________________
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રન્થ જો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું ? મહત્ પુરુષને પંથ જો...૧.
શ્રાવક શબ્દ શ્રોતા પરથી થયો છે, જે રૂચિદર્શક, શ્રદ્ધા ધરાવનાર કે શ્રાદ્ધ કહી શકાય. શ્રાવકના આચારોમાં દેશવિરતિ આચારધર્મ તરીકે બાર વ્રતોનું સંકલન કરવામાં આવ્યું છે. દેશવિરતિ ધર્મ પૂર્વે આચારનું ધ્યેય સ્પષ્ટ થાય તે માટે પ્રથમ માર્ગાનુસારિતાના પાંત્રીસ ગુણોનું" જીવનમાં સ્થાન હોવું જરૂરી છે. આ ગુણસંપન્નતાથી આત્મધડતરનો માર્ગ ખુલી જાય છે. તેને ચાર વિભાગોમાં વહેંચી શકાય. ૧. કર્તવ્યદ્રષ્ટિરૂપ અગ્યાર ગુણો ૨. દોષત્યાગ રૂપ આઠ ગુણો ૩. ગુણગ્રહણરૂપ આઠ ગુણો અને ૪. સાધનામૂલક આઠ ગુણો.
શ્રાવકજીવનના પાંચ અણુવ્રતો મૂલગુણ છે, જ્યારે સાત-ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો-ઉત્તર ગુણો છે.” ઉત્તરગુણો મૂલગુણના દ્રઢીકરણ માટે છે. ગૃહસ્થ માટે સંપૂર્ણ હિંસાત્યાગ શક્ય નથી, સંપૂર્ણ મૃષાવાદનો ત્યાગ શક્ય નથી. તેથી તેણે સૂક્ષ્મ છોડી સ્થૂલવ્રતો ગ્રહણ કરવાના હોય છે. બાકીના વ્રતો પણ સ્થૂલરૂપે ગ્રહણ કરી સમાજમાં આર્થિક સમતા અને શીલ અને સદાચારના સંવર્ધન માટે આવશ્યક પગલાં જેવા શ્રાવક જીવનનાં સોપાન બની રહે છે.
શ્રાવક જીવનમાં પંદર કર્માદાનો અને અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કરવામાં આવે છે.૧૭ કર્માદાનોથી જીવો પ્રત્યેની ક્રૂરતા પ્રત્યે શ્રાવક સંવેદનાહીન થઈ જતો હોવાથી તેને હેય ગણવામાં આવ્યાં છે.
ત્રણ ગુણવ્રતોમાં ત્યાગવૃત્તિ અને વ્યવસાયાદિમાં પરિમિતતા લાવવાનો ઉદ્દેશ રહેલો છે., તેથી તે વ્રતો કેટલેક અંશે નિવૃત્તિરૂપ છે. આ નિવૃત્તિના સ્થાને પ્રવૃત્તિ ગોઠવાઈ શકે તે માટે ચાર શિક્ષા વ્રતોનું વિધાન છે. તેનો વારંવારનો અભ્યાસ અધ્યાત્મજીવનના વિકાસમાં ઉપયોગી છે.
શ્રાવકાચારની પછીની કક્ષામાં અગ્યાર પ્રતિમાઓનું વિધાન છે.૧૮ શ્રાવક ઉત્તરોત્તર પ્રગતિ કરી શ્રમણવત્ પ્રતિમા સુધી પહોંચે તે માટેની આ પ્રતિમાઓ શ્રાવકાચાર અને શ્રમણાચાર વચ્ચે સેતુરૂપ છે. ઉપાસક દશાંગના
Jain Education International
૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org