________________
આવશ્યક લઘુવૃત્તિ ઃ
યાકિની મહત્તરાસુનુ શ્રી હરિભદ્રસૂરિએ જૈન આગમોની ટીકાઓ લખી છે. તેમનો જીવનકાળ વિ.સં.૭૫૭-૮૨૭ વચ્ચેનો છે. આ ટીકા, આવશ્યકચૂર્ણિનું અનુસરણ કર્યા વગર, આવશ્યક નિર્યુકિતના વિવેચન તરીકે છે. તેમણે આની બૃહદ્ વૃત્તિ પણ લખી હશે- જે હાલ અપ્રાપ્ય છે. આ વૃત્તિનું નામ “શિષ્યહિતા' છે. આ ટીકા રર000 શ્લોક પ્રમાણ છે. આવશ્યક વિવરણ :
વિક્રમની અગ્યારમી સદીમાં થયેલા આચાર્યશ્રી મલયગિરિએ આ વિવરણની રચના કરી છે. તે આવશ્યક નિર્યુકિત ઉપર લખાયેલું છે. મંદબુદ્ધિના લોકો માટે તે રચ્યું છે તેમ પ્રારંભમાં શ્રીમલયગિરિએ દર્શાવ્યું છે. પ્રત્યેક વિષયનું આવશ્યક પ્રમાણો સાથે સરળ અને પ્રાંજલ શૈલીમાં વિવેચન થયેલું છે. વિવિધ સ્થાનો પર કથાનકોના પ્રસંગો આચાર્યશ્રી ભૂલ્યા નથી. આ કથાનકો પ્રાકૃતમાં છે. ઉપલબ્ધ વિવરણ બીજા આવશ્યક સુધી જ છે. આવશ્યકવૃત્તિપ્રદેશ વ્યાખ્યા
વિક્રમની અગ્યારમી સદીમાં થયેલા માલધારી શ્રી હેમચન્દ્રસૂરિએ પાંચ હજાર શ્લોક પ્રમાણ ટિપ્પણક લખેલ છે અને વિશેષાવશ્યક ભાષ્ય ઉપર અઠ્ઠાવીસ હજાર શ્લોક પ્રમાણ વિસ્તૃત વૃત્તિ લખી છે. તેમના શિષ્ય શ્રી ચન્દ્રસૂરિએ પ્રદેશ વ્યાખ્યા ટિપ્પણક લખ્યું છે. હારિભદ્રીય વૃત્તિના કઠિન સ્થાનોને તેમણે સરળ શૈલીમાં સમજાવ્યા છે. વિશેષાવશ્યક ભાષા ઉપરની બૃહદ્ વૃત્તિને શિષ્યહિતાવૃત્તિ પણ કહે છે. અન્ય ટીકાઓ :
આવશ્યકો ઉપર અનેક આચાર્યોએ કલમ ચલાવી છે. શ્રી તિલકસૂરિએ (વિ.સ. ૧૨૯૬) ટીકા લખી છે જેને લઘુવૃત્તિ કહે છે. શ્રી જિનભદ્રસૂરિ, નમિસાધુ (વિ.સં.૧૧૨૨), જ્ઞાનસાગર (વિ.સં.૧૪૪૦) અને માણિકયશેખરસૂરિએ પણ આવશ્યકો પર ટીકાઓ રચી છે. માણિકય શેખરસૂરિ અંચલગચ્છીય મેરૂતુંગસૂરિના શિષ્ય હતા. તેઓ વિક્રમની પંદરમી સદીમાં થયા હતા. તેમની “આવશ્યક નિર્યુક્તિ દીપિકા' મુખ્યકૃતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org