________________
“સર્વજ્ઞભાષિત સામાયિક મોક્ષનું પરમ અંગ છે. વાંસલો ફેરવી ચામડી ઉતરડી નાખનાર અને ચંદનનો લેપ કરનાર પ્રત્યે પણ એવી જ સમતા રાખી શકે તેવા મહાત્માઓનું સમતારૂપ સામાયિક મોક્ષનું પણ અંગ છે.”
સામાયિકની સાધના હૃદયને વિશાળ અને તેના શુદ્ધિકરણને પ્રોત્સાહન આપનારી છે. આ માટે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાનો અભ્યાસ સામાયિકમાં જરૂરી છે.
પાપ પ્રવૃત્તિ કે સાવઘયોગ એ મન-વચન અને કાયા ત્રણેયથી થાય છે. પરંતુ તેમાં મુખ્યતા મનની છે. એ મન ચાર પ્રકારના કષાય ભાવોને ઝીલે નહિ અથવા અન્ય દર્શનકારોના શબ્દોમાં કહીએ તો અસ્મિતા (અભિમાન), અવિદ્યા (અજ્ઞાન કે મિથ્યાત્વ), રાગ, દ્વેષ અને અભિનિવેશ (જિજીવિષા) એ પાંચ કલેશોથી રહિત થાય ત્યારે સામાયિકનું લક્ષણ સિદ્ધ થયું ગણી શકાય. સામાયિક સિદ્ધિનાં સોપાનો :
સામાયિકમાં સમતા યોગની સિદ્ધિ માટે સાધકે વિવિધ સોપાનો સર કરવા પડે છે. તેનો ક્રમ નિયત છે.
સાધકની પ્રારંભિક ચિત્તની સ્થિતિ લક્ષમાં લઈએ તો તે વિક્ષિપ્ત દશામાં હોય છે. તે સ્થિર હોતું નથી, અનેક વિષયોમાં તે ભ્રમણ કરતું રહે છે. મનોજ્ઞ અને અમનોજ્ઞની કલ્પનાથી તે મનોજ્ઞ પ્રત્યે રાગ અને અમનોજ્ઞ પ્રત્યે દ્વેષથી રંગાતું રહે છે. ચિત્ત વિવિધ કલ્પનાઓ વડે સુખ યા દુઃખનું વેદન કરતું રહે છે. આ ચિત્તની કક્ષાને ઉપર ઉઠાવવા અને સમાહિતસ્થિતિમાં લાવવા વિવિધ કરણોનું પ્રયોજન સામાયિકમાં દર્શાવવામાં આવ્યું છે.
બાહ્ય કરણોમાં દ્રવ્યશુદ્ધિ, ક્ષેત્ર શુદ્ધિ અને કાળ શુદ્ધિ એ આવશ્યક અંગો છે. દ્રવ્યશુદ્ધિમાં નિર્દોષ આસન, ચરવળો કે રજોહરણ, પુસ્તક, વસ્ત્રાદિ ઉપકરણો - અલ્પારંભી અને અહિંસક હોવા જરૂરી છે. સફેદ વસ્ત્રો, સ્વચ્છ, સીવ્યા વગરના – ધોતી અને ઉત્તરીય એમ બે હોવા જોઈએ. આભૂષણોનો ત્યાગ અપેક્ષિત છે. ક્ષેત્રશુદ્ધિમાં સ્થાન શુધ્ધ હોવું, અધિક આવાગમન કે ઘોઘાંટવાળું કામોત્તેજક કે કલેશકર ન હોવું અને મનને પ્રસન્નકર હોવું જોઈએ. આ માટે ઉપાશ્રય, પૌષધશાળા કે ઘરમાં એક
૩ ૦
conal Use Only
Jain Education International
For Private &
www.jainelibrary.org