________________
કષ્ટ, સહનશીલતા, અલ્પજરૂરિયાતવાળું જીવન, સંયમ, સાદાઈ, નિખાલસતા, સમભાવ, પવિત્રતા, અલ્પ પરિગ્રહ, બ્રહ્મચર્ય, શુભવિચાર, શુભકર્તવ્યો, શુભમનન, ધ્યાન, વિશાળ હૃદય, તીર્થંકરભક્તિ વગેરે આધ્યાત્મિક ગુણો ખીલવવા માટે પડું આવશ્યકની યોજના સરળ અને વ્યવહારુ છે.
વસ્તુનું સૂક્ષ્મ આકલન એ જિનકથિત ધર્મની વિશેષતા છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યના પ્રારંભમાં જણાવ્યું છે કે - ચરણગુણ સંગહ સયલ આવસ્મયાણઓગં - અર્થાત્ આવશ્યકોનો અનુયોગ(વ્યાખ્યાન)એ ચરણ (ચરિત્ર) અને ગુણ (મૂલગુણ અને ઉત્તરગુણ)ના સંપૂર્ણ સંગ્રહરૂપ છે. તેનું તાત્પર્ય એ કે જ્ઞાન, દર્શન અને ચારિત્રને લગતી કોઈપણ ક્રિયાઓ એવી નથી જે આવશ્યકના વિચારક્ષેત્રની બહાર રહેલી હોય.
અનુયોગદ્વારસૂત્રમાં લોકોત્તર ભાવ આવશ્યકનું સ્વરૂપ દર્શાવ્યું છે. જે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા આવશ્યક સૂત્ર અને તેના અર્થચિંતનમાં એકાગ્રચિત્ત રહે છે, તન્મય થઈ જાય છે, તેની લેગ્યામાં તલ્લીન અને અર્થમાં ઉપયોગ રાખી તેમાં ત્રણ કરો-મન, વચન અને કાયા-ને અર્પિત કરે છે અને કેવળ તેની જ ભાવનામાં ઓતપ્રોત થઈ બન્ને સમય આવશ્યકાદિ કરે છે તેવા આવશ્યકને લોકોત્તર ભાવ આવશ્યક સમજવા જોઈએ”૨૧ આવશ્યક અને ધ્યાનયોગ : - શ્રી જિનમતમાં આવશ્યકાદિ ક્રિયાને છોડી બીજું ધ્યાન નથી એમ કહેવાય છે. તેનો સાચો અર્થ એ કે જીવન પ્રમત્ત અવસ્થામાં હોય ત્યાં સુધી ઉપયોગયુક્ત ક્રિયા છોડી ચિત્તનિરોધરુપ ધ્યાનનું અવલંબન લે તો તેનું ધ્યાન અને પ્રશમગુણ ધ્યાનસિવાયના કાળે ગુરૂવિષમ જવરની જેમ મિથ્યાત્વરુપી પ્રકોપને પામ્યા વિના રહેતા નથી.
પાતંજલ યોગસૂત્રમાં ‘ચિત્તવૃત્તિ નિરોધને ધ્યાન કહેવામાં આવ્યું છે. જ્યારે આત્મા આત્ન અને રૌદ્ર ધ્યાનમાં રમમાણ હોય ત્યારે પણ તેની ચિત્તવૃત્તિ અન્યવિષયો પ્રત્યે બેધ્યાન હોય છે, પરંતુ તે ધ્યાન ધર્મસાધક બનતું નથી. ઉપા. યશોવિજયજીએ પાતંજલ યોગસૂત્રની તેમની અપૂર્ણ ટીકામાં ચિત્તવૃત્તિનિરોધને સ્થાને ક્લિષ્ટ ચિત્તવૃત્તિનિરોધ સૂચવેલ છે. જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org