Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
અભિગ્રહ- પ્રત્યાખ્યાનમાં ૧૦ કોઈને કોઈ રૂપમાં તપ ત્યાગને અનુરૂપ સંકલ્પ યા નિયમ કરવો એટલે અભિગ્રહ ધારણ કરવો કહેવાય. તેનાં ચાર આગારો છે. (૧) અનાભોગ (૨) સહસાકાર (૩) મહત્તર અને (૪) સર્વસમાધિવૃત્તિ. કોઈ વસ્ત્રત્યાગરૂપ અભિગ્રહ ધારે તો સાથે ચોલપટ્ટાગારેણં નામનો પાંચમો આગાર બોલવાથી કારણવશાત્ ચોલપટ્ટ ધારણ કરવો પડે તો પ્રત્યાખ્યાનભંગ થાય નહિ.
વિગઈ ત્યાગરૂપ પ્રત્યાખ્યાનમાં એક આગાર “પડુચ્ચમખિએણ” દ્વારા સૂકી રોટી નરમ રાખવા અલ્પમાત્રામાં સ્નિગ્ધ કરેલી હોય તેને ખાવાથી “-પ્રતીત્ય-શ્રક્ષિત- આગારથી પચ્ચકખાણ ભંગ થતો નથી, શરત એટલી કે તેમાં ઘીનો સ્વાદ ન આવે. નીલિમાં ત્રણવાર ઘી/તેલમાં તળ્યા પછી ચોથી વાર તળેલી વસ્તુ કે મીઠાઈનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આયંબિલ અને નીવિના અનુક્રમે આઠ અને નવ આગારો થાય છે.
આગારોની સમાનતાથી એકાસણા સાથે બિયાસણ, પોરિસી સાથે સાધ્રપોરિસી અને પુરિમુઢ સાથે અવશ્ન, ચોવિહાર, તિવિહાર, દુવિહારના પ્રત્યાખ્યાન સાથે આપી શકાય છે.
દૈનિક દેશાવકાશિક વ્રતમાં ચૌદ વસ્તુઓના ભોગ-પરિભોગના નિયમો ધારવામાં આવે છે. શ્રાવક જીવનનું. એ અગત્યનું અંગ છે. તેમાં પણ ચાર આચારો- અનાભોગ, સહસાકાર, મહત્તર અને સર્વસમાધિવૃત્તિનું કથન કરવામાં આવે છે.
પ્રત્યાખ્યાન પારવા સમયે સમ્યગૂ શુદ્ધિના છ કારણોનો પાઠ બોલવામાં આવે છે. સ્પર્શિત (વિધિપૂર્વક), પાલિત (વારંવારના ઉપયોગપૂર્વક), શોભિત (ગુરુ, તપસ્વી, બાલ, જ્ઞાનવૃદ્ધાદિને આપીને તરિત (અવધિ પૂરી થયા બાદ થોડી વધુ વાર સમય કાઢીને), કીર્તિત (પ્રત્યાખ્યાનની પ્રશંસા કરીને) અને આરાધિત (કર્મક્ષયના હેતુપૂર્વક). આ છ કારણોમાં પ્રત્યાખ્યાનની ભવ્યતા પ્રગટ થાય છે. બીજી રીતે જ શુદ્ધિની પ્રરૂપણા પ્રત્યાખ્યાન ભાષ્યની ૪૬ મી ગાથામાં કરવામાં આવી છે. જે નીચે મુજબ છે. (૧) સદુહણા (ર) જાણપણું (૩) વિનય (૪) અનુભાષણ (૫) અનુપાલન અને (૬) ભાવશુદ્ધિ.૧૨ ઉપસંહાર : * કાર્યોત્સર્ગ પૂર્ણ થતાં ભૂતકાલીન પાપ કર્મને આત્મામાંથી અલગ
H૮૬ For Private & berenal Use Only
ation International
For Private
Jain Education International
a use!
www.jainelibrary.org