Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
લોગસ્સ સૂત્ર જિનભક્તિનું ઘાતક છે. જિનભક્તિ એ યોગનું ઉત્તમ બીજ છે. જૈન પદ્ધતિના યોગમાં લોગસ્સ સૂત્રની એક સાધન તરીકે ગણના છે. ચોવીસ તીર્થકરોના અંતરંગ સ્વરૂપનો વિચાર કરીએ તો સકકલ્થય સુત્તમાં (શક્રસ્તવ સૂત્ર) તેમની સ્તવના ભાવજિનનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે.
અરિહંત ભગવાનોને મારો નમસ્કાર હો, જે અરિહંત ભગવાન શ્રુતધર્મની શરૂઆત કરનાર છે, તીર્થની સ્થાપના કરનાર છે, સ્વયં સંબુદ્ધ છે, પુરુષોત્તમ છે, પુરુષસિંહ છે, પુરુષોમાં શ્રેષ્ઠ કમળ (વરપુંડરિક) સમાન છે. પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહતિ (વરગંધહસ્થી) સમાન છે, લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકનું હિત કરનાર છે, લોકમાં પ્રદીપ છે, લોકમાં પ્રકાશ કરનાર છે, અમયદાતા છે, ચક્ષુદાતા છે, માર્ગ દેખાડનાર છે, શરણ દનાર છે, પ્રખ્યત્વ (બોધિ) આપનાર છે, ધર્મ દાતા છે, ધર્મદેશના કરનાર છે, ધર્મના નાયક છે, ધર્મના સારથિ છે, ચારગતિનો નાશ કરનાર ધર્મ ચક્ર પ્રવર્તન કરનાર - ધર્મચક્રવર્તી છે, અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શન ધરાવનાર છે, જેમનું છબસ્થપણું ચાલ્યું ગયું છે, જિવનાર અને જિતાવનાર છે, તરનાર અને તારનાર છે, બુદ્ધ અને બોધિ પમાડનાર છે, મુક્ત અને મુક્તિ અપાવનાર છે, સર્વજ્ઞ અને સર્વદર્શી છે, શિવ, અચલ, અજ, અનંત, અક્ષય અવ્યાબાધ, ફરી સંસારમાં આવવાનું નથી તેવા સિદ્ધગતિના સ્થાનને પ્રાપ્ત કરનાર, ભય ને જીતનાર જિનો છે તેમને નમસ્કાર હો.
ભાવજિનનું સ્વરૂપ સ્પષ્ટ થયા પછી આપણને ચતુર્વિશતિસ્તવ કે નામસ્તવ વિષે વિશેષ વિચારવાનું પ્રાપ્ત થાય છે. નાસ્તવ કે લોગસ્સસૂત્રનું બંધારણ વિશિષ્ટ છે. અહીં ગુણોનું કથન અને રૂપનું સ્મરણ એમ બે પ્રકારે સ્તુતિ થાય છે. “નામરૂપ’ શબ્દ યુગ્મમાં નામ પ્રથમ હોવાથી લોગસ્સસૂત્રમાં નામનું સ્મરણ અને ગુણોનું કથન અનુક્રમ પ્રમાણે આવે છે. સ્તવનું બંધારણ :
ચોવીસ જિનોને વંદન કરતા તેમના ગુણોને લક્ષ્ય રૂપે સ્મરણમાં લેવામાં આવે તો તે વંદન સાર્થક ગણાય. લોગસ્સ સૂત્રની પ્રથમ ગાથામાં વિષયનો નિર્દેશ કરેલો છે. તેમાં તે ચોવીસ જિનવરોની સ્તવના કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે. તેઓ સમસ્ત લોક- અહીં લોક એટલે પદ્રવ્યાત્મક ચૌદ રાજલોક પ્રમાણ લોકનો ઉદ્યોત કરનારાઓને, ધર્મ તીર્થકરોને, જિનોને, અહિતોને, ચોવીસ કેવલી ભગવંતોનું કીર્તન કરવા રૂપ આ પ્રતિજ્ઞા છે."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org