ્તદધ્યાત્મ, પ્રચક્ષતે ॥૨॥ રુઢચર્થનિપુણાસ્તવાહુશ્ચિતં મૈત્ર્યાદિવાસિત, અધ્યાત્મ નિર્મલં બાહ્ય-વ્યવહારોપįહિતમ્ ॥ા અધ્યાત્મોપનિષત્ પ્રકરણમ્ લે. ઉપા. યશોવિજયજી . ૨૧. સે કિં તં લોગુત્તરિયું ભાવાવસ્મયં ? લોગુત્તરિયું ભાવાવસયં જણું ઈમે સમણો વા સમણી વા સાવઓ વા સાવિઆ વા તચ્ચિત્તે તમ્મણે તલેસે તદજઝવસિએ તત્તિવ્વજઝવસાણે, તદઠ્ઠોવઉત્તે તદપ્પિયક૨ણં તબ્જાવણાભાવિએ અણ્ણત્વ કત્થઈ મણું અકારેમાણે ઉભઓકાલ આવસ્યું ક૨ેતિ, તં લોગુત્તરિય ભાવાવસયં । અનુયોગદ્વાર સૂત્રે આવશ્યક વ્યાખ્યા શ્રી નંદીસૂત્ર અને અનુયોગ દ્વાર સૂત્ર સં. શોભાચંદ્ર ભાલ્લિ પ્ર. પ્રેમ જિનાગમ પ્રકાશન સમિતિ, મુંબઈ (૧૯૭૬) પૃ. ૧૩૩-૧૩૪. ૨૨. નિશ્ચયધર્મ ન તેણે જાણિયો, જે શૈલેશી અંત વખાણ્યો, ધર્મ-અધર્મ તણો ક્ષયકારી, શિવસુખ દે છે ભવજલ તારી. તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે, તેહ ધરમ વ્યવહારે જાણો, કારજ-કારણ એક પ્રમાણો. ઢાળ દશમી ગાથાક્રમ ૨-૩ સવાસો ગાથાનું સ્તવન : લે. ઉપા. શ્રી યશોવિજયજી. ૨૩. મુખ્તેણં જોયણાઓ જોગો સવ્વો ધમ્મવાવારો । યોગવિંશિકા : શબ્દશઃ વિવેચન : લે. શ્રી હરિભદ્રસૂરિ સં. પ્રવીણભાઈ મોતા, પ્ર. ગીતાર્થ ગંગા, અમદાવાદ (૧૯૯૮) પૃ. ૧. ૨૬ Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-3 પ્રથમ અધ્યયન : સામાયિક પ્રાસ્તાવિક : સામાયિક એ ષડ્ આવશ્યકોમાં પ્રથમ આવશ્યક છે. સામાયિક એટલે સમયને લગતી અથવા સમય વિષયક. અહીં ‘સમય'નો અર્થ આત્મા કરવામાં આવ્યો છે. આ પ્રમાણે સામાયિક એટલે આત્મવિષયક એવું કર્તવ્ય એવી વ્યુત્પત્તિ થઈ શકે. જૈન દર્શનમાં સમયનો બીજો અર્થ કાળનો સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગ પણ કરવામાં આવ્યો છે. એ અર્થ અહીં અભિપ્રેત નથી. તે ઉપરાંત સમય - ઈક પ્રત્યય લાગતાં સામયિક શબ્દ બને છે તે સાપ્તાહિકો, પાક્ષિકો, માસિકો કે અનિયતકાલિક પ્રકાશન ગ્રંથો માટે વપરાય છે. તે અર્થ અહીં લેવામાં આવતો નથી. સમ + આય = સમાય; આ સમાય પદને ઈક પ્રત્યય લાગતાં સામાયિક શબ્દ બને છે. સમ એટલે સમતા યા સમભાવ અને આય એટલે લાભ. જે પ્રક્રિયાથી સમતાનો લાભ થતો હોય તેને સામાયિક કહે છે.૧ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં પણ ઉપરોક્ત વાતનું સમર્થન કર્યું છે. તેમણે રાગ અને દ્વેષથી રહિત પરિણતિને સમ કહી છે અને અય એટલે અયન-ગમન. તે ગમન સમ પ્રત્યે થાય તેથી સમાય કહેવાય, એવો સમાય તે જ સામાયિક કહેવાય.૨ આ સામાયિકમાં સંસારના બધા પ્રકારના રાગ અને દ્વેષ ઉત્પન્ન કરાવનાર તાપ, સંતાપનું શમન કરી શુદ્ધ જગ્યાએ શુદ્ધ વસ્ત્ર પહેરી ૪૮ મિનિટ અથવા બે ઘડી સાંસારિક બંધનો દૂર કરી આત્મભાવમાં લીન થવાનું છે. સામાયિક કરતી વખતે સાધકે ચાર પ્રકારના કષાયો-ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ કરી, વિષયો પ્રત્યે આસક્તિ ત્યાગી સમતાને સ્થાન આપવાનું છે. અહીં સમતા એટલે શુભ સ્થિરતા. સમતા એ આત્માનું સ્વરૂપ છે. વિષમભાન - પરભાવમાંથી આત્માને ખસેડી સમભાવમાં લાવવો અને તેમાં રમણ કરવું એટલે સમતા. સાચા આત્મજ્ઞાની સાધક સમતાના સાગરમાં એટલો ઊંડો ઊતરેલો હોય છે કે તેની પાસે સાંસારિક વિષમતાઓ આવી શકતી નથી. કોઈ ૨૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ તેની પૂજા કરે કે પ્રશંસા કરે કે ગાળો આપે પરંતુ તેના ચિત્તમાં વિષમભાવ પેદા થતો નથી. સામાયિકની સાધના કે મહત્તા ફક્ત ૪૮ મિનિટમાં નથી કે તેની સંખ્યામાં નથી; પરંતુ તેમાં સમત્વનો આદર્શ ભળે એ જરૂરી છે. સમભાવ સમગ્ર જીવનને અસર કરે તે વિશેષ મહત્ત્વનું છે. નિશ્ચય નયની દ્રષ્ટિએ તો આત્મા એજ સામાયિક છે. આમ આત્મદર્શન એજ સામાયિકનો અર્થ છે. ભગવતી સૂત્રના પ્રથમ શતકના નવમાં ઉદ્દેશકમાં આ વિષે ઉલ્લેખ છે. શ્રી પાર્શ્વનાથના ચાતુર્યામધર્મ કાલાસ્યવેષિ અણગારે ભગવાન મહાવીરના પંચમહાવ્રતધારી સાધુઓને પ્રશ્ન કર્યો, “હે આર્યો ! આપનું સામાયિક શું છે? સામાયિકનો અર્થ શું છે?” તે સ્થવિરોએ ઉત્તર વાળ્યો, હે આર્ય ! આત્મા જ અમારું સામાયિક છે અને આત્મા એ જ સામાયિકનો અર્થ છે. આ પ્રમાણે આત્માની વાસ્તવિક સ્થિતિને પ્રાપ્ત કરવી એટલે સામાયિક. વ્યવહાર નયની દ્રષ્ટિએ આત્માની સ્વાભાવિક સ્થિતિ પ્રત્યે લઈ જનારાં તમામ સાધનો કે ક્રિયાઓ અથવા અનુષ્ઠાનો પણ સામાયિક છે. સામાયિકના પ્રકારો : સામાયિકનું સ્વરૂપ સર્વ સાવઘયોગોથી વિરતિરૂપ છે. તેથી ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. તેના બે પ્રકાર છે. ૧. ઈત્ર ૨. યાવત કથિત. થોડા સમય માટે સ્વીકારેલું સામાયિક “ઈવર' સામાયિક છે. આ સામાયિક શ્રાવકો માટેનું પ્રથમ શિક્ષાવ્રત અથવા નવમું વ્રત છે. તે સમયે શ્રાવક સાધુ જેવો બને છે. જીવન પર્યત રહેનાર સામાયિક એટલે યાવત કથિત સામાયિક, જે સામાયિક સાધુઓ માટે છે. સામાયિકના ભેદો : સામાયિકના મુખ્ય ચાર ભેદો છે" ૧. સમ્યક્ત સામાયિક. ૨. શ્રત સામાયિક. ૩. દેશવિરતિ સામાયિક. ૪. સર્વવિરતિ સામાયિક ૫ ૨ ૮E For Private & evenal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ (૧) સમ્યક્ત્વ સામાયિક : જીવાદિ નવ તત્ત્વો પરની અતૂટ શ્રદ્ધા અને સર્વજ્ઞકથિત વચનમાં દ્રઢ વિશ્વાસ એ સમ્યક્ત્વ સામાયિક છે. અહીં સમ્યક્ત્વના પાંચ લિંગો (ચિહ્નો) છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્મ. ઉપલક્ષણથી કષાયોનો ઉપશમ, મોક્ષાભિલાષા, વિષયો પ્રત્યે કંટાળો, દુ:ખી જીવો પ્રત્યે આર્દ્રતા અને આત્માદિ પદાર્થોનો સ્વીકાર અહીં અભિપ્રેત છે. (૨) શ્રુત સામાયિક : આ દ્વાદશાંગી રૂપ છે. સૂત્રપાઠ કે ગીતાર્થ સદ્ગુરુનો વિનય અને સન્માનપૂર્વકની શ્રુતજ્ઞાનની ઉપાસના કે શાસ્ત્રાભ્યાસ આ સામાયિકમાં નિહિત છે. (૩) દેશિવરિત સામાયિક : સાવઘ પાપ વ્યાપારોનો અંશતઃ ત્યાગ અહીં અપેક્ષિત છે. અણુવ્રતો, ગુણવ્રતો અને શિક્ષાવ્રતોને ગ્રહણ કરી બે ઘડીનું સામાયિક પાલન અહીં સૂચિત કરેલ છે. (૪) સર્વવિરતિ સામાયિક : સર્વ સાવદ્ય વ્યાપારોનો પૂર્ણ રૂપે ત્યાગ કરી પંચમહાવ્રતોનો સ્વીકાર કરી ગ્રહણ કરેલું આ સામાયિક શ્રમણોને જીવનભર માટે હોય છે. સામાયિકના લક્ષણો : સર્વ જીવો પ્રત્યે સમતા રાખવી, સંયમ રાખવો, શુભ ભાવના ભાવવી અને આર્ત્ય - રૌદ્રધ્યાનનો ત્યાગ કરવો તેને સામાયિક વ્રત કહેવામાં આવે છે. સામાયિકના સર્વ સામાન્ય લક્ષણોનું અહીં વર્ણન કર્યું છે. શ્રી હેમચંદ્રાચાર્યે આ જ વાત યોગશાસ્ત્રમાં નિરુપિત કરી છે.૭ અહીં લક્ષણ અને સાધ્યનું એકત્વ એટલે સમભાવ, સમતા, ઉદાસીનતા કે મધ્યસ્થતા વ્યક્ત થાય છે. આ ભાવને પ્રાપ્ત કરનાર ભાવસમાધિમાં પ્રવેશ કરે છે, સ્થિતપ્રજ્ઞ બને છે. સામાયિકની અતિ ઉત્કૃષ્ટ સ્થિતિમાં અક્ષય સુખના ભંડાર એવા મોક્ષના સુખને અંશે પણ વેદન કરી શકે છે. આથી શ્રી હરિભદ્રસૂરિએ સામાયિકને મોક્ષાંગ તરીકે વર્ણવ્યું છે. ૨૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ “સર્વજ્ઞભાષિત સામાયિક મોક્ષનું પરમ અંગ છે. વાંસલો ફેરવી ચામડી ઉતરડી નાખનાર અને ચંદનનો લેપ કરનાર પ્રત્યે પણ એવી જ સમતા રાખી શકે તેવા મહાત્માઓનું સમતારૂપ સામાયિક મોક્ષનું પણ અંગ છે.” સામાયિકની સાધના હૃદયને વિશાળ અને તેના શુદ્ધિકરણને પ્રોત્સાહન આપનારી છે. આ માટે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાનો અભ્યાસ સામાયિકમાં જરૂરી છે. પાપ પ્રવૃત્તિ કે સાવઘયોગ એ મન-વચન અને કાયા ત્રણેયથી થાય છે. પરંતુ તેમાં મુખ્યતા મનની છે. એ મન ચાર પ્રકારના કષાય ભાવોને ઝીલે નહિ અથવા અન્ય દર્શનકારોના શબ્દોમાં કહીએ તો અસ્મિતા (અભિમાન), અવિદ્યા (અજ્ઞાન કે મિથ્યાત્વ), રાગ, દ્વેષ અને અભિનિવેશ (જિજીવિષા) એ પાંચ કલેશોથી રહિત થાય ત્યારે સામાયિકનું લક્ષણ સિદ્ધ થયું ગણી શકાય. સામાયિક સિદ્ધિનાં સોપાનો : સામાયિકમાં સમતા યોગની સિદ્ધિ માટે સાધકે વિવિધ સોપાનો સર કરવા પડે છે. તેનો ક્રમ નિયત છે. સાધકની પ્રારંભિક ચિત્તની સ્થિતિ લક્ષમાં લઈએ તો તે વિક્ષિપ્ત દશામાં હોય છે. તે સ્થિર હોતું નથી, અનેક વિષયોમાં તે ભ્રમણ કરતું રહે છે. મનોજ્ઞ અને અમનોજ્ઞની કલ્પનાથી તે મનોજ્ઞ પ્રત્યે રાગ અને અમનોજ્ઞ પ્રત્યે દ્વેષથી રંગાતું રહે છે. ચિત્ત વિવિધ કલ્પનાઓ વડે સુખ યા દુઃખનું વેદન કરતું રહે છે. આ ચિત્તની કક્ષાને ઉપર ઉઠાવવા અને સમાહિતસ્થિતિમાં લાવવા વિવિધ કરણોનું પ્રયોજન સામાયિકમાં દર્શાવવામાં આવ્યું છે. બાહ્ય કરણોમાં દ્રવ્યશુદ્ધિ, ક્ષેત્ર શુદ્ધિ અને કાળ શુદ્ધિ એ આવશ્યક અંગો છે. દ્રવ્યશુદ્ધિમાં નિર્દોષ આસન, ચરવળો કે રજોહરણ, પુસ્તક, વસ્ત્રાદિ ઉપકરણો - અલ્પારંભી અને અહિંસક હોવા જરૂરી છે. સફેદ વસ્ત્રો, સ્વચ્છ, સીવ્યા વગરના – ધોતી અને ઉત્તરીય એમ બે હોવા જોઈએ. આભૂષણોનો ત્યાગ અપેક્ષિત છે. ક્ષેત્રશુદ્ધિમાં સ્થાન શુધ્ધ હોવું, અધિક આવાગમન કે ઘોઘાંટવાળું કામોત્તેજક કે કલેશકર ન હોવું અને મનને પ્રસન્નકર હોવું જોઈએ. આ માટે ઉપાશ્રય, પૌષધશાળા કે ઘરમાં એક ૩ ૦ conal Use Only For Private & Page #52 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચિત સ્થાન હોવું જરુરી છે. કાલશુદ્ધિમાં સવાર કે સાંજનો સમય પ્રશાંત મનોદશા માટે અનુકૂળ હોવાથી સામાયિક સાધના માટે ઉચિત છે. ચિત્તને સમાહિત કરવા નિર્મળ વાતાવરણ આસપાસ રહે તેવી ગોઠવણમાં સામાયિક સિદ્ધ કરનાર મહર્ષિઓના પ્રસંગચિત્રો, વચનો, દર્શન, જ્ઞાન અને ચારિત્રના ઉપકરણોની સહાયથી વાતાવરણમાં પવિત્રતા છવાય છે. યોગનિષ્ણાતો કહે છે તેમ “સ્થિરસુખમાસનમ્” - લાંબા સમય સુધી એક જ આસને બેસવાની ટેવ પાડવી જોઈએ. એ આસનથી ચિત્તની એકાગ્રતા સિદ્ધ કરવા લક્ષ્ય રાખવું જોઈએ. આસન સિદ્ધિ બાદ ચિત્ત એકાગ્રતા માટે અનાનુપૂર્વી જેવા માનસશાસ્ત્રોના સિધ્ધાંતોને આધારે રચાયેલા સાધનોનો ઉપયોગ કરી મનને જાપમાં જોડવું જોઈએ.. આ રીતે મનને વિક્ષિપ્તદશામાંથી ઉગારી લેવાય છે. ત્યારબાદ સ્વાધ્યાયનું સોપાન આવે છે. સૂત્રો, સૂત્રોના અર્થો, રહસ્યચિંતન, મનન, નિદિધ્યાસન વગેરેથી સ્વાધ્યાયરત મન કષાય કલેશોને શાંત કરી શકે છે. આમ સ્વાધ્યાયથી ચિત્તધૈર્ય સધાય છે. પછી ધ્યાનની કક્ષા આવે છે. દેહ અને આત્માની ભિન્નતા સમજી ચૂકેલો સાધક અહીં આત્મસ્વરૂપમાં તલ્લીન થવા પ્રયાસ કરે છે. સામાચિકનો નચવિચાર : નય' એ પૂર્ણ સત્યના એક અંશને જાણનારી દ્રષ્ટિનું નામ છે. જૈનશ્રુતમાં પ્રાચીન સમયથી સાત પ્રકારના નયોનો વિચાર થયો છે. સામાયિક શબ્દની વ્યાખ્યા આ સાત નયોની અપેક્ષાએ જુદી જુદી થાય છે. જો કે તેથી સામાયિક શબ્દના મૂલ અર્થમાં કોઈ તફાવત પડતો નથી. ૧. નૈગમ નય : સામાયિકનો અર્થ છે - મોક્ષ, મોક્ષના કારણરૂપે સામાયિક છે. સંગ્રહ નય : સામાયિકનો અર્થ થાય છે – જીવ અથવા આત્માનો પોતાનો ગુણ. ૩. વ્યવહાર નય : સામાયિક એટલે સમતા, સમભાવ, સામાયિકના ગુણો. ૪. શબ્દ નય : અષ્ટપ્રવચનમાતાનું પાલન અને સાવઘયોગથી નિવૃત્તિ. ૫. સમભિરૂઢ નયઃ અપ્રમત્તતાથી ઉત્પન્ન થતા આત્માના સ્વાભાવિક ગુણો. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૬. એવંભૂત નય : મન, વચન અને કાયાના સાવઘયોગથી નિવૃત્તિ. ૭. ઋજુસૂત્ર નય : ઉપયોગરહિત બાહ્ય યત્ન - ધૂળ સામાયિક સામાયિકનું ફળ : ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી ગૌતમ ગણધરે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો છે. ““હે ભગવન્! સામાયિકથી જીવને શું લાભ ?” ભગવાને પ્રત્યુત્તરમાં કહ્યું, “હે ગૌતમ ! સામાયિકથી સાવઘયોગથી વિરતિ થાય છે. અને પરંપરાએ મોક્ષપ્રાપ્તિ થાય છે.” સામાયિકના ફળ વિષે શ્રાવકોચિત સામાયિકમાં પુણિયાશ્રાવકનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેમાં ભગવાન મહાવીરે મગધરાજ શ્રેણિકને કહ્યું કે, “રાજનું પુણિયાની એક સામાયિકનું મૂલ્ય ચૂકવવું તારી શક્તિ બહારની વાત છે. સમગ્ર રાજય અને લક્ષ્મી તું આપી દે તો પણ એની સામાયિક ખરીદી નહિ શકે.” આ ઘટના સામાયિકનું મહત્ત્વ આપણને સુપેરે સમજાવે છે. સંબોધ સિત્તરી પ્રકરણમાં કહ્યું છે, ““પ્રતિદિન કોઈ વ્યક્તિ લાખખાંડી સુવર્ણનું દાન કરે અને પ્રતિદિન કોઈ એક સામાયિક કરે તો પણ દાન દેનાર કરતાં સામાયિક કરનાર વધુ પુણ્ય ઉપાર્જન કરે છે.”૧૦ સામાજિક અને યોગ : સામાયિક ચિત્તની ક્લિષ્ટ અવસ્થાનો નાશ કરી પ્રશમરૂપ ભાવસમાધિ પ્રાપ્ત કરાવે છે. આ દષ્ટિએ યોગની વિવિધ વ્યાખ્યાઓ મળે છે; જેવી કે સમન્વ યોગમુચ્યતે” અથવા “યોગ: કર્મસુ કૌશલમ્'૧૧ અથવા પાતંજલ યોગદર્શનમાં “યોગશ્ચિત્તવૃત્તિઃ નિરોધઃ''૧૨ આ વ્યાખ્યાઓ સાથે સામાયિકનું સામ્ય વર્તાય છે. તે ક્રિયાકાંડ નથી પરંતુ ક્રિયાયોગ છે. મહર્ષિ પતંજલિએ ક્રિયાયોગની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે. ૧૩ તપસ્વાધ્યાયેશ્વરપ્રણિધાનાનિ ક્રિયાયોગ : | સામાયિકમાં સ્વાધ્યાયની મુખ્યતા અને તેમાં તપ તથા ઈશ્વરપ્રણિધાન એટલે કે ફલ સંન્યાસના તત્ત્વોનું નિદર્શન થાય છે. તેથી સમભાવની આ સાધના ફળની અભિલાષા વિનાની બને છે. -------- -- - 3 ૨ E - Page #54 -------------------------------------------------------------------------- ________________ સામાયિકના દોષો : સામાયિકની સાધના કરનારે ચાર દોષોનો ત્યાગ કરવો જોઈએ. ૧. અવિધિ દોષ : વિધિપૂર્વક સામાયિક ન કરવું. ૨. અતિપ્રવૃત્તિ નૂન પ્રવૃત્તિ દોષ : શાસ્ત્રોક્ત પધ્ધતિથી થયેલું સામાયિક વિહિત ગણાય. તેમાં વધુ યા ઓછી પ્રવૃત્તિ કરીએ તો આ દોષ લાગે. ૩. દુગ્ધદોષ : ઈહલોક કે પરલોકના ભૌતિક સુખોની પ્રાપ્તિ અર્થે સામાયિક કરવું. સામાયિક મોક્ષૈકલક્ષી બને તે ધ્યાનમાં લેવું. ૪. શૂન્ય દોષ : માનસિક ઉપયોગ રહિતપણે સામાયિક કરવું; વીર્યોલ્લાસપૂર્વક સામાયિક કરવું જોઈએ. આ ઉપરાંત મન, વચન અને કાયાની સંયમ પ્રવૃત્તિઓનો આશય સામાયિકમાં ન સચવાય તો મનના ૧૦ દોષ, વચનના ૧૦ દોષ અને કાયાના ૧૨ દોષ મળી કુલ ૩૨ દોષ લાગે છે.૧૪ આ બત્રીસ દોષોથી વર્જિત શ્રાવક સામાયિક સમયે શ્રમણ સમાન બની જાય છે. સામાયિક વ્રતના અતિચારો : તત્ત્વાર્થ સૂત્રના સાતમા અધ્યાયમાં સામાયિક વ્રતના પાંચ અતિચારોનું વર્ણન મળે છે.૧૫ ૧. કાયદુપ્રણિધાન ૨. વચનદુપ્રણિધાન ૩. મનોદુપ્રણિધાન ૪. અનાદર ૫. સ્મૃતિનું અનુસ્થાપન. ૧૬ ૧. કાયદુપ્રણિધાન ઃ પ્રતિલેખન અને પ્રમાર્જના વગર કે પ્રયોજન વગર શરીર કે તેના અંગો હલાવવા. ૨. વચન દુપ્રણિધાન ઃ કઠોર શબ્દો બોલવા અને ભાષા સિમિત ન જાળવવી. ૩. મનોદુપ્રણિધાન : મનથી સાંસારિક કાર્યો વિષે વિચાર કરવો, સાવઘ વિચારવું. ૪. અનાદર : અનવસ્થાન કે અનાદર બુદ્ધિથી સામાયિક કરવું. સ્મૃત્યનુસ્થાપન ઃ ઉપયોગરહિતપણે અથવા સ્મૃતિભ્રંશથી આ અતિચાર લાગે. ૫. ૩૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્ર જે સૂત્ર વડે સામાયિક કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે તે સામાઈયસુત્ત (કરેમિ ભંતે સૂત્ર) તરીકે ઓળખાય છે. તે અર્થગંભીર અને પ્રાસાદિક છે. તેમાં વિનયનો વિકાસ છે, સંકલ્પની શુદ્ધિ છે, હેયનું પ્રત્યાખ્યાન છે, સદ્ગુણની ઉપાસના છે અને જીવન પ્રત્યેની દૃષ્ટિનું યોગ્ય ઘડતર પણ છે. શ્રાવકની સામાયિકનો કાળ એક મુહૂર્ત સમજવો જોઈએ. ૪૮ મિનિટનો આ કાળ એક વિષય પરના છદ્મસ્થના ધ્યાનની અસ્ખલિત ધારાને અનુલક્ષીને પ્રરૂપેલ છે તેમ માનવામાં આવે છે. ૧૦ સામાયિકની મહાપ્રતિજ્ઞારૂપ આ સૂત્ર પ્રથમ આવશ્યકનું સૂત્ર હોવા છતાં તેમાં ષણ્આવશ્યકના અંશો રહેલાં છે. પ્રથમ ‘ભંતે’ ચતુર્વિંશતિ આવશ્યકનું સૂચક છે. જ્યારે બીજું ‘ભંતે’ ગુરુવંદનક આવશ્યક સૂચક છે. સામાઈયે, પચ્ચકખામિ, પડિક્કમામિ, અપ્પાણં વોસિરામિ એ ચારેય પદો સામાયિક, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, અને કાયોત્સર્ગ એમ ચાર આવશ્યકોનું સૂચન કરે છે. તેથી બધાં આવશ્યકોના સૂત્રો આ સૂત્રમાંથી નીકળ્યા છે. આમ સમાયિકેતર પાંચ આવશ્યકો પણ પ્રથમ સામાયિક આવશ્યકના અંગો પણ કહી શકાય. આ સૂત્રને સામાયિક દંડક પણ કહે છે. દંડક એટલે મહાપાઠ. આ સૂત્ર પરના સર્વ વિવેચનો એટલે સર્વ આગમો. આ રીતે આ સૂત્ર અત્યંત પૂજ્ય છે. સર્વ તીર્થંકરો દીક્ષિત થતા આ સૂત્રનો ભંતે શબ્દોચ્ચાર વગર ત્રિવિધ પાઠનું ઉચ્ચારણ કરે છે. અન્યો પણ તેનો ઉચ્ચાર બનતાં સુધી જાતે ન કરતાં, વિનયપૂર્વક ગુરુ કે વડિલ પાસે કરાવડાવે છે. સામાયિક પારણ સૂત્ર : શ્રાવકને ૪૮ મિનિટ પછી સામાયિક પારવા માટેની વિધિમાં આ સૂત્ર નમસ્કાર મહામંત્ર પછી બોલવામાં આવે છે. તેને પ્રાકૃતમાં સામાઈય પારણસુત્ત પણ કહે છે. આ સૂત્રની બન્ને ગાથાઓ ગાથા છંદમાં છે. અહીં એક મહત્ત્વનું વિધાન કરવામાં આવ્યું છે કે શ્રાવક સામાયિક વ્રત લેવાથી શ્રમણ સમાન ઉચ્ચદશાને પ્રાપ્ત થાય છે. અને તેથી વારંવાર સામાયિક વ્રત લેવું જોઈએ. સામયિકમાં સમતાભાવની સાધના-આરાધના કરવાની હોય છે. રાગ દ્વેષનો ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ થયા વગર સમતા આવતી નથી. એ માટે આત્માના ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયો પણ ઓછા ૩૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ થવા જોઈએ. સામાયિક એ માટેની વિશિષ્ટ પ્રક્રિયા છે. સામાયિકની સાચી સમજણ આવ્યા વિના સામાયિક સિદ્ધિ થતી નથી. સામાયિકમાં સમતાભાવ લાવવા માટે આ બધાનું તાત્ત્વિક સ્વરૂપ જાણવું જરૂરી હોવાથી સામાયિકમાં સ્વાધ્યાય, જાપ, કથા વાંચન કરવામાં આવે છે. વસ્તુતઃ સામાયિકમાં સમતાની સાધના કરવાની છે, તેનો અભ્યાસ કરવાનો છે. તે માટે દૈહિક ક્રિયાઓ અને અન્ય ક્રિયાઓ પ્રત્યે જ્ઞાતા-દ્રષ્ટા ભાવ કેળવવાનો છે. પણ એ માટે મૂળભૂત પ્રક્રિયા આપણી પરંપરામાં પ્રાયઃ લુપ્ત થઈ ગઈ છે. તેથી અત્યારે સામાયિકમાં માત્ર જાપ, સ્વાધ્યાય, કથાવાંચન કરવામાં આવે છે. સામાયિક એ શ્રાવકના બાર વ્રતોમાંનું નવમું શિક્ષાવ્રત છે. તેનો વારંવારનો અભ્યાસ કરવો જરૂરી છે કારણકે તેના વિના પ્રથમ વાર જ સામાયિક કરનારને સીધો જ સમતા ભાવનો આત્યંતિક અનુભવ થતો નથી. સામાયિકમાં સર્વજીવો પ્રત્યે સમભાવ કેળવવાનો છે. અને તેની શરૂઆત સર્વજીવો પ્રત્યેના દ્વેષભાવના ક્ષયથી થાય છે. વૈષનો ક્ષય કરવા સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ, વાત્સલ્ય, સ્નેહ કેળવવો ફરજીયાત છે. જેમ જેમ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યશ્મભાવનો વિકાસ થાય છે. તેમ તેમ તે ભાવનાથી વાસિત આત્માના પૌદ્ગલિક શરીરમાંથી સૂક્ષ્મ સંવાદી તરંગો ઉત્સર્જિત થતા રહે છે. આ તરંગો તે વ્યક્તિની આસપાસ એવું વાતાવરણ ઊભું કરે છે કે તેની નજીક આવનાર વ્યક્તિ પણ દયાળુ, કરુણાર્દ્ર બની જાય છે. એટલું જ નહિ પશુ, પક્ષીઓ, જે સામાન્યતયા હિંસક હોય છે, તેઓ પણ સમતાભાવથી વાસિત થઈ જાય છે. આ માટે સૌ પ્રથમ આપણને જેના પ્રત્યે દ્વેષ છે, મનમાં પણ ખરાબ ભાવ પેદા થાય છે, તેના માટે તાત્ત્વિક રીતે શુભભાવનું ચિંતન ચાલુ કરો. તેનાથી તે વ્યક્તિનો તમારા તરફનો અને તમારો તેની તરફનો દ્વેષ દૂર થશે. અને તે પણ તમારા માટે શુભભાવ ભાવશે. આને આધુનિક વિજ્ઞાન ટેલિપથી કહે છે. મનુષ્ય કરતાં ય, પ્રાણીઓ, સ્થૂલ તથા સૂક્ષ્મ જીવજંતુઓ અને વનસ્પતિ સુદ્ધાં તેનાથી પ્રભાવિત થાય છે. આપણાં સંવેદનોને કદાચ મનુષ્ય સ્પષ્ટ રીતે અથવા ઝડપથી ગ્રહણ ન કરી શકે પણ અન્ય પ્રાણીઓ, સ્થૂલ તથા સૂક્ષ્મ જીવાણુઓ, વનસ્પતિ સૂક્ષ્મગ્રાહી અને શીઘગ્રાહી હોય છે. એ અંગેના ભારતમાં અને ભારત બહાર પરદેશમાં પ્રયોગો પણ થયા For Private Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ છે. માટે આધ્યાત્મિક ઉત્ક્રાંતિ ઈચ્છતા સૌ મનુષ્ય, પછી તે જૈન હોય કે ન | હોય, તેના માટે સર્વજીવો પ્રત્યે સમભાવ કેળવવો આવશ્યક છે, જે સામાયિકની સાચી સમજ અને સાધના દ્વારા જ શક્ય છે. આ રીતે સામાયિક એ આત્મા સાધનાનું પ્રથમ પગથિયું છે. ઉપસંહાર : સામાયિકમાં વ્યતીત થયેલો કાળ સફલ છે. એટલે સામાયિકની ક્રિયા જીવનભર થાય તેવો આદર્શ રાખવો જોઈએ. અર્થાત્ શ્રમણજીવનનું અવલંબન લેવું જોઈએ. જો તે પોતાના સામર્થ્યને અભાવે શક્ય ન બોય ! તો દેશવિરતિ ચારિત્રનો રવીકાર કરી હમેશાં અને તે જ સામાયિકમાં પસાર કરવો જોઈએ. તે પણ ન બને પ્રતિદિ' સામયિકના નિયમ અને છેવટે પર્વના દિવસે તો જરૂર સામાયિક કરવું જોઈએ. આ ક્રિયાનો અભ્યાસ જેમ જેમ વધતો જાય તેમ તેમ મનમાં શાંતિ અને સ્વસ્થતા વધતાં જાય છે. એકાગ્રતા, મનન શક્તિ અને ધારણા શક્તિમાં વધારો થાય છે. જો કે આ શક્તિઓમાં વધારો તે સામાયિકનું મુખ્ય ધ્યેય નથી. પરંતુ સામાયિકના અભ્યાસથી આ પ્રકારનો આનુષંગિક લાભ થયા વગર રહેતો નથી. સહજ વૃત્તિઓ ઉપર કાબુ મેળવવા સામાયિક એક અનન્ય સાધન છે. સહસા મનમાં પેદા થતી વૃત્તિઓ તુરત કાર્ય કરી તેને સંતોષવા મનને પ્રેરે છે. પરંતુ સામાયિકના અભ્યાસથી વિવેકશક્તિનું વધતું બળ વૃત્તિઓને મન ઉપર હાવી થવા દેતી નથી. વૃત્તિઓ ઉપર સંયમરૂપી લગામ તેના કારણે શક્ય બને છે. સામાયિકથી ક્ષમા, નમ્રતા અને સંતોષ જેવા મહાન ગુણોનો વિકાસ થાય છે તે તેની વિધાયક બાજુ છે. આ ગુણવિકાસથી માનવીના અભ્યદયનો પ્રારંભ થાય છે. સામાયિક એ ચારિત્રનો સાર છે અને મોક્ષનું મંગલદ્વાર છે. તીવ્ર તપ કરતા પણ જીવ જે કર્મોને ખપાવી શકતો નથી તે કર્મોને સમભાવયુક્ત આત્મા અર્ધીક્ષણમાં ખપાવે છે, અર્થાત્ સામાયિક એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ પણ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. ૩. ૪. પ. ૬. ૭. .. પાદટીપ સામં સમં ચ સમ્બં ઈમિઈ સામાઈયસ્સ એગઢા મહુર પરિણામ સામં, સમંતુલા સમ્મ ખીરખંડ જુઈ ૧૦૩ આવશ્યકનિર્યુક્તિ શ્રીમદાવશ્યસૂત્ર પૂર્વવિભાગ લે.આ.ભદ્રબાહુ પ્ર.શ્રીઆગમોદય સમિતિ, મહેસાણા (૧૯૧૭) પૃ. ૪૭૩. રાગદોસ વિરહિયો સમોત્તિ અયણં અયોત્તિ ગમત્તિ સમણું ગમણું (અપણું) ત્તિ સમાઓ એવ સામાઈય નામ । વિશેષાવશ્યકભાષ્ય કે ભે અજ્જો ! સામાઈએ ? કે ભે અજ્જો ! સામાઈયરસ અઢે ? આયા ણે અજ્જો ! સામાઈએ, આયા ણે અજ્જો ! સામાઈઅસ્સ અઢે શ્રી ભગવતીસૂત્ર નવમું ઉદ્દેશક પ્રથમ શતક સમણો ઈવ સાવઓ હવઈ જમ્હા ।।૨।। સામાઈય પારણ સુત્ત શ્રી પંચપ્રતિક્રમણ સૂત્રઃ લે. ગણધરાદિ પ્ર. શ્રી ગોડીજી જૈન દેરાસર, મુંબઈ (૧૯૬૦) બીજી આવૃત્તિ પૃ. ૪૭ ૯. આવશ્યક નિર્યુક્તિ ગાથા ૭૯૦ થી ૭૯૭ શ્રીમદાવશ્યક સૂત્ર : પૂર્વવિભાગ : લે. આ. ભદ્રબાહુ પ્ર. શ્રી આગમોદય સમિતિ, મહેસાણા (૧૯૧૬) પૃ. ૩૨૬ થી ૩૨૯. સમતા સર્વભૂતેષુ સંયમઃ શુભ ભાવના, આર્ત્તરૌદ્રપરિત્યાગસ્તદ્ધિ - સામાયિક વ્રતમ્ 1 શ્રી હરિભદ્રસૂરિષ્કૃત અષ્ટક પ્રકરણમ્ ત્યક્તાર્જરૌદ્રધ્યાનસ્ય ત્યક્તસાવદ્યકર્મણઃ । દિલ્હી (૧૯૭૫) પ્રથમાવૃત્તિ પૃ. ૨૭૫ સામાયિકં ચ મોક્ષાંગં પરં સર્વજ્ઞભાષિતમ્ । વાસીચંદનકલ્પાનામુક્તમેતમ્મહાત્માનામ્ ॥ શ્રી હરિભદ્રસૂરિકૃત અષ્ટકપ્રકરણમ્ જુઓ સૂત્તાંક ૧૧૨૦.૨૯મું અધ્યયન. ઉત્તરાજઝયણં સુત્ત સં. મુનિ પુણ્યવિજયજી પ્ર. શ્રી મ.ઐ.વિ. મુંબઈ (૧૯૭૭) પૃ. ૨૪૬. ૧૦. દિવસે દિવસે લકખં દેઈ સુવન્નસ ખંડિય એગો । ઈયરે પુણ સામાઈય કરેઈ ન પહૂપ્પ એ તસ્સ ॥ હરિભદ્રસૂરિકૃત સંબોધસિત્તરી પ્રકરણમ્ ૧૧. શ્રીમદ્ ભગવદ્ગીતા અધ્યાય : બીજો. શ્લોક ૪૮ અને ૫૦. ૧૨. શ્રી પાતંજલ યોગસૂત્રમ્ અધ્યાય : ૧ સૂત્ર : ૨ ૧૩. એજન અધ્યાય : ૨ સૂત્ર : ૧ મુહૂર્ત સમતા યા તાં વિદુઃ સામાયિક વ્રતમ્ ॥૮૨ યોગશાસ્ત્ર પ્રકાશઃ૩ લે. શ્રી હેમચંદ્રાચાર્ય પ્ર. શ્રી નિર્ગન્ધ જૈન સાહિત્ય સંસ્થા, - ૩૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૪, સામાયિકના બત્રીસ દોષો : ૧. અવિવેક, ૨. યશકીર્તિ, ૩. ધનલાભવાંછા, ૪. ગર્વ, ૫. ભય, ૬. નિયાણું, ૭. સંશય, ૮. શેષ, ૯. અવિનય (ગુરુ પ્રત્યે), ૧૦. અબહુમાન આ માનસિક દોષો છે. ૧. કુવચન, ૨. સહસાકાર (વગર વિચાર્યું બોલવું), ૩. સ્વચ્છંદી વાણી, ૪. સંક્ષય, ૫. કલહ, ૬. વિકથા, ૭, હાસ્ય, ૮. અશુદ્ધ ઉચ્ચાર, ૯. નિરપેક્ષ, ૧૦. ગણગણવું - આ વાચિક દોષો છે. ૧. કુઆસન, ૨. ચલાસન, ૩. ચલદષ્ટિ, ૪. સાવઘક્રિયા, ૫. આલંબન, ૬. આકુંચન પ્રસારણ, ૭, આળસ મરડવી, ૮. હાથપગના ટચાકા ફોડવા, ૯. વિમનસ્ક મુદ્રા, ૧૦. નિદ્રા, ૧૧. શરીરનો મેલ ઉતારવો, ૧૨. વસ્ત્રો સંકોરવા - આ કાયિક દોષો છે. ૧૫. યોગદુષ્મણિધાનાનાદરઋત્યનુસ્થાપનાનિ ! તત્વાર્થસૂત્ર અ. ૭/૨૮ તત્વાર્થસૂત્ર સં : સુખલાલજી પ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, પાંચમી આવૃત્તિ (૧૯૯૫) પૃ. ૩૧૦. ૧૬. તિવિહે દુપ્પણિહાણે અણવટ્ટાણે તથા સઈ વિહૂણે સામાઈય વિતકએ, પઢમે સિકખાવએ નિંદે ર૭ી સાવચ્ચ પડિક્કમણ સુત્ત શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર: લે. ગણધરાદિ પ્ર. શ્રી ગોડીજી જૈન દેરાસર, મુંબઈ બીજી આવૃત્તિ (૧૯૬૦) પૃ. ૧૬૯ ૧૭. કરેમિ ભંતે ! સામાઈય, સાવજે જોગ પચ્ચકખામિ . જાવ નિયમું પજુવાસામિ, દુવિહં તિવિહેણું મહેણું વાયાએ કાયેણે ન કરેમિ ન કારવેમિ / તસ્મ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્રાણ વોસિરામિ | સામાઈય સુત્ત એજન પૃ. ૪૩. ૧૮. સામાઈય વયજુરો, જાવ મણે હોઈ નિયમ સંજુત્તો ! છિન્નઈ અસુઈ કમ્મ, સામાઈય જત્તિયા વારા ||૧|| સામાઈયં મિ ઉ કએ, સમણો ઈવ સાવઓ હવઈ જમ્યા ! એએણ કારણેણં બહુસો સામાઈયં કુક્કા ||રા સામાઈય પારણું સુત્ત એજન પૃ. ૪૭ ન ૩૮ For Private & N onal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રક્રણ-૪ બીજું અધ્યયન ચતુર્વિશતિસ્તવ પ્રાસ્તાવિક : ચતુર્વિશતિસ્તવ અર્થાત્ ચોવીસ જિનવરોની સ્તુતિ." આ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રમાં થઈ ગયેલા ચોવીસ તીર્થકરોનું સ્તવન એ દ્વિતીય આવશ્યક છે. શ્રાવક માટે આ સ્તવ દ્રવ્ય અને ભાવ બરૂપે કરણીય આવશ્યક છે, જ્યારે સાધુ માટે તેઓ સચિત્ત પરિહારી હોવાથી ફક્ત ભાવ આવશ્યકરૂપે કરણીય છે. આ ચોવીસ તીર્થકરોમાં ગુણોની સમાનતા છે. તે બધા જ એક સરખા સ્તવના કરવા યોગ્ય છે. તેમનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અલગ અલગ હોવા છતાં તેમની પ્રાભાવિકતા, શક્તિ અને અતિશયો સમાન હોય છે. જ્ઞાનની દ્રષ્ટિએ તેઓ ઘાતકર્મોનો ક્ષય વડે ઉત્પન્ન થતા કેવળજ્ઞાન અને કેવળદર્શનયુક્ત હોય છે. આ તેમનો જ્ઞાનાતિશય થયો. તેમની વાણી પાંત્રીસ ગુણોથી યુક્ત હોય છે. (વચનાતિશય). તેઓ સુર, અસુર અને મનુષ્યોના સ્વામીથી પૂજય હોય છે. (પૂજાતિશય). તેઓ જ્યાં જયાં વિહરે છે ત્યાં ત્યાં અપાયો (ઉપદ્રવો-મુકેલીઓ)નો અપગમ-નાશ થાય છે અથવા ધાતી કર્મ રૂપી અપાય દૂર થયો છે તે, (અપાયપગમાતિશય). શ્રી જિનેશ્વરોનું તે આત્મભૂત લક્ષણ છે. આ ચાર અતિશયો ઉપરાંત અષ્ટ પ્રાતિહાર્યો એ તીર્થકરોની વિશેષતા છે. તે પ્રાતિહાર્યોનો ભગવાનના આત્મા સાથે સીધો સંબંધ નથી. આ પ્રમાણે ચાર અતિશયો અને અષ્ટપ્રાતિહાર્યોથી શ્રી અરિહંતના બાર ગુણોનું વર્ણન કરવામાં આવે છે. આ ઉપરાંત ચોવીસ તીર્થકરો તેમના ધર્મ-પ્રવર્તન દ્વારા ધર્મ-માર્ગને વિશ્વમાં સ્થાપિત કરે છે. ચોવીસ તીર્થકરોનું અંતરંગ સ્વરૂપ : આવશ્યક સૂત્રના બીજા અધ્યયનને “ચઉવીસન્થય કહે છે. આ સૂત્રનો પ્રારંભ લોગસ્સ શબ્દથી થાય છે એટલે તે લોગસ્સ સૂત્ર તરીકે પણ ઓળખાય છે. આ એક પ્રાચીન સૂત્ર છે અને તેનો સામાયિક, પ્રતિક્રમણ, દેવવંદન તથા કાર્યોત્સર્ગમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત કોઈપણ ક્રિયા આ સૂત્રના ઉપયોગ વિના યથાર્થ રીતે થઈ શકતી નથી. Page #61 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્ર જિનભક્તિનું ઘાતક છે. જિનભક્તિ એ યોગનું ઉત્તમ બીજ છે. જૈન પદ્ધતિના યોગમાં લોગસ્સ સૂત્રની એક સાધન તરીકે ગણના છે. ચોવીસ તીર્થકરોના અંતરંગ સ્વરૂપનો વિચાર કરીએ તો સકકલ્થય સુત્તમાં (શક્રસ્તવ સૂત્ર) તેમની સ્તવના ભાવજિનનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. અરિહંત ભગવાનોને મારો નમસ્કાર હો, જે અરિહંત ભગવાન શ્રુતધર્મની શરૂઆત કરનાર છે, તીર્થની સ્થાપના કરનાર છે, સ્વયં સંબુદ્ધ છે, પુરુષોત્તમ છે, પુરુષસિંહ છે, પુરુષોમાં શ્રેષ્ઠ કમળ (વરપુંડરિક) સમાન છે. પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહતિ (વરગંધહસ્થી) સમાન છે, લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકનું હિત કરનાર છે, લોકમાં પ્રદીપ છે, લોકમાં પ્રકાશ કરનાર છે, અમયદાતા છે, ચક્ષુદાતા છે, માર્ગ દેખાડનાર છે, શરણ દનાર છે, પ્રખ્યત્વ (બોધિ) આપનાર છે, ધર્મ દાતા છે, ધર્મદેશના કરનાર છે, ધર્મના નાયક છે, ધર્મના સારથિ છે, ચારગતિનો નાશ કરનાર ધર્મ ચક્ર પ્રવર્તન કરનાર - ધર્મચક્રવર્તી છે, અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શન ધરાવનાર છે, જેમનું છબસ્થપણું ચાલ્યું ગયું છે, જિવનાર અને જિતાવનાર છે, તરનાર અને તારનાર છે, બુદ્ધ અને બોધિ પમાડનાર છે, મુક્ત અને મુક્તિ અપાવનાર છે, સર્વજ્ઞ અને સર્વદર્શી છે, શિવ, અચલ, અજ, અનંત, અક્ષય અવ્યાબાધ, ફરી સંસારમાં આવવાનું નથી તેવા સિદ્ધગતિના સ્થાનને પ્રાપ્ત કરનાર, ભય ને જીતનાર જિનો છે તેમને નમસ્કાર હો. ભાવજિનનું સ્વરૂપ સ્પષ્ટ થયા પછી આપણને ચતુર્વિશતિસ્તવ કે નામસ્તવ વિષે વિશેષ વિચારવાનું પ્રાપ્ત થાય છે. નાસ્તવ કે લોગસ્સસૂત્રનું બંધારણ વિશિષ્ટ છે. અહીં ગુણોનું કથન અને રૂપનું સ્મરણ એમ બે પ્રકારે સ્તુતિ થાય છે. “નામરૂપ’ શબ્દ યુગ્મમાં નામ પ્રથમ હોવાથી લોગસ્સસૂત્રમાં નામનું સ્મરણ અને ગુણોનું કથન અનુક્રમ પ્રમાણે આવે છે. સ્તવનું બંધારણ : ચોવીસ જિનોને વંદન કરતા તેમના ગુણોને લક્ષ્ય રૂપે સ્મરણમાં લેવામાં આવે તો તે વંદન સાર્થક ગણાય. લોગસ્સ સૂત્રની પ્રથમ ગાથામાં વિષયનો નિર્દેશ કરેલો છે. તેમાં તે ચોવીસ જિનવરોની સ્તવના કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે. તેઓ સમસ્ત લોક- અહીં લોક એટલે પદ્રવ્યાત્મક ચૌદ રાજલોક પ્રમાણ લોકનો ઉદ્યોત કરનારાઓને, ધર્મ તીર્થકરોને, જિનોને, અહિતોને, ચોવીસ કેવલી ભગવંતોનું કીર્તન કરવા રૂપ આ પ્રતિજ્ઞા છે." Page #62 -------------------------------------------------------------------------- ________________ અહીં લોકના સંપૂર્ણ સ્વરૂપનો પ્રકાશ (ઉદ્યોત) કરનાર એટલે તીર્થંકરો. “ઉત્પન્નેઈ વા, વિગમેઈ વા ધુવેઈ વા” એ ત્રિપદી વડે જે સત્ છે તેના ઉત્પન્ન થવાના, નાશ પામવાના અને છતાં કાયમ રહેવાના સ્વભાવથી યુક્ત અને- જેમાં ઉત્પત્તિ, નાશ પર્યાયાધીન છે અને ધ્રૌવ્ય- ધ્રુવપણું ગુણને આધીન છે તેવા સત્ લોકનું સ્વરૂપ તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રકાશતા રહે છે. ચોવીસ જિનવરોને ધર્મતીર્થંકર કહેવામાં આવ્યા છે. ધર્મ એ જ તીર્થ; તારે તે તીર્થ એ પ્રસિદ્ધ વ્યાખ્યા છે તે મુજબ સંસાર સાગર તરવાનું જે સાધન બની શકે તેવો ધર્મ એ જ તીર્થ. આ ધર્મનું સ્વરૂપ અહિંસા સંયમ અને તપ વડે નિર્માણ થાય છે. આવશ્યક ટીકાનો બીજા અર્થ- ધર્મપ્રધાન તીર્થ એવો કરીએ તો ચતુર્વિધ શ્રીસંઘ એ ધર્મપ્રધાન તીર્થ છે જેના આલંબનથી સુધર્મની આરાધના થાય છે. તીર્થંકરો ધર્મના અનન્ય આલંબનરૂપ આ ચતુર્વિધ શ્રીસંઘરૂપ તીર્થનું પ્રવર્તન કરનારા હોવાથી ધર્મ તીર્થંકર કહેવાય છે. પ્રથમ ગાથામાં ‘જિણે' શબ્દની વ્યાખ્યા- તેમણે ક્રોધ, માન, માયા અને લોભ ને જીતી લીધા હોવાથી તેઓ જિન કહેવાય છે. સાધક ક્ષીણમોહ નામનું બારમું ગુણસ્થાનક વટાવી તેરમા સયોગી કેવલી ગુણસ્થાને પહોંચે તે અવસ્થા એ ‘જિન’ની અવસ્થા છે. આ અવસ્થા સામાન્ય કેવલીને પણ હોય છે. ચોવીસ જિન સામાન્ય કેવલી નથી માટે જિણે પછી અરિહંતે શબ્દ યોજેલો છે. તે ચોંત્રીસ અતિશયોથી યુક્ત પદ છે. અરિહંતો સમસ્ત જગત કરતાં પણ અતિશાયી ચઢિયાતા છે તેમ દર્શાવેલ છે. આ ચોત્રીસ અતિશયોમાં ચાર જન્મથી પ્રાપ્ત-સહજ હોય છે, અગ્યાર અતિશયો ચાર ઘાતી કર્મોનો ક્ષય થતા ઉત્પન્ન થાય છે - કર્મક્ષયજ અને ઓગણીસ અતિશયો ભક્તિવશાત્ દેવતાઓ કરતા હોવાથી દેવકૃત તરીકે ઓળખાય છે.૧૯ અરિહંત પદમાં મૂલપદ અરિહંત છે. અરિહંત એટલે અર્હત્ - તે સંસ્કૃતભાષાનો શબ્દ છે. પ્રાકૃતમાં અરિહંત શબ્દને ઉચ્ચારભેદે અરહંત અને અરુહંત શબ્દ પણ પ્રાપ્ત થાય છે. આવશ્યક નિર્યુક્તિમાં ૧૧અરિહંત અને અરહંત શબ્દો પર નિર્યુક્તિ મળે છે જ્યારે શ્રી મહાનિશીથસૂત્રમાં ત્રણેય શબ્દોનું અર્થવિવેચન થયું છે. ‘અરિહંત’ માટેનો એક શબ્દ ‘અરિહા’ પ્રાચીન સમયમાં વિશેષ પ્રમાણમાં પ્રચલિત હતો. આ બધાં શબ્દોનું મૂળ ૪૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ “અહ ધાતુમાં છે, જે યોગ્ય કે પૂજાનો અર્થ દર્શાવે છે. આ પ્રમાણે અહંત નો અર્થ યોગ્ય કે પૂજ્ય થાય. આ પ્રમાણે નામસ્તવની પ્રથમ ગાથામાં “લોગસ્સ ઉર્જાઅગરે પદથી જ્ઞાનાતિશયનું, “ધમ્મતિયૂયરે પદથી વચનાતિશયનું, “જિણે' પદથી અપાયપગમાતિશયનું અને “અરિહંત પદથી પૂજાતિશયનું સૂચન થાય છે. કિત્તઈટ્સ' પદ કીર્ત ધાતુ પરથી ભવિષ્યકાલ પ્રથમ પુરુષ એક વચન છે. પ્રથમ જિનોને નામસ્મરણપૂર્વક વંદના કરવી એ પછી તેમનો ગુણાનુવાદ (સ્તવન કરવું) એ કીર્તન શબ્દના વિશે પાઈ છે. ચકવીસ પદ શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર સુધીના ચોવીસ તીર્થકરોનો નિર્દેશ કરે છે. પિ’ શબ્દ અન્ય તીર્થકરોને પણ સૂચિત કરે છે. કેવલી પદ કેવલિનું ઉપરથી આવેલ છે. કેવલીના બે પ્રકારો છે. ૧. સામાન્ય કેવલી. ૨. અહતુ કેવલી. અહીં તે પદ અહતુ કેવલી માટે પ્રાયોજિત છે. કેવલી પદ વિશેષ્ય છે અને લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે અને અરિહંતે પદો તેના વિશેષણો છે. નામસ્તવસૂત્રની બીજી, ત્રીજી અને ચોથી ગાથાઓમાં ચોવીસ જિનનામો બીજી વિભક્તિ એક વચનમાં આવેલાં છે. આ ત્રણે ગાથાઓમાં અગ્યાર વખત “ચ શબ્દનો પ્રયોગ થયેલો છે તે વિશેષનામોની કમબદ્ધ રજુઆતમાં વચ્ચે એક માત્રાની જરૂર પડી ત્યાં અનુસંધાન દર્શક તરીકે આવે છે. સુવિહિ અને પુફદત એ બે પદો વચ્ચેનો ચ” વિકલ્પદર્શક છે. વંદે અને વંદામિ વંદ ધાતુના પ્રથમ પુરુષ એક વચનનાં ક્રિયાપદના પર્યાયવાચી રૂપો છે. ભાવવંદનનો અધિકાર આ ત્રણેય ગાથામાં સમાવિષ્ટ છે. આ વંદન-ક્રિયા મન, વચન અને કાયાથી જ સંપૂર્ણ થાય. ચતુર્વિશતિ સ્તવની પાંચમી, છઠ્ઠી અને સાતમી૩ – એમ ત્રણ ગાથાઓ પ્રણિધાન ગાથાત્રિક' તરીકે ઓળખાય છે. અહીં પ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતાપૂર્વકની પ્રાર્થના કે ભક્તિ. તીર્થકરો પ્રત્યે આ ગાથાઓમાં અત્યંત પ્રીતિ અને સમર્પણભાવ વ્યક્ત થાય છે. “અભિથુઆ'- અભિસ્તુતા એટલે અભિમુખભાવે શબ્દમાં મન વચન અને કાયાની એકાગ્રતાનું લક્ષ્ય છે અને વિહુયરયમલા' વિશેષણમાં તીર્થકરો – વિશેષ્યના પુરુષાર્થગુણનું પ્રણિધાન HD Page #64 -------------------------------------------------------------------------- ________________ છે. “પહણ જામરણા' અજરામર અવસ્થાનું સૂચક છે અને તેથી જિનવરોનો અપુનર્ભવ ગુણ સૂચિત થાય છે. વળી વિહુયરયમલા છે તે પછી પહણજરમરણા બની શકાય તે અનુક્રમ પણ દર્શનીય છે. “પસીયન્ત'માં મારા પર પ્રસન્ન થાઓ'નો ભાવ વ્યક્ત થાય છે. તીર્થકરો રાગદ્વેષ રહિત હોવાથી કોઈ ઉપર પ્રસન્ન કે નારાજ થતા નથી એ સાચું; પણ આપણી પ્રાર્થનાનું કંઈ ફળ મળતું નથી એમ માનવું ભૂલભરેલું છે. તેમની પ્રાર્થનાથી ચિત્તશુદ્ધિ થાય છે, અને કર્મક્ષય થાય છે એ મોટામાં મોટું ફળ છે. પ્રાર્થના એ આધ્યાત્મિક રહસ્ય છે જેની પ્રતીતિ તર્કથી નહિ પણ અનુભવથી થાય છે. પ્રણિધાનત્રિકની બીજી ગાથામાં ભગવાનનો પ્રસાદ (કૃપા) કયા રૂપે આપણે માગવો જોઈએ તેની રૂપરેખા છે. કિત્તિય વંદિય મહિયા એ સિદ્ધાનું વિશેષણ છે. અહીં વાચા, કાયા અને મન વડે પૂજિત જિનભક્તિના ત્રણ પ્રકારનો નિર્દેશ છે. સિદ્ધા એટલે સિદ્ધિઓના સ્વામી એવો થાય છે. આ સામાન્ય કોટિના સિદ્ધો નથી પરંતુ ઉત્તમ કોટિના સિદ્ધ પુરુષો છે. આરોગ્ય અને બોધિલાભને સમાસ રૂપે સાંકળી શારીરિક કે માનસિક તથા ચૈતસિક (સમ્યકત્વગ્રહણ) કક્ષાઓમાં અધ્યાત્મ પ્રગતિનો પંથ દર્શાવ્યો છે. સમાધિવરમાં શ્રેષ્ઠ સમાધિ- આત્માની સમાહિત અવસ્થાનું સૂચન થાય છે જે સંકલ્પવિરહિત પરમશાંત અવસ્થા સૂચવે છે. ઉત્તમ સમાધિવરનું વિશેષણ છે અહીં તે વરના પુનઃ પર્યાય તરીકે આવેલું નથી. પરંતુ તેનો અર્થ મરણસંબંધી એવો થાય છે. પ્રણિધાનસૂત્રમાં સમાધિમરણની યાચના કરવામાં આવી છે. તેથી અહીં “સમાવિરમુત્તમ'નો અર્થ શ્રેષ્ઠ સમાધિમરણ કરવો ઉચિત છે. રિંતુ શબ્દ આ છઠ્ઠી ગાથાને પ્રાર્થનાનું સ્વરૂપ આપે છે. પ્રણિધાનત્રિકની છેલ્લી ગાથામાં પ્રાર્થનાનો છેલ્લો મુકામ આવે છે. ચંદેસુ પદ પાંચમી વિભક્તિ બહુવચનનું અર્થદર્શક હોવા છતાં પ્રાકૃત ભાષામાં સાતમી વિભક્તિ બહુવચનમાં પ્રયોજાયું છે. તે નિર્મળતાના ઉપમાન તરીકે છે અને સિદ્ધા શબ્દના વિશેષણ તરીકે છે. સિદ્ધાનો અહીં સકલ કર્મરહિત શુદ્ધ આત્માઓ જે લોકાગ્રે સ્થિત છે, તેવો કરવાનો છે. તે જ રીતે આઈએસુનો આદિત્યોમાં - સૂર્યોથી કે સૂર્યો કરતાં કરવો ઉપયુક્ત છે. સિદ્ધોની ચિત્તશક્તિ-જ્ઞાનશક્તિ સમસ્ત લોકને પ્રકાશિત કરવા સમર્થ છે જે આદિત્યની શક્તિ કરતાં વધુ છે, એટલે તેમને ચડિયાતા દર્શાવેલ (૪૩ For Private & Persénal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ છે. “સાગરવરગંભીરા' સામાસિક પદ છે. સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્યાત દ્વિીપ-સમુદ્રો પછી અસંખ્યાત યોજન પ્રમાણ છે. સિદ્ધો સાથેની તેની તુલના તેમની આનંદમય દશામાં તેમની મન્નતા સાથે કરવામાં આવી છે. આ બધા વિશેષણો સિદ્ધા – વિશેષ્યના છે. તેનો અર્થ કૃતકૃત્ય ગણી શકાય. જેમના સર્વાર્થો અને પ્રયોજનો સિદ્ધ થયા છે અને પરિપૂર્ણ શાશ્વત સુખમાં અવસ્થિત છે તેઓ શિવગતિ, પરમપદ, મોક્ષ, નિર્વાણ કે મુક્તિપદ પામે છે. “મમ દિસંતુ'માં સિદ્ધોના ગુણાનુવાદ કરી તેમની પાસે પ્રાર્થનામાં ઉત્તમ સિદ્ધિગતિ માટેની અભીપ્સા પૂરા બળ સાથે નિવેદિત થઈ છે. ચોવીસજિન નિક્ષેપ : નિક્ષેપ શબ્દથી અર્થની વ્યવસ્થા ચાર પ્રકારે થઈ શકે. નામ, સ્થાપના (આકૃતિ), દ્રવ્ય અને ભાવ. નામ નિક્ષેપમાં અર્થઘટન કરીએ તો અરિહંત નામના કોઈ તીર્થકર નથી. તે પદ છે. એ કોઈપણ વ્યક્તિ અંગે નહિ પણ સમગ્ર ક્ષેત્ર અને સમગ્ર કાળના સમગ્ર તીર્થકરોના અતિપણાના ગુણને અનુસરી આરાધ્યતાને “આઈજ્ય' કહેવામાં આવે છે. ૧૫ જે આહત્ય સકલ અરિહંતોની પ્રતિષ્ઠારૂપ મોક્ષલક્ષ્મીના અધિષ્ઠાનરૂપે અને સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ લોકમાં અદ્વિતીય સામર્થ્યયુક્ત છે તેના ધ્યાનમાં લીન થવાનું કહે છે. તેના નામ, સ્થાપના (આકૃતિ), દ્રવ્ય અને ભાવ વડે જગતના જીવોને પાવન કરનાર અહિત પદને ધારણ કરનાર સર્વક્ષેત્ર અને સર્વકાળના તીર્થકરોની સેવનાને કર્તવ્ય અહીં ગણાવેલ છે.