________________
એવી જ ઉત્કંઠા ધરાવીએ તો તેનો લાભ ધ્યાનશિબિર કરતાં અનેક ગણો છે. ધ્યાનમાં એકાગ્રતા અને “અવેરનેસને મહત્ત્વ આપવામાં આવે છે. શરીર, ધનસંપત્તિ, કામસુખો વગેરે ક્ષણિક છે અને તે પ્રત્યે વૈરાગ્ય-ભાવ કેળવવો જોઈએ તેવી સમજ આપવામાં આવતી નથી. જો રાગ, દ્વેષ કે મોહના મૂળમાં ઘા કરવામાં ન આવે તો તે પ્રકારનું ધ્યાન દેહાધ્યાસને ઘટાડવામાં તથા આગળ જતા નિર્મૂળ કરવામાં કે આત્માના વિધેયાત્મક સ્વરૂપને પામવામાં ભાગ ભજવતું નથી. તે ફક્ત મનની શાંતિ અને તેના પ્રચલનોની નોંધ લેવા પૂરતું સીમિત બની જાય છે. એલ.એસ.ડી. લેવાથી જે રીતે મન તરંગિત અવસ્થામાં રહે છે તેમ તે શૂન્ય બની જાય પણ પૂર્ણ થઈ શકતું નથી. પડાવશ્યકની ક્રિયા પૂર્ણત્વ પામવાની ક્રિયાયોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org