________________
છે. માટે આધ્યાત્મિક ઉત્ક્રાંતિ ઈચ્છતા સૌ મનુષ્ય, પછી તે જૈન હોય કે ન | હોય, તેના માટે સર્વજીવો પ્રત્યે સમભાવ કેળવવો આવશ્યક છે, જે સામાયિકની સાચી સમજ અને સાધના દ્વારા જ શક્ય છે.
આ રીતે સામાયિક એ આત્મા સાધનાનું પ્રથમ પગથિયું છે.
ઉપસંહાર :
સામાયિકમાં વ્યતીત થયેલો કાળ સફલ છે. એટલે સામાયિકની ક્રિયા જીવનભર થાય તેવો આદર્શ રાખવો જોઈએ. અર્થાત્ શ્રમણજીવનનું અવલંબન લેવું જોઈએ. જો તે પોતાના સામર્થ્યને અભાવે શક્ય ન બોય ! તો દેશવિરતિ ચારિત્રનો રવીકાર કરી હમેશાં અને તે જ સામાયિકમાં પસાર કરવો જોઈએ. તે પણ ન બને પ્રતિદિ' સામયિકના નિયમ અને છેવટે પર્વના દિવસે તો જરૂર સામાયિક કરવું જોઈએ.
આ ક્રિયાનો અભ્યાસ જેમ જેમ વધતો જાય તેમ તેમ મનમાં શાંતિ અને સ્વસ્થતા વધતાં જાય છે. એકાગ્રતા, મનન શક્તિ અને ધારણા શક્તિમાં વધારો થાય છે. જો કે આ શક્તિઓમાં વધારો તે સામાયિકનું મુખ્ય ધ્યેય નથી. પરંતુ સામાયિકના અભ્યાસથી આ પ્રકારનો આનુષંગિક લાભ થયા વગર રહેતો નથી.
સહજ વૃત્તિઓ ઉપર કાબુ મેળવવા સામાયિક એક અનન્ય સાધન છે. સહસા મનમાં પેદા થતી વૃત્તિઓ તુરત કાર્ય કરી તેને સંતોષવા મનને પ્રેરે છે. પરંતુ સામાયિકના અભ્યાસથી વિવેકશક્તિનું વધતું બળ વૃત્તિઓને મન ઉપર હાવી થવા દેતી નથી. વૃત્તિઓ ઉપર સંયમરૂપી લગામ તેના કારણે શક્ય બને છે.
સામાયિકથી ક્ષમા, નમ્રતા અને સંતોષ જેવા મહાન ગુણોનો વિકાસ થાય છે તે તેની વિધાયક બાજુ છે. આ ગુણવિકાસથી માનવીના અભ્યદયનો પ્રારંભ થાય છે.
સામાયિક એ ચારિત્રનો સાર છે અને મોક્ષનું મંગલદ્વાર છે. તીવ્ર તપ કરતા પણ જીવ જે કર્મોને ખપાવી શકતો નથી તે કર્મોને સમભાવયુક્ત આત્મા અર્ધીક્ષણમાં ખપાવે છે, અર્થાત્ સામાયિક એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org