________________
પ્રથમ આનંદ અધ્યયનમાં આનંદ શ્રાવક પંદરમાં વર્ષના આરંભે ગૃહસ્થ ધર્મની જગ્યાએ ધર્મપ્રજ્ઞપ્તિયુક્ત ઉપાસક પ્રતિમાઓની આરાધના કરે છે તેવા ઉલ્લેખો મળે છે. સંલેખના :
મૃત્યુ સમીપ હોય કે જીવનના અંત સમયે જે તપ વિશેષની આરાધના કરવામાં આવે છે તેને સંલેખના કહે છે. શાસ્ત્રીય પરિભાષામાં તેને આપશ્ચિમ મારણાંતિક સંલેખના કહેવામાં આવે છે. અહીં મુખ્ય ઉદ્દેશ નિષ્કષાય મૃત્યુ યા સમાધિમરણ અથવા પંડિત મરણની પ્રાપ્તિનો હોય છે. જીવનનું આ સૌથી છેલ્લે તપ છે. અંત સમયે આહારાદિનો ત્યાગ કરી આજીવન અનશન વ્રત ગ્રહણ કરવાની આ ક્રિયાને “વતાન્ત' પણ કહે છે. એનો વિધિ શાસ્ત્રમાં દર્શાવ્યો છે. સ્વસ્થચિત્તે, વિવેકયુક્ત રીતે જીવનનો સમજણ પૂર્વક અંત આણવો તેને લૌકિક પરિભાષામાં સંથારો કહે છે. સાધકનું શરીર સંયમ યાત્રાના નિર્વાહ અર્થે છે. શરીર એ સાધન છે. સાધન વિઘ્નરૂપ કે નબળું પડે અને ભાર રૂપ બની જાય ત્યારે આવા શરીરથી મુક્તિ મેળવવી શ્રેયસ્કર છે. શાંત અને પ્રસન્નચિત્તે અહીં સમાધિપૂર્વક પ્રાણત્યાગ કરવાનો છે. જેમને બળ, વીર્ય, શ્રદ્ધા, વૈર્ય અને તીવ્ર વૈરાગ્ય પ્રગટ થયાં હોય તે જ આ વ્રતાન્તનું આચરણ કરી શકે. સંલેખનાનો સાધક જીવન અને મૃત્યુ બન્ને પ્રત્યે નિર્ભય હોય છે. જેન આચારનું વૈજ્ઞાનિક વિશ્લેષણ :
જૈન ધર્મ આચાર પ્રધાન છે. આચાર વિહીન વિચારનું જૈન ધર્મમાં કોઈ મહત્ત્વ નથી. આમ છતાં વિચાર વિના આચરણ થઈ શકતું નથી. માટે આચારની પૂર્વભૂમિકા વિચાર છે.
જે વ્યક્તિ જૈન આચારનું સંપૂર્ણપણે પાલન કરે છે તેનું વર્તન સાવ બદલાઈ જાય છે. તેના વર્તનમાં સ્વાર્થવૃત્તિ દૂર થઈ જાય છે. સ્વાર્થવૃત્તિ દૂર થતાં પરમાર્થ, પરોપકાર કરનાર બને છે. પરોપકારી વ્યક્તિ પ્રત્યે સમાજને અહોભાવ, પૂજ્યભાવ પેદા થાય છે. તે રીતે તે સર્વનો મિત્ર બની રહે છે. આજનું Behavior Science પણ આ વાતનું સમર્થન કરે છે.
એકલું જ્ઞાન પર્યાપ્ત નથી, સાથે એ પ્રમાણેનું આચરણ પણ હોવું જોઈએ. પડુ આવશ્યકના પુનઃ પુનઃ અભ્યાસથી આચરણ સ્વભાવ બની જાય છે.
- -૧૧ For Private Reconal Use Only
Jain Education International
www.jainelibrary.org