* ચૈત્યવંદન ભાષ્યમાં ચાર પ્રકારના નિક્ષેપો દર્શાવ્યા છે. ૧૭ નામનિક્ષેપમાં જિનવરોના નામો ગુણનિષ્પન્ન છે અને સ્વાભાવિક શક્તિ અને સંકેત વડે વાચ્યાર્થનો બોધ કરાવે છે. નામ અને રૂપનો ગાઢસંબંધ સ્થાપના (આકૃતિ) નિક્ષેપમાં જોઈ શકાય છે. ભક્તામર સ્તોત્રમાં દર્શાવ્યું છે કેન્દ્ર તેમના સ્તવનથી સંસારની પરંપરા વડે બાંધેલાં પાપો ક્ષણવારમાં નાશ પામે છે. તેમાં નામ નિક્ષેપનો મહિમા છે. “નામ સ્મરણભક્તિ એ પ્રધાન અંગ છે પરમાનંદનું અને સંપદાઓનું બીજ છે.”૧૯ એમ શ્રી સિદ્ધસેના દિવાકરે દર્શાવ્યું છે. નામ શબ્દ છે તો આકૃતિ અર્થ છે. અર્થની જાણકારી વગરના સૂત્રને શાસ્ત્રકારો સુત્ત (સુપ્ત સૂતેલું) ગણે છે. દ્રવ્યનિક્ષેપો અરિહંતની અતીત અને અનાગત અવસ્થાને કહેવામાં આવે છે. વર્તમાન ચોવીસજિનો - H૪૪ - -- ---- For Private Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ શરીરધારી નથી અને કોઈ તીર્થંકર નામકર્મ ભોગવતા નથી તેઓ સિદ્ધ થઈ ગયા છે. તેમના દ્રવ્ય નિક્ષેપોની ધારણા તેમના ‘આર્હત્ત્વ’ના વિકલ્પને સેવીએ તો જ શક્ય બને. શક્રસ્તવના અંતની ગાહા જે આ અઈઆ સિદ્ધા’ તથા ‘જે એ ભવિસંતિ ણાગએ કાલે' વડે દ્રવ્ય જિનને વંદન કરવામાં આવે છે. ભાવનિક્ષેપો સમવસરણમાં રહેલા અને વાણી વડે દેશના દેતા ભાવિજનને ગણી શકાય. આમ ચોવીસ જિનના નામ, સ્થાપના તથા દ્રવ્ય નિક્ષેપો ભાવ અર્હત્ સાથે અભેદબુદ્ધિ કરવામાં કારણ છે તથા આનંદઘન આત્મસ્વરૂપને પામવાનું અનન્ય સાધન છે.૨૦ સ્તવનું ફળ : ચતુર્વિશતિ સ્તવના ફળ વિષે ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનમાં શ્રમણભગવાન મહાવીરને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. “હે ભગવન ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવમંગળથી જીવ કયો લાભ પ્રાપ્ત કરે છે ?’ ભગવાને ઉત્તરવાળ્યો, “હે શિષ્ય, સ્તવ અને સ્તુતિ રૂપ ભાવમંગળથી જીવ જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિના લાભને પ્રાપ્ત કરે છે. તેનો લાભાન્વિત જીવ કલ્પવિમાનમાં ઉત્પન્ન થવા પૂર્વક યાવત્ મોક્ષમાં જાય છે. (અહીં બોધિનો અર્થ સમ્યગ્ સમજવો.) સામાયિક સાધનાનો ઉપદેશ આપનાર ચોવીશ જિનેશ્વરોની સ્તુતિ કરવાથી શું લાભ થાય ? અને એ સ્તુતિ-સ્તવના કરવી યોગ્ય છે ખરી ? એવો સ્વાભાવિક પ્રશ્ન સૌને થાય. ચોવીશે તીર્થંકર અને ભૂતકાળમાં થયેલ અનંતી ચોવીસીના બધા જ તીર્થંકરો રાગ, દ્વેષનો સંપૂર્ણ ક્ષય કરી, સિદ્ધ થઈ ગયા છે. સિદ્ધ થયેલ કોઈપણ આત્મા કોઈની ઉપર ખુશ પણ થતા નથી અને કોઈની ઉપર નારાજ પણ થતા નથી. તો તેમની સ્તવના શા માટે કરવી ? ચતુર્વિંશતિ સ્તવમાં પ્રથમની ચાર ગાથામાં આ ચોવીસીના પ્રત્યેક તીર્થંકરના નામના ઉલ્લેખ કરી ભાવપૂર્વક નમસ્કાર કરવામાં આવ્યા છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે સાક્ષાત્ જિનેશ્વર પ્રભુની હાજરીમાં જેટલા આત્માઓ મોક્ષે ગયા તેના કરતાં અસંખ્યાતગણા આત્માઓ નામ નિક્ષેપાનું આલંબન લઈને મોક્ષે ગયા છે. અર્થાત્ પ્રભુનું નામ પણ એટલુંજ પવિત્ર છે. અલબત્ત ૪૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ તેની સાથે ભાવ સંકળાયેલો હોવો જોઈએ. અને નામની સાથે ભાવ પણ જોડાયેલો જ હોય છે. જેમકે કોઈક માતા જ્યારે પોતાના દીકરાના નામને સાંભળે છે, ત્યારે અવશ્ય તેને પોતાના દીકરાનું સ્મરણ થાય છે એટલું જ નહિ, તેનું માતૃત્વ પણ પ્રગટ થાય છે. ભલે પોતાનો તે દીકરો ગમે તેટલો દૂર હોય અથવા તો કદાચ મૃત્યુ પામ્યો હોય તો પણ દીકરાનું મૃત્યુ થવા છતાંય એ સંબંધ દૂર થતો નથી. તેની સ્મૃતિ અલૌકિક સ્પંદનો ઉત્પન્ન કરે છે. તેમ ચોવીસ તીર્થકરો સિદ્ધ થઈ ગયા હોવા છતાં તેમનાં નામનું-ગુણોનું સ્મરણ, સ્તુતિ, સ્તવના આપણામાં અલૌકિક ભાવ, સ્પંદનો ઉત્પન્ન કરે છે. એ તીર્થંકર પરમાત્મા પાસે કરેલ પ્રાર્થના - “તિર્થીયરા મે પસીયંત', આરૂમ્સબોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ' અને “સિદ્ધા સિદ્ધિ મમ દિસલ્લુ' પણ ફળ આપનારી બને છે. સંપૂર્ણ સૂત્ર અને છ યે આવશ્યકના બધાંજ સૂત્રો ગણધરવિરચિત હોવાથી મંત્ર સ્વરૂપ છે. અને મંત્ર માટે તો શ્રદ્ધા જ મહત્ત્વનું પરિબળ છે. “અમંત્રમક્ષર નાસ્તિ, નાસ્તિ મૂલમનૌષધું ! યાદશી ભાવના યસ્ય, સિદ્ધિર્મવતિ તાદશી' અનુસાર શ્રદ્ધા અને ભાવના પ્રમાણે પ્રાર્થનામાં જેની પ્રભુ પાસે માગણી કરી છે તે મળ્યા વગર રહેતું નથી. આ રીતે ચતુર્વિશતિસ્તવ પણ ઉપકારીના ઉપકારના સ્મરણ તરીકે પૂર્ણપણે વૈજ્ઞાનિક છે. ઉપસંહાર : શ્રી હરિભદ્રસૂરિ કૃત “ખોડશક પ્રકરણમાં દર્શાવેલ છે તેમ ચતુર્વિશતિ સ્તવમાં પ્રણિધાનપ્રવૃત્તિ અને વિધ્વજય થતા ઈષ્ટફળની સિદ્ધિ થાય છે અને તેથી વિનિયોગ સુલભ બને છે. ૨૨ ચોવીસ તીર્થકરોની સ્તવનામાં સમ્યકત્વની શુદ્ધિ થતા આત્મામાં અનુકંપાનો ગુણ પ્રગટે, જીવન વ્યવહાર શુદ્ધ રાખવાની પ્રેરણા કરે. આસ્તિક્ય અને અનુકંપાનું આ પરિણામ નિર્વેદના પ્રાગટ્યમાં – જીવની ચોરાશી લાખ યોનિમાં પરિભ્રમણ પ્રત્યેના કંટાળામાં પરિણમે, આસ્તિક્ય અનુકંપાથી, નિર્વિણ બનેલો તે પછી સંવેગના રંગે રંગાય. સર્વ વિષયો તેને કિંપાક ફળ જેવા લાગે અને સંવેગના ઉભવથી “શમ'નો આવિર્ભાવ થાય જે જીવને “પ્રશમ ભાવમાં અક્ષુબ્ધ બનાવે. H૪૬ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧. પાદટીપ ચોવીસ તીર્થકરો : ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ અને વર્ધમાન-મહાવીર. અષ્ટપ્રાતિહાર્યો : અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિહાસન, ભામંડલ, દેવ-દુંદુભિ, છત્ર-ત્રય. ચતુર્વિશતિ સ્તવઃ નામસ્તવઃ લોગસ્સસૂત્ર. ઉસભામજિ ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ પઉમપ્પાં સુપાસ, જિર્ણ ચ ચંદપ્પણં વંદે /રા. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ - સિર્જસ - વાસુપૂજ્જ ચ | વિમલમહંત ચ જિર્ણ, ધર્મો સંતિ ચ વંદામિ કુંથું અરે ચ મલ્લિ, વંદે મુણિસુવર્ય નમિનિણં ચ | વિંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ ||૪|| શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર લે. ગણધરાદિ. પ્ર. શ્રી ગોડીજી જૈન દેરાસર, ચઉવીસત્યયસુત્ત. મુંબઈ આવૃત્તિ બીજી (૧૯૬૦) પૃ. ૨૪ જિનેષુ કુશલ ચિત્ત, યોગબીજમનુત્તમમ્ | યોગદ્રષ્ટિ સમુચ્ચય (લે. હરિભદ્રસૂરિ) નમોત્થણે અરિહંતાણં ભગવંતાણ III. આઈગરાણ તિથયરાણે સયં-સંબુદ્ધાણં ||રી પુરિસરમાણે પુરિસ-સીહાણ પુરિસ-વર પુંડરીઆણે પુરિવર ગન્ધહસ્થીર્ણ II. લોગરમાણે લોગ-નારાણું લોગ-હિયાણું લોગ-પઈવાણું લોગ-પોગઅગરાણ અભય-દયાણં ચકખ-દયાણં મગ્ન-દયાણે સરણ-દયાણ બોહિ-દયાણે પાં ધમ્મ-દયાણ ધમ્મ-દસયાણું ધમ્મ-નાયગાણ ધમ્મસારહીણું ધમ્મ-વર-ચાઉતચક્કવટ્ટીપ્સ |૬| અપ્પડિહય - વર - નાણ - દસણ - ધરાણે વિય છઉમાણે શા. જિણાણે જાવયાણ તિજ્ઞાણ તારયાણે બુદ્ધાણં બોહયાણ મુત્તાણું-મોઅગાણું !! સવ્વલૂર્ણ સવ્વ-દરિસણ સિવમલમરુઅમરંતમફખય- મવાબાતમપુણરાવિત્તિ સિદ્ધિગઈ- નામધેય ઠાણે સંપત્તાણ, નમો જિણાણે જિઅ-ભયાણ લા. જે અ અઈયા સિદ્ધા, જે આ વિસ્તૃતિ ણાગએ કાલે ! સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ I૧ના -સક્કWય સુત્ત શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર લે. ગણધરાદિ. પ્ર. શ્રી ગોડીજી જૈન દેરાસર. મુંબઈ આવૃત્તિ બીજી (૧૯૬૦) પૃ. ૫૯ અને ૬૨. Page #69 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે ! અરિહંતે કિન્નઈટ્સ, ચકવીસ પિ કેવલી ના ચકવીસસ્થય સુત્ત એજન પૃ. ૨૪ ધર્મ એવ તીર્થ ધર્મતીર્થ, ધર્મ પ્રધાન વા તીર્થ ધર્મતીર્થ તત્કરણશીલાઃ ધર્મતીર્થકરસ્તાનું -ચતુર્વિશતિસ્તવાધિકાર હરિભદ્રસૂરિકૃતિ આવશ્યક ટીકા. શ્રીમદાવશ્યકસૂત્રમ્ : આ. ભદ્રબાહુ પ્ર. શ્રી આગમોદય સમિતિ મહેસાણા (૧૯૧૭) ૫. ૪૯૩ -ધમ્મો મંગલમુકિä અહિંસા સંજમો તવો | દસયાલિયસુત્ત સં : પુણ્યવિજયજી. પ્ર. શ્રી મ.જૈ.વિ. મુંબઈ (૧૯૭૭) પૃ. ૧ જગતોડખશરતે તીર્થકરા એભિરિયતિશયાઃ | અભિધાન ચિંતામણિ કાંડ ૧ શ્લોક ૫૮ અભિધાન ચિંતામણિસ્વોપજ્ઞટીકા: લે. હેમચંદ્રસૂરિ. ૧૦. ચોત્રીસ અતિશયો : જન્મપ્રાપ્ત-સહજ (૪) – અભુત રૂપવાન, નિરોગી, મલ-પ્રસ્વેદ રહિત શરીર - કમલસુરભિ સમો શ્વાસોચ્છવાસ. - ગાયના દૂધ સમાન ઉજ્જવલરક્ત - ચર્મચક્ષુથી અદૃશ્ય આહાર નિહાર કર્મક્ષયજ (૧૧) - એક યોજનભૂમિમાં દેવો, મનુષ્યો તિર્યંચોને દેશના - યોજનગામિની વાણીનું દેવો, મનુષ્યો, તિર્યંચોનું પોતાની ભાષામાં સમજવું - મસ્તક પાછળ ભામંડલ. - પચીસ યોજનભૂમિમાં રોગાપહાર. ઉપર નીચે સાડાબાર યોજનમાં રોગાપહાર. - એકસો પચીસ યોજનમાં વૈરાપહાર - એકસો પચીસ યોજનમાં ઈતિ અપહાર - એકસો પચીસ યોજનમાં ભીતિ અપહાર - અકસો પચીસ યોજનમાં અતિવૃષ્ટિ થાય નહિ - એકસો પચીસ યોજનમાં અનાવૃષ્ટિ થાય નહિ - એકસો પચીસ યોજનમાં બળવો થાય નહિ એ કસો પચીસ યોજનમાં આક્રમણ થાય નહિ. દેવકૃત (૧૯) આકાશમાં ધર્મચક્ર - દેવતાઈ ચામર - પાદપીઠ સાથે સુવર્ણસિંહાસન ४८ paénal Use Only For Private & Page #70 -------------------------------------------------------------------------- ________________ - ત્રણ છત્રો રત્નમય ધર્મધ્વજ નવસુવર્ણ કમળો વિચરણ સમયે ગોઠવાય છે. રજત, સુવર્ણ અને રત્નમય પ્રાકાર ગઢની રચના. ચતુર્મુખ દેશના વખતે ત્રણ બિંબોની રચના ચૈત્ય વૃક્ષ વિચરણ સમયે કાંટા અવળા થવા. વિચરણ સમયે વૃક્ષોની વંદના. - દેવદુંદુભિ નાદ - સાનુકૂળ વાયુ - પંખીઓની પ્રદક્ષિણા - સુગંધી જલનો છંટકાવ - તીર્થંકરોના મસ્તક અને દાઢીમૂછના વાળ વધતા નથી. - કરોડો દેવોની પરિચર્યા - સમઋતુ બહુવર્ણના પુષ્પોની વૃષ્ટિ. ૧૧. અરિહંત વંદણ - નમંસણાઈં અરિહંતિ પૂય સક્કાર । સિદ્ધિ ગમણં ચ અરિહા અરહંતા તેણ વચ્ચેતિ ૯૨૧॥ આવશ્યક નિર્યુક્તિ - શ્રીમદાવશ્યક સુત્ર : પૂર્વવિભાગ : લે. આચાર્ય ભદ્રબાહુ પ્ર. આગમોદય સમિતિ મહેસાણા. (૧૯૧૬) પૃ. ૪૦૬ ૧૨. પ્રશસ્તકાય વાઙમનઃ પ્રવૃત્તિરિત્યર્થ : વંદનમ્ ચૈત્યવંદનવૃત્તિ. લલિતવિસ્તરા લે. શ્રી હરિભદ્રસૂરિ પ્ર. શ્રી દિવ્યદર્શન સાહિત્ય સમિતિ અમદાવાદ આવૃત્તિ પહેલી (૧૯૬૩) પૃ. ૩૦૮ ૧૩. એવં મએ અભિક્ષુઆ, વિષ્ણુય-રય-મલા પહીણ-જર-મરણા | ચવીસંપિ જિણવરા, તિત્ફયરા મે પસીમંતુ ।। કિત્તિય - વૃંદિય - મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા । આરુગ્ગ-બોહિલાભં, સમાહિવરમુત્તમં કિંતુ દી ચંદેસ નિમ્નલયરા, આઈસ્ચેસુ અહિયં પયાસયરા । સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ।। -ચઉવીસત્થય સુતં. શ્રી પંચપ્રતિક્રમણ સૂત્રઃ લે. ગણધરાદિ પ્ર. શ્રી ગોડીજી જૈન દેરાસર, મુંબઈ આવૃત્તિ બીજી (૧૯૬૦) પૃ. ૨૭ ૧૪. દુકખ-ખઓ કમ્મ-ખઓ, સમાહિ-મરણં ચ બોહિલાભો આ 1 કરણેણં ||૪|| સંપજ્જઉ મહ એઅં, તુ નાહ ! પણામ પણિહાણસુત્ત એજન પૃ. ૮૧ - ૪૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૫. સકલાર્હત્-પ્રતિષ્ઠાનમધિષ્ઠાનું શિવશ્રિયઃ । ભૂર્ભુવઃ સ્વસ્રયીશાનમાર્હત્ત્વ પ્રણિદહે ||૧|| શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ચતુર્વિશતિ જિન નમસ્કાર સ્તોત્ર એજન પૃ. ૩૩૬ ૧૬. નામાઽકૃતિ-દ્રવ્ય-ભાવૈ, પુનતસ્ત્રિજગજ્જનમ્ | ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન્નર્હતઃ સમુપાસ્મહે ।।૨ા શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ચતુર્વિશતિ જિન નમસ્કાર સ્તોત્ર એજન પૃ. ૩૩૭ ૧૭. નામજિણા જિણનામા, ઠવણાજિણા પુણ જિણંદ પડિમાઓ દધ્વજિણા જિણજીવા, ભાવિજણા સમવસરણત્થા ।।૫૧॥ ચૈત્યવંદનભાષ્ય શ્રી ચૈત્યવંદનાદિભાષ્યત્રયમ્ લે. શ્રી દેવેન્દ્રસૂરિ. પ્ર. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ (૧૯૯૮) પૃ. ૪૬ ૧૮. ત્વમ્ સંસ્તવેન ભવસંતતિ સન્નિબદ્ધમ્ | પાપં ક્ષણાત્ ક્ષયમુપૈતિ શરીરભાજામ્ ।।૭।। શ્રી માનતુંગસૂરિ વિરચિત ભક્તામરસ્તોત્ર. શ્રી પંચપ્રતિક્રમણ સુત્ર પ્ર. શ્રી ગોડીજી જૈન દેરાસર. મુંબઈ આવૃત્તિ બીજી (૧૯૬૦) પૃ. ૪૯૫ ૧૯. સારમેતન્મયાલબ્ધ શ્રુતાબ્વેરેવગાહનાત્ ॥ ભક્તિભગવતી બીજું પરમાનન્દસમ્પદામ્ ॥૩૨॥ શ્રી સિદ્ધસેન દિવાકર કૃત ચોથી દ્વાત્રિંશમ્ દ્વાત્રિંશિકા ૨૦. શાંતિ સ્વરૂપ એહ ભાવશે, જે ધરી શુદ્ધ પ્રણિધાન રે આનંદધન પદ પામશે, તે લહેશે બહુમાન રે....''૧૫ શાંતિજિન સ્તવન શ્રી આનંદધન ચોવિશી પ્ર. યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા. મહેસાણા (૧૯૮૧) પૃ. ૧૪૨. ૨૧. થય થઈ મંગલેણ ભંતે ! જીવે કિં જણયઈ ? નાણ દંસણ ચારિત્ત બોહિલાભ સંજણઈ । નાણદંસણ ચારિત્ત બોહિલાભ-સંપન્ન ણું જીવે અંતરિય કવિમાણોવવત્તિયં આરાહણં આરાહેઈ ।।૧૪। સૂત્તાંક ૧૧૧૬. ૨૯મું અધ્યયન. ઉત્તરાજયણસુત્ત સં. પુણ્યવિજયજી પ્ર. શ્રી મ.ઐ.વિ. (૧૯૭૭) ૫. ૨૪૭ ૨૨. પ્રણિધિપ્રવૃત્તિ વિઘ્નજયસિદ્ધિ વિનિયોગભેદતઃ પ્રાયઃ । ધર્મજ્ઞરાખ્યાતઃ શુભાશયઃ પંચધાડત્ર વિધૌ ॥૬॥ શ્રી હરિભદ્રસૂરિકૃત તૃતીય ષોડશક પ્રકરણ. ૫૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ - ... - પ્રણ-૫ ત્રીજું અધ્યયન : વંદનક પ્રાસ્તાવિક : જૈનધર્મમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વોની આરાધનાનું વિધાન છે. તેમાં દેવતત્ત્વની આરાધનાનો “ચતુર્વિશતિ સ્તવ' આવશ્યકમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. ગુરુ તત્ત્વ એ દેવ અને ધર્મતત્ત્વ વચ્ચેની કડીરૂપ છે. તેની આરાધના પણ જીવનમાં આવશ્યક છે. ગુરુતત્ત્વમાં પાંચ મહાવ્રતના પાલનમાં ઉઘુક્ત એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુશ્રમણોને બહુમાનપૂર્વક વંદન કરવાની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એટલે ત્રીજું આવશ્યક. આ આવશ્યકમાં ગુરુની પ્રતિપત્તિ (વિનય) કેવી રીતે કરવો તે વિષે કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે યોગશાસ્ત્ર (સ્વોપલ્સ) વૃત્તિમાં નોંધ્યું છે તેમ “આસન છોડી, ગુરુ મહારાજ આવે ત્યારે ઉભા થવું, તેમની સન્મુખ જવું, તેઓ આવી ગયા હોય તો મસ્તક ઉપર અંજલિ મુદ્રામાં હાથ જોડી નમો ખમાસમણાણે વચન બોલવું, સ્વયં આસનપ્રદાન કરવું, તેઓ આસન ગ્રહણ કરે પછી પચીસ આવશ્યકની વિશુદ્ધિ સાચવી ભક્તિપૂર્વક વંદન કરવું, સેવા કરવી, તેમના ગમન સમયે થોડા અંતર સુધી અનુગમન કરવું (પાછળ જવું) અને ગુરુનો ઉપચાર વિનય કરવો.” આવશ્યક નિર્યુક્તિમાં વંદનના ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ, વિનય કર્મ વગેરે પર્યાયો મળે છે. આ ઉપરાંત વંદનનો નવ દ્વારોથી વિચાર કરવામાં આવ્યો છે. ગુરુવંદન ભાષ્યમાં પણ એ જ પ્રમાણે નિરૂપણ કરવામાં આવ્યું છે. ગુરુનું રવરૂપ : ગુરુ શબ્દથી અહીં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક (ગુણોમાં ચઢિયાતા) એ પાંચ પદવાળા ગુરુઓ સમજવાના છે. આચાર્ય એટલે ગચ્છનાયક, ઉપાધ્યાય એટલે શાસ્ત્રોનો અભ્યાસ કરાવનાર, પ્રવર્તક એટલે સાધુઓને તપ, સંયમાદિ પ્રશસ્તયોગમાં પ્રવર્તાવનાર તથા તેમની યથોચિત સારસંભાળ કરનાર, સ્થવિર એટલે વયોવૃદ્ધ, ઠરેલ ડગમગતા સાધુઓને હિતશિક્ષા આપી સંયમ માર્ગમાં સ્થિર કરનાર અને રત્નાધિક ----Yપ૧ For Private Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ એટલે વયમાં નાના પણ ચારિત્ર ગુણમાં અધિક હોય તેવા સાધુ. આમ ગુરુ શબ્દ અહીં સુગુરુનો વાચક છે. વંદન પણ સુગુરુને જ કરવાનું છે; નામધારી કે કુગુરુને નહિ. સુગુરુનું સ્વરુપ આપણને ગુરુસ્થાપના સૂત્રમાં મળે છે.૪ આ બે ગાથાના સૂત્રમાં ગુરુના છત્રીસ ગુણો વર્ણવેલ છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોને કાબૂમાં રાખનાર, નવપ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ ધરનાર, ચાર પ્રકારના કષાયોથી મુક્ત, પંચ મહાવ્રતોથી યુક્ત, પંચાચારના પાલનમાં સમર્થ અને પંચમિતિ- ત્રણગુપ્તિવાળા- છત્રીસ ગુણોવાળાં ગુરુને અત્રે વંદ્ય ગણવાના છે. ૫ કુગુરુનું સ્વરૂપ પણ શ્રી દેવેન્દ્રસૂરિએ ગુરુવંદન ભાષ્યમાં સ્પષ્ટ કર્યું છે. બે પ્રકારના ‘પાસસ્થા’, બે પ્રકારના ‘અવસન્ના', ત્રણ પ્રકારના ‘કુશીલો’, બે પ્રકારના ‘સંસક્તો’ અને અનેક પ્રકારના ‘યથાછંદો’ને જિન મતમાં અવંદનીય કહ્યા છે. જે સાધુ દોષિત આહાર પાણી લે અને સાધુપણાનો ખોટો ગર્વ રાખે તે ‘દેશ પાસસ્થા’ અને જે સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉપકરણો રાખવા છતાં તેનો લાભ ન લે તે ‘સર્વ પાસસ્થા’ કહેવાય છે. જે સાધુ યોગ્ય નિત્યકરણીમાં શિથિલ હોય તે ‘દેશ અવસન્ન’ અને જે વધુ સમય સુપ્તાવસ્થામાં અને પ્રમાદવશ દેહને જ પોષતા હોય તથા સંયમકરણીનાં નિર્વીર્ય હોય તે ‘સર્વ અવસન્ન' કહેવાય છે. ત્રણ પ્રકારના કુશીલનું વર્ણન : જે સાધુ આપમેળે જીવહિંસા કે કર્મબંધના કારણોનું સેવન કરે, બીજાના ગુણો પ્રત્યે અસહિષ્ણુ બને એ સુખશીલિયા બની રહે તે સંકિલષ્ટ સંસક્ત' અને વિવેકરહિતપણે વર્તે તે અસંકિલષ્ટ- સંસક્ત' કહેવાય. ‘યથાછંદ’ સાધુઓ અનેક પ્રકારના છે. તરંગી, ઉત્સૂત્રભાષી, પરનિંદક, સ્વાર્થી, આળ ચઢાવનાર અને સ્વ સત્કારાર્થે મિથ્યાડંબર કરનાર. આવા કુગુરુઓને અવંદ્ય- અવંદનીય કહ્યા છે. વંદના અને આચાર શુદ્ધિ : આચારશુદ્ધિમાં ઉદ્દેશ આત્મવિશુદ્ધિનો હોય છે. સમત્વને સિદ્ધ કરવા સાધક પ્રથમ ચતુર્વિંશતિ સ્તવ વડે અરિહંતો અને સિદ્ધોને તેમના સદ્ભૂત Jain Education international પર Page #74 -------------------------------------------------------------------------- ________________ ગુણોનું સ્તવન કરી દર્શનાચારની શુદ્ધિ કરે છે. પછી વંદનાવશ્યકની ક્રિયાવડે ગુરુની સંયમ યાત્રા વગેરેના પ્રશ્નો પૂછી જાણતા અજાણતા પોતાનાથી થયેલી આશાતના માટે મન વચન કાયા વડે ક્ષમા માંગે છે. આ રીતે તે જ્ઞાનાચારની વિશુદ્ધિ કરે છે. આ પ્રમાણે દેવ અને ગુરુની પ્રતિપત્તિપૂર્વકની સેવાને શ્રી હરિભદ્રસૂરિએ ‘પૂર્વ સેવા’ કહી છે. આધ્યાત્મિક અનુષ્ઠાનની આ પ્રક્રિયામાં એક તરફ દેવ અને બીજી તરફ ધર્મ આરાધનામાં સેતુ સ્વરૂપ ગુરુનો વિનય અને વંદન આવે છે અને તે ધર્મનું મૂળ છે. વંદનકનું ફળ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા સમ્યકત્વપરાક્રમ અધ્યયનમાં ગણધર ગૌતમે શ્રમણભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો છે. “હે ભગવન ! વંદનકથી જીવને શું ફળ મળે ?” “હે ગૌતમ, વંદનાથી (જીવ) નીચ ગોત્રકર્મને ખપાવે છે અને ઉચ્ચ ગોત્રકર્મને બાંધે છે, તથા સૌભાગ્ય અને અપ્રતિહતજેનું કોઈ ઉલ્લંઘન ન કરી શકે તેવા- આજ્ઞારૂપી ફળ અને દાક્ષિણ્ય ભાવને પ્રાપ્ત કરે છે.’