________________
પ્રકરણ-૯
ઉપસંહાર
પ્રાસ્તાવિક :
ષટ્આવશ્યક એ જિનધર્મના હાર્દરૂપ ક્રિયાયોગ છે. તેમાં જૈન આચારમીમાંસાનું સંકલન થયું છે. આ સંકલન તેના આરાધકો એવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘને ઉપયોગી છે.
*પ્રથમ આવશ્યક -સામાયિકની આરાધના પ્રશમભાવની જીવનમાં પ્રતિષ્ઠા કરે છે. તો દ્વિતીય અને તૃતીય આવશ્યકો- ચતુર્વિશતિ સ્તવ અને વંદનક આવશ્યકો અનુક્રમે પ્રમોદભાવ અને વિનયભાવને જીવનમાં દૃઢ કરે છે. અધિક ગુણીની ગુણસ્તવના જીવનમાં પ્રસરતા અહંકાર અને અભિમાનને લગામ દે છે. જિનેશ્વર પ્રત્યેની ભક્તિ એક શ્રેષ્ઠ આલંબન આપણને પુરું પાડે છે. ગુરુ પ્રત્યેનો પ્રતિપત્તિરૂપ વિનય ગુરુની આશાતના થઈ હોય તો ક્ષમાપના વ્યક્ત કરે છે. આ ક્ષમાપનાનો ભાવ વિસ્તરી જગતના સમસ્ત જીવોને આવરી લે તેવો જીવનવ્યાપી થઈ જાય તો જીવનમાં જોવા મળતાં દ્વેષ, ક્રોધ અને વૈરના વમળો શમી જાય. ચતુર્થ પ્રતિક્રમણ આવશ્યકની વિશેષતા એ છે કે તેમાં સ્વના દોષોનું દર્શન થાય છે, પોતે કેટલો અપૂર્ણ છે તેનું ભાન થાય છે. તેથી એ દોષોની નિંદા આત્મસાક્ષીએ કરી ગુરુ સમક્ષ પ્રગટરૂપે કબૂલાત ગહ અને આત્માને વોસિરાવવા દ્વારા આત્માની અશુભ પરિણતિઓનો ત્યાગ કરવા સાથે મહાભિનિષ્ક્રમણની યાત્રા શરૂ થાય છે. પંચમ કાયોત્સર્ગને આપણે જીવનમાં સ્થાન આપીએ છીએ ત્યારે તે કર્મના અને દોષના પ્રહારોથી ઘાયલ થયેલા જીવનની ચિકિત્સારૂપ બની જાય છે. આ ચિકિત્સાનો આશય આત્મામાં પેસી ગયેલાં શલ્યો દૂર કરવાનો છે. રૂગ્ણ જીવનને ત્યાર પછીનું આરોગ્યનું વરદાન છઠ્ઠા આવશ્યક પ્રત્યાખ્યાનની ગુણધારણાથી મળે છે. તેથી આરોગ્યની પુનઃ પ્રાપ્તિ સાથે નવું જીવન મળ્યાનો અહેસાસ થાય છે. વર્તમાન અને ભાવિના સંભવિત કર્માશ્રવોનો નિરોધ અને આત્માના સંવરભાવની કેળવણી આ આવશ્યકમાં નિહિત છે.
સાવઘયોગની વિરતિ, ચોવીસજનનું સદ્ભૂત કીર્તન અને ગુરુનો વિનય મુમુક્ષુને પ્રતિક્રમણ ક્રિયાનો સાચો અધિકારી બનાવે છે. આવી
Jain Education International
૯૦
For Private & Personal Use Only
www.jainelibrary.org