________________
લોકોત્તર ક્રિયાની વિશેષ સાર્થકતા ઊભી થાય તે માટે પ્રતિક્રમણ પછી વાછ, કાછ મન નિશ્ચલ રાખવા કાયોત્સર્ગ અને નાના પ્રકારના સંયમારાધનરૂપ પચ્ચકખાણ ગ્રહણ કરવામાં આવે તે જીવનમાં પ્રગતિ વાંચ્છુ માટે જરૂરી છે. - જૈન આગમિક સાહિત્યમાં આ ષડુ આવશ્યક ક્રિયાના સૂત્રો મૂળભૂત સૂત્રો ગણાય છે. વર્તમાન જિનશાસનની સ્થાપના ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ વિ.સ. પૂર્વે ૫૦૦ વર્ષે કરી ત્યારથી આ સૂત્રો પ્રચલિત છે. આમ આગમ સાહિત્યમાં તેઓનો સમાવેશ મૂલ સૂત્રો તરીકે થયો છે અને તે છ અધ્યયનોમાં વિભાજિત છે. આ મૂલ સૂત્રો ઉપર અનેક શાસ્ત્રકારોએ નિયુકિત, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાઓ ઈત્યાદિ રચ્યાં છે. એનું સંક્ષિપ્ત અવલોકન અહીં રસપ્રદ બની રહેશે. આવશ્યક નિર્યુકિત ઃ
- નિયુકિત એ આગમોની પદ્યબદ્ધ પ્રાકૃત ટીકા છે. નિર્યુકિતમાં મૂલગ્રંથના પ્રત્યેક પદનું વ્યાખ્યાન ન કરતા વિશેષરૂપે પારિભાષિક શબ્દોનું જ વ્યાખ્યાન કરવામાં આવે છે. આચાર્ય ભદ્રબાહુએ આ નિર્યુકિતની રચના કરી છે. તેઓ છેદસૂત્રકાર અને ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ- પ્રથમથી ભિન્ન છે. તેઓ પ્રસિદ્ધ જ્યોતિષી વરાહમિહિરના ભાઈ હતા અને અષ્ટાંગનિમિત્તક તથા મંત્રવિશારદ તરીકે પ્રસિદ્ધ હતા. તેમની બીજી કૃતિ ભદ્રબાહુસંહિતા છે. તેમનો જીવનકાળ વિ.સં.૨૦૦ થી ૬૦૦ વચ્ચેનો જણાય છે. .
વિષય વૈવિધ્યની દૃષ્ટિએ આ એક મહત્વની કૃતિ છે. આ કૃતિમાં પ્રથમ ઉપોદ્ધાત છે જે ગ્રંથની ભૂમિકા રજુ કરે છે. પંચજ્ઞાન વિવેચન પછી તેમણે સામાયિક નિર્યુક્તિથી આવશ્યકાદિ અધ્યયનોનું નિર્યુક્તિમૂલક વિવરણ કર્યું છે. આચાર્ય ભદ્રબાહુની આ પ્રથમ કૃતિ છે. તેના પર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, શ્રી જિનદાસગણિ મહત્તર, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી કોટ્યાચાર્ય, શ્રી મલયગિરિ આચાર્ય તથા મલધારી શ્રી હેમચંદ્રસૂરિ અને શ્રી માણિકયશેખરસૂરિની વ્યાખ્યાઓ મળે છે. વિશેષાવશ્યક ભાષ્ય :
આ ભાષ્યમાં જૈનાગમોમાં વર્ણિત બધાંજ મહત્ત્વપૂર્ણ વિષયોની ચર્ચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org