૮ ગુરુનું મહત્ત્વ : આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ માટે ગુરૂની નિશ્રા યા છત્રછાયા આવશ્યક છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે, “આ લોક અને પરલોકમાં હિતકર એવા ધર્મનું જ્ઞાન મેળવવા માટે શિષ્યે બહુશ્રુત ગુરુને વિનય અને આત્મનિગ્રહ પૂર્વક સેવવા અને તેમને પદાર્થોનો નિર્ણય પૂછવો.' ve ગુરુની પ્રસન્નતા વિનય કે વંદન વડે પ્રાપ્ત થાય છે. આચારનું મૂળ વિનય છે અને તે વિનય ગુરુની સેવાભક્તિરૂપ છે. તે સેવાભક્તિ વિધિપૂર્વક વંદના કરવાથી થાય છે. આ વંદના કોને કરવી જોઈએ ? તે વિષે આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ આવશ્યક નિર્યુક્તિમાં જણાવ્યું છે “બુદ્ધિમાન મનુષ્ય સંયત, ભાવસમાધિયુક્ત, પંચસમિતિ અને ત્રણગુપ્તિવાળા અને અસંયમ પ્રત્યે જુગુપ્સા ધરાવનારા શ્રમણને વંદના કરવી જોઈએ.”૧૦ આ ઉપરાંત તેમણે અવંદ્ય ગુરુને વંદન કરવાથી કાયકલેશ અને કર્મબંધ થવાની શક્યતા દર્શાવી છે.૧૧ વિનયના પ્રકારો : સુગુરુનો વિનય નિરંતર કરવા યોગ્ય છે. છતાં પ્રાતઃકાળે અને સાયંકાળે, ૫૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ પડાવશ્યક પ્રસંગે તો વિનય વિશિષ્ટ રૂપે અવશ્ય કરવો જોઈએ. વિનય પાંચ પ્રકારનો છે. ૧. લોકોપચાર વિનય : લોક વ્યવહાર નિમિત્તે થતું પ્રવર્તન. . ૨. અર્થવિનય : ધનની પ્રાપ્તિ નિમિત્તે થતું પ્રવર્તન. ૩. કામવિનય : કામભોગની પ્રાપ્તિના ઉદ્દેશપૂર્વક થતું પ્રવર્તન. ૪. ભયવિનય : ભયના કારણે થતું પ્રવર્તન. ૫. મોક્ષવિનય : મોક્ષ પ્રાપ્તિના હેતુથી થતું પ્રવર્તન. આ પાંચમાંથી મુમુક્ષુ માટે મોક્ષવિનય ઉપાદેય છે. મોક્ષવિનયના પાંચ પેટા પ્રકારોનું આલેખન દશવૈકાલિક નિર્યુક્તિમાં વર્ણવેલું છે. (૧) દર્શનવિનય (૨) જ્ઞાનવિનય (૩) ચારિત્રવિનય (૪) તપોવિનય (૫) ઔપચારિક વિનય. આ પાંચ પ્રકારના વિનયમાંથી ઔપચારિક વિનયને જ સામાન્ય રીતે ગુરુ પ્રત્યેના વિનય તરીકે નિર્દેશેલ છે. આમ સર્વે સુવિહિત આચારોનું મૂળ વિનય છે. આ વિનયનું પાલન ગુરુવંદનની વિધિમાં થાય છે. આ વંદનનું તાત્કાલિક ફળ શ્રતધર્મની પ્રાપ્તિ છે અને પારંપારિક ફળ ભવસંતતિનો ક્ષય એટલે કે નિર્વાણ છે. ગુરુવંદનનો વિધિ : ગુરુવંદન ત્રણ પ્રકારે કરવામાં આવે છે. ૧. ગુરુ સામા મળતા “મFએણ વંદામિ બોલીને વંદન કરવું જોઈએ તે ફિટ્ટા વંદન- જઘન્ય વંદન કહેવાય છે. ૨. પ્રણિપાત સૂત્ર બોલીને પંચાંગ પ્રણિપાત કરવો તેને સ્તો(થોભ) વંદન કે મધ્યમ વંદન કહેવાય છે. આમાં બે વાર થોભવંદણ સુત્ત બોલી સુગુરુ સાતાપૃચ્છા સુત્ત બોલવામાં આવે છે.* ત્યારબાદ પદસ્થ ગુરુ હોય તો ફરી પ્રણિપાતસૂત્ર બોલી ગુરુ ક્ષમાપના સૂત્ર જમણો હાથ ભૂમિ પર સ્થાપન કરી બોલવામાં આવે છે.૧૫ ૩. દ્વાદશાવર્ત વંદન : આ ઉત્કૃષ્ટ વંદનમાં સુગુરુ વંદનસુત્તના પાઠ પૂર્વક ૨૫ આવશ્યક સાચવીને વંદના કરવામાં આવે છે. પ્રથમ વંદન કરવાની ઈચ્છાનું ગુરુને નપ૪. (48) Use Only For Private Schauen Page #76 -------------------------------------------------------------------------- ________________ નિવેદન કરવું (ઈચ્છાનિવેદન સ્થાન), પછી તેમની સમીપે જવાની આજ્ઞા માગવી (અનુજ્ઞાપન સ્થાન), પછી તેમને અવ્યાબાધા સંબંધી પૃચ્છા કરવી (અવ્યાબાધ પૃચ્છા સ્થાન), પછી તેમને સંયમ- યાત્રા સંબંધી પૃચ્છા કરવી (સંયમ યાત્રા પૂરઠ્ઠા સ્થાન). પછી તેમને પાપના-ઈન્દ્રિય અને મનની ઉપઘાત રહિત અવસ્થાની પૃચ્છા કરવી (યાપના પૃચ્છા સ્થાન). અને છેવટે દિવસ કે રાત્રિ દરમિયાન થયેલી આશાતના સંબંધી ક્ષમા માંગવી. (અપરાધ ક્ષમાપન સ્થાન). અહીં બે અવનતમુદ્રા અને એક યથાકાત મુદ્રા, દ્વાદશઆવર્ત; ચાર શિરોનમન; ત્રણ ગુણિ; બે અવગ્રહપ્રવેશ અને એક નિષ્ક્રમણ ૧૭ આદિ ર૫ આવશ્યક સાચવીને વિનયપૂર્વક વિધિસર વંદન કરવાથી “આસેવન શિક્ષા પ્રાપ્ત થાય છે, અને પરિણામે ગ્રહણ શિક્ષામાં ઘણો લાભ થાય છે. આ રીતે શ્રતધર્મની પ્રાપ્તિ થતા સાધકની ક્રિયાઓ ઉત્તરોત્તર વિશુદ્ધ બનતી જાય છે. સાધક તેત્રીશ આશાતનાઓથી વિરમે છે. આ દ્વાદશાવર્ત વંદન બે વાર કરવાનું છે. તેનો હેતુ વિનય ગુણની પુષ્ટિ અથવા સુગુરુનું અધિક સન્માન કરવાની વૃત્તિ છે. વંદન ક્યારે ન કરાય ? : - ગુરુવંદન ભાષ્યમાં પાંચ સ્થાનકે વંદન ન કરાય તે દર્શાવેલ છે. ૧૮ જયારે ગુરુ મહારાજ વિક્ષિપ્ત ચિત્ત હોય, પરાડમુખ હોય, પ્રમાદમાં હોય, તેમજ આહાર અને નીહાર કરતા હોય કે કરવા ઈચ્છતા હોય ત્યારે તેમને કદાપિ વંદન કરવું નહિ. આમ વિવેકપૂર્વક વંદન કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. વંદન ક્યારે કરાય ? ગુરુવંદન ભાષ્યમાં ચાર સ્થાનકે વંદન કરવાનું વિધિવાક્ય છે. જયારે ગુરુ મહારાજ વિક્ષેપરહિત - પ્રશાંત હોય, સન્મુખ આસન ઉપર બેઠા હોય, ઉપશાંત હોય અને ઉત્તર આપવા ઉજમાળ હોય તેવી અનુકૂળ સ્થિતિમાં ભક્તિ-બહુમાન કરવું જોઈએ.૧૯ ૧. પ્રતિક્રમણ આવશ્યક કરતા, ૨. વાચનાગ્રણાદિ સ્વાધ્યાય કરતા, ૩. કાયોત્સર્ગ કરતા, ૪. અપરાધ ખમાવતા, ૫. પ્રમુખ આચાર્યાદિ પધાર્યા હોય ત્યારે, ૬. આલોચના લેતા, ૭. સામાન્ય કે વિશેષ તપ-પચ્ચકખાણ લેતા અને ૮. અંત સમયે અનશન આદરતી વખતે ગુરુ મહારાજને અવશ્ય વંદન કરવું જોઈએ. (પપE---- For Private Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું વંદનક આવશ્યક દ્વારા ગુરૂ ભગવંતના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ગુરૂનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. આધ્યાત્મિક રીતે શક્તિસંપન્ન ગુરૂ શિષ્યને પણ આધ્યાત્મિક માર્ગે પ્રયાણ કરાવે છે. આ માટે તેમના આશીર્વાદ જ પર્યાપ્ત હોય છે એ આશીર્વાદની પ્રાપ્તિ વંદનક આવશ્યક દ્વારા થાય છે. ભારતીય પરંપરામાં ગુરૂને પગે લાગવામાં આવે છે. ત્યારે ગુરૂ ભગવંત શિષ્યને મસ્તક ઉપર જમણો હાથ મૂકી આશીર્વાદ આપે છે. આ આખીયે પ્રક્રિયા સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. આજે તો વિજ્ઞાને સિદ્ધ કરી આપ્યું છે કે પ્રત્યેક સજીવ પદાર્થમાં જૈવિક વીજચુંબકીય શક્તિ છે. અને રેકી દ્વારા અથવા પ્રાણિક હીલિંગ દ્વારા ચિકિત્સક પોતાની એ શક્તિને દર્દીમાં સંક્રમિત કરી શકે છે. વંદનની પ્રક્રિયામાં શિષ્ય ગુરૂનો ચરણ સ્પર્શ કરે અને ગુરૂ શિષ્યના મસ્તક ઉપર પોતાનો જમણો હાથ મૂકે છે ત્યારે વીજચક્ર પુરૂં થતાં ગુરૂની શક્તિ શિષ્યમાં સંક્રમિત થાય છે. પ્રભુ મહાવીરે પોતાના અગિયારે ગણધરોને ગણધરપદ ઉપર સ્થાપિત કરતાં તેમના મસ્તક ઉપર વાસક્ષેપપૂર્વક આશીર્વાદ આપે છે. આ આશીર્વાદના પ્રભાવથી અગિયારે ગણધરો ફક્ત ત્રિપદી ‘ઉપ્પન્ને ઇ વા', ‘વિગમે ઇ વા' અને ‘વે ઇ વા’નો આધાર લઈ સંપૂર્ણ દ્વાદશાંગીની રચના કરે છે. પ્રભુના વાસક્ષેપ દ્વારા પ્રભુના કેવળજ્ઞાનનો અંશ ગણધરોમાં સંક્રમિત થઈ, તેઓને શ્રુતકેવલિ બનાવે છે. ગુરૂ ભગવંતની આ અલૌકિક, દિવ્ય, આધ્યાત્મિક શક્તિ આપણામાં આવે તે માટે ગુરૂ ભગવંતને વંદન કરવામાં આવે છે. ઉપસંહાર : મહર્ષિ ઉમાસ્વાતિ વાચક “પ્રશમરતિ પ્રકરણ’’માં દર્શાવે છે કે વિનયનું ફળ ગુરુની શૂશ્રુષા છે, ગુરુ શુશ્રૂષાનું ફળ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ છે, શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું ફળ વિરતિ છે, વિરતિ(સંયમ)નું ફળ આસ્રવનરોધ છે. આસ્રવનિરોધ(સંવર)નું ફળ તપોબળ છે, તપોબળનું ફળ નિર્જરા છે, નિર્જરાનું ફળ ક્રિયાનિવૃત્તિ છે. ક્રિયાનિવૃત્તિનું ફળ અયોગિત્વ (યોગનિરોધ) છે, યોગનિરોધનું ફળ ભવપરંપરાનો ક્ષય છે, અને ભવપરંપરાના ક્ષયથી મોક્ષ છે. તેથી સર્વ કલ્યાણોનું મૂળ સ્થાન વિનય છે. (૫૬ Page #78 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે યોગ્ય વિનયપૂર્વક વિધિસર ગુરુવંદન સાધકનો ભવનિસ્તાર થાય છે જે ત્રીજા આવશ્યકની મહત્તાને સ્પષ્ટ કરે છે. ૧. ૨. 3. ૪. ૫. ૬. પાદટીપ અભ્યુત્થાનં તદાલોકેઽભિયાનં ચ તદાગમે । શિરસ્યાંજલિ-સંશ્લેષઃ સ્વયમાસનઢૌકનમ્ ॥૧૨૫ આસનાભિગ્રહો ભઠ્યા, વંદનાપર્યુપાસનમ્ । તઘાનેડનુગમનશ્ચેતિ, પ્રતિપત્તિરિયું ગુરોઃ ॥૧૨૬॥ તૃતીય પ્રકાશ યોગશાસ્ત્ર - લે. શ્રી હેમચંદ્રસૂરિ પ્ર. શ્રી નિર્પ્રન્થ સાહિત્ય પ્રકાશન સંઘ દિલ્હી, પ્રથમાવૃત્તિ (૧૯૭૫) પૃ. ૩૭૧ વંદચિઇકિઇકમાં પૂયાકમાંં ચ વિણયકમાંં ચ । કઇદોસવિપ્પમુક્યું કિઇકમાંં કીસ કીરઇ વા ॥૧૧૦૩ આવશ્યક નિર્યુક્તિ શ્રીમદાવશ્યક સૂત્ર ઉત્તરાર્ધ્વ : પૂર્વભાગ : આ ભદ્રબાહુ પ્ર. આગમોદય સમિતિ, મહેસાણા (૧૯૧૭) પૃ. ૫૧૧. વંદણથં ચિઇકમાં, કિઇકમાંં વિણયકમાંં પૂઅકર્માં । ગુરુવંદણપણનામા દવ્યે ભાવે દુહોહેણ ॥૧૦॥ ગુરુવંદનભાષ્યમ્ શ્રી ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયમ્ લે, દેવેન્દ્રસૂરિ. પ્ર. શ્રીજિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ, (૧૯૯૮) પૃ. ૯૫ પંચિંદિય સંવરણો, તહ નવવિહ બંભચેર-ગુત્તિધરો ! ચવિહ કસાય મુક્કો, ઈઅ અઢારસ ગુણેહિં સંજુત્તો ॥૧॥ પંચમહવ્વયજુત્તો, પંચવિહાયાર પાલણ સમત્વો । પંચસમિઓ-તિગુત્તો, છત્તીસ ગુણો ગુરુ મઝ ॥૨॥ ગુરુથાપના સુતં. શ્રી પંચપ્રતિક્રમણસૂત્ર લે. ગૌતમ ગણધરાદિ પ્ર. શ્રી ગોડીજી જૈન દેરાસર. મુંબઈ બીજી આવૃત્તિ (૧૯૬૦) પૃ. ૬ પાસત્યો ઉસ્સન્નો, કુસીલ-સંસત્તઓ અહાછંદો ! દુગ-દુગ-તિ-દુગ-એગવિહા, અવંદણિા જિણમયંમિ ॥૧૨॥ ગુરુવંદન ભાષ્ય શ્રી ચૈત્યવંદનાદિભાષ્યત્રમ્ લે. દેવેન્દ્રસૂરિ પ્ર. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ (૧૯૯૮) પૃ. ૯૯ પૂર્વ સેવા-ગુરુ દેવાદિપૂજાદિ લક્ષણા | શ્લોક-૩૬ યોગિબંદુ લે. શ્રી હરિભદ્રસૂરિ. ૫૭ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭. ધર્મ પ્રતિ મૂલભૂતા વંદના । લલિત વિસ્તરા- હરિભદ્રસૂરિ. ચૈત્યસ્તવવૃત્તિ ૮. વંદણએણ ભંતે ! જીવે કિં જણયઈ ? ગોયમા ! વંદણએણ નીયાગોયં કર્માં ખવેઈ, ઉચ્ચગોયં નિબદ્ધઈ, સોહેગં ચ ણં અપ્પડિહયં આણાફલં નિવ્વતેઈ, દાહિણભાવં ચ ણું જણયઈ ।।૨૨।। ૨૯મું અધ્યયન ઉત્તરાજઝયણસુત્ત સં. પુણ્યવિજયજી પ્ર. શ્રી મ.ઐ.વિ. મુંબઈ (૧૯૭૭) સૂત્તાંક ૧૧૧૨. ૯. ઈહલોગ-પા૨ત્તહિયં, જેણં ગચ્છઈ સોન્ગઈ । બહુસૂર્ય પન્નુવાસિજ્જા પુચ્છોજ્જડત્ય-વિણિચ્છયં ॥૪॥ અક્રમં આયારપ્પણિહિ અજ્જયણં દસવૈયાલિયસુતં એજન પૃ. ૫૯ ૧૦. સમણું વંદિજજ મેહાવી, સંજયં સુસામાહિયં । પંચસમિય-તિગુત્ત, અસંજમ- દુગુછાંગ ॥૧૧૦૬। આવશ્યક નિર્યુક્તિ. શ્રીમદાવશ્યકસૂત્રઃ ઉત્તરાર્ધ (પૂર્વભાગ). લે.આ. ભદ્રબાહુ પ્ર. આગમોદય સમિતિ મહેસાણા (૧૯૧૭) પૃ. ૫૧૫. મહેસાણા (૧૯૧૭) પૃ. ૫૧૫ ૧૧. પાસસ્થાઇ વૃંદમાણસ નેવ કિત્તી ન નિજ્જરા હોઈ । કાયિકલેસ એમેવ, કુણઈ તહકમ્મ-બંધં ચ ॥૧૧૦૮ આવશ્યક નિર્યુક્તિ. એજન પૃ. ૫૧૮ ૧૨. ઈહ છચ્ચગુણાવિણઓવયાર માણાઈભંગં ગુરુપુઆ તિત્શયરાણ ય આણા, સુઅધમ્મઆરાહણા - કિરિયા ||૨| ગુરુવંદનભાષ્ય. શ્રી ચૈત્યવંદનાભાષ્યત્રયમ્ લે. શ્રી દેવેન્દ્રસૂરિ. પ્ર.શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ (૧૯૯૮) પૃ. ૧૨૩ ૧૩. ઈચ્છામિ ખમાસમણો વંદિઉ જાણિજ્જાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ થોભવંદણ સુતં. શ્રી પંચ પ્રતિક્રમણસૂત્ર; લે. ગૌતમ ગણધરાદિ પ્ર. શ્રી ગોડીજી જૈન દેરાસર. મુંબઈ. આવૃત્તિ બીજી (૧૯૬૦) પૃ. ૧૧ ૧૪. ઈચ્છાકાર સુહરાઈ (સુહ દેવસ) સુખ તપ ? શરીર નિરાબાધ ? સુખસંજમ જાત્રા નિર્વહો છે જી ? સ્વામિ ! સાતા છે જી ? ભાત પાણીનો લાભ દેજોજી । સુખશાતા પુચ્છા સુનં. એજન. પૃ. ૧૩ ૧૫. ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ અબ્યુØિઓમિ અત્યંતર રાઈય (દેવસિયં) ખામેઉ ? ૫૮ Page #80 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છું ખામેમિ રાઈયું (દેસિયં) જંકિંચિ અપત્તિયં પરપત્તિયં ભત્તુ પાણે વિણયે વૈયાવચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતરભાસાએ ઉવિરભાસાએ જંકિચિં મઝ વિણય પરીણું સુષુમેં વા બાયર વાતુઘ્ને જાણહ અહં ન જાણામિ તસ્સ મિચ્છા મિ દુક્કડં II ગુરુ ખામણા સુત્ત એજન પૃ. ૨૦૧ ૧૬. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવિણાએ નિસીહિયાએ અણુજાણહ મે મિઉગ્ગહં । નિસીહિ અહો કાર્ય કાય- સંફાસ ખમણિજ્જો ભે ! કિલામો, અપ્પ લિંતાણં બહુસુભેણભે દિવસો વઈકકંતો જત્તા ભે ? જણિજ્યં ચ ભે ? ખામેમિ ખમાસમણો ! દેવસિયં વઈક્કમં, આવર્સિયાએ પડિકકમામિ ખમાસમણાણું દેવસિઆએ આસાયણ એ તિત્તીસન્નયરાએ જંકિંચિ મિચ્છાએ, માદુક્કડાએ, વયદુક્કડાએ કાયદુક્કડાએ કોહાએ, નાણા બે, માયાએ લોભાએ સવ્વકાલિયાએ સવ્વમિચ્છોવયારાએ સવ્વુધમ્માઈક્કમણાએ આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્કખમાસમણો ! પડિક્કમામિ નિંદર્હમ ગરિહામિ અપ્પાણં વોસિરામિ ! એજન પૃ. ૧૨૯ સુગુરુવંદણસુત્ત ૧૭. દો ઓણય અહાજાયું ફિઈકમાંં બારસાવત્તું । ચસિર તિગુત્તું જ પવેર્સ એગનિકખમણું ||૧૨૦૨। આવશ્યક નિર્યુક્તિ. શ્રીમદાવશ્યસૂત્ર : ઉત્તરાર્ધ : (પૂર્વભાગ) : લે. આ. ભદ્રબાહુ પ્ર. આગમોદય સમિતિ, મહેસાણા (૧૯૧૭) પૃ. ૫૪૨ ૧૮. વિખિત્ત પરાહુત્તે, પમત્તે મા ક્યાઈં વંદિા । આહા૨ નીહારં, કુણમાણે કાઉ કામે અ ||૧|| ગુરુવંદનભાષ્ય શ્રી ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયમ્ લે. દેવેન્દ્રસૂરિ પ્ર. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મુંબઈ (૧૯૯૮) પૃ. ૧૦૫ ૧૯. પસંતે આસણથે અ, ઉવસંતે ઉવક્રિએ અણુન્નવિ તુ મેહાવી, કિઈકમાં, પઉંજઈ ।૧૬।। એજન પૃ. ૧૦૬ ૨૦. પડિક્કમણે સઝાએ, કાઉસ્સગ્ગા- વરાહ પાહૂણએ । આલોયણ સંવરણે, ઉત્તમકેય વંદણયું ||૧|| એજન પૃ. ૧૦૭. ૨૧. જુઓ પ્રશમરતિ પ્રકરણ - ૭૨, ૭૩, ૭૪ મો શ્લોક. ૫૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૬ ચોથું અધ્યયન : પ્રતિક્રમણ પ્રાસ્તાવિક : આત્મા મૂલતઃ અનંત ચતુષ્ટય રૂપ છે. પરંતુ તે અનંતકાળથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદને કારણે અશુભ પ્રવૃત્તિ કરે છે અને ગાઢ કર્મબંધનથી બંધાય છે. આ કર્મબંધ એ અધ્યવસાય(લેયા)ના પરિણામથી થાય છે. જેવો અધ્યવસાય તેવો કર્મબંધ. તેના ચાર પ્રકારો છે. ૧. નિકાચિત ૨. નિધત્ત ૩. બદ્ધ ૪. સ્પષ્ટ. અધ્યવસાયોની આ તરતમતા વ્યવહારની પ્રત્યેક પ્રવૃત્તિમાં અનુભવી શકાય છે. બાહ્ય દૃષ્ટિએ એક સરખી પ્રવૃત્તિ વાસ્તવમાં એક વ્યકિતને માટે નિકાચિત બંધનું કારણ બને છે તો બીજી ત્રીજી કે ચોથી વ્યકિતને અનુક્રમે નિધત્ત,બદ્ધ કે સૃષ્ટ કર્મબંધનો અધિકારી બનાવે છે. પ્રતિક્રમણની ક્રિયા અધ્યવસાયને ઉત્તરોત્તર નિર્મળ બનાવનારી હોવાથી તેના કરનારને શુદ્ધ અધ્યવસાયો તરફ લઈ જાય છે. પ્રતિક્રમણનો વ્યાપક અર્થ એ છે કે મિથ્યાત્વમાંથી પાછા ફરીને સમ્યક્ત્વમાં આવવું, અવિરતિમાંથી પાછા ફરીને વિરતિમાં આવવું, પ્રમાદમાંથી ફરીને સંયમ - માર્ગમાં ઉત્સાહપૂર્વક વર્તવું અને કષાયમાંથી પ્રતિક્રમીને કષાય રહિત થવું અને ચારિત્રમાં નિર્મળતા પ્રાપ્ત કરવી. પ્રતિક્રમણની ક્રિયામાં કષાયોનો ઉપશમ થવો મહત્વનો છે. પ્રતિક્રમણનો શબ્દશઃ અર્થ કરીએ તો ‘પાછાં પગલાં ભરવાની ક્રિયા’ તે મુજબ પ્રમાદાદિ દોષોને લીધે સ્વસ્થાનથી પરસ્થાનમાં ગયેલો આત્મા તે જ મૂળસ્થાને જવાની ક્રિયા કરે તે ‘પ્રતિક્રમણ’ કહેવાય છે. ` જ્ઞાન,દર્શન અને ચારિત્ર એ સ્વસ્થાન છે અને અઢાર પાપસ્થાન એ પરસ્થાન છે. ૨ આત્માને જે ઘડીએ એવું ભાન થાય છે કે પ્રમાદને વશ થઈ હું ભૂલ્યો અને ન જવાના માર્ગે ગયો- ત્યારે તેનું વલણ પાછું પોતાના મૂળસ્થાને જવાનું થાય છે. શ્રી હરિભદ્રસૂરિએ દર્શાવ્યું છે તેમ- ‘પાપકર્મોની નિંદા, ગર્હા કરીને નિઃશલ્ય થયેલા યતિનું મોક્ષફળ આપનાર શુભયોગોને વિષે પુનઃ પુનઃ પ્રવૃત્ત થવું તે જ પ્રતિક્રમણ છે.’૩ ૬૦ Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણનું ફળ : 66 પ્રતિક્રમણની ક્રિયાથી શું લાભ છે ? તેનો ઉત્તર ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯માં અધ્યયનમાં મળે છે. શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ‘‘હે ભગવન્, પ્રતિક્રમણથી જીવને શું પ્રાપ્ત થાય છે ?” ઉત્તરમાં ભગવાને કહ્યું, હે ગૌતમ ! પ્રતિક્રમણથી વ્રતમાં પડેલા છિદ્રો પૂરાય છે, તેથી આસવનો નિરોધ થાય છે, ચારિત્ર નિર્દોષ બને છે, તેથી જીવ અષ્ટપ્રવચન માતાના પાલનમાં ઉપયોગયુકત બનીને સંયમના યોગપૂર્વક સુપ્રણિધાનપૂર્વક વિચરે છે. ૪ પ્રતિક્રમણનો પ્રાણ : કોઈપણ દુષ્કૃત, પાપ, ભૂલ, સ્ખલના, દોષ કે અતિચાર થઈ ગયો કે તુરત જ તેને મિથ્યા કરવા ‘મિચ્છા મિ દુક્કડં' એવા શબ્દોનો પ્રયોગ એ પ્રતિક્રમણનો પ્રાણ છે. આવશ્યક નિર્યુતિમાં દર્શાવ્યું છે તેમ - ‘મિ’ એ અક્ષર માર્દવતાસૂચક છે. મૃદુતા - માર્દવ શરીર અને ભાવથી નમ્રતા સુચવે છે. ‘ચ્છા’ એ અક્ષર અસંયમાદિ દોષોના છાદનનો નિર્દેશ કરે છે. ‘મિ’- એ અક્ષર ચારિત્રની મર્યાદામાં રહેવું એવો ભાવ દર્શાવે છે. ‘દુ’ - એ અક્ષર દુષ્કૃત કરનાર આત્માને નિંદું છું એવા અર્થ માટે પ્રયોજેલ છે. ‘ક્ક’-એ અક્ષર પાપની કબૂલાત કરવાના અર્થમાં છે. ‘ડં’ એ અક્ષર ડયનઉપશમન કરવારૂપ અર્થનો નિર્દેશ કરે છે.પ મિચ્છા મિ દુકકડંનો ભાવાર્થ એ થયો કે - હું વિનય અને નમ્રતાવાળો થઈને અસંયમાદિ દોષોને અટકાવું છું, ચારિત્રની મર્યાદાને ધારણ કરું છું, દુષ્કૃત કરનાર મારા આત્માને નિંદું છું, તે દુષ્કૃતનો નિખાલસપણે એકરાર કરું છું અને તે દુષ્કૃતને ઉપશમ વડે- કષાયની ઉપશાંતિ કરવા વડે - નષ્ટ કરું છું. આ પ્રમાણે પ્રતિક્રમણ એટલે આત્મનિરીક્ષણ, અતિચારશોધન અને પાપનિવૃત્તિ. પ્રતિક્રમણ કરનાર પ્રાપ્ત થયેલાં પાપ કર્મબંધનોનો અલ્પબંધ કરે છે. અને તેના અધ્યવસાયો નિષ્ઠુર બનતા નથી. આ પ્રતિક્રમણની તાત્ત્વિક મહત્તા છે. પાપનું પુનઃ પુનઃ અકરણ એ પ્રતિક્રમણનો મુખ્ય અર્થ છે. પ્રતિક્રમણની ક્રિયા અને તેમાં રહેલા ગુણો સ્નાન સમાન છે. તેથી પ્રતિક્રમણને ભાવ સ્નાન કહી શકાય. પ્રતિક્રમણ કરનાર સમ્યગ્દષ્ટિ જીવને સાવઘ પ્રવૃત્તિ કરવા છતાં અલ્પબંધ થાય છે તે પણ મોક્ષપ્રાપ્તિમાં અંતરાયરૂપ ૬૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ હોવાથી સંસાર ભ્રમણનો હેતુ છે. તેનો નાશ કેમ થાય ? આ પ્રશ્નનો ઉત્તર સાવગ પડિકકમણ સુત્ત ની ૩૭ મી ગાથામાં આપવામાં આવ્યો છે. જેમ સુશિક્ષિત વૈદ્ય વ્યાધિને વિવિધ ઉપચારો વડે શમાવી દે તે રીતે પ્રતિક્રમણ કરનાર સભ્યદ્રષ્ટિ (શ્રાવક) તે અલ્પ કર્મબંધનને પણ પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત રૂપ ઉત્તર ગુણ દ્વારા શીઘ્ર ઉપશમાવે છે. અહીં પશ્ચાત્તાપ એટલે આત્મસાક્ષીએ નિંદા, ગુરુ સમક્ષ પ્રગટ કબૂલાત એટલે ગહ અને પ્રાયશ્ચિત દ્વારા આત્માને વોસિરાવવાની ક્રિયા-કાયોત્સર્ગ-આ બધાંનો યથાર્થ રીતે સમાવેશ પ્રતિક્રમણમાં કરવામાં આવ્યો છે. પ્રતિક્રમણના ચાર સોપાનો : પ્રતિક્રમણની ક્રિયામાં ચાર સોપાનો- તબક્કાઓ છે. | (૧) પાપો, દોષો કે અતિચારોથી પાછા ફરવું તે માટે “પડિક્કમામિ શબ્દનો પ્રયોગ સાધક કરે છે. (૨) થયેલાં પાપો, દોષો કે અતિચારોની આત્મસાક્ષીએ (મનોમન) નિંદા કરે છે તે માટે “નિંદામિ પ્રયોગ સાધક કરે છે. (૩) થયેલાં પાપો, દોષો કે અતિચારોની ગુરુ સાક્ષીએ પ્રગટ નિંદા કરવી અને તે માટે તેમણે આપેલ પ્રાયશ્ચિતનો સ્વીકાર કરવો - તે માટે ગરિયામિ' શબ્દ પ્રયોગ સાધક કરે છે . પાપો, દોષો કે અતિચાર કરનાર પોતાના કષાયયુક્ત આત્માનો ત્યાગ કરવો; તે માટે અધ્ધાણં વોસિરામિ એ બે પદનો સાધક પ્રયોગ કરે છે. અહીં “આત્મા” નો અર્થ તે પ્રકારના અધ્યવસાયો કરવામાં આવે છે. આમ સાધક પ્રતિક્રમણના હાર્દ સુધી પહોંચી શકે છે. પ્રતિક્રમણ આવશ્યકના સૂત્રોઃ પ્રતિક્રમણ ખડુ આવશ્યકમય ગણવામાં આવે છે. એટલે કે પ્રતિક્રમણની સમગ્ર ક્રિયામાં સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં પ્રતિક્રમણ આવશ્યક સ્પર્શતા સૂત્રોને ક્રમશઃ વિવેચન માટે લેવામાં આવ્યા છે. (૧) પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર : આ સૂત્ર વડે પ્રતિક્રમણની સ્થાપના કરવામાં આવે છે. આ સૂત્રમાં n Education International For Private - - -- -- -- For Private & penal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણની ક્રિયાનું સંક્ષિપ્તરૂપ આપવામાં આવ્યું છે. દુષ્ટ ચિંતન, દુષ્ટભાષા પ્રયોગ અને દુષ્ટવર્તન અંગે હૃદયપૂર્વક દિલગીરી વ્યકત કરવામાં આવી છે. તે દિલગીરી વિના પ્રતિક્રમણની સ્થાપના થઈ શકે નહિ એટલે આ ટૂંકુ સૂત્ર પ્રતિક્રમણના બીજ રૂપ છે. તેમાં ગુરુની આજ્ઞા લેવામાં આવે છે. અને ગુરુ “ઠાએહ ' બોલી સ્થાપનાની અનુજ્ઞા આપે છે. (૨) અતિચાર આલોચના સૂત્ર : અતિચારનો સામાન્ય અર્થ અતિક્રમણ કે ઉલ્લંઘન થાય પણ અહીં તે વ્રતસ્મલન સૂચવે છે; તે દિવસ સંબંધી કે રાત્રિ સંબંધી કાયિક, વાચિક અને માનસિક સ્કૂલનાનો અર્થબોધ કરે છે. તે ઉપરાંત સૂત્ર, માર્ગ, કલ્પ અને કર્તવ્યના અનુસરણમાં થયેલી ભૂલોને અહીં અનુક્રમે ઉસૂત્ર, ઉન્માર્ગ, અકથ્ય અને અકરણીય દ્વારા દર્શાવી છે. ઉસૂત્ર : કેવલની સૂત્ર પ્રરૂપણામાં સાધક દ્વારા અર્થ ઉદ્ઘાટનમાં થયેલી સ્કૂલના અતિચાર કોટિની છે. જ્યારે સૂત્રમાં કહેલી વાતથી તદ્દન વિરોધી વાત યા વર્તન એટલે અનાચાર કોટિનો ઉસૂત્ર દોષ. તેનું નિવારણ આલોચનાથી થતું નથી, પરંતુ પ્રાયશ્ચિત્તથી થઈ શકે છે. ઉન્માર્ગ : જે ઉપાયોથી ચારિત્ર સુધારણા થાય તેમાં અલના થવી અને ક્ષાયોપથમિક ભાવમાંથી ઔદયિકભાવમાં જવું. અકથ્ય : કલ્પ(આચાર)નું ઉલ્લંઘન કે અલના. • અકરણીય : યોગ્ય કર્તવ્યમાં થયેલી અલના અથવા ભૂલ આ ઉપરાંતના અતિચારો - દુર્બાન અને દુચિંતન-કેન્દ્રિત મન અને વિચાર સંબંધી મનોમાલિન્યના સૂચક છે અને અન્ય અતિચારો- ન આચરવા યોગ્ય, ન ઈચ્છવા યોગ્ય, શ્રાવકને માટે અત્યંત અનુચિત અતિચારો; જ્ઞાન, દર્શન, ચારિત્ર (સર્વવિરત માટે) અને ચારિત્ર- અચારિત્ર (દેશવિરત માટે), શ્રુત, સામાયિકની ઉપાસ્ય અને ઉપાસનાના દૃષ્ટિકોણથી અલનાઓ અને ત્રણ ગુપ્તિ, ચાર કષાય, પાંચ મહાવ્રત | પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતો- આમ બાર પ્રકારના શ્રાવકધર્મમાં સાધુધર્મમાં જે કંઈ ખંડિત થયું હોય- વ્રત વિરાધના થઈ હોય તેના મિથ્યાદુકૃતની આલોચના માંગવામાં આવી છે. ૬ ૩ For Private & Porechal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ (૩) પ્રતિક્રમણ સૂત્ર : આ સૂત્રથી દેવસિક (રાત્રિક) પ્રતિક્રમણના અતિચારોની આલોચનાનો પ્રારંભ થાય છે. દિવસ (રાત્રિ) દરમ્યાન દુષ્ટ ચિંતન, દુષ્ટભાષાપ્રયોગ અને દુષ્ટ વર્તનથી કે પ્રવૃત્તિથી લાગેલાં અતિચારોનું પ્રતિક્રમણ કરવા માટે ગુરુની ઈચ્છાથી અનુમતિ માગવામાં આવી છે. પ્રતિક્રમણ સ્થાપના સૂત્રમાં પણ આ જ પ્રકારનો પાઠ છે. પરંતુ ત્યાં એ પાઠ ઈચ્છાકારેણ પદથી શરૂઆત થાય છે. અને અંતમાં “તસ્સ” શબ્દ નથી. સ્થાપના સૂત્રમાં ગુરુ સ્થાપનાની આજ્ઞા આપે છે જ્યારે અહીં પ્રતિક્રમણ સૂત્રમાં પ્રતિક્રમવાની આજ્ઞા આપે છે. (૪) શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર : આ સૂત્ર પદ્યાત્મક અને પ૦ ગાથા પ્રમાણ છે. તેમાં ૩૮ મી , ૩૯ મી અને ૪૯ મી ગાથાઓ સિલોગો છંદમાં છે ; બાકીની બધી “ગાહા” છંદમાં છે. આ સૂત્ર શ્રાવકોની આત્મ શુદ્ધિ કરાવતું હોવાથી તેને શ્રાવક ગૃહિ/સમણોવાસગ/શ્રાદ્ધ પડિક્કમણ સુત્ત પણ કહે છે. પ્રારંભમાં અભિષ્ટની સિદ્ધિ માટે સર્વ સિદ્ધોને, ધર્માચાર્યોને અને સર્વ સાધુઓને વંદન કરીને શ્રાવક ધર્મમાં લાગેલા અતિચારોના પ્રતિક્રમણનું વિધાન છે. ૧૧ બીજી ગાથામાં બારવ્રતમાં લાગેલા અતિચારો અને પંચાચારના પાલનમાં સૂક્ષ્મ અને સ્થૂલ અતિચારોનું ઓઘદૃષ્ટિએ સામુદાયિક પ્રતિક્રમણ દર્શાવ્યું છે. ૧૨ ત્રીજી ગાથામાં આરંભ અને પરિગ્રહ સર્વ અતિચારોની ઉત્પત્તિનું કારણ હોવાથી તેનું પ્રતિક્રમણ દર્શાવેલ છે. ૧૩ ત્યારબાદ શ્રાવકના વ્રતોના અતિચારથી પ્રતિક્રમણ જણાવવાને બદલે પ્રથમ પંચાચાર, બારવ્રત, સંલેખના, સમ્યક્ત આદિના ૧૨૪ અતિચારોનું પ્રતિક્રમણ ક્રમશઃ દર્શાવેલ છે. સમ્યક્તના પાંચ, બારવ્રતોમાં પ્રથમ પાંચ અણુવ્રતોના પાંચ-પાંચ; દિમ્ વ્રતના પાંચ; ઉપભોગ-પરિભોગના ભોજન સંબંધી પાંચ અને કર્મ સંબંધી પંદર મળી કુલ વીસ; અનર્થદંડ વિરમણ વ્રતના પાંચ, ચાર શિક્ષાવ્રતોમાં સામાયિકના પાંચ, દેશાવકાશિકના પાંચ, પૌષધોપવાસના પાંચ અને અતિથિ સંવિભાગના પાંચ, સંલેખના વ્રતના પાંચ મળી કુલ ૮૫ અતિચારો ગાથા છ થી તેંત્રીસ સુધીમાં પ્રાપ્ત થાય છે. પંચાચારના અતિચારોમાં જ્ઞાનના આઠ, દર્શનના આઠ, ચારિત્રના આઠ, તપના બાર અને વીર્યના ત્રણ એમ કુલ ૩૯ અતિચારો ઉમેરતાં કુલ ૧૨૪ અતિચારો Jain Education international ६४For Private & persoal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ થાય છે. ચોત્રીસમી ગાથામાં૧૪ કાયા, વચન અને મનના અશુભ પ્રવર્તન વડે જે અતિચારો લાગ્યા હોય અને અશુભ કર્મ બંધાયા હોય તેનું ત્રિવિધ શુભયોગોથી પ્રતિક્રમણનો નિર્દેશ છે. આવશ્યક ક્રિયાની અપૂર્વ મહત્તા ગાથા એકતાલીસમાં કરવામાં આવી છે.૧૫ તેમાં જણાવ્યું છે કે સાવદ્ય આરંભોને લીધે બહુ અશુભકર્મોવાળો હોવા છતાં તે આવશ્યક વડે થોડા સમયમાં દુઃખોનો અંત કરશે. બેંતાલીસમી ગાથામાં જણાવ્યું છે કે પાંચ મૂલગુણો અને સાત ઉત્તર ગુણો સંબંધી આલોચના કરવા યોગ્ય અનેક પ્રકારના અતિચારો- જે પ્રતિક્રમણ વેળાએ યાદ પણ ન આવ્યા હોય તેની નિંદા અને ગર્હા કરું છું. તે પછીની પંકિત ગદ્યમાં છે.૧૭ અહીં શ્રાવક વીરાસનનો ત્યાગ કરી ઉભો થાય છે અને આરાધનાના પાલન અર્થે તથા વિરાધનાથી વિરમવા ત્રિવિધ પ્રતિક્રમણ કરતે છતે ચોવીસ જિનને વંદન કરે છે. ૧૮ સમ્યક્ત્વશુદ્ધિ અર્થે ત્રણ લોકમાંના ચૈત્યો તથા અઢી દ્વીપમાંના સર્વ સાધુઓને વંદન કરવામાં આવે છે. શ્રાવકના મનના મનોરથ વ્યકત કરતા કહ્યું છે કે ચિરસંચિત પાપપ્રનાશિની અને લાખો ભવોનો નાશ કરનારી ચોવીસ જિનોથી વિનિગર્ત-પ્રગટેલી કથાઓમાં મારા દિવસો વ્યતીત થાઓ.૧૯ અહીં કથાના ઉપલક્ષણથી ધર્મદેશનાઓનો સ્વાધ્યાય અપેક્ષિત છે. તે પછી અરિહંતો, સિદ્ધો, સાધુઓ શ્રુત અને ધર્મ મંગળરૂપ થાઓ અને સમ્યગદૃષ્ટિ દેવો પાસે સમાધિ અને બોધિબીજ માટે પ્રાર્થના કરી છે. ત્યાર પછીની ગાથા પ્રતિક્રમણની આવશ્યકતાના ચાર હેતુઓનો નિર્દેશ કરે છે. (૧) નિષિદ્ધ ક્રિયાઓ - પાપસ્થાનકોનું સેવન (૨) જે કર્તવ્યોનું વિધાન કરેલું છે - ઉદા. ષટ્આવશ્યકોનું અકરણ (૩) શ્રી જિન વચનમાં અશ્રદ્ધા - સંદેહ અને (૪) શ્રી જિનવચન વિરુદ્ધ પ્રરૂપણા-આ ચારેયના પ્રતિક્રમણની આવશ્યકતા વ્રત વિનાના શ્રાવક માટે પણ દર્શાવી છે. પ્રતિક્રમણનું સ્વરૂપ અને તેના હેતુઓ પછી તેની સાર્થકતા કયારે થાય ? જ્યારે સર્વજીવો પ્રત્યે ક્ષમાની ભાવના મનમાં ઉગે અને સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ પ્રગટે અને વૈરભાવ શમી જાય. તેનો નિર્દેશ સિલોગો છંદમાં મળે છે.૨૧ ઉપસંહાર કરતા શ્રાવક સમ્યક્ પ્રકારે અતિચારોની આલોચના, નિંદા ગર્હા અને દુર્ગંછા(જુગુપ્સા) કરી છે અને મન- વચન - કાયા વડે પ્રતિક્રમણ ૬૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ કરતા ચોવીસ જિનને વંદના કરે છે.૨૨ આવશ્યક સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં આવતા શ્રાવકધર્મને લગતા આલાપકો આ સૂત્રનો આધાર છે. સૂત્રની ભાષા આર્ષપ્રાકૃત છે. (૪) આચાર્યાદિ ક્ષમાપના સૂત્ર : કષાયોનો ઉપશમ ચાર ગુણોથી થાય છે. (૧) ક્ષમાથી (૨) નમ્રતાથી (૩) સરલતાથી અને (૪) સંતોષથી. ક્ષમા માગવી અને ક્ષમા આપવી, ગુણશ્રેષ્ઠોની શ્રેષ્ઠતાનો સ્વીકાર કરી નમ્ર બનવું; સરલભાવે સર્વ દોષોની આલોચના કરવી અને યથાશકિત પ્રત્યાખ્યાન કરી સંતોષવૃત્તિ ધારણ કરવી એ પ્રતિક્રમણનો સંદેશ છે. આ સૂત્રમાં ક્ષમાપનાનું અગત્યનું સ્થાન છે તેથી તેને ખામણા સુત્ત કહે છે. તેમાં ત્રણ ગાથાઓ છે. પ્રથમ ગાથામાં આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુળ અને ગણ પ્રત્યે જે કંઈ કષાયો મેં કર્યા હોય તેને ત્રિવિધે ખમાવું છું એ ભાવ છે. કષાયનું પ્રતિક્રમણ કરનાર બીજી ગાથામાં કુલ અને ગણ (ત્રણકુળો)થી આગળ વધી શ્રમણસંઘને (શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘને) બે હાથ અંજલિબદ્ધ કરી ખમાવે છે અને છેલ્લી ગાથામાં સર્વ જીવરાશિના જીવો પ્રત્યે થયેલા કષાયો અંગે ક્ષમા માગવામાં અને ક્ષમા આપવાની પ્રાર્થના છે. આ સૂત્ર પ્રતિક્રમણની કુંચી સમાન ક્ષમાના આદર્શને જીવનમાં ઉતારવા માટે ઉત્તમ માર્ગદર્શન કરે છે. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવાની પ્રક્રિયા. સૌપ્રથમ પોતે જે કર્યું છે, અને કરે છે તે પાપ છે એટલી સમજ અને તેનો સ્વીકાર આવે તો જ તેનાથી પાછા ફરવાનો વિચાર આવી શકે. પ્રતિક્રમણમાં બોલાતાં પ્રત્યેક સૂત્રનો અર્થ ખબર હોય અને ચૈત્યવંદન ભાષ્યમાં જણાવ્યું છે તે પ્રમાણે પ્રતિમાલંબન / સ્થાપનાચાર્યનું આલંબન, વર્ણાલંબન અને અર્થાલંબનમાં એક સાથે મન-વચન-કાયાનો ઉપયોગ આવે તો પ્રતિક્રમણ ધ્યાન બની જાય. તેમાં ય મનનો ઉપયોગ ખૂબજ મહત્ત્વપૂર્ણ છે. વચન અને કાયાનો ઉપયોગ પ્રતિક્રમણ કરનાર સૌ કરતાં હોય છે પરંતુ બહુધા મનનો ઉપયોગ તેની સાથે જોડાયેલ હોતો નથી. મન જો જોડાય તો સાચું પ્રતિક્રમણ થાય છે. ઈરિયાવહીની ક્રિયા પણ એક સંક્ષિપ્ત પ્રતિક્રમણ છે. આપણને ખ્યાલ છે કે બાલમુનિ અઈમુત્તાએ માત્ર ઈરિયાવહી પડિક્કમતાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું કારણકે તેમાં તેમનું મન જોડાયેલ હતું. ૬ ૬ Page #88 -------------------------------------------------------------------------- ________________ આમ જુઓ તો ધ્યાન કોઈ વિશેષ પ્રક્રિયા નથી. મન-વચન-કાયાની એકાગ્રતા જ ધ્યાન છે. અલબત્ત, માત્ર પ્રતિક્રમણને જ ધ્યાન કહીશું તો પશ્ચાતાપ, દોષો સંભારવા વગેરે માનસિક વ્યાપાર અટકાવવો પડશે. પરંતુ દોષોને યાદ કરી તેના માટે ‘મિથ્યા દુષ્કૃત’ દેવાંમાં પણ મન, વચન, કાયાની એકાગ્રતા આવે છે. એટલે તેને પણ ધ્યાન કહેવામાં વાંધો નથી. અને તે કાયોત્સર્ગ રૂપ ધ્યાનની પૂર્વભૂમિકા જ છે. શુભધ્યાન - ધર્મધ્યાન આપણને પાપમાંથી પાછાવાળી, પુણ્ય કર્મનો બંધ કરાવે છે. એમાં આત્મા આગળ વધે તો પુણ્યકર્મનો બંધ પણ અટકી જાય છે. અને સંપૂર્ણ સંવર અર્થાત્ શુભ અને અશુભ બંને પ્રકારનો કર્મ બંધ થતો અટકી જાય છે. અને તે સમય દરમ્યાન પૂર્વે બાંધેલ શુભ-અશુભ બંને કર્મની નિર્જરા ક્ષય ચાલુ થઈ જાય તો કેવળજ્ઞાન પ્રાપ્તિ પણ શક્ય બની જાય છે. અલબત્ત, આ કાળમાં એ શક્ય નથી, આમ છતાં કર્મ પ્રકૃતિ અનુસાર અશુભ કર્મનું શુભમાં સંક્રમણ તો શક્ય છે. તે માટે પણ દરેકે દ૨૨ોજ પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. પૂ. પંન્યાસ શ્રી નંદીઘોષવિજયજી મહારાજે તેમની પ્રસ્તાવનામાં પ્રતિક્રમણમાં આવતાં છ યે આવશ્યકનું વૈજ્ઞાનિક વિશ્લેષણ આપ્યું છે. તેથી અહીં તેની પુનરુક્તિ કરવાની આવશ્યકતા નથી. ઉપસંહાર ઃ પ્રતિક્રમણની ક્રિયા પુરુષાર્થ પર રચાયેલી છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદમાંથી મુકિત મેળવવી એ પુરુષાર્થ વગર શકય નથી. મુમુક્ષુ તે માટે પ્રચંડ પુરુષાર્થ કરે તો તે પાપથી મુકત બની શકે. આવો કોઈ પુરુષાર્થ પોતાના પક્ષે ન કરતા માત્ર ઈશ્વર કે પ્રભુને પોતાના પાપો માફ કરી દેવાની પ્રાર્થના કરવી તેનો કોઈ અર્થ નથી. આપણે પાપ કર્મો કરતાં રહીએ અને ઈશ્વર આપણી આજીજીથી પીગળી આપણાં પાપો કે ગુન્હાઓ માફ કરતો રહે તો સંભવ છે કે નિરંતર પાપ કર્મો કરવાને ટેવાયેલો જીવ કદી પણ પાપ કર્મોથી નિવૃત્ત થાય જ નહિ અને સંસાર ચક્રમાં સદાકાળ ભમતો જ રહે. જો ઈશ્વર કર્માનુસાર ફળ આપતો હોય તો પાપકર્મ કરતા જ અટકવું જોઈએ અને જે કંઈ અજાણતાં પાપો થયા હોય તેને માટે દિલગીર થવું જોઈએ, જેથી બીજી વખતે પાપકર્મ કરવાની વૃત્તિનો ઉદ્ભવ ન થાય. જયાં સુધી કોઈ પણ પ્રકારે પાપ કરવાનું ૬૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ ચાલુ છે ત્યાં સુધી તેમાંથી મુકત થવા માટે પ્રતિક્રમણની આવશ્યકતા છે, એટલે દરેક છમસ્થ આત્માએ પ્રતિક્રમણ કરવું આવશ્યક છે. પ્રતિક્રમણ નિત્ય અને નૈમિત્તિક રૂપે કરવામાં આવે છે. દેવસિય અને રાઈય. નિત્ય આવશ્યક છે. જયારે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રસંગે એક, બે અને ત્રણ ઉપવાસ જેટલો તપ વાળીને થતું પ્રતિક્રમણ નૈમિત્તિક છે. પ્રતિક્રમણના સાત પર્યાય શબ્દો તેના સ્વરૂપને વધુ સ્પષ્ટ કરે છે પ્રતિહરણાઃ સમ્યગ્ દર્શનાદિમાં આચરણા; પરિહરણાઃ ક્રોધાદિ અશુભોનો ત્યાગ; વારણા : પ્રમાદાદિનો નિષેધ; નિવૃત્તિઃ અશુભથી નિવૃત્તિ; નિંદા, ગહ અને શુદ્ધિ. આ પ્રમાણે પ્રતિક્રમણ ક્રિયા ત્રિદોષહારક (રાગ, દ્વેષ અને મોહ) અને ત્રિગુણકારક (જ્ઞાન, દર્શન અને ચારિત્ર) છે. પાદટીપ ૧. ૩. સ્વસ્થાનાત યતુ પરસ્થાનું પ્રમાદસ્ય વશાત્ ગતઃ | તન્નેવ ક્રમણે ભૂયઃ પ્રતિક્રમણમુચ્યતે | પ્રતિક્રમણ અધ્યયન- હરિભદ્રીય આવશ્યક ટીકા. શ્રીમદાવશ્યકસૂત્રસ્યોત્તરાર્ધ (પૂર્વભાગ) : આ. ભદ્રબાહુ પ્ર.શ્રીઆગમોદય સમિતિ(૧૯૧૭)પૃ.૫૫૦. અઢાર પાપસ્થાનઃ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન પૈશુન્ય, રતિ-અરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વ શલ્ય. પ્રતિ પ્રતિ વર્તન વા શુભેષ યોગેષુ મોક્ષફલેષુ ! નિઃશલ્યસ્ય યતેર્યતુ તલા શેયં પ્રતિક્રમણ ૫ પ્રતિક્રમણ અધ્યયન : હારિભદ્રીય આવશ્યક ટીકા. શ્રીમદાવશ્યક સૂત્રસ્યોત્તરાર્ધ(પૂર્વભાગ) આ. ભદ્રબાહુ પ્ર. શ્રી આગમોદય સમિતિ મહેસાણા (૧૯૧૭) પૃ. ૫૫૦. પડિક્કમeણે ભંતે ! જીવે કિં જણયઈ ? પડિક્કમeણે વયછિદાઈ પિહેઈ ! પિહિયવયછિદ્ધ પુણ જીવ નિરુદ્ધાસને અસબલ ચરિત્તે અટ્ટનું પવયણમાયાસુ ઉવઉત્તે અપહતે સુપ્પણિહએ વિહરઈ // સૂત્તાંક ૧૧૧૩, ર૯ મું અધ્યયન. ઉત્તરાજઝયણ સુત્ત સં-મુનિ પુણ્યવિજયજી. પ્ર.શ્રી મ.જૈ.વિ.મુંબઈ(૧૯૭૭) પૃ.૨૪૬ For Private & Penal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ‘મિ' ત્તિ મિઉમદવત્તે “છ” ત્તિ ઉ દોસાણ છાયણે હોઈ ! ‘મિત્તિ ય મેરાએ ઠિઓ, દુ’ ત્તિ દુગંછામિ અપ્રાણું | ૬૮૬ || ‘ક્ક' ત્તિ કંડ મે પાવું ‘ડે’ ત્તિ ય ડેવેમિ ઉવસમેણું ! એસો મિચ્છા-મિ દુક્કડં- પકખરWો સમાસણ || ૬૮૭ આવશ્યક-નિર્યુકિત શ્રીમદાવશ્યક સૂત્ર પૂર્વવિભાગ : લે. આચાર્ય ભદ્રબાહુ : પ્ર.શ્રી આગમોદય સમિતિ, મહેસાણા (૧૯૧૬) પૃ. ર૬૩. સમદિઠ્ઠી જીવો જઈ વિ હું પાવં સમાયરે કિંચિ અપ્પોસિ હોઈ બંધો જેણે ન નિદ્ધધર્સ કુણઈ ૩૬ 1 સાવગ પડિક્કમણ સુત્ત શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર: લે. ગણધરાદિ પ્ર. ગોડીજી જૈન દેરાસર મુંબઈ, બીજી આવૃત્તિ (૧૯૬૦) પૃ. ૧૮૦ તે પિ હુ સપડિક્કમણે સપ્ટરિઆવે સઉત્તરગુણં ચ | ખિપ્પ વિસામેઈ વાહિબ્ધ સુસિખિઓ વિજજો ૨ ૩૭ છે સાવચ્ચ પડિકકમણ સુત્ત એજન પૃ. ૧૮૧. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દેવસિય પડિકકમણે ઠાઉં ? ઈચ્છે ! સવ્વસવિ દેવસિય દુચિંતિય દુભાસિય દુચિઢિય મિચ્છા મિ દુકકડ / પડિકકમણઠવણાં સુત્ત એજન પૂ.૧૧૨-૧૧૩. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! દેવસિય આલોઉં ? ઈચ્છે ! આલોએમિ ! જો મે દેવસિઓ ( રાઈઓ) અઈઆરો કઓ કાઈઓ વાઈઓ માણસિઓ. ઉસ્યુત્તો ઉમગ્ગો અકપ્પો અકરણિજજો, દુઝાઓ દુધ્વિચિંતિઓ, અણીયારો અણિચ્છિઅવ્વો અસાવગ પાઉગ્યો, નાણે-દસંણે- ચરિત્તાચરિતે સુએ સામાઈએ છે તિરહ ગુત્તીર્ણ, ચઉë કસાયાણ, પંચણહમણુવયાણું તિણ ગુણવ્રયાણં ચહિં સિફખાવયાણ, બારસ્સવિહસ્સ સાવગ ધમ્મક્સ, જે ખંડિયે , જે વિરાહિય તસ્સ મિચ્છા મિ દુક્કડું અઈઆરાલોઅણ સુd. એજન પૃ.૧૧૪. ૧૦. સબસ્ત વિ દેવસિય (રાઈયો દુચિંતિય દુર્ભાસિય દુચ્ચિઢિય - ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચ્છે, તસ્સ મિચ્છા મિ દુક્કડે || સબ્યસવિ સુત્તએજન પૃ. ૧૩૯. ૧૧. વંદિતુ સવૅસિદ્ધ ધમ્માયરિયે સવ્વસાહુ અને ઈચ્છામિ પડિક્કમિઉં, સાવગ- ધમ્માઈઆરસ છે ૧ છે એજન પૃ. ૧૩૯. ૧૨. જો મે વયાઈયારો, નાણે તહ દંસણે ચરિત્તે અા સુહુમો આ બાયરો વા, તે નિંદે તે ચ ગરિમામિ ારા For Private & conal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ એજન પૂ. ૧૪૦. ૧૩. દુવિહે પરિગ્નેહમિ, સાવજજે બહુવિહે અ આરંભે કારાવણે એ કરણે, પડિક્કમે દેસિય સવૅ ૩ એજન પૃ. ૧૪૧. ૧૪. કાએણ કાયમ્સ, પડિક્કમે વાઈયસ્સ વાયાએ ! મણસા માણસિઅસ્સ, સવ્વસ્ત વયાઈઆરસ્સ ૩૪ એજન પૃ. ૧૭૭. ૧૫. આવસ્સએણ એએણ સાવ જઈ વિ બહુરઓ હોઈ દુફખાણમંતકિરિયું, કાહી અચિરણ કાલેણ : ૪૧ છે એજન પૃ. ૧૮૪. ૧૬. આલોઅણા બહુવિહા, નય સંભરિયા પડિક્કમણકાલે મૂલગુણ - ઉત્તરગુણે, તે નિંદે તં ચ ગરિયામિ વાર છે એજન પૃ. ૧૮૫. ૧૭. તસ્ય ધમ્મક્સ કેવલિ – પન્નતમ્સ ૧૮. અભુઢિઓમિ આરાણાએ, વિરઓમિ વિરાહણાએ તિવિહેણ પડિક્કતો, વંદામિ જિણે ચઉવ્વીસ | ૪૩ // એજન પૃ. ૧૮૫. ૧૯. ચિરસંચિય પાવપ્પણાસણીઈ, ભવ સય- સહસ્સ મહણીએ ! ચકવીસ જિણ વિણિગ્ગય -કહાઈ વોલતુ મે દિઅહા ૪૬ એજન પૃ. ૧૮૭. ૨૦. પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે આ પડિકકમણું ! અસદુહણે તથા વિવરીય પવણાએ આ છે ૪૮ છે. એજન પૃ. ૧૮૯ ખામેમિ સવજીવે, સવ્વ જીવા ખમંતુ મે | મિત્તિ મે સવ્વ ભૂસું વેર મજઝ ન કેણઈ ૪૯ છે એજન પૃ. ૧૯૦ ૨૨. એવમાં આલોઈએ, નિંદિઅ ગરહિય, દુગંછિય સમ્મ તિવિહેણ પડિઝંતો,વંદામિ જિણે ચઉવ્વીસ ત ૫૦ છે સાવચ્ચ પડિક્રમણ સુd. એજન પૃ.