________________
નામના યંત્રમાંથી પસાર કરતાં તેના પડદા ઉપર “શ્રીયંત્રની આકૃતિ પ્રાપ્ત થાય છે.“ હવે “શ્રીસુક્ત'ના બદલે તેના અર્થના ધ્વનિને કે શ્રીસુક્તના શબ્દોના ક્રમને બદલીને તેનો ધ્વનિ પસાર કરવામાં આવે તો શ્રીયંત્રની આકૃતિ પ્રાપ્ત થાય ખરી? અર્થાત ચૌદપૂર્વધર દ્વાદશાંગીનાં રચયિતા ગણધર ભગવંતોએ જે સૂત્રરચના કરી છે તે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને સર્વજીવોનું હિત કરનાર મંત્ર સ્વરૂપ છે અને એટલા માટે જ કદાચ “નમસ્કાર મહામંત્ર'ના મૂળભૂત સ્વરૂપને “નમોડહંતુ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:' સ્વરૂપ સંસ્કૃતમાં સંક્ષેપ કરનાર પ્રકાંડ તાર્કિક અને કવિ શ્રી સિદ્ધસેન દિવાકરજીને તેમના ગુરુ ભગવંત શ્રી વૃદ્ધવાદિસૂરિજીએ આગમસૂત્રોને સંસ્કૃતમાં ફેરવવાનો વિચાર કરવા બદલ કઠોર પ્રાયશ્ચિત આપી થોડા સમય માટે સંઘ બહાર કર્યા હતા.
આ હકીકતો એમ દર્શાવે છે કે પ્રતિક્રમણનાં મૂળ સૂત્રોમાં કોઈ જ ફેરફાર કરવો તે તેના મહત્ત્વનો અને તેની અસરોનો નાશ કરનાર બને છે. ખુદ તીર્થંકર પરમાત્મા પણ દીક્ષા સમયે કરેમિ ભંતે' સૂત્રનો ઉચ્ચાર કરે છે, પણ તેના અર્થનો ઉચ્ચાર કરતા નથી અને તે રીતે સૂત્રના મૂળ શબ્દનો આદર કરે છે.
અહીં ફક્ત મૂળ શબ્દનું જ મહત્ત્વ બતાવ્યું છે, પણ શાસ્ત્રકાર ભગવંતોએ તો મૂળ શબ્દની સાથે તેના અર્થને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે કારણ કે અર્થ વિના ભાવશુદ્ધિ - અધ્યવસાયશુદ્ધિ સરળતાથી થઈ શકતી નથી. તેથી શાસ્ત્રકારોએ વ્યંજન - અર્થ અને તદુભય અર્થાત વ્યંજન અને અર્થ-બન્નેનો જ્ઞાનાચારમાં સમાવેશ કર્યો છે. ૧૦
પ્રારંભિક તબક્કામાં કદાચ સૂત્ર સાથે અર્થ ન હોય તો ચાલે પરંતુ આત્મસાધનામાં આગળ વધવા ઈચ્છનાર સાધક માટે સૂત્રના આલંબનની સાથે સાથે અર્થનું આલંબન અને ચિંતન પણ આવશ્યક છે તે વિના આરાધકની સંપૂર્ણ શુદ્ધિ થઈ શકતી નથી. સૂત્રના શબ્દોના ધ્વનિથી જે અસરો ઉત્પન્ન થાય છે તે ખૂબજ મર્યાદિત છે. જયારે અર્થની જાણકારીથી અને તેના ચિંતનથી જે અસર ઉત્પન્ન થાય છે તે અમર્યાદ છે અને ચિરસ્થાયી છે કારણકે તેમાં મન ભળેલું હોય છે. વૈજ્ઞાનિક રીતે પણ વિચારીએ તો ભાષા વર્ગણા કરતાં મનોવર્ગણા અધિક સૂક્ષ્મ છે અને તેના પરમાણુ સમુહ એકમોમાં પરમાણુઓની સંખ્યા પણ વધુ હોય છે. વળી મનની ગતિ
#xivl For Private & Herzonal Use Only
Jain Education International
www.jainelibrary.org