Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
૨. ગિહત્થસંસદેણું : ગૃહસ્થ સાધુને ભોજન આપે તે સમયે ચમચામાં અકલ્પ્ય વિગઈ કે મસાલાનો બહુ ઓછી માત્રાવાળો- સંસકત થયેલોઆપે તો તેનો આગાર.
૩. ઉકિખત્તવિવેગેણું : આયંબિલના આહાર ઉપર સૂકી વિગઈ ગોળ યા મીઠાઈ રાખી હોય તેને સારી રીતે ઊઠાવી લીધા પછીનો જે અંશ રહે તેનો આગાર અહીં નિર્દેશેલ છે.
ઉપવાસમાં પાંચ આગારો છે. તેના પ્રત્યાખ્યાનમાં અભત્તઃઅભકતાર્થ- જેમાં ભોજનનું પ્રયોજન ન હોય તે અને સાથે પારિાવણિયાગારેણું વિશેષરૂપે છે. જો તિવિહાર ઉપવાસ હોય તો પાણી પીવાની છુટ હોવાથી વધેલો આહાર ગુર્વજ્ઞાથી ખાઈ પાણી પી શકાય છે. ચોવિહાર ઉપવાસમાં જો આહાર અને પાણી બન્ને વધેલા હોય તો જ ખાઈ શકાય છે. પાણી વધ્યું ન હોય તો એકલો આહાર લઈ શકાય નહિ.
પચ્ચક્ખાણોમાં મુખ્યત્વે પાણી સંબંધી- પોરિસીથી ઉપવાસ પર્યંતના તપમાં ઉત્સર્ગ માર્ગે ચોવિહારનો નિર્દેશ છે. જો તિવિહાર કરવામાં આવે તો તેના છ આગારો દર્શાવ્યા છે. જેમાં ઓસામણ,ખજૂર કે આમલીવાળા પાણીથી અથવા જે પાત્રમાં તેના લેપ-યુકત પાણી હોય તે સિવાય ત્રિવિધ આહાર (અશન, ખાદિમ અને સ્વાદિમ)નો ત્યાગ દર્શાવેલ છે. ઉપવાસ એકાશનાદિ તપ સમયે તેથી પ્રત્યાખ્યાન ભંગ થતો નથી. જેમાં લેપ ન હોય પણ છાશનું નીતરેલું પાણી હોય, ત્રણવાર ઊકાળેલું શુદ્ધ સ્વચ્છ જળ, તલ કે કાચા ચોખાનું ઓસામણ (બહુલ જળ), પકાવેલા ચોખા, ડાંગર કે દાળનું ઓસામણ વગેરે ગાળીને લેવાથી તથા લોટની કણેકનું નીતરેલું પાણી પીવાથી પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી.
-
ચરમ પ્રત્યાખ્યાનના બે ભેદ છે. (૧) દિવસના અંતિમ ભાગનું (૨) જીવનના અંતિમ સમયનું. બન્નેને ક્રમશઃ ‘દિવસચરિય’ અને ‘ભવચરિયું’ કહે છે. ભવચરિયું જ્યાં સુધી પ્રાણ રહે ત્યાં સુધીનું હોય છે. દિવસચરિયના ચાર આગારો છે. આમાં રાત્રિભોજનના ત્યાગના નિયમને દઢાવાય છે. ભવચરિયુંમાં બે આગારો છે. (૧) અનાભોગ અને (૨) સહસાકાર તેમાં ‘સવ્વસમાહિવત્તિયાગાર’ કે ‘મહત્તરાગાર’ ની જરૂર નથી.આ બે આગારોથી ઉપયોગશૂન્યતા કે આંગળી આદિ મોંમાં મૂકવાથી વ્રતભંગ થતો નથી.
Jain Education International
૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org