________________
તેની સાથે ભાવ સંકળાયેલો હોવો જોઈએ. અને નામની સાથે ભાવ પણ જોડાયેલો જ હોય છે. જેમકે કોઈક માતા જ્યારે પોતાના દીકરાના નામને સાંભળે છે, ત્યારે અવશ્ય તેને પોતાના દીકરાનું સ્મરણ થાય છે એટલું જ નહિ, તેનું માતૃત્વ પણ પ્રગટ થાય છે. ભલે પોતાનો તે દીકરો ગમે તેટલો દૂર હોય અથવા તો કદાચ મૃત્યુ પામ્યો હોય તો પણ દીકરાનું મૃત્યુ થવા છતાંય એ સંબંધ દૂર થતો નથી. તેની સ્મૃતિ અલૌકિક સ્પંદનો ઉત્પન્ન કરે છે. તેમ ચોવીસ તીર્થકરો સિદ્ધ થઈ ગયા હોવા છતાં તેમનાં નામનું-ગુણોનું સ્મરણ, સ્તુતિ, સ્તવના આપણામાં અલૌકિક ભાવ, સ્પંદનો ઉત્પન્ન કરે છે. એ તીર્થંકર પરમાત્મા પાસે કરેલ પ્રાર્થના - “તિર્થીયરા મે પસીયંત', આરૂમ્સબોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ' અને “સિદ્ધા સિદ્ધિ મમ દિસલ્લુ' પણ ફળ આપનારી બને છે. સંપૂર્ણ સૂત્ર અને છ યે આવશ્યકના બધાંજ સૂત્રો ગણધરવિરચિત હોવાથી મંત્ર સ્વરૂપ છે. અને મંત્ર માટે તો શ્રદ્ધા જ મહત્ત્વનું પરિબળ છે. “અમંત્રમક્ષર નાસ્તિ, નાસ્તિ મૂલમનૌષધું ! યાદશી ભાવના યસ્ય, સિદ્ધિર્મવતિ તાદશી' અનુસાર શ્રદ્ધા અને ભાવના પ્રમાણે પ્રાર્થનામાં જેની પ્રભુ પાસે માગણી કરી છે તે મળ્યા વગર રહેતું નથી.
આ રીતે ચતુર્વિશતિસ્તવ પણ ઉપકારીના ઉપકારના સ્મરણ તરીકે પૂર્ણપણે વૈજ્ઞાનિક છે. ઉપસંહાર :
શ્રી હરિભદ્રસૂરિ કૃત “ખોડશક પ્રકરણમાં દર્શાવેલ છે તેમ ચતુર્વિશતિ સ્તવમાં પ્રણિધાનપ્રવૃત્તિ અને વિધ્વજય થતા ઈષ્ટફળની સિદ્ધિ થાય છે અને તેથી વિનિયોગ સુલભ બને છે. ૨૨
ચોવીસ તીર્થકરોની સ્તવનામાં સમ્યકત્વની શુદ્ધિ થતા આત્મામાં અનુકંપાનો ગુણ પ્રગટે, જીવન વ્યવહાર શુદ્ધ રાખવાની પ્રેરણા કરે. આસ્તિક્ય અને અનુકંપાનું આ પરિણામ નિર્વેદના પ્રાગટ્યમાં – જીવની ચોરાશી લાખ યોનિમાં પરિભ્રમણ પ્રત્યેના કંટાળામાં પરિણમે, આસ્તિક્ય અનુકંપાથી, નિર્વિણ બનેલો તે પછી સંવેગના રંગે રંગાય. સર્વ વિષયો તેને કિંપાક ફળ જેવા લાગે અને સંવેગના ઉભવથી “શમ'નો આવિર્ભાવ થાય જે જીવને “પ્રશમ ભાવમાં અક્ષુબ્ધ બનાવે.
Jain Education International
H૪૬ For Private & Personal Use Only
www.jainelibrary.org