________________
વૈયાવૃત્ય : તે સામાન્ય સેવા કે અનુકંપા નથી. દેવ અને ગુરૂ આદિની સેવા તાદાત્મ્યવૃત્તિ પૂર્વક અને ચારિત્ર પ્રત્યેના બહુમાનથી કરવી.
સ્વાધ્યાય : ‘સ્વ’નું અધ્યયન : આત્મચિંતન. તે માટે વાચના. પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ ઉત્તરોત્તર સૂક્ષ્મ તરફ અગ્રસર થવું.
ધ્યાન : ધ્યાનથી કર્મોનું દહન થાય છે. તે ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન એમ બે પ્રકારે છે. બન્નેના પેટા પ્રકારો ચાર-ચાર છે.
કાયોત્સર્ગ : આ તપાચારનું અંતિમ શિખર છે. શરીર, કર્મો અને સર્વ વૈભાવિક સામગ્રીનો નિશ્ચયપૂર્વક હ્રદયથી ત્યાગ-તેમાં કષાયત્યાગ, મમત્વ અને ‘અહં’નું વિસર્જન અને દેહાધ્યાસ છોડવાનું કહ્યું છે.
આ બન્ને પ્રકારના તપનું આચરણ કર્મક્ષય અને મોક્ષપ્રાપ્તિના ઉદ્દેશપૂર્વક થવું જોઈએ. તપાચાર અગ્લાનભાવે, આજીવિકા કે લોક પ્રશંસા કે મનોમાલિન્યથી વિરક્ત થઈ કરવો જોઈએ.
(૫) વીર્યાચાર :
કોઈપણ ધર્મકાર્યોમાં ઉપરના ચારેય આચારોના પાલન સમયે મન, વચન અને કાયાની સંપૂર્ણ વીર્યશક્તિ ફોરવીને ઉત્સાહપૂર્વક જોડાવું તેને વીર્યાચાર કહે છે. તેમાં ત્રણ પ્રકારોનો ઉલ્લેખ મળે છે. જે બાહ્ય અને અત્યંત૨ સામર્થ્યને ગોપવતો નથી; જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના છત્રીસ આચારોમાં રીતિ અનુસાર પરાક્રમ કરે છે અને પોતાના આત્માને યથાશક્તિ જોડે છે તેવા આચારવાનનો આચાર વીર્યાચાર છે. આ પ્રમાણે મન, વચન અને કાયાથી તેનું પાલન કરવું જોઈએ.
વીર્યાચાર દ્વારા આચારસંપન્ન શ્રમણ કે શ્રાવકનું જે ચિત્ર આપણી સમક્ષ ઉભું થાય છે તે એક જીવનવીરનું છે; જીવનથી પલાયન થઈ ઉદાસીન રહેતી વ્યક્તિનું નથી. એક જુંઝાર યોદ્ધો કર્મચમૂ સામે ઉત્સાહિત થઈ સંગ્રામ માંડે અને વિજયશ્રી વરે તેમ આ અધ્યાત્મલક્ષી આચારસંહિતા મોક્ષપ્રાપ્તિના ધ્યેયપૂર્વક શ્રમણો અને શ્રમણોપાસકો સમક્ષ તેમની ક્ષમતા અને મર્યાદાને લક્ષમાં લઈ રજૂ કરવામાં આવી છે. તેમાંથી સર્વવરિત અને દેશવિરતિ એવા બે ધર્મ પ્રકારો પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org