________________
પ્રતિક્રમણનું ફળ :
66
પ્રતિક્રમણની ક્રિયાથી શું લાભ છે ? તેનો ઉત્તર ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯માં અધ્યયનમાં મળે છે. શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ‘‘હે ભગવન્, પ્રતિક્રમણથી જીવને શું પ્રાપ્ત થાય છે ?” ઉત્તરમાં ભગવાને કહ્યું, હે ગૌતમ ! પ્રતિક્રમણથી વ્રતમાં પડેલા છિદ્રો પૂરાય છે, તેથી આસવનો નિરોધ થાય છે, ચારિત્ર નિર્દોષ બને છે, તેથી જીવ અષ્ટપ્રવચન માતાના પાલનમાં ઉપયોગયુકત બનીને સંયમના યોગપૂર્વક સુપ્રણિધાનપૂર્વક વિચરે છે. ૪
પ્રતિક્રમણનો પ્રાણ :
કોઈપણ દુષ્કૃત, પાપ, ભૂલ, સ્ખલના, દોષ કે અતિચાર થઈ ગયો કે તુરત જ તેને મિથ્યા કરવા ‘મિચ્છા મિ દુક્કડં' એવા શબ્દોનો પ્રયોગ એ પ્રતિક્રમણનો પ્રાણ છે. આવશ્યક નિર્યુતિમાં દર્શાવ્યું છે તેમ - ‘મિ’ એ અક્ષર માર્દવતાસૂચક છે. મૃદુતા - માર્દવ શરીર અને ભાવથી નમ્રતા સુચવે છે. ‘ચ્છા’ એ અક્ષર અસંયમાદિ દોષોના છાદનનો નિર્દેશ કરે છે. ‘મિ’- એ અક્ષર ચારિત્રની મર્યાદામાં રહેવું એવો ભાવ દર્શાવે છે. ‘દુ’ - એ અક્ષર દુષ્કૃત કરનાર આત્માને નિંદું છું એવા અર્થ માટે પ્રયોજેલ છે. ‘ક્ક’-એ અક્ષર પાપની કબૂલાત કરવાના અર્થમાં છે. ‘ડં’ એ અક્ષર ડયનઉપશમન કરવારૂપ અર્થનો નિર્દેશ કરે છે.પ
મિચ્છા મિ દુકકડંનો ભાવાર્થ એ થયો કે - હું વિનય અને નમ્રતાવાળો થઈને અસંયમાદિ દોષોને અટકાવું છું, ચારિત્રની મર્યાદાને ધારણ કરું છું, દુષ્કૃત કરનાર મારા આત્માને નિંદું છું, તે દુષ્કૃતનો નિખાલસપણે એકરાર કરું છું અને તે દુષ્કૃતને ઉપશમ વડે- કષાયની ઉપશાંતિ કરવા વડે - નષ્ટ કરું છું.
આ પ્રમાણે પ્રતિક્રમણ એટલે આત્મનિરીક્ષણ, અતિચારશોધન અને પાપનિવૃત્તિ. પ્રતિક્રમણ કરનાર પ્રાપ્ત થયેલાં પાપ કર્મબંધનોનો અલ્પબંધ કરે છે. અને તેના અધ્યવસાયો નિષ્ઠુર બનતા નથી. આ પ્રતિક્રમણની તાત્ત્વિક મહત્તા છે. પાપનું પુનઃ પુનઃ અકરણ એ પ્રતિક્રમણનો મુખ્ય અર્થ છે. પ્રતિક્રમણની ક્રિયા અને તેમાં રહેલા ગુણો સ્નાન સમાન છે. તેથી પ્રતિક્રમણને ભાવ સ્નાન કહી શકાય. પ્રતિક્રમણ કરનાર સમ્યગ્દષ્ટિ જીવને સાવઘ પ્રવૃત્તિ કરવા છતાં અલ્પબંધ થાય છે તે પણ મોક્ષપ્રાપ્તિમાં અંતરાયરૂપ
Jain Education International
૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org