SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી સંસાર ભ્રમણનો હેતુ છે. તેનો નાશ કેમ થાય ? આ પ્રશ્નનો ઉત્તર સાવગ પડિકકમણ સુત્ત ની ૩૭ મી ગાથામાં આપવામાં આવ્યો છે. જેમ સુશિક્ષિત વૈદ્ય વ્યાધિને વિવિધ ઉપચારો વડે શમાવી દે તે રીતે પ્રતિક્રમણ કરનાર સભ્યદ્રષ્ટિ (શ્રાવક) તે અલ્પ કર્મબંધનને પણ પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત રૂપ ઉત્તર ગુણ દ્વારા શીઘ્ર ઉપશમાવે છે. અહીં પશ્ચાત્તાપ એટલે આત્મસાક્ષીએ નિંદા, ગુરુ સમક્ષ પ્રગટ કબૂલાત એટલે ગહ અને પ્રાયશ્ચિત દ્વારા આત્માને વોસિરાવવાની ક્રિયા-કાયોત્સર્ગ-આ બધાંનો યથાર્થ રીતે સમાવેશ પ્રતિક્રમણમાં કરવામાં આવ્યો છે. પ્રતિક્રમણના ચાર સોપાનો : પ્રતિક્રમણની ક્રિયામાં ચાર સોપાનો- તબક્કાઓ છે. | (૧) પાપો, દોષો કે અતિચારોથી પાછા ફરવું તે માટે “પડિક્કમામિ શબ્દનો પ્રયોગ સાધક કરે છે. (૨) થયેલાં પાપો, દોષો કે અતિચારોની આત્મસાક્ષીએ (મનોમન) નિંદા કરે છે તે માટે “નિંદામિ પ્રયોગ સાધક કરે છે. (૩) થયેલાં પાપો, દોષો કે અતિચારોની ગુરુ સાક્ષીએ પ્રગટ નિંદા કરવી અને તે માટે તેમણે આપેલ પ્રાયશ્ચિતનો સ્વીકાર કરવો - તે માટે ગરિયામિ' શબ્દ પ્રયોગ સાધક કરે છે . પાપો, દોષો કે અતિચાર કરનાર પોતાના કષાયયુક્ત આત્માનો ત્યાગ કરવો; તે માટે અધ્ધાણં વોસિરામિ એ બે પદનો સાધક પ્રયોગ કરે છે. અહીં “આત્મા” નો અર્થ તે પ્રકારના અધ્યવસાયો કરવામાં આવે છે. આમ સાધક પ્રતિક્રમણના હાર્દ સુધી પહોંચી શકે છે. પ્રતિક્રમણ આવશ્યકના સૂત્રોઃ પ્રતિક્રમણ ખડુ આવશ્યકમય ગણવામાં આવે છે. એટલે કે પ્રતિક્રમણની સમગ્ર ક્રિયામાં સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં પ્રતિક્રમણ આવશ્યક સ્પર્શતા સૂત્રોને ક્રમશઃ વિવેચન માટે લેવામાં આવ્યા છે. (૧) પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર : આ સૂત્ર વડે પ્રતિક્રમણની સ્થાપના કરવામાં આવે છે. આ સૂત્રમાં n Education International For Private - - -- -- -- Jain Education International For Private & penal Use Only www.jainelibrary.org
SR No.004547
Book TitleShad Avashyak Ek Vaigyanik Vishleshan
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Popatlal Shah
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2004
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy