Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
ત્રીજું વંદનક આવશ્યક દ્વારા ગુરૂ ભગવંતના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ગુરૂનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. આધ્યાત્મિક રીતે શક્તિસંપન્ન ગુરૂ શિષ્યને પણ આધ્યાત્મિક માર્ગે પ્રયાણ કરાવે છે. આ માટે તેમના આશીર્વાદ જ પર્યાપ્ત હોય છે એ આશીર્વાદની પ્રાપ્તિ વંદનક આવશ્યક દ્વારા થાય છે.
ભારતીય પરંપરામાં ગુરૂને પગે લાગવામાં આવે છે. ત્યારે ગુરૂ ભગવંત શિષ્યને મસ્તક ઉપર જમણો હાથ મૂકી આશીર્વાદ આપે છે. આ આખીયે પ્રક્રિયા સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે.
આજે તો વિજ્ઞાને સિદ્ધ કરી આપ્યું છે કે પ્રત્યેક સજીવ પદાર્થમાં જૈવિક વીજચુંબકીય શક્તિ છે. અને રેકી દ્વારા અથવા પ્રાણિક હીલિંગ દ્વારા ચિકિત્સક પોતાની એ શક્તિને દર્દીમાં સંક્રમિત કરી શકે છે. વંદનની પ્રક્રિયામાં શિષ્ય ગુરૂનો ચરણ સ્પર્શ કરે અને ગુરૂ શિષ્યના મસ્તક ઉપર પોતાનો જમણો હાથ મૂકે છે ત્યારે વીજચક્ર પુરૂં થતાં ગુરૂની શક્તિ શિષ્યમાં સંક્રમિત થાય છે.
પ્રભુ મહાવીરે પોતાના અગિયારે ગણધરોને ગણધરપદ ઉપર સ્થાપિત કરતાં તેમના મસ્તક ઉપર વાસક્ષેપપૂર્વક આશીર્વાદ આપે છે. આ આશીર્વાદના પ્રભાવથી અગિયારે ગણધરો ફક્ત ત્રિપદી ‘ઉપ્પન્ને ઇ વા', ‘વિગમે ઇ વા' અને ‘વે ઇ વા’નો આધાર લઈ સંપૂર્ણ દ્વાદશાંગીની રચના કરે છે. પ્રભુના વાસક્ષેપ દ્વારા પ્રભુના કેવળજ્ઞાનનો અંશ ગણધરોમાં સંક્રમિત થઈ, તેઓને શ્રુતકેવલિ બનાવે છે.
ગુરૂ ભગવંતની આ અલૌકિક, દિવ્ય, આધ્યાત્મિક શક્તિ આપણામાં આવે તે માટે ગુરૂ ભગવંતને વંદન કરવામાં આવે છે.
ઉપસંહાર :
મહર્ષિ ઉમાસ્વાતિ વાચક “પ્રશમરતિ પ્રકરણ’’માં દર્શાવે છે કે વિનયનું ફળ ગુરુની શૂશ્રુષા છે, ગુરુ શુશ્રૂષાનું ફળ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ છે, શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું ફળ વિરતિ છે, વિરતિ(સંયમ)નું ફળ આસ્રવનરોધ છે. આસ્રવનિરોધ(સંવર)નું ફળ તપોબળ છે, તપોબળનું ફળ નિર્જરા છે, નિર્જરાનું ફળ ક્રિયાનિવૃત્તિ છે. ક્રિયાનિવૃત્તિનું ફળ અયોગિત્વ (યોગનિરોધ) છે, યોગનિરોધનું ફળ ભવપરંપરાનો ક્ષય છે, અને ભવપરંપરાના ક્ષયથી મોક્ષ છે. તેથી સર્વ કલ્યાણોનું મૂળ સ્થાન વિનય છે.
Jain Education International
(૫૬
For Private & Personal Use Only
www.jainelibrary.org