________________
ઋણ સ્વીકાર
પ્રસ્તુત પુસ્તક ગુજરાત વિધાપીઠના જૈનકેન્દ્ર અન્વયે અનુપારંગત (M.phil)ની પદવી માટેનો લઘુશોધ નિબંધ છે.
આ નિબંધમાં શાસ્ત્રકાર મહર્ષિઓના વચનોની કોઈપણ પ્રકારે વિપરિત આશયથી પ્રરૂપણા થઈ હોય કે શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડં.
પૂજ્ય પંન્યાસ શ્રી નંદીઘોષવિજયજી ગણિવરે પ્રકાશન પૂર્વે તેનું અવલોકન - નિરીક્ષણ કરી તેમાં નિહિત વૈજ્ઞાનિક દૃષ્ટિની ભૂમિકા સ્પષ્ટ કરી વૈજ્ઞાનિક રજૂઆતપૂર્ણ સંપાદન કરી આપ્યું તથા પ.પૂ.વિદ્વર્ય મુનિરાજ શ્રી ભુવનચંદ્રજી મ.સા.એ સાદ્યંત પરીક્ષણ કરી આપ્યું તે બદલ તેમનો ઋણી છું.
મારા માર્ગદર્શક ડો. કનુભાઈ વી. શેઠે સદા પ્રેરણા આપી ‘હૃદયના ઉમળકાથી આવકાર' આપ્યો તે કેમ ભુલાય ?
ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી જિતેન્દ્રભાઈ દેસાઈએ આ લઘુશોધ નિબંધ પ્રકાશિત કરવા રજા આપી તેમનો અનુગ્રહિત છું.
પ્રસ્તુત નિબંધને સમાજ સમક્ષ પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવાનું શ્રેય ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા, અમદાવાદ અને આર્થિક સહયોગ આપી શ્રુત ભક્તિનો અમૂલ્ય લાભ લેનાર શ્રી જૈન શ્વે. મૂ. સંઘ; ગાંધીધામ (કચ્છ)ના ટ્રસ્ટીશ્રીઓને ફાળે જાય છે અને તેની નોંધ લેતા આનંદ થાય છે. તેમના સહકારથી આ લઘુશોધનિબંધ પ્રકાશનનો પ્રકાશ પામ્યો છે.
તા. ૬-૩-૨૦૦૪
વિ.સં. ૨૦૬૦, ફાગણ સુદ ૧૫,
Jain Education International
શનિવાર
X
For Private & Personal Use Only
જવાહર શાહ
www.jainelibrary.org