________________
પડાવશ્યક પ્રસંગે તો વિનય વિશિષ્ટ રૂપે અવશ્ય કરવો જોઈએ. વિનય પાંચ પ્રકારનો છે. ૧. લોકોપચાર વિનય : લોક વ્યવહાર નિમિત્તે થતું પ્રવર્તન. . ૨. અર્થવિનય : ધનની પ્રાપ્તિ નિમિત્તે થતું પ્રવર્તન. ૩. કામવિનય : કામભોગની પ્રાપ્તિના ઉદ્દેશપૂર્વક થતું પ્રવર્તન. ૪. ભયવિનય : ભયના કારણે થતું પ્રવર્તન. ૫. મોક્ષવિનય : મોક્ષ પ્રાપ્તિના હેતુથી થતું પ્રવર્તન.
આ પાંચમાંથી મુમુક્ષુ માટે મોક્ષવિનય ઉપાદેય છે.
મોક્ષવિનયના પાંચ પેટા પ્રકારોનું આલેખન દશવૈકાલિક નિર્યુક્તિમાં વર્ણવેલું છે.
(૧) દર્શનવિનય (૨) જ્ઞાનવિનય (૩) ચારિત્રવિનય (૪) તપોવિનય (૫) ઔપચારિક વિનય. આ પાંચ પ્રકારના વિનયમાંથી ઔપચારિક વિનયને જ સામાન્ય રીતે ગુરુ પ્રત્યેના વિનય તરીકે નિર્દેશેલ છે.
આમ સર્વે સુવિહિત આચારોનું મૂળ વિનય છે. આ વિનયનું પાલન ગુરુવંદનની વિધિમાં થાય છે. આ વંદનનું તાત્કાલિક ફળ શ્રતધર્મની પ્રાપ્તિ છે અને પારંપારિક ફળ ભવસંતતિનો ક્ષય એટલે કે નિર્વાણ છે. ગુરુવંદનનો વિધિ :
ગુરુવંદન ત્રણ પ્રકારે કરવામાં આવે છે. ૧. ગુરુ સામા મળતા “મFએણ વંદામિ બોલીને વંદન કરવું જોઈએ તે ફિટ્ટા વંદન- જઘન્ય વંદન કહેવાય છે. ૨. પ્રણિપાત સૂત્ર બોલીને પંચાંગ પ્રણિપાત કરવો તેને સ્તો(થોભ) વંદન કે મધ્યમ વંદન કહેવાય છે. આમાં બે વાર થોભવંદણ સુત્ત બોલી સુગુરુ સાતાપૃચ્છા સુત્ત બોલવામાં આવે છે.* ત્યારબાદ પદસ્થ ગુરુ હોય તો ફરી પ્રણિપાતસૂત્ર બોલી ગુરુ ક્ષમાપના સૂત્ર જમણો હાથ ભૂમિ પર સ્થાપન કરી બોલવામાં આવે છે.૧૫ ૩. દ્વાદશાવર્ત વંદન :
આ ઉત્કૃષ્ટ વંદનમાં સુગુરુ વંદનસુત્તના પાઠ પૂર્વક ૨૫ આવશ્યક સાચવીને વંદના કરવામાં આવે છે. પ્રથમ વંદન કરવાની ઈચ્છાનું ગુરુને
નપ૪. For Private & Personal Use Only
(48) Use Only
For Private
Jain Education International
Schauen
www.jainelibrary.org