________________
તેના આધારે કર્તવ્ય – અકર્તવ્યનો નિર્ણય કરી જીવન વ્યવહારને ઘડવો એનું નામ સંયમ. તે પૂર્ણ અહિંસાના પાલન તરફ લઈ જાય છે. જ્ઞાની હોવાનો સાર એ કે તે કોઈની હિંસા ન કરે.
અહિંસાનું આચરણ ત્રણ યોગ (મન, વચન અને કાયા) અને ત્રણ કરણ (કરવું, કરાવવું અને અનુમોદન કરવું) વડે – નવકોટી પ્રત્યાખ્યાન કે યોગકરણની સ્થિતિઓ દ્વારા પ્રતિપાદિત કરવામાં આવે છે. ૧
ભાષાશાસ્ત્રીય દૃષ્ટિએ અહિંસામાં નિષેધવાચક શબ્દ તરીકે હિંસા ન કરવી તેવો ભાવ પ્રગટ થાય છે. અ + હિંસા એટલે હિંસાનો પરિત્યાગ. પરંતુ જૈનાચારની અહિંસા ફક્ત ભાષાશાસ્ત્રીય રૂપ સુધી સીમિત નથી. તેનું સ્વરૂપ વ્યાપક બની સૂક્ષ્મતાને ગ્રહણ કરી સર્વ જીવોના સુખની કામનાને સ્પર્શે છે. આમ જૈન દ્રષ્ટિકોણથી અહિંસા વિધિવાચક પણ બને છે અને તે રીતે જૈનાચારમાં વિધિ અને નિષેધ બન્ને પક્ષોમાં અહિંસા પૂરેપૂરી વ્યક્ત થાય છે. આચાર નિર્માતા પરિબળો :
જૈનાચાર નિર્માણમાં જે પરિબળોએ ભાગ ભજવ્યો છે. તેમાંનું એક એટલે કર્મ સિદ્ધાંત. કર્મ એટલે ચેતનાશક્તિ યા આત્મા દ્વારા કરાતી ક્રિયાઓનો કાર્યકારણભાવ. જે ક્રિયા આ કાર્યકારણભાવની શૃંખલાને તોડવામાં સહાયક થાય તે ક્રિયા આત્મા માટે હિતકર – ઉપાદેય કે આચરણીય ગણવામાં આવે છે. જે ક્રિયા આ કાર્યકારણ શૃંખલાને મજબૂત કરે તે આત્માને અહિતકર – હોય કે ત્યજવાયોગ્ય ગણવામાં આવે છે. આ પ્રમાણે વિધિવાચક અને નિષેધવાચક નિરૂપણ કરી કર્મથી મુક્ત થવાનો રાજમાર્ગ આર્યમનીષિઓએ પ્રશસ્ત કર્યો છે.
કર્મથી મુક્ત થવું એટલે આત્માના પરમ ઐશ્વર્યને પામવું. એ ધારવા જેટલું સહેલું નથી. આ માટે નિરંતર પ્રયત્ન કરવો પડે છે. આચાર અને વિચારની અનેક કક્ષાઓ વટાવવી પડે છે, અને વિવિધ યમનિયમોનું પાલન કરવું પડે છે.
જૈનદર્શનમાં કર્મ બે પ્રકારે માનવામાં આવે છે. દ્રવ્યકર્મ અને ભાવ કર્મ. કાર્પણ પુદ્ગલ કે વર્ગણા જે અતિસૂક્ષ્મ કર્મ પદાર્થોની બનેલી રજ – એટલે દ્રવ્યકર્મ. આત્માના રાગદ્વેષયુક્ત પરિણામ અથવા અશુદ્ધ પરિણતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org