૧૯૧ ૨૩. આયરિય- ઉવજઝાએ સીસે સાહમિએ કુલ- ગણેઅ . જે મે કઈ કસાયા, સવ્વ તિવિહેણ ખામેમિ ! ૧ છે સબ્સ્સ સમણસંઘસ્ય, ભગવઓ અંજલિ કરિય સીસે ! સવૅ ખમાવઈત્તા, ખમામિ સવ્યસ્સ અહયંપિ ! રા સબસ્ત જીવરાસિમ્સ, ભાવઓ ધમ્મનિહિઅનિયચિત્તે ! સવ્વ ખમાવઈત્તા, ખમામિ સવ્વસ્ટ અહય પિ || all આયરિયાઈ ખામણા સુત્ત. એજન પૃ. ૨૦૬-૨૦૭. For Private & zonal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ પાંચમું અધ્યયન : કાયોત્સર્ગ પ્રાસ્તાવિક કર્મક્ષય અને આત્મશુદ્ધિ પરસ્પર સંકળાએલા છે. આત્મશુદ્ધિના સાધનોમાં કાયોત્સર્ગનું શ્રેષ્ઠ સ્થાન છે. કાયોત્સર્ગમાં કાયાની ચંચળતા અને મમત્વનો ત્યાગ નિહિત છે. તે પ્રશસ્ત અધ્યવસાયોની વૃદ્ધિ કરે છે અને શુભ ધ્યાનમાંથી શુદ્ધ ધ્યાનમાં ગતિ કરે છે. કાયોત્સર્ગનો સીધો અને સાદો અર્થ છે કાયાનો ઉત્સર્ગ. લૌકિક દ્રષ્ટિ એ કાયાનો ઉત્સર્ગ એટલે દેહાંત અથવા મૃત્યુ. એ અર્થ અહીં બંધ બેસતો નથી. અહીં કાયા એટલે ઔદારિક કે શારીરિક એવો અર્થ કરવાનો નથી. અહીં કાયા એટલે કાયા વડે થતો વ્યાપાર કે તેના પ્રત્યેનું મમત્વ સમજવાનું છે. ઉત્સર્ગ એટલે પરિત્યાગ નહિ પરંતુ શારીરિક ચેષ્ટાઓનો ત્યાગ અને કાયા પ્રત્યેના મમત્વ ભાવનો ત્યાગ પણ તેમાં સૂચિત થાય છે. ક્યારેક ઉત્સર્ગને સ્થાને વ્યૂત્સર્ગ શબ્દ પણ પ્રયોજવામાં આવે છે. તે ‘વિશિષ્ટ એવો ઉત્સર્ગ’ કાયોત્સર્ગ - (પ્રાકૃત કાઉસ્સગ્ગ)નો અર્થફ્રૂટ કરી આપે છે. ધ્યાન અને કાયોત્સર્ગ : ધ્યાનનો સંબંધ મન સાથે છે, પરંતુ જૈન ધ્યાન પ્રણાલી ફક્ત માનસિક નથી. તે વાચિક અને કાયિક આયામોને પણ સ્પર્શે છે. આ રીતે તે અન્ય ધ્યાનપ્રણાલીઓથી જૂદી પડે છે. ધ્યાનનો અર્થ શૂન્યતા કે અભાવ નથી. પોતાના આલંબનમાં ગાઢરૂપે સંલગ્ન થવાને કારણે ધ્યાતાનું ચિત્ત નિષ્ફકંપ થઈ જાય છે. તેવા ચિત્તની અવસ્થાને ધ્યાન કહે છે. તે સમત્વની સાધના સિદ્ધ કર્યા પછીનો તબક્કો છે. મૃદુ, અવ્યક્ત અને અનવસ્થિત ચિત્તને ધ્યાન કહી શકાય નહિ. ધ્યાન એ ચેતનાની અવસ્થા છે. આ પ્રમાણે મનોગુપ્તિની પ્રક્રિયામાં ધ્યાનની બાહ્યશૂન્યતા હોય છે, પરંતુ આત્મા પ્રત્યેની જાગરૂકતા બાધારહિત હોય છે. વચનગુપ્તિ યા વાસંવરની પ્રક્રિયામાં શબ્દથી શબ્દાતીત સ્થિતિએ પહોંચવું એ ઉપક્રમ છે. વૈખરીવાણીમાં વાચક પદનું આલંબન હોય છે. મધ્યમા વાણીમાં મનોગત પદાલંબન હોય છે. મંત્ર પૂરતી જ વિકલ્પરૂપતા ૭૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ હોય તો તે મૌન વિધિ અનુસાર ગણાય. કેવલ વૈખરીવાણી બંધ કરવાથી મૌન ગણાય નહિ. મૌનના આલંબન વડે નિર્વિકલ્પ પદ સુધી પહોંચવું એટલે વાસ્તંવર વડે સૂક્ષ્મ સાથે સાક્ષાત્કાર સ્થાપિત કરવો. કાયાની સ્થિરતા સિવાય ધ્યાનની પૂર્ણતા સંભવે નહિ. એક જ સ્થાને બન્ને હાથ લાંબા કરીને સમપાદ ઉભા રહેવું અને બન્ને પગ વચ્ચે ચાર આંગળ અંતર રાખી અડોલ અને અકંપ શરીરના અંગો ઊર્ધ્વસ્થિતિની મુદ્રામાં અથવા પર્યંકાસન, પદ્માસન, ગોદોહિકાસન આદિ આસનો દ્વારા આસનમુદ્રામાં અથવા શવાસન રૂપે શિયતમુદ્રામાં ધ્યાનસ્થ થવાથી કાયિક ગુપ્તિની પ્રક્રિયા થાય છે. તેથી કાયા શિથિલ અને નિશ્ચલ બને છે. શયિતમુદ્રા અશક્ત અને વૃદ્ધ સાધક માટે છે. વધારે અશક્તિ હોય અને ચત્તાં સૂવું ફાવે નહિ તો પડખાંભેર સૂઈ શકાય છે જેને એક પાર્શ્વશયન કહે છે. આ પ્રમાણે મનોગુપ્તિની પ્રક્રિયાથી ધ્યાન, વચનગુપ્તિની પ્રક્રિયાથી મૌન અને કાયગુપ્તિની પ્રક્રિયાથી સ્થાન વડે કાર્યોત્સર્ગ કરવામાં આવે છે. એક મહત્ત્વનો તફાવત ધ્યાન અને કાર્યોત્સર્ગમાં છે-ધ્યાનમાં ચક્ષુઓ નિમિલિત કે બંધ હોય છે. જ્યારે કાયોત્સર્ગમાં બંન્ને નેત્રો વિસ્ફારિત અને ખુલ્લાં-મટકું માર્યા વગર- એકાગ્ર- સ્થિર રાખવામાં આવે છે. કાયોત્સર્ગનું ફળ : ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીસમાં અધ્યયનમાં શ્રી ગૌતમ ગણધરે શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછયો છે, “હે ભગવન્ ! કાયોત્સર્ગથી જીવને શું પ્રાપ્ત થાય છે ?” ભગવાને ઉત્તર આપ્યો છે, ‘હે. આયુષ્યમાન, કાયોત્સર્ગથી ભૂતકાળ અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોની શુદ્ધિ થાય છે. આ રીતે પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોની શુદ્ધિ થતા તે જીવ ભાર ઉતારી રાખેલા મજૂર જેમ હળવો બની પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તતો સુખપૂર્વક વિચરે છે.”૨ ચઉસરણ પયજ્ઞામાં કહ્યું છે કે પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા ચારિત્રના અતિચારોની વ્રણચિકિત્સારૂપ કાયોત્સર્ગ વડે યથાક્રમ શુદ્ધિ થાય છે. કેટલાંક એમ માને છે કે ચિત્તની શુદ્ધિ માટે કાયાનું દમન આવશ્યક નથી પરંતુ કાયા અને વાણીનું દમન કર્યા વિના ચિત્તની શુદ્ધિ થતી નથી. ૭૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ આ દરેક મુમુક્ષુનો જાત અનુભવ છે. એટલે પ્રથમ કાયાનું દમન તપ, પછી વાણીનું દમન અર્થાત્ મૌન અને છેવટે ચિત્તનું દમન- કાયોત્સર્ગ એ સુવિહિતક્રમ- યથાક્રમ શુદ્ધિમાં દર્શાવેલ છે. કાયોત્સર્ગના હેતુઓ : કાયોત્સર્ગ કયા કયા હેતુઓ માટે કરવામાં આવે છે? “ચૈત્યવંદન ભાષ્ય”માં આ અંગે બાર હેતુઓ વર્ણવવામાં આવ્યા છે.* ૧. તસ્સઉત્તરીના પ્રમુખ ચાર હેતુઓ : ઐર્યાપથિકી પ્રતિક્રમણમાં જીવોની વિરાધના અને તેના પ્રાયશ્ચિત્તના આલોચના અને પ્રતિક્રમણ - એ બે અંગો પૂરા થાય છે. તેના પછી કાયોત્સર્ગ નામનું ત્રીજું અંગ ઉત્તરીકરણની ક્રિયાથી કરવામાં આવે છે. જેમાં ચાર પ્રકારની પ્રક્રિયા વડે પાપ કર્મોનો સંપૂર્ણ ઉચ્છેદ કાયોત્સર્ગમાં થાય છે. તેમાં સ્થિર થતા પહેલા તસ્ય ઉત્તરીનો પાઠ ભણવામાં આવે છે. તેમાંના ચાર હેતુઓ નીચે પ્રમાણે છે. ૧. ઉત્તરીકરણ ૨. પ્રાયશ્ચિત્તકરણ ૩. વિસોહીકરણ ૪. વિશલ્યીકરણ. આ પ્રમાણે વિશેષ આલોચના, પ્રાયશ્ચિત્ત, ચિત્તવિશુદ્ધિ અને ચિત્તને શલ્ય રહિત કરવાનો ઉપક્રમ પાપોનો સંપૂર્ણ નાશ કરી શકે. આ ચાર હેતુઓ સિદ્ધ કરવા કાયોત્સર્ગનું વિધાન છે. ઐયંપથિકી પ્રતિક્રમણ ઉપરાંત અતિચારોની જે રીતે આલોચના કરવામાં આવે છે તે જ રીતે બાર અણુવ્રતો અને પંચમહાવ્રત ધર્મની ખંડના વિરાધના વિષે પણ કાયોત્સર્ગ વિષયક સૂત્ર બોલી “તસ્સ ઉત્તરી વડે ઉપર જણાવ્યા મુજબની ચાર પ્રક્રિયાથી પાપ કર્મોના સંપૂર્ણ ઉચ્છેદ અર્થે કાયોત્સર્ગ કરવામાં આવે છે. અહીં દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા શ્રતધર્મ અને સામાયિક વિષયક કાયિક, વાચિક, માનસિક અતિચાર સેવન, ઉસૂત્ર, ઉન્માર્ગ, અકથ્ય, અકરણીય, દુર્ગાન, દુષ્ટચિંતન, અનાચાર, ન ઈચ્છવા યોગ્ય વર્તનને પણ આ કાયોત્સર્ગ સાંકળી લે છે. ૨. કાયોત્સર્ગના શ્રદ્ધાદિ પાંચ હેતુઓ: અહીં કાયોત્સર્ગ ૧. શ્રદ્ધાની વૃદ્ધિ અર્થે ૨. બુદ્ધિની નિર્મળતા અર્થે. ૩. ચિત્તની સ્વસ્થતા અર્થે. ૪. ધારણા અર્થે અને પ. અનુપ્રેક્ષાદિ ચિંતનની વધતી જતી અવસ્થા અર્થે કરવામાં આવે છે. આ કાયોત્સર્ગ અહંત ચૈત્યના વંદન, પૂજન, સત્કાર, સન્માન, બોધિલાભ અને મોક્ષના લક્ષ્ય સાથે કરવામાં આવે છે. 9 Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩. કાયોત્સર્ગના વૈયાવૃત્યાદિ ત્રણ હેતુઓ : અહીં કાયોત્સર્ગ ૧. સંઘનું વૈયાવૃત્ય કરનાર અર્થે. ૨. રોગાદિ ઉપદ્રવોને શાંત કરનાર અર્થે. અને ૩. સમ્યગ્ દ્રષ્ટિઓને સમાધિ ઉપજાવનાર દેવ દેવીઓના આરાધન અર્થે કરવામાં આવે છે. પ્રતિક્રમણમાં પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ અને દુઃખક્ષય કર્મક્ષય નિમિત્તેના કાયોત્સર્ગ પ્રતિક્રમણના અંતે કરવામાં આવે છે. રાત્રિક પ્રતિક્રમણમાં કુસ્વપ્ર-દુ:સ્વપ્ર નિમિત્તે પણ કાયોત્સર્ગ કરવામાં આવે છે. જે પાતકની શુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત્તરૂપ હોઈ આવશ્યકથી અતિરિક્ત છે. પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં અતિચાર પછી છીંક આવે ત્યારે ક્ષુદ્રોપદ્રવસંઘાતનો કાયોત્સર્ગ પણ કરવામાં આવે છે. કાર્યોત્સર્ગના આગારો : પ્રવૃત્તિવાળા શરીરનો ત્યાગ કરવો એટલે કાયોત્સર્ગ. આ માટે પ્રતિજ્ઞા લેવામાં આવે છે. પરંતુ શરીરની કેટલીક પ્રવૃત્તિ એવી છે કે જે ઈચ્છા વિના પણ થયા કરે છે. તેવી પ્રવૃત્તિઓનો કાયોત્સર્ગમાં અપવાદ રાખવામાં આવે છે. આવા અપવાદને શાસ્ત્રીય ભાષામાં “આગાર' કહેવામાં આવે છે. આવા સોળ આગારો છે. તેમાંના બાર આગારો સ્પષ્ટ રીતે કાઉસગ્ગ સુત્તમાં આપવામાં આવેલ છે. અને ચાર આગારોના નામ એવમાઈએહિં પદથી સમજવાના છે. આવા આગારોથી મારો કાયોત્સર્ગ અખંડિત અને અવિરાધિત હોજો તેવી સમજ સાથે આ કાયોત્સર્ગ ક્યાં સુધી અખંડિત રાખવો તેની મર્યાદા આપવામાં આવી છે. “જ્યાં સુધી ‘નમો અરિહંતાણં' એમ બોલીને હું કાયોત્સર્ગ પાળું નહિ/સમાપ્ત ન કરું ત્યાં સુધી મારી કાયા સ્થિર રાખી, વચનથી મૌન ધારણ કરી, તથા મનથી શુભધ્યાનમાં રહી સર્વ પાપ કાર્યોથી મારી કાયાનો સંપૂર્ણ ત્યાગ કરું છું. ,,૧૦ કાર્યોત્સર્ગના પ્રકારો : ૧. કાયોત્સર્ગ મુખ્યત્વે બે પ્રકારના છે. ૧. ચેષ્ટા ૨. અભિભવ ચેષ્ટા કાયોત્સર્ગ : આ કાયોત્સર્ગ ગમનાગમન પછી, વિહાર પછી, દિવસના અંતે, રાત્રિના અંતે, પક્ષના અંતે, ચાર્તુમાસના અંતે કે વર્ષ યા સંવત્સરના અંતે કરવામાં આવે છે. તે જધન્ય આઠથી ૨૫, ૨૭, ૩૦૦, ૫૦૦ અને ઉત્કૃષ્ટ ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ હોય છે. ૭૪ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨. અભિભવ કાયોત્સર્ગઃ જે કાયોત્સર્ગ તિતિક્ષા શક્તિ મેળવવા માટે કે પરિષદોનો જય કરવા માટે ખંડેરમાં, સ્મશાનભૂમિમાં, અરણ્યમાં કે કોઈ વિકટ સ્થળે જઈને કરવામાં આવે છે તેને અભિભવ કાયોત્સર્ગ કહે છે. તેનું કાલમાન જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બાર માસનું હોય છે. આ માટે દષ્ટાંતરૂપે બાહુબલિનો કાયોત્સર્ગ પ્રસિદ્ધ છે. ધ્યાનમાં પ્રગતિ ઈચ્છનારે મુખ્યત્વે આ કાયોત્સર્ગ કરવો જોઈએ. કાયોત્સર્ગનું કાલમાન : ચેષ્ટા કાયોત્સર્ગમાં પ્રવૃત્ત થતાં પહેલાં નવકાર યા લોગસ્સ વડે તેનું કાલમાન દર્શાવવામાં આવે છે. એક નવકાર દ્વારા આઠ શ્વાસોચ્છવાસ અને લોગસ્સમાં ચંદેસુ નિમ્મલયરા સુધી પચ્ચીસ શ્વાસોચ્છવાસ, સાગરવર ગંભીરા સુધી સત્તાવીસ શ્વાસોચ્છવાસ અને પૂર્ણ લોગસ્સ અઠ્ઠાવીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાલમાન દર્શાવે છે. પ્રત્યેક કાયોત્સર્ગ પ્રમાણયુક્ત હોવાથી જ્યાં સુધી “નમો અરિહંતાણં'નો ઉચ્ચાર ન થાય ત્યાં સુધી કાયોત્સર્ગ સંપૂર્ણ થયો ગણાય નહિ. કાયોત્સર્ગ પૂરો થયા બાદ પ્રગટરૂપે “નમો અરિહંતાણં બોલવું જોઈએ. તેમ છતાં તેમાં કેટલાક અપવાદો દર્શાવ્યા છે. જ્યારે બિલાડી ઉંદર પર ઝપટ મારે ત્યારે તેને બચાવવા ખસી જવું કે કાયપ્રવૃત્તિ કરવી પડે તો તેને કાયોત્સર્ગભંગ કહેવાતો નથી. આ ઉપરાંત રાજા, ચોર-લૂંટારા કે એકાંત સ્થાનમાં ભયનું કારણ ઉપસ્થિત થાય કે પોતાને યા અન્યને સર્પદંશ થાય ત્યારે વચ્ચે જ નમો અરિહંતાણંનો સહસા ઉચ્ચાર કરી કાયોત્સર્ગ પારી લેવામાં આવે તો કાયોત્સર્ગ ભંગ થતો નથી. કાયોત્સર્ગનું હાર્દ : આવશ્યક નિર્યુક્તિમાં જણાવ્યું છે કે૧૧. “શરીરને કોઈ વાંસલાથી છોલી નાખે કે તેના પર ચંદનનો લેપ કરે અથવા જીવન ટકે કે તેનો જલ્દી અંત આવે છતાં જે દેહભાવનાથી ખરડાય નહિ અને મનને સમભાવમાં રાખે તેને કાયોત્સર્ગ થાય છે.” ત્યાર પછીની ગાથામાં જણાવ્યું છે કે“દેવોના, મનુષ્યોના અને તિર્યંચોના ત્રિવિધ ઉપસર્ગોને મધ્યસ્થ ભાવથી સહન કરવા વડે કાયોત્સર્ગ શુદ્ધ થાય છે.” દેહાધ્યાસ જીવને અનંતકાળથી વળગ્યો છે. તે દેહાધ્યાસ ટાળી (૭પ Page #97 -------------------------------------------------------------------------- ________________ સમભાવપૂર્વક શુભધ્યાનમાં સ્થિર થવું એ કાયોત્સર્ગનું હાર્દ છે. કાયોત્સર્ગમાં એકાગ્ર થયેલ વ્યક્તિ દેહની જડતા અને મતિની મંદતા દૂર કરે છે; સુખદુ:ખની તિતિક્ષા વડે અનુપ્રેક્ષા અથવા તત્ત્વચિંતન કરે છે અને શુભ ધ્યાન ધ્યાવે છે. ૧૨ કાયોત્સર્ગના ભેદો : કાયોત્સર્ગમાં ચાર ભેદોનું વિધાન છે. ૧. ઉચ્છિતોચ્છિત : દ્રવ્ય (શરીર) અને ભાવ (પરિણતિ)થી શુભ અને શુદ્ધ રૂપે કરવામાં આવતો કાયોત્સર્ગ; ૨. ઉચ્છિતાનુચ્છિત : દ્રવ્ય (શરીર)થી શુદ્ધ ઉભા રહેવું અને ભાવથી અશુ ભલેશ્યરૂપ પરિણતિ હોવાથી અનુચ્છિત. ૩. અનુશ્થિતોષ્કૃિત: દ્રવ્યથી નીચે બેસીને પણ ભાવથી શુભ લેશ્યાયુક્ત કાયોત્સર્ગમાં ઉઘુક્ત અને ૪. અનુચ્છિતાનુતિ : દ્રવ્ય (શરીર)થી નીચે બેસીને અને અશુભ લેશ્યા યુક્ત મનઃપરિણતિ સાથેનો કાયોત્સર્ગ. કાયોત્સર્ગનાં દોષો : કાયોત્સર્ગના ૨૧ કે ૧૯ દોષો છે. ૧. ઘોટક ૨. લતા ૩. સ્થંભ ૪. કુચ ૫. માલ ૬. શબરી ૭. વધૂ ૮. નિગડ ૯. લંબોત્તર ૧૦. સ્તન ૧૧. શકટોદ્ધિકા ૧૨. સંયતી ૧૩. ખલીન ૧૪. વાયસ ૧૫. કપિત્થ ૧૬. શીર્ષોલ્ડંપિત ૧૭. મૂક ૧૮. અંગુલી ૧૯. ભૂ ૨૦. વારુણી ૨૧. અનુપ્રેક્ષા આ એકવીસ દોષોને વર્જીને કાયોત્સર્ગમાં વિધિપૂર્વક ઊભા રહેવાથી શરીરના અંગોપાંગ જેમ જેમ દુખે છે તેમ તેમ સુવિહિત આત્માના આઠ પ્રકારના કર્મસમૂહ પણ દુઃખવા/તૂટવા લાગે છે. ઉપસંહાર : કાયોત્સર્ગનું મુખ્ય પ્રયોજન ધ્યાન છે. જો કે તપાચારમાં ધ્યાન અને કાયોત્સર્ગને અત્યંતર ભેદોમાં અલગ ગણાવેલ છે. આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મ અને શુક્લ ધ્યાનમાં પરિણતિને ધ્યાન ગણેલ છે. જ્યારે કર્મક્ષયાર્થે શરીરનો - શરીર ઉપરની મમતાનો ત્યાગ કરાય તેને ઉત્સર્ગ યા કાયોત્સર્ગ કહેવાય છે. આ બન્ને વ્યાખ્યાઓ જ્યારે ધ્યાનસિદ્ધ થાય છે ત્યારે તેમની વચ્ચેનું અંતર દૂર થઈ જાય છે. આ પ્રમાણે ધ્યાનસિદ્ધિમાં કાયોત્સર્ગ સિદ્ધિ સમાય છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ત્રણેયનું જ્ઞાન (૭૬) For Private personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Jai આવશ્યક છે. બધા પ્રકારની ધર્મ શિક્ષાઓ મનની શુદ્ધિ માટે જ પ્રબોધેલી છે. સમ્યગ્ દર્શનથી મનનો વેગ ધ્યેય તરફ કેન્દ્રિત થાય છે. સમ્યગ્ જ્ઞાનથી ક્રોધ, માન, માયા અને લોભ રૂપ મનનો મેલ ધોવાઈ જાય છે. સમ્યગ્ ચારિત્રથી મનનો વિક્ષેપ ક્રમશઃ ઘટતો જાય છે અને અંતે કાયોત્સર્ગમાં પરિણમી મનને વિક્ષેપરહિત બનાવે છે. સ્થિર અધ્યવસાયો યુક્ત મન એટલે ધ્યાન અને ચલ અધ્યવસાયો યુક્ત મન એટલે ચિંતન. એક વિષયમાં અંતર્મુહૂર્ત સુધી મનને સ્થિર કરી છદ્મસ્થ મનુષ્ય ધ્યાન કરી શકે છે. જયારે યોગનિરોધ રૂપ ધ્યાન કૈવલ્યાવસ્થાને પામીને જેમના ભાવમનનો નાશ થયો છે તે જિનોને હોય છે. પ્રતિક્રમણ એ ધ્યાન છે. એ પ્રતિક્રમણમાં પ્રાયશ્ચિત સ્વરૂપે કાયોત્સર્ગ આવે છે. કાયોત્સર્ગ એ સાધનાનું ચરમ શિખર છે. આત્માને જ્ઞાન બે પ્રકારે થાય છે : પ્રત્યક્ષ અને પરોક્ષ. અહીં પ્રત્યક્ષજ્ઞાન એટલે નૈયાયિકોએ જણાવેલ ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન લેવાનું નથી, પણ આત્મ પ્રત્યક્ષ જ્ઞાન લેવાનું છે. જેમાં પાંચેય ઈન્દ્રિયમાંથી એક પણ ઈન્દ્રિયની સહાય લેવામાં આવતી નથી. આવાં પ્રત્યક્ષજ્ઞાનનાં ત્રણ પ્રકાર છે. ૧. અવધિજ્ઞાન ૨. મન:પર્યવજ્ઞાન અને ૩. કેવળજ્ઞાન. મતિજ્ઞાન - ઈન્દ્રિય તથા મન દ્વારા થાય છે. શ્રુતજ્ઞાન શબ્દ દ્વારા શ્રવણેન્દ્રિય દ્વારા થાય છે. ટૂંકમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઈન્દ્રિય દ્વારા થતાં હોવાથી પરોક્ષજ્ઞાન છે. આત્માને થતું ઈન્દ્રિયજ્ઞાન મનના માધ્યમથી થાય છે. મન, આત્મા અને પાંચે ઈન્દ્રિય જોડતી સાંકળ છે. આ મનને શરી૨ અને ઈન્દ્રિયથી અલગ કરી આત્માની સાથે જોડી દેવામાં આવે અથવા તો મનનો શરીર અને ઈન્દ્રિય સાથેનો સંપર્ક તોડી નાંખવામાં આવે છે ત્યારે ઈન્દ્રિય દ્વારા થતો અનુભવ આત્મા સુધી પહોંચતો નથી. કાયોત્સર્ગ એ મનને શરીર અને ઈન્દ્રિયથી અલગ કરવાની પ્રક્રિયા છે. કાયોત્સર્ગમાં આત્મા કાયાનો ત્યાગ કરતો નથી, તે તો શરીરમાં જ અધિષ્ઠિત હોય છે. પણ એ મનનો શરીર સાથેનો સંપર્ક તોડી નાખે છે. માટે જ કાયોત્સર્ગમાં ઊભા રહેલ શ્રમણ ભગવાન મહાવીરને ગોવાળીયાએ કાનમાં ખીલા ઠોક્યા ત્યારે પીડા થઈ હોવા છતાં, તેનો આત્માને અનુભવ થયો નહોતો. પરંતુ જ્યારે ખરક વૈધે પ્રભુના કાનમાંથી ખીલા બહાર કાઢ્યા ત્યારે પ્રભુએ વેદનાથી -For #rate www.jainellbrary.org mal ૧૭ esha use only Page #99 -------------------------------------------------------------------------- ________________ ભયંકર રાડ પાડી હતી. કારણકે તે સમયે પ્રભુ કાયોત્સર્ગમાં નહોતા. આ રીતે કાયોત્સર્ગ આપણા જીવનમાં પણ ઘણી વખત સ્વાભાવિક થતો હોય છે. આપણું મન અન્ય વિચારોમાં ખોવાયેલું હોય છે ત્યારે શરીર કે ઈન્દ્રિય દ્વારા થતો અનુભવ આત્મા સુધી અથવા લૌકિક રિભાષામાં મગજ સુધી પહોંચતો નથી. કાયોત્સર્ગમાં પણ એ જ પ્રક્રિયા કરી મનને પ્રભુના ગુણોના વિચારમાં - ચિંતનમાં લગાડી દેવામાં આવે તો કાયાનો વ્યાપાર બંધ થઈ જાય છે અને અન્ય મનુષ્ય, પ્રાણી દ્વારા કરાતા ઉપસર્ગનો અનુભવ પણ આત્માને થતો નથી. વર્તમાનમાં આ પ્રકારનો કાયોત્સર્ગ થતો નથી. માત્ર નવકાર કે લોગસ્સ ગણવામાં આવે છે. ઉપર બતાવેલ અવસ્થા કાયોત્સર્ગની ચરમ સીમા છે. પરંતુ એ ન આવે ત્યાં સુધી સાધકે કાયોત્સર્ગમાં શારીરિક પ્રક્રિયાનો, ઇન્દ્રિય દ્વારા થતા જ્ઞાનનો અનુભવ કરે જ છે. પરંતુ આ અનુભવ સાથે પોતાના રાગ-દ્વેષને જોડવાના નથી. માત્ર અલિપ્ત રહી તેને જોવાના અર્થાત્ અનુભવવાના છે. તે રીતે જ્ઞાતા-દૃષ્ટા ભાવ આવે તો પણ કાયોત્સર્ગ કંઈક અંશે સફળ થયો ગણાય. આ પ્રકારનો કાયોત્સર્ગ ભૂતકાલીન અશુભ કર્મને આત્મામાંથી દૂર કરે છે અને તે સંપૂર્ણ વૈજ્ઞાનિક છે તેથી જ શાસ્ત્રકાર ભગવંતે પ્રાયશ્ચિત રૂપે કાયોત્સર્ગનું વિધાન કર્યું છે. કાયોત્સર્ગ કે ધ્યાનમાર્ગ આત્માને કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી લઈ જનાર અમોઘ સાધન છે. ભૂતકાળમાં અનેક મહર્ષિઓએ તેનું આલંબન લીધું છે. મહાત્મા દૃઢપ્રહારી, ચિલાતીપુત્ર, ગજસુકુમાલ અને અવંતિ સુકુમાલ, પ્રસન્નચંદ્ર વગેરે કાયોત્સર્ગ દ્વારા જ અભીષ્ટ ફળ પ્રાપ્ત કરી શક્યા હતા. ૧. ૨. પાદટીપ તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણં વોસિરામિ । કાઉસગ્ગ અલ્ઝયણું આવસય સુત્તું સં. મુનિશ્રી પુણ્યવિજયજી પ્ર. શ્રી મ. જૈ.