Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
“અહ ધાતુમાં છે, જે યોગ્ય કે પૂજાનો અર્થ દર્શાવે છે. આ પ્રમાણે અહંત નો અર્થ યોગ્ય કે પૂજ્ય થાય.
આ પ્રમાણે નામસ્તવની પ્રથમ ગાથામાં “લોગસ્સ ઉર્જાઅગરે પદથી જ્ઞાનાતિશયનું, “ધમ્મતિયૂયરે પદથી વચનાતિશયનું, “જિણે' પદથી અપાયપગમાતિશયનું અને “અરિહંત પદથી પૂજાતિશયનું સૂચન થાય છે.
કિત્તઈટ્સ' પદ કીર્ત ધાતુ પરથી ભવિષ્યકાલ પ્રથમ પુરુષ એક વચન છે. પ્રથમ જિનોને નામસ્મરણપૂર્વક વંદના કરવી એ પછી તેમનો ગુણાનુવાદ (સ્તવન કરવું) એ કીર્તન શબ્દના વિશે પાઈ છે. ચકવીસ પદ શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર સુધીના ચોવીસ તીર્થકરોનો નિર્દેશ કરે છે. પિ’ શબ્દ અન્ય તીર્થકરોને પણ સૂચિત કરે છે. કેવલી પદ કેવલિનું ઉપરથી આવેલ છે. કેવલીના બે પ્રકારો છે. ૧. સામાન્ય કેવલી. ૨. અહતુ કેવલી. અહીં તે પદ અહતુ કેવલી માટે પ્રાયોજિત છે. કેવલી પદ વિશેષ્ય છે અને લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે અને અરિહંતે પદો તેના વિશેષણો છે.
નામસ્તવસૂત્રની બીજી, ત્રીજી અને ચોથી ગાથાઓમાં ચોવીસ જિનનામો બીજી વિભક્તિ એક વચનમાં આવેલાં છે.
આ ત્રણે ગાથાઓમાં અગ્યાર વખત “ચ શબ્દનો પ્રયોગ થયેલો છે તે વિશેષનામોની કમબદ્ધ રજુઆતમાં વચ્ચે એક માત્રાની જરૂર પડી ત્યાં અનુસંધાન દર્શક તરીકે આવે છે. સુવિહિ અને પુફદત એ બે પદો વચ્ચેનો ચ” વિકલ્પદર્શક છે. વંદે અને વંદામિ વંદ ધાતુના પ્રથમ પુરુષ એક વચનનાં ક્રિયાપદના પર્યાયવાચી રૂપો છે. ભાવવંદનનો અધિકાર આ ત્રણેય ગાથામાં સમાવિષ્ટ છે. આ વંદન-ક્રિયા મન, વચન અને કાયાથી જ સંપૂર્ણ થાય.
ચતુર્વિશતિ સ્તવની પાંચમી, છઠ્ઠી અને સાતમી૩ – એમ ત્રણ ગાથાઓ પ્રણિધાન ગાથાત્રિક' તરીકે ઓળખાય છે. અહીં પ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતાપૂર્વકની પ્રાર્થના કે ભક્તિ. તીર્થકરો પ્રત્યે આ ગાથાઓમાં અત્યંત પ્રીતિ અને સમર્પણભાવ વ્યક્ત થાય છે. “અભિથુઆ'- અભિસ્તુતા એટલે અભિમુખભાવે શબ્દમાં મન વચન અને કાયાની એકાગ્રતાનું લક્ષ્ય છે અને વિહુયરયમલા' વિશેષણમાં તીર્થકરો – વિશેષ્યના પુરુષાર્થગુણનું પ્રણિધાન
HD
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org