________________
આપ્યું છે. આવશ્યક સૂત્રોની ઉપાદેયતા દર્શાવતા એનું મૂલ્ય જૈનશાસનમાં અદકેરું છે તેમ જણાવ્યું છે. આવશ્યક સૂત્રોના કર્તા અને એના રચના કાળની ચર્ચા પંડિત સુખલાલજીના તે વિશેના મંતવ્યના સંદર્ભમાં વિસ્તારપૂર્વક કરી છે. અહીં આવશ્યકોની આધ્યાત્મિકતા અંગે પણ ટૂંકમાં જણાવ્યું છે. અંતમાં આવશ્યકાદિ ક્રિયાને છોડી બીજું ધ્યાન નથી એ સંદર્ભે આવશ્યક અને ધ્યાનયોગની વિચારણા કરી છે.
ત્રીજા પ્રકરણમાં પ્રથમ આવશ્યક સામાયિકનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. આરંભમાં સામાયિક એટલે તે શું ? તે સમજાવ્યું છે. બાદમાં બે પ્રકારના સામાયિક અને સામાયિકના મુખ્ય ચાર ભેદોનું વર્ણન આપ્યું છે. સામાયિકના લક્ષણોનું સંક્ષિપ્તમાં વર્ણન કરીને સામાયિકના સિદ્ધિ સોપાનોનું નિરૂપણ કર્યું છે અને અંતમાં સામાયિકની સાધના કરનારે જે ચાર દોષો નિવારવા જોઈએ તે અંગે ચર્ચા કરી છે. સામાયિક સૂત્ર અને સામાયિક પારણ સૂત્રની પણ સંક્ષિપ્ત નોંધ આપી છે.
ચોથા પ્રકરણમાં બીજા આવશ્યક ચતુર્વિશતિસ્તવનો પરિચય કરાવ્યો છે. એમાં ચોવીસ તીર્થકરોનું અંતરંગ સ્વરૂપ જણાવ્યું છે. સ્તવનું બંધારણ વિસ્તારપૂર્વક રજુ કર્યું છે. ચતુર્વિધ જિન નિક્ષેપનું વર્ણન અહીં ટૂંકમાં રજુ થયું છે. વળી ઉત્તરાધ્યયન સૂત્રનો આધાર લઈ સ્તવનું ફળ જણાવ્યું છે.
પાંચમા પ્રકરણમાં વંદનક નામના ત્રીજા આવશ્યકનું વર્ણન આપ્યું છે. પ્રારંભમાં વંદનક એટલે શું ? તે સમજાવ્યું છે. પછી ગુરુનું સ્વરૂપ સમજાવ્યું છેઆ પછી વંદના અને આચારશુદ્ધિ અંગે રજુઆત કરી છે. ટૂંકમાં ગુરુનું મહત્ત્વ સમજાવી વિનયના પાંચ પ્રકારો જણાવ્યા છે. અંતમાં ગુરુવંદનની વિધિ વર્ણવી છે. - છઠ્ઠા પ્રકરણમાં ચોથા આવશ્યક પ્રતિક્રમણનું સુપેરે વર્ણન આપ્યું છે. પ્રતિક્રમણનો અર્થ સમજાવી તેના ફળ વિષે જણાવ્યું છે. પ્રતિક્રમણના પ્રાણ એવા “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દ પ્રયોગને વિસ્તારથી સમજાવ્યો છે. પ્રતિક્રમણના ચાર સોપાનો – તબક્કાનું વર્ણન કરીને પ્રતિક્રમણના આવશ્યક સૂત્રો અંગે વિસ્તારથી સમજણ આપી છે.
સાતમા પ્રકરણમાં પાંચમા આવશ્યક કાયોત્સર્ગનો વિગતપૂર્ણ પરિચય કરાવ્યો છે. કાયોત્સર્ગનો અર્થફ્રુટ કરી ધ્યાન અને કાર્યોત્સર્ગ અંગે ચર્ચા
viji
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org