________________
ગણધર ભગવંતોએ, તેઓ સંસ્કૃત ભાષાનાં પ્રકાંડ વિદ્વાન્ અને ચૌદ વિદ્યાના પારગામી હોવા છતાં આપણા આગમો-દ્વાદશાંગી અને આવશ્યકસૂત્રોને અર્ધમાગધી ભાષામાં સૂત્રબદ્ધ કર્યા છે.
સંસ્કૃતભાષા અને સંસ્કૃતભાષા ઉપરથી ઊતરી આવેલી ભારતીય ભાષાઓમાં સામાન્ય રીતે ૧૨ કે ૧૪ સ્વરો અને ૩૩ વ્યંજનો હોય છે. પરંતુ અમુક ભાષામાં એ બધા જ સ્વરો અને વ્યંજનોનો ઉપયોગ થતો નથી. તેમાંય અર્ધમાગધી ભાષામાં અત્યંત કઠોર અને કર્કશ ગણાતા સ્વર-વ્યંજન તથા જોડાક્ષરોનો પ્રયોગ થતો નથી. અર્ધમાગધી ભાષામાં શબ્દો અત્યંત મૃદુ અને કોમળ હોય છે. આ શબ્દોનો ઉચ્ચાર પણ પ્રયોક્તા અને શ્રોતાના મનને અધ્યવસાયમાં અનેરું પરિવર્તન કરવા સમર્થ હોય છે. આ અધ્યવસાયના શુદ્ધિકરણથી આપણા આભામંડળનું પણ શુદ્ધિકરણ થાય છે અને તે દ્વારા શારીરિક, માનસિક, ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને એટલે જ આપણા સૂત્રો અને આગમોને આપણા પૂર્વના આચાર્યો/મહાપુરુષો મંત્ર સ્વરૂપ માનતા હતા. જે રીતે વિદ્યા કે મંત્રનો અર્થ જાણ્યા વગર પણ એ વિદ્યા કે મંત્રનો પાઠ-જાપ ઈષ્ટ કાર્યસિદ્ધિ કરી આપે છે, તે રીતે આ સૂત્રોના શબ્દોના અર્થ સમજ્યા વગરનું મૂળ શબ્દોનું શ્રવણ પણ શ્રોતા અને પ્રયોક્તા બનું કલ્યાણ કરનાર બને છે અને એટલા માટે જ પર્યુષણા મહાપર્વમાં છેલ્લા દિવસે શ્રીકલ્પસૂત્ર મૂળ અર્થાત્ શ્રીબારસાસ્ત્રનું સાધંત વાંચન-શ્રવણ કરવા-કરાવવામાં આવે છે. તેમાંય પ્રત્યેક સાધુ-સાધ્વી માટે આ બારસાસ્ત્રનું શ્રવણ અતિ આવશ્યક ગણાય છે.
“નમો અરિહંતાણં” બોલતી વખતે જે ભાવ આવે છે, તે ક્યારેય “અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ” બોલતાં આવવાનો નથી. નમસ્કાર મહામંત્ર આદિ પ્રતિક્રમણનાં સર્વ સૂત્રો મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિનું મહાન સાધન છે. વળી અત્યારે અમેરિકામાં જેઓ જૈન નથી એવાં સેંકડો અમેરિકનો માનસિક શાંતિ માટે નમસ્કાર મહામંત્ર વગેરેનો ઉચ્ચારપૂર્વક જાપ કરે છે અને માનસિક શાંતિ પ્રાપ્ત કરે છે.
આઠેક વર્ષ પહેલાં ઇંગ્લેંડની સુવિખ્યાત પ્રકાશન સંસ્થા Thames Hudson દ્વારા પ્રકાશિત “Yantra' પુસ્તક મારા વાંચવામાં આવ્યું. તેમાં તેના લેખક શ્રી મધુ ખન્નાએ બતાવ્યું છે કે રૉનાલ્ડ નામેથ (Ronald Nameth) નામના વિજ્ઞાનીએ બ્રાહ્મણોના “શ્રીસુક્ત'ના ધ્વનિને Toroscope
-1xiii
Jain Education International
For Private Perenal Use Only
www.jainelibrary.org