________________
છે. પ્રત્યાખ્યાન ભાંગવાથી મોટો દોષ લાગે છે. જ્યારે થોડું પણ પ્રત્યાખ્યાન પાલન કરવામાં ગુણ રહેલો છે. ધર્મકાર્યમાં લાભ-હાનિનો વિવેક હોવો જરૂરી છે. આગાર એટલે પ્રત્યાખ્યાન ભંગ ન થાય તે માટે પ્રત્યાખ્યાન લેવાના સમયે જે છૂટ, મર્યાદા અથવા અપવાદ રાખવામાં આવે છે. .
કયા પ્રત્યાખ્યાનમાં કેટલા આગાર છે, કયા કયા આગાર છે તે સંક્ષેપમાં નીચે આપેલા છે.
નવકારના ઉચ્ચારણપૂર્વક પારવાના સમયે નવકારશી પ્રત્યાખ્યાનમાં બે આગાર છે. “નમુકકાર સહિય'માં સહિય- સહિત એ મુહૂર્તકાળ(૪૮ મિનિટ)નો નિર્દેશ કરે છે. શાસ્ત્ર તેને કાલ પ્રત્યાખ્યાન ગણે છે. બીજાં કાલ પ્રત્યાખ્યાન જેવાં કે પોરિટી, સાઢ-પોરિસી, પુરિમષ્ઠ,અવઢ આદિમાં પ્રહરનું નિરૂપણ કરવામાં આવે છે. નવકારશીના પ્રત્યાખ્યાનમાં બે આગારો છે. અશન, પાન,ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારોનો ત્યાગ અનાભોગ અને સહસાકાર નામના આગારો સાથે એક સાથે એક મુહૂર્ત પર્યત સૂર્યોદયથી) કરવામાં આવે છે. અનાભોગ એટલે વિસ્મૃતિ અને સહસાકાર એટલે ઉતાવળ કે અચાનક- અકસ્માતે મુખમાં વસ્તુ મૂકી દેવી કે પડી જવી.
પોરિસી- પૌષિ અર્થાત સૂર્યોદય બાદ પુરુષના શરીર પ્રમાણ છાયાનું પ્રમાણ થાય તેટલો કાળ. તેને પ્રહર પણ કહે છે. તેમાં ચાર પ્રકારના આહારનો ત્યાગ છ પ્રકારના આગાર સાથે છે. અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાળ, દિશામૂઢતા, સાધુવચન (આદેશ) અને સર્વસમાધિ વૃત્તિના આ આગારો તે પછીના સાઢપોરિસી (સાર્થ-દોઢગણી)માં પણ યથાવત્ જળવાયા છે. પ્રચ્છન્નકાળ એટલે વાદળ, ધુમ્મસ કે પર્વતની આડમાં સૂર્યનું ઢંકાવું અને છાંયા ન પડતાં પ્રત્યાખ્યાનનો કાળ ન જળવાય તેનો આગાર, દિશામૂઢતાના આગારમાં ભ્રાન્તિથી પૂર્વ દિશાને પશ્ચિમ દિશા સમજી અપૂર્ણ સમયે આહાર લેવો સૂચિત છે. સાધુનો બહુપડિ પુષ્પાપોરિસી'નો આદેશ યા વચન સાંભળી સમય પહેલાં આહાર ગ્રહણ કરે તો તે પણ આગાર છે. છેલ્લે સર્વ સમાધિવૃત્તિના આગારમાં તીવ્ર શૂળ કે પીડાથી જીવની સમાધિ જળવાતી ન હોય અને આર્ત કે રૌદ્ર ધ્યાન થતું હોય અને ધૈર્ય રહેતું ન હોય તો તે આગારથી આહાર ગ્રહણ કરતાં પ્રત્યાખ્યાન ભંગ થતો નથી. આ સાથે પથ્ય કે ઔષધ ગ્રહણ કરવામાં આવે તો પણ પ્રત્યાખ્યાન ભંગ થાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org