વિ.મુંબઈ (૧૯૭૭) પૃ. ૩૪૫ કાઉસ્સગે ભંતે ! જીવે કિં જણયઈ ? કાઉસ્સગ્ગ તીય-પટ્ટુપત્રં પાયચ્છિદં વિસોહેઈ | વિસુદ્ધ પાયચ્છિત્તે ય જીવે નિર્વોયહિયણે આહરિય- ભરુત્વ- ભારવહે પસત્યજ્ઞાણોવગએ સુહં સુહેણ વિહરઈ । સુત્તાંક ૧૧૧૪ ૭૮ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૨૯મું અધ્યયન. ઉત્તરાઝયણ સુત્ત સં. મુનિશ્રી પુણ્યવિજયજી. પ્ર.મ.ઐ.વિ.મુંબઈ (૧૯૭૭) પૃ. ૨૪૬ ચરણાઈયઈયાણું, જહકમાંં વણતિગિચ્છાવેણું । પડિક્કમણાસુદ્ધાણં, સોહી તહ કાઉસ્સગ્ગુણ ।।૬।। ચઉસરણપયન્ના ચઉસરણ તથા આઉરપચ્ચકખાણ પયજ્ઞા- સં. વીરભદ્ર મુનિ. પ્ર. જૈન તત્ત્વ વિવેચક સભા, અમદાવાદ (૧૯૦૧) પૃ. ૪ ચઉતસઉત્તરીકરણ -પમુહ સદ્ધાઈઆ ય પણ હેઉં । વેયાવચ્ચગરત્તાઈ તિઙ્ગિ ઈઅ હેઉં બારસગં ॥૫૪॥ ચૈત્યવંદનભાષ્ય શ્રી ચૈત્ય વંદનાદિભાષ્યત્રયમ્ લે. શ્રી દેવેન્દ્રસૂરિ પ્ર. શ્રી જિનશાસન આરાધના સમિતિ ટ્રસ્ટ, મુંબઈ (૧૯૯૮) પૃ. ૪૮-૪૯ તસ્સઉત્તરી કરણેણં, પાયચ્છિત કરણેણં, વિસોહી કરણેણં; વિસલ્લી કરણેણં પાવાર્ણ કમ્માણ નિગ્ધાયણઢાએ ઠામિ કાઉસ્સગ્ગ || (શલ્ય શબ્દથી અનાલોચિત પાપ સમજવાના છે) -ઉત્તરીકરણ સુત્ત શ્રી પંચપ્રતિક્રમણસૂત્ર લે. ગણધરાદિ. પ્ર. શ્રી ગોડીજી જૈન દેરાસર મુંબઈ. બીજી આવૃત્તિ (૧૯૬૦) પૃ. ૧૯ ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો મે અઈઆરો કઓ કાઈઓ વાઈઓ માણસ્તિઓ ઉત્સુત્તો ઉમગ્ગો અકપ્પો અકરણિજજો દુજઝાઓ દુન્વિચિંતિઓ અણાયારો અણચ્છિઅવ્યો અસાવગપાઉગ્ગો । નાણે દંસણે ચરિત્તાચરિત્તે સુએ સામાઈયે ।। તિષ્ઠે ગુત્તીર્ણ ચė કસાયાણં પંચહમણુયાણં તિ ́ ગુણયાણં ચė સિાવયાણું, બારસવિહસ્સ સાવગધમ્મસ જં ખંડિય જં વિરાહિય, તસ્સ મિચ્છા મિ દુક્કડં || અઈયારાલોઅણસુત્ત એજન પૃ. ૧૧૪ અરિહંત ચેઈઆણં કરેમિ કાઉસ્સગ્ગ | વંદણવત્તિયાએ પૂઅણવત્તિયાએ સક્કારવત્તિયાએ સમ્માણવત્તિયાએ બોહિલાભવત્તિયાએ નિરુવસગ્ગ વત્તિયાએ, સદ્ધાએ મેહાએ ધિઈએ ધારણાએ અણુપ્તેહાએ વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ || ચેઈયથય- સુતં. એજન પૃ. ૮૩ વેયાવચ્ચગરાણું સંતિગરાણં સમકિ સમાહિગરાણં કરેમિ કાઉસ્સગં । વેયાવચ્ચગરાણ સુત્ત એજન પૃ. ૧૧૧ અન્નત્ય ઉસ્સસએણે નીસિએણે ખાસિએણે છીએણં જંભાઈએણં ઉડ્ડએણં વાયનિસગ્ગેણં ભમલીએ પિત્ત-મુચ્છાએ, સુહુમેહિં અંગસંચાલેહિં સુહુમેહિં ખેલસંચાલેહિં સુહુમેહિં દિઠ્ઠિસંચાલેહિં એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ હજ્જ મે કાઉસગ્ગો । કાઉસગ્ગ સુ ં એજન પૃ. ૨૦-૨૧ ૩૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ, તાવ કાયં ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણં વોસિરામિ । કાઉસગ્ગસુત્ત એજન પૃ. ૨૧ ૧૧. વાસીચંદણ કપ્પો, જો મરણે જીવિયે ય સમસણો । દેહે ય અપડિબધ્ધો, કાઉસ્સગ્ગો હવઈ તસ્ય ॥૧૫૪૮॥ તિવિહાણુવત્સગ્ગાણું દિવ્વાણું માણુસાણં તિરિયાણું । સમ્મમહિયાસણાએ કાઉસ્સગ્ગો હવઈ સુદ્ધો ૧૫૪૯॥ આવશ્યકનિર્યુક્તિ શ્રીમદાવશ્યક સૂત્રસ્યોત્તરાર્ધ; લે. આચાર્ય ભદ્રબાહુ પ્ર. આગમોદય સમિતિ મહેસાણા (૧૯૧૭) પૃ. ૭૧૮ ૧૨. દેહ મઈ - જડુ - સુદ્ધી, સુહ - દુખ્ખુ - તિતિકખયા અણુપ્તેહા 1 ઝાયઈય સુઝા, એયગો કાઉસ્સગંમિ ।।૧૪૬૨॥ આ. નિર્યુક્તિ. એજન પૃ. ૭૭૨. ८० www:jainelibrary.org Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રક્રણ-૮ છઠું અધ્યયન : પ્રત્યાખ્યાન પ્રાસ્તાવિક : આત્માને સંયમમાં કેમ લાવવો? એ એક કૂટ પ્રશ્ન છે. આત્માની તૃષ્ણા અનંત છે અને તેને પૂરી કરવા માટે તે અથાગ પ્રયત્ન કરે છે. તૃષ્ણા આકાશ જેવી અનંત હોવાથી તેને કોઈ છેડો જ નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આઠમાં અધ્યયનમાં કહ્યું છે – “જેમ લાભ થતો જાય તેમ લોભ વધતો જાય. લાભથી લોભ વધે છે. બે માસા સુવર્ણથી કરવા ધારેલું કાર્ય ક્રોડોથી પણ પૂરું ન થયું." આ પ્રકારની અનંત તૃષ્ણાઓ વિચાર કરવા માત્રથી તૂટતી નથી. તે માટે જ્ઞાન ઉપરાંત કુશલ ક્રિયાની પણ જરૂર છે. જેમ માર્ગને જાણનારો પુરુષ ગમનાદિ ચેષ્ટારહિત હોવાથી ઈષ્ટસ્થળે પહોંચી શકતો નથી અથવા ઈષ્ટ દિશામાં લઈ જનાર વાયુની ક્રિયા વિનાનું વહાણ ઈચ્છિત બંદરે પહોંચાડતું નથી તેમ ચારિત્ર-સજ્જિયારહિત જ્ઞાન પણ મોક્ષરૂપ ઈચ્છિત અર્થ પ્રાપ્ત કરાવતું નથી. અહીં પ્રશ્ન એ થાય છે કે કુશલ ક્રિયા કઈ ? તેનો ઉત્તર એ છે કે જે ક્રિયાથી બૂરી આદતો અને સ્વચ્છંદી વર્તન દૂર થાય અને આત્મા વિરતિ, વ્રત, નિયમ અને સદાચારમાં આવે તે ક્રિયા કુશલ કહેવાય. તેનું ફળ મોક્ષ યા પરમ પદની પ્રાપ્તિ છે. આવી ક્રિયા એટલે પ્રત્યાખ્યાન. જ્યાં પ્રત્યાખ્યાન ન હોય ત્યાં કુશલક્રિયા સંભવતી નથી. - પ્રતિ + આ ખ્યાન આ ત્રણ શબ્દોથી પ્રત્યાખ્યાન શબ્દ નિર્મિત થયો છે. પ્રતિ - પ્રતિકૂળ પ્રવૃત્તિ, આ - મર્યાદાપૂર્વક, ખ્યાન - કથન કરવું. અનાદિ કાળથી વિભાવદશામાં રહેલા આત્માના સ્વભાવથી પ્રતિકૂળ મર્યાદાઓનો ત્યાગ કરીને અનુકૂળ મર્યાદાઓનો સ્વીકાર કરવો. આ પ્રત્યાખ્યાનને લોકભાષામાં પચ્ચકખાણ' કહે છે. પ્રત્યાખ્યાનના પર્યાય રૂપે નિયમ, અભિગ્રહ, વિરમણવ્રત, આસ્રવદ્વાર નિરોધ, નિવૃત્તિ, ગુણધારણા વગેરે શબ્દોનો પ્રયોગ જૈનશાસ્ત્રોમાં જોવા મળે છે. પ્રત્યાખ્યાનના ભેદો : પ્રત્યાખ્યાનના બે ભેદો છે. (૧) મૂલગુણરૂપ (૨) ઉત્તરગુણ રૂપ. ucation International FoxPrivate hause Only H૮૧) . FoxPrivate & Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રમણો માટે પંચ મહાવ્રત અને શ્રાવકો માટે પાંચ અણુવ્રત મૂલગુણરૂપ છે. સાધુઓ માટે પિંડવિશુદ્ધિ આદિ અને શ્રાવકો માટે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષા વ્રત ઉત્તરગુણ રૂપ છે. મૂલગુણનું પ્રત્યાખ્યાન મોટેભાગે જીવનપર્યંતનું હોય છે. જ્યારે ઉત્તરગુણ પ્રત્યાખ્યાન પ્રતિદિન ઉપયોગી છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના બે પેટા પ્રકારો છેઃ ૧. સંકેત પ્રત્યાખ્યાન ૨. અહ્વા પ્રત્યાખ્યાન. અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે પ્રત્યાખ્યાનનો મુખ્ય ઉદ્દેશ પંચ મહાવ્રતો છે- જેને પ્રત્યાખ્યાન કહે છે. તેનું પાલન કરવાની યોગ્યતા આવે તે માટે જ અન્ય પ્રત્યાખ્યાનોની યોજના છે. પ્રત્યાખ્યાનના પ્રવર્તમાનરૂપમાં સંકેત અને અદ્ધા પ્રત્યાખ્યાનનો વિશેષ પ્રચાર છે. તેની યોજના જીવોના અલ્પ-બહુ સામર્થ્યને લક્ષમાં રાખી કરવામાં આવી છે. જે જીવોથી વધારે ન થઈ શકતું હોય તે પ્રથમ અંગુસહિયં-મુઃિ-સહિયં વગેરે સાંકેતિક પ્રત્યાખ્યાન લઈ શકે. તેની ધારણામાં - ‘હું જ્યાં સુધી અંગૂઠો, મુઠ્ઠી યા ગાંઠ ન ખોલું અથવા ઘરમાં પ્રવેશ ન કરું, જ્યાં સુધી પસીનો સુકાઈ ન જાય ત્યાં સુધી, અમુક શ્વાસોચ્છવાસ પૂરા ન થાય, પાણીથી ભીની થયેલી ખાટલી સૂકાઈ ન જાય અથવા કોઈ વસ્તુમાંથી પાણી ટપકતું બંધ ન થાય, આ દીપક જલતો રહે ત્યાં સુધી વગેરે ત્યાં સુધી ભોજન કરીશ નહિ,... પારીશ નહિ... આ પ્રમાણે અંગૂઠો, મુઠ્ઠી, ગાંઠ, ધરપ્રવેશ, પ્રસ્વેદ, શ્વાસોચ્છ્વાસ, પાણીના ટીપાં, દીપક વગેરે સંકેતને ધ્યાનમાં રાખી કરેલા પ્રત્યાખ્યાનને સંકેત પ્રત્યાખ્યાન કહે છે. જે પ્રત્યાખ્યાનમાં કાળની મર્યાદા યા સીમા બાંધી હોય તેને અદ્ધા પ્રત્યાખ્યાન કહે છે. તે દસ પ્રકારના છે. (૧) નવકારશી (૨) પોરિસી-સાઢુંપોરિસી (૩) પરિમુઠ્ઠ-અવઢ (૪) બિયાસણ-એકાસણ (૫) એકલઠાણ (૬) આયંબિલ (૭) ઉપવાસ (૮) દિવસચરિયું- ભવચરિય (૯) અભિગ્રહ અને (૧૦) નિષ્વિગઈ યા વિગઈ સંબંધી. જો કે એકાશનાદિમાં સ્પષ્ટ રીતે કાળની કોઈ મર્યાદા નથી. પરંતુ પૂર્વાચાર્યોએ તેની કાળ- મર્યાદા બાંધી છે અને તે પ્રત્યાખ્યાન અદ્ધા પ્રત્યાખ્યાન સાથે જ કરવામાં આવે છે. .... આગારનું સ્વરૂપ : પ્રત્યાખ્યાન આગાર સહિત કરવું જોઈએ, નહીંતર તેનો ભંગ થાય ૮૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રત્યાખ્યાન ભાંગવાથી મોટો દોષ લાગે છે. જ્યારે થોડું પણ પ્રત્યાખ્યાન પાલન કરવામાં ગુણ રહેલો છે. ધર્મકાર્યમાં લાભ-હાનિનો વિવેક હોવો જરૂરી છે. આગાર એટલે પ્રત્યાખ્યાન ભંગ ન થાય તે માટે પ્રત્યાખ્યાન લેવાના સમયે જે છૂટ, મર્યાદા અથવા અપવાદ રાખવામાં આવે છે. . કયા પ્રત્યાખ્યાનમાં કેટલા આગાર છે, કયા કયા આગાર છે તે સંક્ષેપમાં નીચે આપેલા છે. નવકારના ઉચ્ચારણપૂર્વક પારવાના સમયે નવકારશી પ્રત્યાખ્યાનમાં બે આગાર છે. “નમુકકાર સહિય'માં સહિય- સહિત એ મુહૂર્તકાળ(૪૮ મિનિટ)નો નિર્દેશ કરે છે. શાસ્ત્ર તેને કાલ પ્રત્યાખ્યાન ગણે છે. બીજાં કાલ પ્રત્યાખ્યાન જેવાં કે પોરિટી, સાઢ-પોરિસી, પુરિમષ્ઠ,અવઢ આદિમાં પ્રહરનું નિરૂપણ કરવામાં આવે છે. નવકારશીના પ્રત્યાખ્યાનમાં બે આગારો છે. અશન, પાન,ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારોનો ત્યાગ અનાભોગ અને સહસાકાર નામના આગારો સાથે એક સાથે એક મુહૂર્ત પર્યત સૂર્યોદયથી) કરવામાં આવે છે. અનાભોગ એટલે વિસ્મૃતિ અને સહસાકાર એટલે ઉતાવળ કે અચાનક- અકસ્માતે મુખમાં વસ્તુ મૂકી દેવી કે પડી જવી. પોરિસી- પૌષિ અર્થાત સૂર્યોદય બાદ પુરુષના શરીર પ્રમાણ છાયાનું પ્રમાણ થાય તેટલો કાળ. તેને પ્રહર પણ કહે છે. તેમાં ચાર પ્રકારના આહારનો ત્યાગ છ પ્રકારના આગાર સાથે છે. અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાળ, દિશામૂઢતા, સાધુવચન (આદેશ) અને સર્વસમાધિ વૃત્તિના આ આગારો તે પછીના સાઢપોરિસી (સાર્થ-દોઢગણી)માં પણ યથાવત્ જળવાયા છે. પ્રચ્છન્નકાળ એટલે વાદળ, ધુમ્મસ કે પર્વતની આડમાં સૂર્યનું ઢંકાવું અને છાંયા ન પડતાં પ્રત્યાખ્યાનનો કાળ ન જળવાય તેનો આગાર, દિશામૂઢતાના આગારમાં ભ્રાન્તિથી પૂર્વ દિશાને પશ્ચિમ દિશા સમજી અપૂર્ણ સમયે આહાર લેવો સૂચિત છે. સાધુનો બહુપડિ પુષ્પાપોરિસી'નો આદેશ યા વચન સાંભળી સમય પહેલાં આહાર ગ્રહણ કરે તો તે પણ આગાર છે. છેલ્લે સર્વ સમાધિવૃત્તિના આગારમાં તીવ્ર શૂળ કે પીડાથી જીવની સમાધિ જળવાતી ન હોય અને આર્ત કે રૌદ્ર ધ્યાન થતું હોય અને ધૈર્ય રહેતું ન હોય તો તે આગારથી આહાર ગ્રહણ કરતાં પ્રત્યાખ્યાન ભંગ થતો નથી. આ સાથે પથ્ય કે ઔષધ ગ્રહણ કરવામાં આવે તો પણ પ્રત્યાખ્યાન ભંગ થાય નહિ. Page #105 -------------------------------------------------------------------------- ________________ - પુરિમર્દ નો અર્થ પુરિમાઈ- દિવસનો પ્રથમ અર્ધો સમય કે બે પ્રહર સૂચિત કરે છે. તેમાં સાત આગારો છે. ઉપરોક્ત છે ઉપરાંત “મહત્તરાગારેણં' નામના આગારથી કર્મનિર્જરારૂપ, સાધુ કે સંઘના સંકટ સમયે કે કાર્યવશાત્ મોટા(મહત્તર) કારણથી અપૂર્ણ સમયે પ્રત્યાખ્યાન પારવું પડે તો તેનો ભંગ કહેવાય નહિ. અહીં લાંબો (બે પ્રહરનો) સમય હોવાથી આ આગાર સમાવેલો છે." એકાસણાદિમાં આઠ આગારો છે. તિવિહાર એકાસણામાં આહાર પછીના સમયે પાણી પી શકાય છે; ચોવિહાર એકાસણામાં આહાર સમયે જ પાણી પી શકાય, પછી નહિ. તેને “ઠામચઉવિહાર' કહે છે. પ્રથમ બે અને અંતિમ બે આગારોથી આપણે પરિચિત છીએ. વચ્ચેના ચાર આગારો - - ૧. સાગારિઆગારેણં : ગૃહસ્થની હાજરી કે વધુ સમય રોકાવાથી સાધુએ સ્થાનફેર કરતા એકાસણાનો ભંગ ન થાય તે. ૨. આઉટણપસારેણં : ઘૂંટણ-પગ વગેરેના સંકોચ પ્રસારથી આસન ચલાયમાન થાય તો પ્રત્યાખ્યાન ભંગ ન થાય તે. ૩. ગુરુ અભુટ્ટાણેણે એકાસન સમયે ગુરુજીના આવવાથી વિનાયાર્થે ઉભું થવું પડે તેનો આગાર. ૪. પરિક્રાવણિયાગારેણં શ્રમણભિક્ષામાં અતિમાત્રામાં વધેલો આહાર નિરવદ્ય સ્થાને પરઠવી દેવો જોઈએ કારણ બીજે દિવસે તે કહ્યું નહિ. જો પરઠવવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય તો એકાશન કરનાર બીજીવાર આહાર લે તેનો આગાર સૂચવેલો છે. આહાર ફેંકી દેતા જીવવિરાધનાના દોષ લાગે છે. એકલઠાણામાં સાત આગારોમાં ઉપરના આઠ આગારોમાંથી એક આઉટણપસારણનો આગાર નથી કારણ અહીં એકજ સ્થિતિમાં અંગોપાંગ રાખવાના હોય છે. આયંબિલ-આચાર્લી; આયં-આયામ-ઓસામણ અને અસ્લ-ખટાશ. ઉપલક્ષણથી તમામ વિગઈઓ, મરચું, મસાલાદિ સ્વાદવર્ધક અને સ્નિગ્ધ - રસના ત્યાગપૂર્વક પ્રાયઃ નીરસ, રૂક્ષ અને સૂકાં ખાદ્યાન્નનું ભોજન તેથી આ પ્રત્યાખ્યાનમાં સ્વાદય માટે પૌષ્ટિક, ગરીષ્ઠ, સ્વાદિષ્ટ પદાર્થોનો ત્યાગ નિહિત છે. તેનાં ત્રણ આગારો વિશિષ્ટ છે. ૧. લેવાલેવેણું : લેપ-અલેપથી અર્થાત્ ત્યાજય પદાર્થોના લેપ શુષ્ક આયંબિલ પદાર્થોને લાગી જાય તો તેનો આગાર. ८४ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨. ગિહત્થસંસદેણું : ગૃહસ્થ સાધુને ભોજન આપે તે સમયે ચમચામાં અકલ્પ્ય વિગઈ કે મસાલાનો બહુ ઓછી માત્રાવાળો- સંસકત થયેલોઆપે તો તેનો આગાર. ૩. ઉકિખત્તવિવેગેણું : આયંબિલના આહાર ઉપર સૂકી વિગઈ ગોળ યા મીઠાઈ રાખી હોય તેને સારી રીતે ઊઠાવી લીધા પછીનો જે અંશ રહે તેનો આગાર અહીં નિર્દેશેલ છે. ઉપવાસમાં પાંચ આગારો છે. તેના પ્રત્યાખ્યાનમાં અભત્તઃઅભકતાર્થ- જેમાં ભોજનનું પ્રયોજન ન હોય તે અને સાથે પારિાવણિયાગારેણું વિશેષરૂપે છે. જો તિવિહાર ઉપવાસ હોય તો પાણી પીવાની છુટ હોવાથી વધેલો આહાર ગુર્વજ્ઞાથી ખાઈ પાણી પી શકાય છે. ચોવિહાર ઉપવાસમાં જો આહાર અને પાણી બન્ને વધેલા હોય તો જ ખાઈ શકાય છે. પાણી વધ્યું ન હોય તો એકલો આહાર લઈ શકાય નહિ. પચ્ચક્ખાણોમાં મુખ્યત્વે પાણી સંબંધી- પોરિસીથી ઉપવાસ પર્યંતના તપમાં ઉત્સર્ગ માર્ગે ચોવિહારનો નિર્દેશ છે. જો તિવિહાર કરવામાં આવે તો તેના છ આગારો દર્શાવ્યા છે. જેમાં ઓસામણ,ખજૂર કે આમલીવાળા પાણીથી અથવા જે પાત્રમાં તેના લેપ-યુકત પાણી હોય તે સિવાય ત્રિવિધ આહાર (અશન, ખાદિમ અને સ્વાદિમ)નો ત્યાગ દર્શાવેલ છે. ઉપવાસ એકાશનાદિ તપ સમયે તેથી પ્રત્યાખ્યાન ભંગ થતો નથી. જેમાં લેપ ન હોય પણ છાશનું નીતરેલું પાણી હોય, ત્રણવાર ઊકાળેલું શુદ્ધ સ્વચ્છ જળ, તલ કે કાચા ચોખાનું ઓસામણ (બહુલ જળ), પકાવેલા ચોખા, ડાંગર કે દાળનું ઓસામણ વગેરે ગાળીને લેવાથી તથા લોટની કણેકનું નીતરેલું પાણી પીવાથી પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. - ચરમ પ્રત્યાખ્યાનના બે ભેદ છે. (૧) દિવસના અંતિમ ભાગનું (૨) જીવનના અંતિમ સમયનું. બન્નેને ક્રમશઃ ‘દિવસચરિય’ અને ‘ભવચરિયું’ કહે છે. ભવચરિયું જ્યાં સુધી પ્રાણ રહે ત્યાં સુધીનું હોય છે. દિવસચરિયના ચાર આગારો છે. આમાં રાત્રિભોજનના ત્યાગના નિયમને દઢાવાય છે. ભવચરિયુંમાં બે આગારો છે. (૧) અનાભોગ અને (૨) સહસાકાર તેમાં ‘સવ્વસમાહિવત્તિયાગાર’ કે ‘મહત્તરાગાર’ ની જરૂર નથી.આ બે આગારોથી ઉપયોગશૂન્યતા કે આંગળી આદિ મોંમાં મૂકવાથી વ્રતભંગ થતો નથી. ૮૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ અભિગ્રહ- પ્રત્યાખ્યાનમાં ૧૦ કોઈને કોઈ રૂપમાં તપ ત્યાગને અનુરૂપ સંકલ્પ યા નિયમ કરવો એટલે અભિગ્રહ ધારણ કરવો કહેવાય. તેનાં ચાર આગારો છે. (૧) અનાભોગ (૨) સહસાકાર (૩) મહત્તર અને (૪) સર્વસમાધિવૃત્તિ. કોઈ વસ્ત્રત્યાગરૂપ અભિગ્રહ ધારે તો સાથે ચોલપટ્ટાગારેણં નામનો પાંચમો આગાર બોલવાથી કારણવશાત્ ચોલપટ્ટ ધારણ કરવો પડે તો પ્રત્યાખ્યાનભંગ થાય નહિ. વિગઈ ત્યાગરૂપ પ્રત્યાખ્યાનમાં એક આગાર “પડુચ્ચમખિએણ” દ્વારા સૂકી રોટી નરમ રાખવા અલ્પમાત્રામાં સ્નિગ્ધ કરેલી હોય તેને ખાવાથી “-પ્રતીત્ય-શ્રક્ષિત- આગારથી પચ્ચકખાણ ભંગ થતો નથી, શરત એટલી કે તેમાં ઘીનો સ્વાદ ન આવે. નીલિમાં ત્રણવાર ઘી/તેલમાં તળ્યા પછી ચોથી વાર તળેલી વસ્તુ કે મીઠાઈનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આયંબિલ અને નીવિના અનુક્રમે આઠ અને નવ આગારો થાય છે. આગારોની સમાનતાથી એકાસણા સાથે બિયાસણ, પોરિસી સાથે સાધ્રપોરિસી અને પુરિમુઢ સાથે અવશ્ન, ચોવિહાર, તિવિહાર, દુવિહારના પ્રત્યાખ્યાન સાથે આપી શકાય છે. દૈનિક દેશાવકાશિક વ્રતમાં ચૌદ વસ્તુઓના ભોગ-પરિભોગના નિયમો ધારવામાં આવે છે. શ્રાવક જીવનનું. એ અગત્યનું અંગ છે. તેમાં પણ ચાર આચારો- અનાભોગ, સહસાકાર, મહત્તર અને સર્વસમાધિવૃત્તિનું કથન કરવામાં આવે છે. પ્રત્યાખ્યાન પારવા સમયે સમ્યગૂ શુદ્ધિના છ કારણોનો પાઠ બોલવામાં આવે છે. સ્પર્શિત (વિધિપૂર્વક), પાલિત (વારંવારના ઉપયોગપૂર્વક), શોભિત (ગુરુ, તપસ્વી, બાલ, જ્ઞાનવૃદ્ધાદિને આપીને તરિત (અવધિ પૂરી થયા બાદ થોડી વધુ વાર સમય કાઢીને), કીર્તિત (પ્રત્યાખ્યાનની પ્રશંસા કરીને) અને આરાધિત (કર્મક્ષયના હેતુપૂર્વક). આ છ કારણોમાં પ્રત્યાખ્યાનની ભવ્યતા પ્રગટ થાય છે. બીજી રીતે જ શુદ્ધિની પ્રરૂપણા પ્રત્યાખ્યાન ભાષ્યની ૪૬ મી ગાથામાં કરવામાં આવી છે. જે નીચે મુજબ છે. (૧) સદુહણા (ર) જાણપણું (૩) વિનય (૪) અનુભાષણ (૫) અનુપાલન અને (૬) ભાવશુદ્ધિ.૧૨ ઉપસંહાર : * કાર્યોત્સર્ગ પૂર્ણ થતાં ભૂતકાલીન પાપ કર્મને આત્મામાંથી અલગ H૮૬ For Private & berenal Use Only ation International For Private a use! Page #108 -------------------------------------------------------------------------- ________________ કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે. એ પૂર્ણ કર્યા પછી સંસારી જીવ પોતાના લૌકિક વ્યવહારમાં પુનઃ પ્રવૃત્ત થાય છે. પરંતુ આ પુનઃ પ્રવૃત્ત થતાં પહેલાં શાસ્ત્રકાર ભગવંત આપણા આત્માના હિતને માટે, પૂર્વે કરેલી અશુભ પ્રવૃત્તિ પુનઃ ન કરવાનાં પ્રત્યાખ્યાન/પચ્ચક્ખાણ આપે છે. જો આ પચ્ચક્ખાણ લેવામાં ન આવે તો ભૂતકાળમાં કરેલ પાપના પ્રાયશ્ચિત્તનો કોઈ અર્થ રહેતો નથી. તેથી શાસ્ત્રકાર મહર્ષિઓએ છ યે આવશ્યકમાં સૌથી છેલ્લે પ્રત્યાખ્યાન મુક્યું છે. પ્રત્યાખ્યાન લેવાથી આપણો આત્મા જેની સાથે પ્રત્યક્ષ જોડાયેલો નથી એવાં અજ્ઞાતપણે થતાં પાપોથી બચી જાય છે. અને ક્યારેક એવાં પાપ કરવાનો અવસર આવે ત્યારે પોતે તે પ્રતિજ્ઞામાં દઢ રહી તે કરતો નથી. અથવા બળાત્કારે કોઈ તેની પાસે એવું પાપ કરાવે ત્યારે તેનો મનમાં રંજ રહે છે. અને પાછળથી તેની આલોચના લઈ શુદ્ધ બને છે. આ રીતે તે કાયાથી પાપ કરતો હોવા છતાં મનથી અને વચનથી પાપથી અલિપ્ત બને છે. પ્રત્યાખ્યાનથી કર્મોનો આસવ બંધ થાય છે, તૃષ્ણાઓનો ઉચ્છેદ થાય છે, ઉપશમભાવ પ્રગટે છે, સાધકમાં ચારિત્રધર્મનો આર્વિભાવ થાય છે, જૂના કર્મોની નિર્જરા થાય છે અને ઉત્તરોત્તર ઊંચા ગુણસ્થાનકો પર આરૂઢ થઈ શાશ્વતસુખ છે તે-મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રત્યાખ્યાન પરંપરાએ મોક્ષ ફલદાયક છે. ૧૩ પ્રત્યાખ્યાન નાનું હોય કે મોટું, તે લીધા પછી યર્થાથપણે પાળવું જોઈએ. તેમ કરવાથી મનની મક્કમતા કેળવાય છે, ત્યાગની તાલીમ મળે છે, ચારિત્રગુણની ધારણા થાય છે. તેથી પ્રત્યાખ્યાનને વૃત્તિસંક્ષય યોગ તરફ ક્રમશઃ વધતી સાધના કહી શકાય. પાદટીપ જહા લાહો તહા લોહો, લાહા લોહો વજ્રઈ । દો માસ કયં કરું, કોડીએ વિ ન નિટ્વિયં ||૧૭ || કાંપિલીય અધ્યયન શ્રી ઉત્તરાજઝયણ સુત્ત : સં મુનિ પુણ્યવિજયજી પ્ર.