Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 108
________________ કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે. એ પૂર્ણ કર્યા પછી સંસારી જીવ પોતાના લૌકિક વ્યવહારમાં પુનઃ પ્રવૃત્ત થાય છે. પરંતુ આ પુનઃ પ્રવૃત્ત થતાં પહેલાં શાસ્ત્રકાર ભગવંત આપણા આત્માના હિતને માટે, પૂર્વે કરેલી અશુભ પ્રવૃત્તિ પુનઃ ન કરવાનાં પ્રત્યાખ્યાન/પચ્ચક્ખાણ આપે છે. જો આ પચ્ચક્ખાણ લેવામાં ન આવે તો ભૂતકાળમાં કરેલ પાપના પ્રાયશ્ચિત્તનો કોઈ અર્થ રહેતો નથી. તેથી શાસ્ત્રકાર મહર્ષિઓએ છ યે આવશ્યકમાં સૌથી છેલ્લે પ્રત્યાખ્યાન મુક્યું છે. પ્રત્યાખ્યાન લેવાથી આપણો આત્મા જેની સાથે પ્રત્યક્ષ જોડાયેલો નથી એવાં અજ્ઞાતપણે થતાં પાપોથી બચી જાય છે. અને ક્યારેક એવાં પાપ કરવાનો અવસર આવે ત્યારે પોતે તે પ્રતિજ્ઞામાં દઢ રહી તે કરતો નથી. અથવા બળાત્કારે કોઈ તેની પાસે એવું પાપ કરાવે ત્યારે તેનો મનમાં રંજ રહે છે. અને પાછળથી તેની આલોચના લઈ શુદ્ધ બને છે. આ રીતે તે કાયાથી પાપ કરતો હોવા છતાં મનથી અને વચનથી પાપથી અલિપ્ત બને છે. પ્રત્યાખ્યાનથી કર્મોનો આસવ બંધ થાય છે, તૃષ્ણાઓનો ઉચ્છેદ થાય છે, ઉપશમભાવ પ્રગટે છે, સાધકમાં ચારિત્રધર્મનો આર્વિભાવ થાય છે, જૂના કર્મોની નિર્જરા થાય છે અને ઉત્તરોત્તર ઊંચા ગુણસ્થાનકો પર આરૂઢ થઈ શાશ્વતસુખ છે તે-મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રત્યાખ્યાન પરંપરાએ મોક્ષ ફલદાયક છે. ૧૩ પ્રત્યાખ્યાન નાનું હોય કે મોટું, તે લીધા પછી યર્થાથપણે પાળવું જોઈએ. તેમ કરવાથી મનની મક્કમતા કેળવાય છે, ત્યાગની તાલીમ મળે છે, ચારિત્રગુણની ધારણા થાય છે. તેથી પ્રત્યાખ્યાનને વૃત્તિસંક્ષય યોગ તરફ ક્રમશઃ વધતી સાધના કહી શકાય. પાદટીપ જહા લાહો તહા લોહો, લાહા લોહો વજ્રઈ । દો માસ કયં કરું, કોડીએ વિ ન નિટ્વિયં ||૧૭ || કાંપિલીય અધ્યયન શ્રી ઉત્તરાજઝયણ સુત્ત : સં મુનિ પુણ્યવિજયજી પ્ર.શ્રી મ.ઐ.વિ.મુંબઈ(૧૯૭૭) પૃ. ૧૧૮ : Jain Education International 62 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118