શ્રી મ.ઐ.વિ.મુંબઈ(૧૯૭૭) પૃ. ૧૧૮ : 62 Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. નવકારસહિઅપોરિસિ પુરિમà-ગાસણેગઠાણે અ । આયંબિલ અભત્તરે, ચરિમે અ અભિગ્ન હે વિગઈ પ્રત્યાખ્યાનભાષ્ય શ્રી ચૈત્યવંદનાદિભાષ્યત્રયમ્ લે. દેવેન્દ્રસૂરિ પ્ર. શ્રી જિનશાસન આરાધના સમિતિ મુંબઈ (૧૯૯૮) પૃ. ૧૬૦. ઉગ્ગએ સૂરે નમુકકારસહિયં મુØિસહિયં પચ્ચકખાઈ, ચવ્વિહંપિ આહા૨ે અસણં પાછું ખાઈમ સાઈમં અન્નત્થણાભોગેણં સહસાગારેણં વોસિરઈ । -નવકારશી પચ્ચકખાણ શ્રી પંચપ્રતિક્રમણસૂત્ર લે. શ્રી ગૌતમ ગણધરાદિ પ્ર. ગોડીજી જૈન દેરાસર, મુંબઈ બીજી આવૃત્તિ(૧૯૬૦) પૃ. ૩૧૪. ઉગ્ગએ સૂરે નમુકકારસહિયં પોરિસિં સાકપોરિસિં ઉગ્ગએ સૂરે ચવિહં પિ આહારં અસણં પાણં ખાઈમં સાઈમેં અન્નત્થણાભોગેણં સહસાગારેણં પચ્છન્નકાલેણું દિસામોહેણં સાહૂવયણેણં સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિ૨ઈ ।- પોરિસી પચ્ચકખાણ એજન પૃ. ૩૧૪. સૂરે ઉગ્ગએ પુરિમઠું-અવž મુટ્ટિસહિયં પચ્ચકખાઈ, ચવિહંપિ આહાર અસણં પાણં ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણં સહસાગારેણં પચ્છન્નકાલેણું દિસામોહેણું સાહુવયણેણં મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણું વોસિરઈપુરિમ-અવટ્ટુપચ્ચકખાણ. એજન પૃ.૩૧૪-૧૫ એગાસણ પચ્ચક્ખાઈ તિવિહં પિ આહાર અસણં ખાઈમં સાઈમ, અન્નત્થણાભોગેણં સહસાગારેણં સાગારિઆગારેણં આઉંટણપસારેણં ગુરુઅબ્દુઠ્ઠાણેણં પારિઢાવણિયાગારેણં મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં એકાશન-બિયાસણ પચ્ચકખાણ એજન પૃ. ૩૧૫ આયંબિલં પચ્ચકખાઈ-અન્નત્થણાભોગેણં સહસાગારેણં લેવા-લેવેણું ગિહત્ય-સંસàણ ઉકિખત્તવિવેગેણં પારિઢાવણિયાગારેણં મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં આયંબિલ પચ્ચકખાણ. એજન પૃ.૩૧૬. પાણસ્સ લેવેણ વા અલેવેણ વા અચ્છેણ વા બહુલેવેણ વા સસિન્થેણ વા અસિત્થેણ વા એજન પૃ.૩૧૬. દિવસ ચરિયું પચ્ચકખાઈ ચઉહિંપિ આહાર - અસણં પાણં ખાઈમં સાઈમં અન્નત્થણાભોગેણં સહસાગારેણં મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં સાંજના પચ્ચકખાણો એજન પૃ. ૩૧૮ .. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦. અભિગ્નહે પચ્ચકખાઈ અન્નત્થણાભોગેણં સહસાગારેણે મહત્તરાગારેણે સવસમાવિત્તિયાગારેણું અભિગ્રહ પચ્ચખાણ એજન પૃ. ૩૧૮. ૧૧. ફાસિય પાલિયં સોહિયં તીરિયં કદિયે આરાહિય જે ચ ન આરાહિયં તસ્સ મિચ્છા મિ દુકકડે ! પચ્ચકખાણ પારવાનો વિધિ એજન. પૂ. પ૦૫ ફાસિય પાલિય સોહિય તીરિય કટ્ટિય આરાહિયે સુદ્ધ - ૪૪ મી ગાથા પચ્ચકખાણ ભાષ્ય શ્રી ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયમ્ લે. દેવેન્દ્રસૂરિ. પ્ર. શ્રી જિનશાસન આરાધના સમિતિ મુંબઈ (૧૯૯૮) પૃ.૨૦૯. ૧૨. -તુ અહવા છ સુદ્ધિ સહણા છે જાણણ વિણયણભાસણ અણુપાલણ ભાવસૃદ્ધિત્તિ +/૪૬ો. -૪૬ મી ગાથા પચ્ચકખાણભાષ્ય. એજન પૃ. ૨૧૦. પચ્ચક્કખામિણે સેવિલેણ ભાવેણ જિણવસદિઠું પત્તા અનંતજીવા સાસય સુખ લહું મુખ /૧૬૨૧ -આવશ્યક નિર્યુક્તિ. શ્રી આવશ્યકસૂત્ર-ઉત્તરાર્ધ (ઉત્તરભાગ)-લે. આ. ભદ્રબાહુ પ્ર. આગમોદય સમિતિ મહેસાણા (૧૯૧૭) પૃ. ૮૬૩. For Private & Fersonal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૯ ઉપસંહાર પ્રાસ્તાવિક : ષટ્આવશ્યક એ જિનધર્મના હાર્દરૂપ ક્રિયાયોગ છે. તેમાં જૈન આચારમીમાંસાનું સંકલન થયું છે. આ સંકલન તેના આરાધકો એવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘને ઉપયોગી છે. *પ્રથમ આવશ્યક -સામાયિકની આરાધના પ્રશમભાવની જીવનમાં પ્રતિષ્ઠા કરે છે. તો દ્વિતીય અને તૃતીય આવશ્યકો- ચતુર્વિશતિ સ્તવ અને વંદનક આવશ્યકો અનુક્રમે પ્રમોદભાવ અને વિનયભાવને જીવનમાં દૃઢ કરે છે. અધિક ગુણીની ગુણસ્તવના જીવનમાં પ્રસરતા અહંકાર અને અભિમાનને લગામ દે છે. જિનેશ્વર પ્રત્યેની ભક્તિ એક શ્રેષ્ઠ આલંબન આપણને પુરું પાડે છે. ગુરુ પ્રત્યેનો પ્રતિપત્તિરૂપ વિનય ગુરુની આશાતના થઈ હોય તો ક્ષમાપના વ્યક્ત કરે છે. આ ક્ષમાપનાનો ભાવ વિસ્તરી જગતના સમસ્ત જીવોને આવરી લે તેવો જીવનવ્યાપી થઈ જાય તો જીવનમાં જોવા મળતાં દ્વેષ, ક્રોધ અને વૈરના વમળો શમી જાય. ચતુર્થ પ્રતિક્રમણ આવશ્યકની વિશેષતા એ છે કે તેમાં સ્વના દોષોનું દર્શન થાય છે, પોતે કેટલો અપૂર્ણ છે તેનું ભાન થાય છે. તેથી એ દોષોની નિંદા આત્મસાક્ષીએ કરી ગુરુ સમક્ષ પ્રગટરૂપે કબૂલાત ગહ અને આત્માને વોસિરાવવા દ્વારા આત્માની અશુભ પરિણતિઓનો ત્યાગ કરવા સાથે મહાભિનિષ્ક્રમણની યાત્રા શરૂ થાય છે. પંચમ કાયોત્સર્ગને આપણે જીવનમાં સ્થાન આપીએ છીએ ત્યારે તે કર્મના અને દોષના પ્રહારોથી ઘાયલ થયેલા જીવનની ચિકિત્સારૂપ બની જાય છે. આ ચિકિત્સાનો આશય આત્મામાં પેસી ગયેલાં શલ્યો દૂર કરવાનો છે. રૂગ્ણ જીવનને ત્યાર પછીનું આરોગ્યનું વરદાન છઠ્ઠા આવશ્યક પ્રત્યાખ્યાનની ગુણધારણાથી મળે છે. તેથી આરોગ્યની પુનઃ પ્રાપ્તિ સાથે નવું જીવન મળ્યાનો અહેસાસ થાય છે. વર્તમાન અને ભાવિના સંભવિત કર્માશ્રવોનો નિરોધ અને આત્માના સંવરભાવની કેળવણી આ આવશ્યકમાં નિહિત છે. સાવઘયોગની વિરતિ, ચોવીસજનનું સદ્ભૂત કીર્તન અને ગુરુનો વિનય મુમુક્ષુને પ્રતિક્રમણ ક્રિયાનો સાચો અધિકારી બનાવે છે. આવી ૯૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ લોકોત્તર ક્રિયાની વિશેષ સાર્થકતા ઊભી થાય તે માટે પ્રતિક્રમણ પછી વાછ, કાછ મન નિશ્ચલ રાખવા કાયોત્સર્ગ અને નાના પ્રકારના સંયમારાધનરૂપ પચ્ચકખાણ ગ્રહણ કરવામાં આવે તે જીવનમાં પ્રગતિ વાંચ્છુ માટે જરૂરી છે. - જૈન આગમિક સાહિત્યમાં આ ષડુ આવશ્યક ક્રિયાના સૂત્રો મૂળભૂત સૂત્રો ગણાય છે. વર્તમાન જિનશાસનની સ્થાપના ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ વિ.સ. પૂર્વે ૫૦૦ વર્ષે કરી ત્યારથી આ સૂત્રો પ્રચલિત છે. આમ આગમ સાહિત્યમાં તેઓનો સમાવેશ મૂલ સૂત્રો તરીકે થયો છે અને તે છ અધ્યયનોમાં વિભાજિત છે. આ મૂલ સૂત્રો ઉપર અનેક શાસ્ત્રકારોએ નિયુકિત, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાઓ ઈત્યાદિ રચ્યાં છે. એનું સંક્ષિપ્ત અવલોકન અહીં રસપ્રદ બની રહેશે. આવશ્યક નિર્યુકિત ઃ - નિયુકિત એ આગમોની પદ્યબદ્ધ પ્રાકૃત ટીકા છે. નિર્યુકિતમાં મૂલગ્રંથના પ્રત્યેક પદનું વ્યાખ્યાન ન કરતા વિશેષરૂપે પારિભાષિક શબ્દોનું જ વ્યાખ્યાન કરવામાં આવે છે. આચાર્ય ભદ્રબાહુએ આ નિર્યુકિતની રચના કરી છે. તેઓ છેદસૂત્રકાર અને ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ- પ્રથમથી ભિન્ન છે. તેઓ પ્રસિદ્ધ જ્યોતિષી વરાહમિહિરના ભાઈ હતા અને અષ્ટાંગનિમિત્તક તથા મંત્રવિશારદ તરીકે પ્રસિદ્ધ હતા. તેમની બીજી કૃતિ ભદ્રબાહુસંહિતા છે. તેમનો જીવનકાળ વિ.સં.૨૦૦ થી ૬૦૦ વચ્ચેનો જણાય છે. . વિષય વૈવિધ્યની દૃષ્ટિએ આ એક મહત્વની કૃતિ છે. આ કૃતિમાં પ્રથમ ઉપોદ્ધાત છે જે ગ્રંથની ભૂમિકા રજુ કરે છે. પંચજ્ઞાન વિવેચન પછી તેમણે સામાયિક નિર્યુક્તિથી આવશ્યકાદિ અધ્યયનોનું નિર્યુક્તિમૂલક વિવરણ કર્યું છે. આચાર્ય ભદ્રબાહુની આ પ્રથમ કૃતિ છે. તેના પર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, શ્રી જિનદાસગણિ મહત્તર, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી કોટ્યાચાર્ય, શ્રી મલયગિરિ આચાર્ય તથા મલધારી શ્રી હેમચંદ્રસૂરિ અને શ્રી માણિકયશેખરસૂરિની વ્યાખ્યાઓ મળે છે. વિશેષાવશ્યક ભાષ્ય : આ ભાષ્યમાં જૈનાગમોમાં વર્ણિત બધાંજ મહત્ત્વપૂર્ણ વિષયોની ચર્ચા Page #113 -------------------------------------------------------------------------- ________________ છે. તેના કર્તા આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પોતાના તર્કપૂર્ણ આલેખનમાં નયવાદ, જ્ઞાનવાદ, પ્રમાણશાસ્ત્ર, આચારનીતિ, સ્યાદ્વાદ અને કર્મ સિદ્ધાન્તને આવરી લઈ તેનું અન્ય દર્શનો સાથે તુલનાત્મક વિવરણ કર્યું છે. જૈનાગમો સમજવાની ચાવી આ ભાષ્યમાં રહેલી છે. તેનો આધાર ત્યારપછી રચાયેલા બધાંજ આગમગ્રંથોએ લીધો છે. આ ગ્રંથ આવશ્યકસૂત્રની વ્યાખ્યારૂપ પ્રાકૃત ભાષામાં રચાયેલો છે અને તેમાં કેવળ પ્રથમ- સામાયિક આવશ્યક સંબંધી નિયુકિતની ગાથાઓનું વિવેચન મળે છે. આ એક જૈન જ્ઞાનમહોદધિ ગ્રંથ છે. આવશ્યક ચૂર્ણિ : નિર્યુકિત અને ભાષ્ય જેવી પદ્યાત્મક વ્યાખ્યાઓ ઉપરાંત ગદ્યાત્મક વ્યાખ્યાઓની જરૂરિયાત જણાતા તેની પૂર્તિ અર્થે પ્રાકૃત તથા સંસ્કૃતમિશ્રિત પ્રાકૃતમાં જે વ્યાખ્યાઓ રચવામાં આવી તેને ચૂર્ણિ કહે છે. આવશ્યકચૂર્ણિના રચયિતા શ્રી જિનદાસગણિ મહત્તર છે. તેઓ ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પછી અને ટીકાકાર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ પહેલા થયા હતા. તેમનો સમય વિ.સં. ૬૫૦-૭૫૦ વચ્ચે મૂકવામાં આવે છે. આવશ્યક ચૂર્ણિનું મહત્ત્વ અને ઐતિહાસિક મૂલ્ય તેમણે રચેલી બીજી ચૂર્ણિઓથી વિશેષ છે. અહીં અનેક રસપ્રદ ઐતિહાસિક ઘટનાઓ અને પૌરાણિક આખ્યાનોનો સંગ્રહ થયેલો છે. નિર્યુકિત, ભાષ્ય અને ચૂર્ણિઓની રચના બાદ જૈનાચાર્યોએ સંસ્કૃતમાં અનેક ટીકાઓ લખી છે. તેમાંની કેટલીક ઉપલબ્ધ નથી. ટીકાઓના ઘણા અલગ અલગ નામો જોવા મળે છે. ટીકા, વૃત્તિ, વિવૃત્તિ, વિવરણ, વિવેચન, વ્યાખ્યા, વાર્તિક, દીપિકા, અવચૂરિ, અવચૂર્ણિ, પંજિકા, ટિપ્પણ, ટિપ્પણક પર્યાય, સ્તબક, પીઠિકા, બાલાવબોધ વગેરે. વિશેષાવાચક ભાષ્ય-વોપવૃતિ : આ પ્રાચીનતમ ટીકાનો પ્રારંભ આચાર્ય શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે કર્યો હતો, જેને કોટટ્યાચાર્ય વાદિ ગણિએ પૂરી કરી. વિશેષાવશ્યક ભાષ્યની આ સ્વોપજ્ઞવૃત્તિની ભાષા શૈલી સરળ, સ્પષ્ટ, પ્રાસાદિક અને પ્રસન્નકર છે. કોટ્યાચાર્ય એ વિશેષાવશ્યકભાષ્ય વિવરણનું નામ પોતાની રીતે ‘વિશેષાવશ્યક લઘુવૃત્તિ” આપ્યું છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક લઘુવૃત્તિ ઃ યાકિની મહત્તરાસુનુ શ્રી હરિભદ્રસૂરિએ જૈન આગમોની ટીકાઓ લખી છે. તેમનો જીવનકાળ વિ.સં.૭૫૭-૮૨૭ વચ્ચેનો છે. આ ટીકા, આવશ્યકચૂર્ણિનું અનુસરણ કર્યા વગર, આવશ્યક નિર્યુકિતના વિવેચન તરીકે છે. તેમણે આની બૃહદ્ વૃત્તિ પણ લખી હશે- જે હાલ અપ્રાપ્ય છે. આ વૃત્તિનું નામ “શિષ્યહિતા' છે. આ ટીકા રર000 શ્લોક પ્રમાણ છે. આવશ્યક વિવરણ : વિક્રમની અગ્યારમી સદીમાં થયેલા આચાર્યશ્રી મલયગિરિએ આ વિવરણની રચના કરી છે. તે આવશ્યક નિર્યુકિત ઉપર લખાયેલું છે. મંદબુદ્ધિના લોકો માટે તે રચ્યું છે તેમ પ્રારંભમાં શ્રીમલયગિરિએ દર્શાવ્યું છે. પ્રત્યેક વિષયનું આવશ્યક પ્રમાણો સાથે સરળ અને પ્રાંજલ શૈલીમાં વિવેચન થયેલું છે. વિવિધ સ્થાનો પર કથાનકોના પ્રસંગો આચાર્યશ્રી ભૂલ્યા નથી. આ કથાનકો પ્રાકૃતમાં છે. ઉપલબ્ધ વિવરણ બીજા આવશ્યક સુધી જ છે. આવશ્યકવૃત્તિપ્રદેશ વ્યાખ્યા વિક્રમની અગ્યારમી સદીમાં થયેલા માલધારી શ્રી હેમચન્દ્રસૂરિએ પાંચ હજાર શ્લોક પ્રમાણ ટિપ્પણક લખેલ છે અને વિશેષાવશ્યક ભાષ્ય ઉપર અઠ્ઠાવીસ હજાર શ્લોક પ્રમાણ વિસ્તૃત વૃત્તિ લખી છે. તેમના શિષ્ય શ્રી ચન્દ્રસૂરિએ પ્રદેશ વ્યાખ્યા ટિપ્પણક લખ્યું છે. હારિભદ્રીય વૃત્તિના કઠિન સ્થાનોને તેમણે સરળ શૈલીમાં સમજાવ્યા છે. વિશેષાવશ્યક ભાષા ઉપરની બૃહદ્ વૃત્તિને શિષ્યહિતાવૃત્તિ પણ કહે છે. અન્ય ટીકાઓ : આવશ્યકો ઉપર અનેક આચાર્યોએ કલમ ચલાવી છે. શ્રી તિલકસૂરિએ (વિ.સ. ૧૨૯૬) ટીકા લખી છે જેને લઘુવૃત્તિ કહે છે. શ્રી જિનભદ્રસૂરિ, નમિસાધુ (વિ.સં.૧૧૨૨), જ્ઞાનસાગર (વિ.સં.૧૪૪૦) અને માણિકયશેખરસૂરિએ પણ આવશ્યકો પર ટીકાઓ રચી છે. માણિકય શેખરસૂરિ અંચલગચ્છીય મેરૂતુંગસૂરિના શિષ્ય હતા. તેઓ વિક્રમની પંદરમી સદીમાં થયા હતા. તેમની “આવશ્યક નિર્યુક્તિ દીપિકા' મુખ્યકૃતિ છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ દિગંબર પરંપરામાં આચારાંગ જેટલી પ્રતિષ્ઠા ધરાવતા ગ્રંથ-મૂલાચારમાં પણ ષડ્ આવશ્યકનો અધિકાર વર્ણવાએલ છે. મૂલાચારને હવે વિદ્વાનો યાપનીય સંપ્રદાયનો ગ્રંથ માને છે. તેમાં આવશ્યકનું તાત્પર્ય શ્વેતાંબર પરંપરામાન્ય આવશ્યકસૂત્રથી જ છે. આવશ્યક વિષે ‘પ્રતિક્રમણ ગ્રંથત્રયી' નામે અચેલ પરંપરા પ્રચલિત ગ્રંથમાં શૌરસેની પ્રાકૃત પ્રયોજેલ છે જે અર્ધમાગધી આવશ્યકસૂત્રને અનુસરે છે. આ પ્રતિક્રમણ ગ્રંથત્રયીના અનેક પાઠો યથાવત્ રૂપે કે વાચનાભેદ આદિ સાથે આવશ્યક સૂત્રમાં જોવામાં આવે છે. તેથી એ ફલિત થાય છે કે આ પ્રતિક્રમણ સૂત્ર મૂળમાં યાપનીય પરંપરામાં રહેલું હોવું જોઈએ. જેને પછી દિગંબરોએ અપનાવેલું છે. આવશ્યક સૂત્રોની પ્રતિષ્ઠા શ્રી નમસ્કાર મહામંત્ર પછીના સ્થાને છે. તેના અનેક પાઠો જૈન બાળકો અને બાળાઓ નાનપણથી જ મોઢે કરે છે. આ પ્રણાલિકા અત્યાર સુધી ચાલતી આવી છે. જિનધર્મની ક્રિયાઓમાં આવશ્યકો પ્રથમ સ્થાને છે. ઐતિહાસિક રીતે અને મહત્વની દૃષ્ટિએ તેમનું સ્થાન સૌથી અગત્યનું છે. સ્નાત્ર મહોત્સવ, વિવિધ પૂજનો કે વિવિધ પૂજાઓ, દેવવંદનો ઈત્યાદિ ત્યારપછીના સમયમાં રચાયા છે. ષડ્ આવશ્યકોને પ્રતિક્રમણમાં સમાવવામાં આવ્યા છે અને તે આત્મશુદ્ધિના અભિયાન સમાન છે. તેનાથી આત્મા અનેકગુણોથી શોભાયમાન થાય છે. આવશ્યકોની આ ક્રિયા ક્રિયાવંચક યોગ બનતા આત્મામાં સર્વજીવો પ્રત્યે ભીનાશ અને કુમાશ પ્રગટે છે. અનાદિના કુસંસ્કારોથી આત્મા વિમુખ બને છે અને જીવનો શિવ બનવાનો યોગ અહીં પ્રગટ થાય છે. ૯૪ Page #116 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ આ લઘુશોધ નિબંધ લખાયો તે સમયે કેટલાક મુદ્દાઓ મનમાં ઉભવ્યા તેનું નિરૂપણ અસ્થાને નહિ ગણાય. વર્તમાનમાં પડાવશ્યકમય પ્રતિક્રમણ પ્રચલિત છે. તેમાં રસ પડતો નથી એવી વ્યાપક ફરિયાદ છે. તેમાં આંવતા વારંવારના નમસ્કાર, વારંવારના ગુરુવંદન, ખામણાં અને નાનીનાની ક્રિયા વિધિઓમાં લોકોને સમજણ પડતી નથી અને ગતાનુગતિકપણે ચાલતું હોવાથી સામાન્ય જન સંવત્સરી કે પર્યુષણ સિવાય તેમાં રસ લેતો નથી કે જોડાતો નથી. વિશાળ ઉપાશ્રયોમાં દૈનિક પ્રતિક્રમણમાં ભાગ્યેજ દસ કે પંદર વ્યક્તિઓ હોય છે. આપણે ક્યારેય એ વિચાર્યું નથી કે ભગવાન મહાવીરદેવના શાસન સ્થાપના દિવસથી શરૂ થયેલ આ પ્રતિક્રમણ ધર્મનો મહિમા આજ સુધી હજારો વિદ્વાનોએ, સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકાઓ સહિત ચતુર્વિધ સંઘે ગાયો છે, અનુભવ્યો છે તેથી આપણે કેમ અસ્પષ્ટ છીએ ? જીવનમાં અઢળક પાપોનો ભાર ખડકાતો જાય છે અને તેના દારૂણ વિપાકો ભાવિમાં ભોગવવાના આવશે તેવી સમજ માણસે ગુમાવી છે. તેથી પાપોથી પાછા હટવું કેટલું મહત્ત્વનું છે તેની સમજ માણસમાં ઊગે તો અનેક ઈતર પ્રવૃત્તિમાં વેડફાતો સમય બચાવી તે પ્રતિક્રમણની ઉપાદેયતા પ્રત્યે લક્ષ્ય કેન્દ્રિત થાય અને તે રસ કે આનંદનો વિષય બને. પ્રતિક્રમણનાં સૂત્રો સમજાતાં નથી તેનો ઉત્તર પૂજય પંન્યાસશ્રી નંદીધોષવિજયજી ગણિએ તેમની સમીક્ષામાં આપેલ છે. પ્રાકૃતનું અણજાણપણું હોવા છતાં તેના પ્રત્યે મંત્રાક્ષર સમઉપયોગ અને તદનુરૂપ ભાવની કેળવણીથી પણ જીવનમાં સમતા, પ્રમોદ-ભક્તિ, વિનય-નમ્રતા, પશ્ચાત્તાપ, એકાગ્રતા અને ભાવિની જાગરૂકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. તે ઉપરાંત તેટલો ક્રિયાનો સમય પાપ-પ્રવૃત્તિમાંથી બચવારૂપે સફળ ગણી શકાય. વળી એક પ્રકારના સંસ્કાર જીવનમાં પડે છે તે શ્રેયસ્કર ગણી શકાય. હાલમાં ઘણી જગ્યાએ ધ્યાનશિબિરો યોજાય છે અને લોકો તે પ્રત્યે આકર્ષાય છે. ધ્યાનશિબિરની સફળતા માટે તેના નિયમોનું પાલન અને જાગૃતિ પ્રત્યે ઉત્કંઠા ધરાવીએ છીએ તે જ રીતે પ્રતિક્રમણ પ્રત્યે પણ Jain Education Intërnational For Private Desonal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ એવી જ ઉત્કંઠા ધરાવીએ તો તેનો લાભ ધ્યાનશિબિર કરતાં અનેક ગણો છે. ધ્યાનમાં એકાગ્રતા અને “અવેરનેસને મહત્ત્વ આપવામાં આવે છે. શરીર, ધનસંપત્તિ, કામસુખો વગેરે ક્ષણિક છે અને તે પ્રત્યે વૈરાગ્ય-ભાવ કેળવવો જોઈએ તેવી સમજ આપવામાં આવતી નથી. જો રાગ, દ્વેષ કે મોહના મૂળમાં ઘા કરવામાં ન આવે તો તે પ્રકારનું ધ્યાન દેહાધ્યાસને ઘટાડવામાં તથા આગળ જતા નિર્મૂળ કરવામાં કે આત્માના વિધેયાત્મક સ્વરૂપને પામવામાં ભાગ ભજવતું નથી. તે ફક્ત મનની શાંતિ અને તેના પ્રચલનોની નોંધ લેવા પૂરતું સીમિત બની જાય છે. એલ.એસ.ડી. લેવાથી જે રીતે મન તરંગિત અવસ્થામાં રહે છે તેમ તે શૂન્ય બની જાય પણ પૂર્ણ થઈ શકતું નથી. પડાવશ્યકની ક્રિયા પૂર્ણત્વ પામવાની ક્રિયાયોગ છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ડૉ. જવાહરલાલપોપટલાલ શાહ લેખક શ્રી જવાહરભાઈ પોપટલાલ શાહનો જન્મ સને 1940 માં ધોરાજી (સૌરાષ્ટ્ર) ખાતે થયો હતો. રાજકોટથી બી.એસસી. તથા અમદાવાદથી ભૌતિક રસાયણશાશમાં એમ.એસસી.ની ડિગ્રી સને 1963 માં ઉચ્ચ વર્ગમાં મેળવી, એ વખતે અમદાવાદમાં તેઓ પંડિત સુખલાલજીના પરિચયમાં આવ્યા અને તેમનાથી પ્રભાવિત થયા. સંયોગવશાત ઓ.એન.જી.સી.માં જોડાયા અને દેશના વિવિધ ભાગોમાં તેલ સંશોધન ક્ષેત્રમાં ત્રીસ વર્ષ સુધી કાર્ય કર્યું. સને ૧૯૯૫માં તેમણે અધિક્ષક રસાયણજ્ઞના પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેમણે પારંગત (એમ.એ.-જૈનોલોજી) ડિસ્ટીંક્શન સાથે પસાર કરી. અનુપારંગત (એમ.ફીલ.-જૈનોલોજી) સૈદ્ધાત્ત્વિક વિષયોમાં ડિસ્ટીંક્શન સાથે ડિગ્રી મેળવી. તેમણે “ષ–આવશ્યકં' ઉપર લઘુનિબંધ લખ્યો. આ વર્ષો દરમ્યાન તેઓ ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી (લંડન)ના માનદ્ સ્કોલર નિમાયા. તે ઉપરાંત તેમણે ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્પિરિચ્યુંઅલ સાયકોલોજીમાં રિસર્ચ ઓફિસર તરીકે પણ કાર્ય કર્યું. - વિદ્યા વાચસ્પતિ (પીએચ.ડી.)માં તેમણે ડૉ. કનુભાઈ વી. શેઠના માર્ગદર્શન નીચે ‘પુદ્ગલએક અધ્યયન’ શોધનિબંધ (થિસીસ) લખ્યો. આ કાર્યમાં વિજ્ઞાન અને જૈનદર્શનના જાણીતા સમન્વયકાર પંન્યાસ શ્રી નંદીઘોષવિજયજીનો સંપૂર્ણ સહયોગ મળ્યો. આ સમય દરમ્યાન આંતરરાષ્ટ્રીય જૈન-વિદ્યા અધ્યયન કેન્દ્ર અન્વયે ચાલતા વિવિધ અભ્યાસક્રમો તથા વર્લ્ડ જૈન એકેડેમિક કાઉન્સીલ હસ્તકના સર્ટિફીકેટ તથા ડીપ્લોમા અભ્યાસક્રમોમાં માન વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી. જૈન સાહિત્ય સમારોહ તથા અન્ય પરિષદોમાં તથા વિવિધ સામયિકોમાં તેમણે ભાગ લઈ વિવિધ વિષયો પર કલમ ચલાવી છે. તેમના પત્ની હંસાબેન પણ સારો અભ્યાસ અને અભિરૂચિ ધરાવે છે. તેમને બે સંતાનો છે, ચિ, નેહા અને ક્ષિતિજ. व्ययिष सर्व PISSIO ISBN 81-901845-2-0 For Private & Personal use only